A samay sanjog... Bhag -5 in Gujarati Fiction Stories by Bhavna Bhatt books and stories PDF | એ સમય સંજોગ... ભાગ -૫

Featured Books
Categories
Share

એ સમય સંજોગ... ભાગ -૫

*એ સમય સંજોગ* વાર્તા... ભાગ - ૫
૨૦-૬-૨૦૨૦..... શનિવાર...

આગળ નાં ચોથા ભાગમાં આપણે જોયું કે ભારતી અને જય ની કેવી કરુણ હાલત છે અને જય ને દૂધ નાં બદલે ભારતી મજબૂરીમાં લીંબુનો શરબત પીવડાવે છે....
અને જય ને સમજાવી ને રમત રમાડે છે...
અને એક ભલા માણસ પણ આ લોકો ને બચાવવા ભૂખ્યા રહે છે...
એપ્રિલ મહિનાની ગરમી હતી ભારતી ને તરસ લાગી હતી પણ પાણી એની પાસે ખાલી થઈ ગયું હતું....
આ બાજુ શેરખાન એક ટેમ્પામાં એક ગામમાં પહોંચ્યો અને પછી ત્યાંથી લોકલ બસમાં અમદાવાદ પહોંચ્યો...
આ બાજુ અમદાવાદ અધૂરી જાણકારી મળી હોવાથી મગનલાલ નજીક ના પોલીસ સ્ટેશનમાં ગયા અને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે આપ્યો અને વાત કરી કે આ ગામ કયું છે એ જાણકારી મળી શકશે???
આ પોલીસ સ્ટેશન નાં ઇન્સ્પેક્ટર પરમાર સાહેબ મગનલાલ નાં મિત્ર જ હતાં એમણે એ નંબર પરથી એ બાલાસિનોર થી આગળ ચોથું ગામ છે એમ જણાવ્યું...
અને પોલીસ સ્ટેશનમાં પોતાનું નામ પણ આપવા જણાવ્યું...
પરમાર સાહેબે પણ એ નંબર પર ફોન કર્યો પણ ફોન બંધ જ આવતો હતો...
પોલીસ સ્ટેશન થી ઘરે આવ્યા ત્યારે બપોર નાં ચાર વાગ્યા હતા...
એમણે ઘરમાં કહ્યું કે એ બાલાસિનોર રૂબરૂ જવા માંગે છે તો બીજા ડ્રાઈવર દરબાર ને ફોન કરી બોલાવ્યો અને કહ્યું કે સમય બગાડ્યા વગર એકદમ જલ્દી આવી જા...
મગનલાલ મારૂતિ ફ્રન્ટી લઈને પોતાના એક દોસ્ત જે સોસાયટીમાં જ રહેતાં હોય છે મનુભાઈ એમને પણ સાથે લઈ લે છે અને ઘરમાં બધાને જય માતાજી કહીને નિકળે છે બાલાસિનોર જવા...
ઘરમાં તો રોકકળ ચાલુ થઈ ગઈ હતી...
શું થયું હશે???
કેમ થયું હશે???
કેમ જાણવું..
કાન્તાબેને તો જ્યાં સુધી સાચી વાત ની જાણકારી નાં મળે ત્યાં સુધી પાણી પણ નહીં પીવાની બાધા રાખી લીધી...
રોકકળ કરતાં બધાંને સમજાવ્યું કે આપણે બધા અહીં બેસીને માતાજી ને પ્રાર્થના કરીએ અને માળા કરીએ...
એક મોટા હોલમાં બધાં જ ઘરના સભ્યો ગોઠવાઈ ગયા અને માતાજી ને પ્રાર્થના કરી અને માળા કરવાની ચાલું કરી...
આ બાજુ પોલીસ સ્ટેશનમાં રવીશ જોડે ઇન્સ્પેકટરે પૂછપરછ કરીને એક કાગળ માં બધું લખ્યું અને રવીશની સહીં કરાવી લીધી...
આ બાજુ ગામવાળા પેલા છોકરાનો મૃતદેહ લઈને ગામમાં પહોંચ્યા અને બાકીના ગામવાળા ને પણ ખબર પડી ગઈ...
આખું ગામ ભેગું થઈ ગયું અને ધારિયા, દાતરડા અને લાકડીઓ લઈ કહે ચલો આપણે બધા બાલાસિનોર ની આજુબાજુ નાં ગામનાં બસ સ્ટેન્ડ માં એ લોકો ની તપાસ કરીએ અને મળી જાય તો આજે રામ રમાડી દઈએ કહીને... બધાં જેને જે સાધનો મળ્યા એ લઈને શોધવા નીકળ્યા...
અને ગામમાં તો મારો કાપો જ થઈ ગયું...
બાળકની અંતિમવિધિ કરવાં પણ દસેક માણસો જ રહ્યા એ પણ ઉંમરલાયક લોકો અને બાળકનાં ઘરનાં...
બાકી આખું ગામ નિકળી પડ્યું બદલો લેવા માટે...
અલગ અલગ બસ સ્ટેન્ડ અને બસમાં પણ આ લોકો શોધી રહ્યા...
બસોમાં તપાસ કરતાં નિર્દોષ પબ્લિક આ બધું જોઈને ડર પામી રહ્યા...
અને બધાંની પૂછપરછ કરતાં આ લોકો થી બધાં ભયભીત બની ગયા....
આ બાજુ અમદાવાદ ... કાન્ત બેન ને ઘરના બધા મોટે મોટેથી માળા અને ચાલીસા કરતાં બાજુમાં રહેતા બહેન પુછવા આવ્યા શું થયું કાન્તા બેન???
કાન્તાબેને રડતાં રડતાં વાત કરી કે ખબર નથી શું થયું પણ આ રીતે ફોન આવ્યો અને પછી કપાઈ ગયો તો વાત અધૂરી રહી છે...
એટલે રવીશના પપ્પા મનુભાઈ અને ડ્રાઈવર ગયાં છે...
હવે કંઈક સમાચાર આવે તો સમજ પડે...
પેલા બહેન કહે આ તો બહુ ખરાબ થયું...
હું આવું ઘરે જાણ કરીને એમણે આખી સોસાયટીમાં જાણ કરી એટલે આખી સોસાયટી કાન્તાબેન નાં ઘરે ઉમટી પડી...
હવે હજુ શું થશે...???
હજુ વધુ જાણવા વાંચો હવે પછીનો છઠ્ઠો ભાગ...
તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી...
આમ જ સાથ સહકાર આપતા રહેશો એવી વિનંતી કરું છું...
ભાવના ભટ્ટ અમદાવાદ.....