dariyana petma angar - 8 in Gujarati Fiction Stories by SaHeB books and stories PDF | દરિયાના પેટમાં અંગાર - 8

The Author
Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

દરિયાના પેટમાં અંગાર - 8

જ્યારે જ્યારે વિચાર મારા મગજમાં આવ્યા એ તમામ ને ડાયરીમાં લખી નાખ્યા. વધુ પડતા વિચાર મને હંમેશા આ દેશ અને દેશની પ્રજાના જ આવ્યા છે. વિશ્વગુરુ ભારત અનેક વિદેશી પ્રજાનો ગુલામ રહ્યો. લગભગ બરસો વર્ષ ગુલામ પછી આપણી માનસિકતા જ સાવ ગુલાબ બની ગઈ છે. 2017 આરપાસ નો એક લેખ તત્કાલીન સ્થિતિ પર રજૂ કરું છું...

કરી તાપણું પ્રજાનું , તે રોટલા પકાવે છે ,


ડાઈવર્જન કરી રસ્તા , પ્રજાને થકાવે છે .

ભારત દેશ વિવિધ પાર્ટીઓથી ભરેલો દેશ છે . ભલે બધાના એજન્ડા અલગ અલગ હોય પણ ધ્યેય તો બસ એક જ છે પ્રજાને લુંટો . યોજનાઓ બાયપાસ કરીને કે વધુ પડતા ટેક્સ નાંખીને . આમ જ સીતેર વરસ પસાર થઈ ગયા . છતા કોઈ નોંધપાત્ર કાર્ય થયું નથી . હા , બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ચર્ચામાં આવ્યા અને જમીન સંપાદન વગર તેનું ખાતમુરત પણ થઈ ગયું . શુ આજે ખરેખર ભારત એટલો સમયનો પાબંધ બની ગયો છે કે તેના ઝડપી મુસાફરીની જરૂર પડી ?


વિકાસનો , ગરીબીનો અને બેરોજગારીનો એજન્ડો બધા પક્ષ પાસે રહ્યો છે . ભલે પછી એ શાસકપક્ષ હોય કે વિરોધપક્ષ હોય . પણ સત્તામાં આવ્યા પછી એ વિકાસ ફક્ત ચંદલોકોનો જ કરતા હોય છે . જે તેમના ખાસ હોય છે . ધારાસભ્યો કે સાંસદસભ્યોની આવક રાતો રાત વધવા લાગે છે . આ વિકાસ નથી તો બીજું શુ છે ? અને પક્ષવાદી અંધલોકોએ પોતાના આકાઓની હામાં હા કહી કોઈ દિવસ વાસ્તવિકતા સ્વીકારી જ નથી . જે કોગ્રેસ સમયમાં અનેક કૌભાંડ થયા તે લોકો પણ વિરોધપક્ષમા આવ્યા પછી હિસાબ માંગવા લાગ્યા . શુ કોગ્રેસ દૂધ જેવી સાફ છે ? બોફર્સ , યૂરિયા , કોલસા , કોમનવેલ્થ આવી તો અનેક કૌભાંડ તેના નામે અંકિત થયા છે . છતા તે લોકો ને હિસાબ જોઈએ છે . અને ભાજપવાળા વિદેશમાંથી બ્લેકમની પાછી લાવવાના હતા . ત્રણ વરસ થઈ ગયા હજુ કોઈ સમાચાર આવ્યા નથી કે આ નેતાના આટલા રૂપિયા પાછા આવ્યા છે અને તેને સજા કરવામાં આવી છે . છેલ્લા એક મહિનામાં કેટલી ટ્રેન પાટ્ટા પરથી નીચે ઉતરી કે અકસ્માત થયો છતા તમે વિકસના રટણ ચાલુ રાખો છો .


