અનન્યા યુવાન,સુંદર,સુડોળ અને બુદ્ધિશાળી અને ભણવામાં પણ હોશિયાર એટલે gov. mbbs માં એડમીશન પણ મેળવી લીધુ,ને આગળ ભણવા લાગી....
અનન્યા નો સુંદર બાંધો, વિનમ્ર સ્વભાવ અને બુધિક્ષમતા,ઘણા બધા યુવાનો ને પોતાના તરફ પ્રભાવિત કરતી...પરંતુ અનન્યા નું સંપૂર્ણ ધ્યાન પોતાના સપના પુરા કરવામાં હતું.....
અનન્યા મૂળ વડોદરા ની પરંતુ ભણવા માટે અમદાવાદ હોસ્ટેલ માં રેહતી....ભણવા ની કુશળતા સાથે એને સાહિત્ય નો પણ સારો એવો રસ,ને સ્વભાવે થોડે મસ્તીખોર પણ ખરી.....
એક વાર અનન્યા એક્ઝામ પૂરી થતાં ઘરે જવા સેન્ટ્રલ બસસ્ટોપ થી વડોદરા ની બસ માં બેસી....
અનન્યા ને ટ્રાવેલિંગ નો પણ શોખ એટલે ઇયરફોન માં મસ્ત અરિજીત ના ગીતો સાંભળતી સાંભળતી આજુ બાજુ ના વાતાવરણ ને નિહાળી રહી હતી.....અને પોતાના માં મગ્ન થયેલી હતી...
થોડી વાર પછી એક મીઠો પુરુષ નો અવાજ સંભળાયો excuse me!!! હું અહીંયા બેસી શકું?? અનન્યા એ સામે જોયું... .....એક સુંદર,મજબૂત બાંધાનો, સુઘડ કપડામાં સજ યુવાન સામે ઊભો હતો.....
અનન્યા થોડી વાર તો એને જોવા માં જ ખોવાય ગય....પછી હકાર માં માથું હલાવી પોતાનું બેગ બાજુ પર મૂકી દીધું....આ સુંદર યુવાન નું નામ અંકિત, અંકિત પણ બુદ્ધિશાળી ને હોશિયાર,એ પણ gov.job ની સારી એવી પોસ્ટ પર હતો...
અનન્યા પણ સુંદર અને નમ્ર સ્વભાવ ની હતી એટલે અંકિત ની આંખો માં પણ એ વસી ગય....
હવે બંને યુવાનો બાજુ બાજુ માં બેઠા હતા.... બંને એક બીજા સાથે વાત કરવા આતુર હતા પરંતુ બંને ને શરમ અને વાત કરવાનો ડર લાગી રહ્યો હતો એટલે આમને આમ રસ્તો કપાતો ગયો, સાથે સાથે બંને થોડી થોડી વારે એક બીજા ને નિહારી લેતા હતા....
થોડા સમય પછી અંકિત એ હિંમત કરી અનન્યા પાસે પાણી માંગ્યું....અનન્યા એ બોટલ આપી.....ફરી પાછું મોન છવાઈ ગયું......થોડા સમય પછી અંકિતે નજીવા સવાલો પૂછવાની કોશિશ કરી ને અનન્યા એ સરળતા થી ઉતર પણ આપ્યા.....
હવે બંને વચ્ચે સંપૂર્ણ મૌન છવાઈ ગયું.....હવે માત્ર ને માત્ર બંને ની આંખો જ બોલવાનું અને જોવાનું બંને કામ એક સાથે કરી રહી હતી.....
બંને યુવા હૈયા એક બીજા ને સમજવા માગતા હતા પરંતુ મૌન જીતી ગયું ને દિલ હારી ગયું.....
ને વિચારો માં અને જોવા માં જ વડોદરા પણ આવી ગયું...અનન્યા પોતાના સ્ટોપ પર ઉતરી ગય....અનન્યા મન માં વિચારતી રહી નામ તો ખબર પડી ગઈ....પરંતુ હવે ફરી કોન્ટેક્ટ કેવી રીતે કરું????....
અંકિત પણ જતી અનન્યા ને જોતો રહ્યો પણ દિલ ની ફરી મળવાની આશ તૂટી ગઈ.....
પરંતુ થયેલી આ એક મુલાકાત બંને ને ભૂલાય નહિ..... બસ ની આ થોડા કલાકો ની એ મુલાકાત બંને માટે દિલ માં કુમળી લાગણી વધારવા લાગી.....ને આ એક જ મુલાકાત સતત બંને ના માનસપટ ફરવા લાગી......
એક બાજુ અનન્યા અંકિત ને social media પર શોધવા લાગી ને બીજી બાજુ અંકિત પણ અનન્યા ને શોધવા લાગ્યો પણ મેળ પડ્યો નહિ....
હવે બંને ને સતત એક બીજા પ્રત્યે પ્રેમ ની લાગણી વધતી જતી હતી અને કોઈ પણ પ્રકાર ની મળવાની આશા દેખાતી ના હતી......એટલે બંને એ પોતાના મન માં નક્કી કર્યું કે જો નસીબ માં હશે તો ફરી મુલાકાત થશે...નહિતર દિલ માં છપાયેલી આ એક મુલાકાત ના સથવારે પ્રેમ થી જિંદગી પસાર કરીશું.....
હવે બંને પોતપોતાના કામ માં પરોવાઈ ગયા ને પોતાની એક મુલાકાત ના સંભારણા ને દિલ માં રાખી પ્રેમ કરતા રહ્યા.....
પણ આખરે ફરી એક વખત એજ અહમદાબાદ- વડોદરા ની બસ એ બંને ના નસીબ ખોલી દીધા તે દિવસે બંને એક જ બસ માં ફરી એક જ સિટ પર સાથે મળી ગયા.....આ વખતે આંખો ની સાથે મૌન ને પણ વાચા આવી અને બંને ને પોતપોતાનો પ્રેમ પણ મળ્યો....
ને આ પ્રેમ મિલન ની એક મુલાકાત ને અનન્યા પોતાના શાયરાના અંદાજ માં વર્ણવતા બોલી.....
" દો અજનબી અંજાન થે,થોડા સા ઓ મૌન થે.
આંખો સે વો ગૈર થે, દિલ કે તો વો ચોર થે.
કિસ્મત સે વો એક થે, ના જાને વો કોન થે??"
- સંસ્કૃતી