Fingers - 6 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | આંગળિયાત - 6

Featured Books
Categories
Share

આંગળિયાત - 6

આંગળિયાત..ભાગ..8

લીનાને અત્યારે સાતમો મહીનો બેઠો હતો, શ્રીમંતોનો પ્રસંગ
ખૂબ સરસ ધામધુમથી ઉજવાય છે, શ્રીમંતમાં એના મમ્મી પપ્પા પણ આવે છે, રચીતનો પરીવાર એમને પૂરા માનસંમાન સાથે સાચવે છે, પ્રસંગ પતવી રચીત પાછો એના શુટીંગમાં વ્યસ્ત થઈ જાય છે,એક દિવસ અચાનક રાત્રે લીનાને ડીલવરીનો દુખાવો ઉપડતાં હોસ્પીટલ લઈ જવામાં આવી અને એણે એક ખુબ સરસ ફુલ જેવાં દિકરાને જન્મ આપ્યો, રચીતના પરીવારની ખુશીનો પાર ન રહ્યો,શહેરમાં સગા વાહલામાં,સ્ટાફમાં મીઠાઈઓ વહેંચવામાં આવી....

દિકરાનું નામ કરણ ગૌરી અને રીશીતના હાથે કરવામાં આવ્યું, એ વાત લીનાને મનમાં થોડી ખટકી પરંતુ પરીવારનો સંપ જોતા બોલવું ઠીક નહીં લાગ્યું,અને હસતાં મોઢે પરીવારની હા માં હા સ્વીકારી લીધી, દિકરાનું નામ અંશ રાખવામાં આવ્યુ.

અંશ હવે પાંચ મહીનાનો થયો, રચીતના વર્તનમાં કોઈ જ ફેરફાર ન હતો, એ કયારેક ઘરમાં હોય ત્યારે અંશને ખુબ રમાડતો, પરંતુ લીના માટે એના મનમાં જાણે કોઈ લાગણી જ ન હતી, એક દિવસ રચીત ઘરે આવ્યો હતો, લીના અંશને લઈને એના ઓરડામાં સૂઈ ગઈ હતી, રચીત તથા પરીવારના સભ્યો બહાર લીવીંગરૂમ બેઠાં-બેઠાં વાતો કરતાં હતા,અંશ દુધ પીવા જાગતાં લીના ઊભી થઈ અને દુધ પીવરાવી રસોડામાં પાણી પીવા જતી હતી, એણે પરીવારને ધીરેધીરે વાતો કરતાં સાંભળ્યા, એ વાત સાંભળી લીનાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, એને ચકકર આવવા લાગ્યાં,રચીત બોલતો હતો,
" મમ્મી..!હવે કયાં સુધી આ બધું નાટક કરવાનું છે..?મારે
હવે ઘરે આવવું છે શીતલ લગ્ન માટે ઉતાવળ કરે છે...!"

" હમણાં સાવ શાંતિ જોઈએ, એને જરા પણ ભલક પડશે તો પ્લાન ઉપર પાણી ફરી વળશે...!"

"પણ ...! મમમ્મી...દોઠ વરસ થયું, હવે કેટલો સમય મારે એને સાચવવી પડશે...?"

"બ..સ..! હવે બે ત્રણ મહીનાની વાત છે ....એક વાર અંશ
એનું દૂધ છોડે પછી આપણે સંભાળી લેશું, આપણે અંશને નુક્શાન નથી પહોંચાડવાનું,એ આપણું સંતાન છે..."

" ઓકે...! તો હુ જાવ છુ કાલે..તમે અને ભાભી સંભાળી લેજો...હવે મને આ નાટકથી દૂર રાખ જો હુ થાકી ગયો છુ...!"

"આમ, વાત અધૂરી મુકવાથી નહીં ચાલે, તારી જરૂર પડશે હજું.. "

લીનાએ આટલી વાત સાંભળતા એના પગ નીચેથી જમીન સરકી ગઈ, શું પ્લાન હતો..? એ લોકો શુ ઈચ્છતા હતા..?
આગળ લીનાને ચકકર આવતાં કઈ સંભળાયું નહીં, એ ત્યાં જ રૂમની અંદર બારણાં પાસે ફસડાઈ પડી,
આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી પરંતુ ડૂસકાં અવાજ ગળેથી કાઢવાંની હિમ્મત ન હતી,એ લોકોનો પ્લાન શું હશે..?
એમને અંશને કોઈ નુકશાન ન પોહચાંડવુ એવુ વિચારે છે એટલે પ્લાન કંઈક મારાં માટે છે,પણ એ શું હશે..? કેમ જાણવું..? એટલામાં અંશના રડવાનો અવાજ આવતાં એ લીના ફટાફટ આંખો લૂછી ઊભી થઈ અને પેહલા ખોટું સૂવાનો ઢોંગ કર્યો, અને અંશને થોડીવાર રડવા દીધો એટલે રચીત અંદર રુમમાં આવ્યો એને લીનાને ઢંઢોળી જગાડી,
"કેવી ઊંઘમાં છો ખબર નથી પડતી અંશ રડે છે..?"

લીના પહેલાં કંઈ જ બોલ્યા વગર ઊભી થઈને અંશને લીધો,
અને પછી કહયું, "મને માથું બહું ચડયું હતું એટલે દવા લીધી એમાં ઊંઘ આવી ગઈ, "

લીનાનું આવું નાટક કરવાં પાછળ એકજ કારણ હતું કે રચીત
લીનાએ કઈ સાંભળ્યુ હશે એ વાતથી નીશ્રચીંત રહે, હવે રચીતતો પડખું ફરીને સૂઈ ગયો હતો, પરંતુ લીનાને આગળ શું કરવું એ વિચારમાં ઊંઘ ન આવી....

એક ભયાનક અંધારાં જંગલમાં એકલી ભટકતી હોય એવો અનુભવ થતો હતો, બાચાવો....બચાવો...ની બૂમ મારે તો પણ કોણ સાંભળે..? હવે તો એકલા જ આનો રસ્તો ગોતી
આ જંગલી જનાવરોથી બચવાનું હતું,

મમ્મી પપ્પાની મદદ મળશે પણ એના સુધી આ લોકો મને પહોંચવાદેશે. ? લીનાનો હાલત અત્યારે જાળમાં ફસાયેલા પક્ષી જેવી હતી,જો જાળમાંથી બચી ન શકી તો જીંદગીભર પાજંરુ અથવાં મોત પાક્કું હતું...

હવે આગળના ભાગમાં વાચશું શું લીના જાણી શકશે રચીતના પરીવારનો પ્લાન શું છે..?

( ક્રમશ.... )

🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli mod✍