પ્રધાનમંત્રિએ જાહેરાત કરી "ગેસ સબસીડિ છોડવાની" પરિણામે અનેક લોકોએ તેનો ત્યાગ પણ કર્યો જે આવકાર્ય છે . પણ તમે એવી જાહેરાત કેમ ન કરી કે ," નેતાઓને (વિધાનસભ્ય અને સાંસદસભ્ય) આપવામા આવતી તમામ સબસીડિ આજથી રદ કરવામાં આવે છે . તેમના ફાલતુ ખર્યા પર રોક લગાવી દેવાશે . એ તમામ લોકોની સંપત્તિની તપાસ તટસ્થ રીતે કરવામાં આવશે " સાહેબ જો આટલું કર્યું હોત તો આજે જાપાન પાસેથી લોન લેવાની જરૂર નહોતી રહેવાની . પણ આવા કાયદા લાવે કોણ ? પોતાના પક્ષના પણ આ બાબતમાં સામેલ હોય છે , પોતાની સત્તા બરકરાર રાખવા નીચું નમવું પડે છે .


જ્યારે પ્રધાનમંત્રીએ કહ્યું " આપણે બને ત્યાં સુધી પ્રેટ્રોલિયમનો ઓછો ઉપયોગ કરવો જોઈએ . જેથી તે કુદરતનો ભંડાર પુરો નથી જાય " આ વાત સાથે પણ હુ સહમત છુ . કારણ કે નિર્ણય યોગ્ય હતો . પણ તેની જ પાર્ટીના લોકો પુરા ગુજરાતમાં બાઈક રેલી કાઢે એ કેટલું યોગ્ય ? શુ બધા આદેશ કે નિયમ પ્રજાને જ પાલન કરવા . નેતાઓ કે પોતાના પક્ષના લોકો માટે કંઈ જ નહી . સાહેબ પહેલા ઘરના સભ્યો સુધારો પછી પાડોશી સાથે વાત કરજો . લોકોએ વિશ્વાસ રાખ્યો હતો ત્યારે સત્તા પામ્યા છો પણ સીતેર વરસથી એ વિશ્વાસને દિલ્હીની ગટરમાં ફેંકી દિધો છે . યાદ કરવા રહ્યા લાલબહાદુર શાસ્ત્રીને આ સમયે . જ્યારે અમેરિકા દ્વારા લાલ રંગના છેલ્લી કક્ષાના ઘઉં ભારત મોકલવામા આવતા મદદ માટે ત્યારે તે ઘઉંની નિમ્ન ગુણવંતા જોઈ શાસ્ત્રીજીએ અમેરિકાને પણ ના કહી દીધી હતી . ત્યારે દેશમા ઘઉંની તંગી એટલે શાસ્ત્રીજીએ "સાત દિવસમાં એક દિવસ અન્ન ના લેવું એવી જાહેરાત કરી" પણ જાણવા જેવી વાત એ છે કે " પહેલા આ નિયમનું શાસ્ત્રીજી અને તેના પરિવારે પાલન કર્યું હતું . પછી જ તેને દેશને આહ્વાન કર્યું ". શુ અત્યારે કોઈ નેતા આવો મળે ખરો ?


કરોડો રૂપિયા ચુંટણી પ્રચારમાં વાપરે છે એ ક્યાંથી આવે છે ? શુ તે બધા ટેક્સ ભરેલા નાણા છે ? ના ભાઈ ના , આતો પોતાના સ્વાર્થ માટે આવા બેનંબરી લોકોને પણ પોષવા પડે છે . લોકોને આશા હોય છે પોતાના પ્રતિનિધિ પાસે કે થોડુક કામ તો કરશે પણ એક ખુરશી મળતા તેના મિજાજ બદલાય જાય છે . ઈમાનદારીની ખાધેલ કસમો ખુરશીના પાયા નીચે દબાય ક્યારની મરી ગઈ છે . લોકશાહી ક્યારની આ દેશમાંથી આત્મહત્યા કરી જતી રહી છે . હવે તો બસ તેના પડછાયા છે , જે ચુંટણી સમયે જોવા મળે છે . સુભાષ બોઝ સાચુ કહેતા હતા "જો આ દેશને આઝાદી પછી લોકશાહી આપવામા આવી તો આ લોકો ભ્રષ્ટ બની જશે ". જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ . અને જો આ દેશ હજુ પણ સુતો રહ્યો તો આ સત્તામોહી નેતાઓ એવા એવા કાયદા લાવશે કે તમારે શ્વાસ લેવાનો પણ ટેક્સ ભરવો પડશે .


