Room Number 104 - 1 in Gujarati Thriller by Meera Soneji books and stories PDF | Room Number 104 - 1

Featured Books
Categories
Share

Room Number 104 - 1

Room Number 104

પાર્ટ:-1

જય શ્રી કૃષ્ણ દોસ્તો,આજે હું તમારી સમક્ષ એક રહસ્યમય અને રોમાંચથી ભરપૂર એક વાર્તા નવલકથા રૂપે લઈ ને આવી છું. આશા છે કે તમને મારી વાર્તા જરૂર ગમશે. આ એક કાલ્પનિક વાર્તા છે. રહસ્યમય કથા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. જેથી લખવામાં કાઈ ઉણપ રહી હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી. તમારા મૂલ્યવાન પ્રતિભાવ મને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડશે એટલે તમારા પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં..


રાજસ્થાન માં આવેલી સુંદર પર્વતમાળા પર આવેલું નગર એટલે કે માઉન્ટ આબુના પહાડી ઇલાકા ઉપર લક્કી તળાવ ની બાજુમાં જ આવેલી હોટલ હિલ્લોક માં સવાર માં દસ વાગી રહ્યા હતા. હોટેલ ના મેનેજર રાજકુંવર સિંહ હોટેલ ના બહાર નું વાતવરણ નિહાળી રહ્યા હતા. શિયાળાની સવાર હતી ને સૂરજ પણ વાદળોની ની પાછળ છૂપાઇ ને હલકો પ્રકાશ રેલી રહયો હતો. નજીક માં આવેલો લક્કી તળાવ પર હજુ પણ જાકળ પથરાયેલી હતી. વર્ષા ઋતુમાં ખૂબ વરસાદ થયેલો હોવાના કારણે આખી પર્વતમાળા પર જાણે સુંદર લીલીછમ ચાદર પથરાયેલી લાગતી હતી. રાજ કુંવર સિંહ તો કુદરતે રચેલા સુંદર અને અદભુત નજારો જોઇને તેમાં ખોવાઈ જ ગયેલા હતા ત્યાં અચાનક જ હોટલના વેઇટર રાજુ એ આવીને તેની તંદ્રા તોડી.

રાજુ:- સાબ! રૂમ નંબર 104 માં ખુબ વાસ આવી રહી છે કઈક અજીબ જ વાસ છે

મેનેજર:- વાસ! કેવી વાસ! કોના નામ પર રજિસ્ટર છે આ રૂમ નંબર 104 ?( રિસેપ્શન પર ઊભેલી કવિતા શર્માને રજીસ્ટર માં જોવાનું કહ્યું.)

કવિતા શર્મા:- સર કોઈ ન્યુ મેરીડ કપલ છે કોઈ પ્રવીણ સિહ અને તેના wife. હમણાં બે દિવસ પહેલાં જ એ લોકોએ આપણી હોટલમાં રૂમ બુક કર્યો છે. પણ સર એક વાત ખૂબ અજીબ છે. જ્યારથી એ કપલ આવ્યું છે. ત્યારથી એક વાર પણ રૂમ ની બહાર નથી આવ્યા. નથી અહીંયા ના કોઈ ફરવા લાયક સ્થળો પર ફરવા નીકળ્યા. નથી એ લોકો એ આપણા હોટેલ માંથી કાઈ જમવાનું ઓડર કર્યું. બહાર થી પણ કોઈએ જમવાનું તેમના રૂમ માં પહોંચાડ્યું નથી.

