A samay sanjog .. Bhag -3 in Gujarati Fiction Stories by Bhavna Bhatt books and stories PDF | એ સમય સંજોગ... ભાગ - ૩

Featured Books
Categories
Share

એ સમય સંજોગ... ભાગ - ૩

*એ સમય સંજોગ* વાર્તા... ભાગ -૩
૨૦-૬-૨૦૨૦ ..... શનિવાર..

આગળ નાં ભાગમાં આપણે જોયું કે જે છોકરા નો એક્સીડન્ટ થયો હતો એ મૃત્યુ પામ્યો અને ગામવાળા બધાં રવીશ અને શેરખાન ને મારવા દોડ્યા...
અને એ લોકો બચીને પોલીસ સ્ટેશન પહોંચી જાય છે ... પણ..
પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે ગામવાળા નો ભરોસો નહીં તમે આ બહેન અને બાળકને ક્યાંક છુપાવી દો...
અને રવીશ એક મેડિકલ સ્ટોર વાળા ની મદદ લઈને ભારતી અને જય ને ત્યાં છુપાવી દે છે અને પોતે પાછો પોલીસ સ્ટેશન જાય છે....
રવીશ પોલીસ સ્ટેશન પહોંચી ને ઇન્સ્પેક્ટર ને મળે છે...
ઇન્સ્પેક્ટર શેરખાન નું ડ્રાઈવીગ લાયસન્સ લઈ લે છે અને કહે છે તું અહીં ગાડી મૂકીને ભાગી જા..
પણ બસ સ્ટેન્ડ નાં જઈશ...
કોઈ ખટારો કે ટેમ્પો મળે એમાં બેસીને ભાગી જા...
કારણકે તને તો જીવતો નહીં જ છોડે એ લોકો અને અમારી પાસે અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે સ્ટાફ નથી અને આ લોકો બહુ જ ઝનૂની હોય તો તું જલ્દી ભાગ...
શેરખાન તો આ સાંભળીને ગાડીની ચાવી અને લાયસન્સ ઇન્સ્પેક્ટર ને આપીને મૂઠ્ઠીઓ વાળીને ભાગ્યો પાછું વળીને પણ જોયું નહીં..
શેરખાન ગયો એટલે ઇન્સ્પેક્ટર રવીશ ને ચા અને પાણી પીવડાવ્યું અને અંદર નાં રૂમમાં ચૂપચાપ બેસી રેહવા કહ્યું..
અને કહ્યું કે હું પોતે બોલાવા આવીશ ત્યાં સુધી અહીં ગમે એટલો અવાજ આવે કે બૂમાબૂમ થાય કે પત્થર મારો થાય એકપણ શબ્દ મોમાં થી બહાર નાં નીકળે એ ધ્યાન રાખવું...
આમ કહીને ઇન્સ્પેક્ટર બહાર આવ્યા...
આજે રવિવાર હતો અને ગામ નાનું હતું એટલે સ્ટાફ માં પાચ જ જણ હતા....
ગામવાળા હોસ્પિટલમાં થી પોલીસ સ્ટેશન આવ્યા અને પુછ્યું કે ક્યાં છે પેલી ગાડીવાળા લોકો...
પોલીસ ઇન્સ્પેક્ટર કહે એ તો અહીં ગાડી મૂકીને ભાગી ગયાં છે...
પણ પોલીસ કેસ થયેલો છે એટલે એ લોકો જે શહેરમાં રહે છે ત્યાં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો છે કે એ લોકોને કસ્ટડીમાં લેવામાં આવે અને કેસ ચલાવવામાં આવે...
તમે ચિંતા ના કરો ન્યાય અપાવીશ તમને..
પણ,
આજે અહીં સ્ટાફ ઓછો હોવાથી કશું થઈ શક્યું નહીં...
માટે તમે અમને માફ કરો..
અને સૌ પોતપોતાના ઘરે જાવ એવી વિનંતી...
ગામવાળા એ આ સાંભળીને ગુસ્સો કર્યો અને એમ્બેસેડર ને લાકડીઓ મારી ને નુકસાન પહોંચાડ્યું...
ગામનાં એ ટોળાએ પોલીસ સ્ટેશન પર ખુબ જ આક્રોશ ઠાલવ્યો...
અંતે એ લોકો માં એક બે સમજદાર હોવાથી એ બધાને સમજાવીને ગામ લઈ જવા નીકળ્યા...
ગામવાળા હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી પેલા બાળક નો મૃતદેહ આપ્યો એ લઈને પછી જ બધાં ગામ જવા નીકળ્યા...
બાળકની માતા તો કરુણ કલ્પાંત કરતી હતી એ સાંભળીને તો ભલભલા પત્થર દિલ પણ દ્રવી ઉઠે...
ગામવાળા ગયા પછી દસેક મિનિટ પછી ઇન્સ્પેક્ટર અંદર રૂમમાં આવ્યા અને રવીશ ને પુછ્યું તમારા ઘરનો ફોન નંબર હોય એ બોલો તો જાણ કરી દઈએ...
રવીશે નંબર કહ્યો એટલે ઇન્સ્પેકટરે ફોન લગાવ્યો અને આ બાજુ અમદાવાદ ફોન મગનલાલે ઉપાડ્યો...
ઇન્સ્પેકટરે વાત કરીકે
રવીશ ની એમ્બેસેડર ગાડીનો સવારે બાલાસિનોર પાસે એક્સીડન્ટ થયો અને એક બાળક મૃત્યુ પામ્યો...
પછી ફોન કટ થઈ ગયો...
આ બાજુ મગનલાલે ઘરમાં વાત કરી તો ઘરનાં તો રોકકળ કરવા લાગ્યા...
મગનલાલે જે નંબર પરથી ફોન આવ્યો હતો ત્યાં ફરી જોડવા કોશિશ કરી પણ ફોન લાગે જ નહિ..
એવું ઇન્સ્પેકટર ને પણ થયું એ પૂરી વાત કરવા ફોન જોડે પણ ફોન લાગતો જ નહોતો...
હવે મગનલાલ અને ઘરમાં ચિંતા નું મોજું છવાઈ ગયું...
જ્યારે આ બાજુ રવીશ અને ઇન્સ્પેક્ટર પણ અધૂરી વાત રહી એટલે હવે શું થશે એની ચિંતા કરવા લાગ્યા...
અને આ બાજુ ભારતી મેડિકલ સ્ટોર માં બેઠેલી જય ને લઈને...
અને જય હવે દૂધ માટે રડતો હતો...
વિનય ભાઈ એ ભારતીને પુછ્યું કે બાળક કેમ રડે છે બહેન???
એને શાંત કરાવો નહીં તો કોઈ ને ખબર પડી જશે તો મુસીબત આવશે...
હવે આગળ ના ભાગમાં શું થશે એ માટે બીજો વધું ભાગ વાંચો અને તમારો અમૂલ્ય અભિપ્રાય આપશો...
તમારો સાથ સહકાર એ જ મારી પ્રેરણા બળ છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....