કેટલીય યોજનાઓ આવી ગરીબી નાબૂદ કરવા . છતા ગરીબી નાબૂદ થઈ છે ખરી ? ના , નેતાઓને જ રસ નથી ગરીબી નાબૂદ કરવામાં . જો ગરીબી દુર થઈ જશે તો તે કયા મુદ્દા પર ચુંટણી લડશે ? આ પ્રશ્ન તમામ પક્ષને સતાવી રહ્યો છે . કરોડોના ખર્ચે સભા યોજવામા આવી , મુદ્દો હતો ગરીબી નાબૂદ કરો . ગરીબીનો ચિંતા ત્યાં સુધી જ હોય છે જયા સુધી સત્તાસુંદરીને વરે નહી . બાકી પ્રજા તો છે જ "બેગાનાની શાદીમા અબ્બુલ્લા દિવાના". બિચારી પ્રજા છેતરાય છે વારંવાર . મારા ભાઈ વારંવાર છેતરાય તેને બિચારી નહી પણ "મહામુર્ખ" પ્રજા કહેવાય . જેની બુદ્ધિ પોતાના પક્ષ કે જાતી પુરતી જ ક્ષિમિત છે . તેની પાસે ભવિષ્યમાં શુ પરિણામ આવશે તેની જરા પણ ચિંતા નથી .


દેશ જરૂર બદલાશે , તમામ દુષણો નાબૂદ થશે , પરિસ્થિતિ બદલાશે , સીમા વિવાદો પણ શાંત થશે ,પહેલા આપણે આપણી જાતને બદલવું જોશે , આપણી માનસિકતા બદલવી જોશે , આપણે મફતમા લેવાની દાનતને દફન કરવી જોશે , છાસવારે થતા જાતીવાદી ઝઘડા બંધ કરવા જોશે , પોતાના દેશમા બનતી સ્વદેશી વસ્તુનો વધુ ઉપયોગ કરવો જોશે , જીદગીનો થોડો ફ્રી સમય દેશ માટે ખર્ચવો જોશે , ત્યારે જ અા દેશ આર્થિક , સામાજિક અને વૈશ્વીકસ્તર પર મજબૂત થશે , કોઈ જાપાન કે અમેરિકા પાસે હાથ નહી ફેલાવવો પડે . કોઈ નેતા એક રૂપિયો પ્રજાનો ચોરતા પણ સો વાર વિચાર કરશે . અ બધુ શક્ય છે , પણ તમે , હુ આપણે બધા જાગૃત રહેશુ તો . બાકી આમ જ ચાલ્યું તો , આવનાર પેઢી તમારા નામ સાથે કાયર , સ્વાર્થી , માનસિક ગુલામ વિષેસણ લગાવી દેશે . કોઈ દિવસ તમને માફ નહી કરે , અને જો તમારો આ ઈતિહાસ તેમના વાચવામા આવ્યો તો એ લોકો આત્મહત્યા કરી લેશે કે આવા "મહામુર્ખ લોકોના અમે સંતાન છીએ" હવે વિચાર તમારે કરવાનો છે , તમારી આવનાર પેઢીને તમારે ભેટમાં શુ આપવું . એક શાંત અને સુલભ જીવન કે ભ્રષ્ટાચાર , ગરીબી , બેરોજગારી , આતંકવાદ , જાતીવાદથી ભરેલો વિષનો પ્યાલો .


(ક્રમશ:)