રાજુ:- ન્યુ મેરીડ કપલ છે ને મેડમ એટલે એકબીજામાં એટલું બધુ ખોવાઈ ગયા હશે ને કે ખાવા-પીવાનું પણ ભૂલી ગયા.(રાજુ કટાક્ષ માં હસતા બોલ્યો)

કવિતા રાજુ ને ચૂપ રેવાનું કહેતા તેની સામે આંખો કાઢી ને આગળ બોલી "સર મને તો પેહલા થી જ આ કપલ કઈક વિચિત્ર લાગતું હતું. બંને જણા ની ઉંમર વચ્ચે પણ ઘણો ફેર લાગી રહ્યો હતો. છોકરી છોકરા કરતા ઘણી નાની ઉંમરની હોય એવું લાગ્યું. જ્યારે રૂમ બુક કરાવતી વખતે મે mr પ્રવીણ સિંહ પાસેથી રૂમના એડવાન્સમાં હજાર રૂપિયા માંગ્યા ત્યારે તેને પોતાની પત્ની પાસે થી પૈસા લઈને ચૂકવ્યા. જ્યારે મે એમને પૂછ્યું કે તે લોકો નો અહીંયા કેટલા દિવસ નો પ્રોગ્રામ છે તો બંને જણા એ અંદરોઅંદર ઘણી ચર્ચા કર્યા પછી કહ્યું કે એ લોકો અહીંયા ત્રણ દિવસનો પ્રોગ્રામ છે. મે જ્યારે પૂછ્યું કે અહીંયા ના ફરવા લાયક સ્થળ માટે તમને કોઈ ગાઈડની કે કાર ની જરૃર છે તો અમે વ્યવસ્થા કરી આપશું. પરંતુ એ લોકો એ કીધું કે એમને ક્યાંય ફરવા નથી જવું બસ અહીંયા રહી ને આરામ જ કરવો છે...


મેનેજર રાજકુંવર એ કવિતાની વાત સાંભળી ને થોડી વાર વિચારવા લાગ્યા ને પછી રાજુ ને રૂમ નંબર 104 ની એક્સ્ટ્રા ચાવી લઈને તેની પાછળ પાછળ આવવાનું કહ્યું. મેનેજર સાહેબ જ્યારે પહેલા માળ ની લોબી માં પોહચ્યા જ્યાં રૂમ નંબર 104 હતો. લોબી માં પ્રવેશતા જ આખી લોબીમાં પણ ભયંકર વાસ આવી રહી હતી. વાસ આવતા જ બંને જણા એ રૂમાલ થી પોતાના નાક ઢાંકી દીધા. મેનેજર રાજકુંવર એ રાજુ પાસેથી એક્સ્ટ્રા ચાવી લઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ એની અંદરનો ભયંકર નજારો જોઇને રાજુ અને મેનેજર રાજકુમારનું હૃદય દ્રવી ઉઠ્યું. રૂમના ફર્શ પર એક અર્ધનગ્ન હાલતમાં યુવતીની લાશ પડી હતી. તેના માથા પર થી અઢળક લોહી વહી ગયું રહ્યું હતું. રૂમ ની હાલત વેરવિખેર પડી હતી. આ નજારો જોઈ ને રાજુ તો ગભરાઈને અર્ધ બેહોશ જેવો થઈ ગયો. મેનેજર રાજકુંવર પણ લાશ જોઇને એકદમ જ હેબતાઈ ગયા હતા. તેમના હાથ પગ ઠંડા પડી ગયા હતા. થોડીવાર પછી થોડા સ્વસ્થ થઈને મેનેજર રાજકુંવર એ માઉન્ટ આબુમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ડયુટી બજાવતા ઇન્સ્પેક્ટર અને એના ખાસ ફ્રેન્ડ અભય સિંહ રાજપૂત ને ફોન લગાવ્યો.

અભયસિંહ રાજપૂત:-( ફોન ઉપાડતાં) હૉલો! હા બોલ કુંવર આજે કેમ સવાર સવાર મા યાદ કર્યો મને? ને તું આટલો ગભરાયેલો કેમ લાગે છે?

રાજકુંવર:- અભય તું જલ્દી થી હોટલે આવી જા અહીંયા હોટેલ ના રૂમ નંબર 104 માં એક યુવતી ની લાશ મળી આવી છે.

અભય સિંહ:- શું લાશ?(એકદમ આશ્ચર્યચકિત થઇને). જો કુંવર હું ના આવું ત્યાં સુધી કોઈ એ લાશ ને કે રૂમની કોઈ પણ ચીજ વસ્તુઓ ને આડશે નહી. હું મારી ટીમ ને લઇ ને હમણાં જ ત્યાં પહોંચ્યું છું.

ફોન મુકતા જ બાજુ માં પડેલા રાજુને જે લાશ ને જોઈ ને અર્ધ બેહોશી ની હાલત માં પડ્યો હતો તેના મોઢા પર પાણી છાંટી ને ઉઠાડ્યો. અને તેને રૂમ ની બહાર લઈ જતા કહ્યું કે જો રાજુ મે હમણાં જ મારા ખાસ દોસ્ત જે અહીંયા ના પોલીસ ખાતા માં પોતાની ફરજ બજાવી રહ્યા છે તેને ફોન કરી ને લાશ વિશે જણાવી દીધું છે. એ હમણાં જ પોતાની આખી ટીમ લઈ ને આહિયા આવશે. તેને અહીંયા રૂમ ની કોઈ પણ ચીજ કે લાશ ને અડવાની ના પાડી છે. હમણાં આ લાશ વળી વાત હોટેલ ની બહાર જ્વી ના જોઈએ. ને અહીંયા રહેલા બીજા મહેમાનો ને પણ ખબર નાં પડવી જોઈએ.( રાજકુંવર ખુબજ ચિંતિત સ્વરે આ બધું રાજુ ને કહી રહ્યા હતા)..

થોડી જ વાર માં પોલીસ ની જીપ નું સાઇલેન્સર સંભળાયું. ને અભયસિંહ રાજપૂત પોતાની સાથે ડયુટી બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ચૌહાણ અને લેડી પોલીસ કોન્સ્ટેબલ સંધ્યા મહેશ્વરી સાથે આખી ટીમને લઈને ત્યાં હાજર થઈ ગયા. રિસેપ્શનિસ્ટ કવિતા શર્મા તો હજી પણ આ વાત થી અજાણ હતી. એ તો પોલીસ કર્મચારીઓને જોઇને એકદમ જ હેબતાઈ ગઈ. ને આશ્ચર્યચકિત સાથે બોલી..

કવિતા:- good morning sir
અભયસિંહ રાજપૂત:- good morning મેડમ ક્યાં છે તમારા મેનેજર સાહેબ?

કવિતા:- સર મેનેજર સાહેબ તો પેહલા માળે આવલે રૂમ નંબર 104 માં ગયા છે પરંતુ તમે અહીંયા આમ અચાનક જ શું કામ પડ્યું??..

અભયસિંહ કવિતાની વાત નો જવાબ આપ્યા વગર જ પહેલા માળે આવેલી રૂમ નંબર 104 તરફ પોતાની ટીમને આદેશ આપતા રૂમ તરફ આગળ વધી ગયા. કવિતા તો એ જોઈને આશ્ચર્ય ચકિત જ થઈ ગઈ. તેને ખ્યાલ આવી ગયો કે રૂમ નંબર 104 માં કઈ તો અજીબ ધટના બની જ છે. કવિતા પણ પોલીસ અધિકારીઓની પાછળ જવા નીકળે છે ત્યાં જ અભયને જાણે કંઈક યાદ આવતા રિસેપ્શન પર પાછો આવીને કવિતા ને કહે છે કે તે અહીંયા જ રહે અને કોઈ ને પણ હોટેલ મા પ્રવેશ ના આપે. પોતાની સાથે કામ કરતા એક અધિકારીને પણ પ્રવેશ દ્વાર પર ઊભા રહેવાનું કહે છે. ને આદેશ આપતા કહે છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ હોટેલ માં પ્રવેશવું ના જોઈએ અને હોટેલમાંથી કોઈ બહાર પણ જવું ન જોઈએ. આટલું કહેતા તે રૂમ નંબર 104 તરફ જાય છે..

ક્રમશ......
મારી બુક વાચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏 આપ સૌને મારી આ વાર્તા કેવી લાગી એ તમારા કીમતી પ્રતિભાવ ને રેટિંગ દ્વારા જરૂર થી જણાવશો...
_Meera soneji