Women's Struggle - 5 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | સ્ત્રીનો સંઘર્ષ - 5

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સ્ત્રીનો સંઘર્ષ - 5

ભાગ-૫

 

હર્ષ કેન્ટીનમા બેસીને નિત્યાની રાહ જોતો હતો. તેણે નિત્યા અને તેનાં પપ્પા વચ્ચેની બધી વાતો સાંભળી લીધી હતી. નિત્યા પોતાની ઘરે જતી રહી. પછી હર્ષ ફરી સોસાયટીમાં આવીને નિત્યાની ઘરે શું થઈ રહ્યું છે. એ જોવાં ગયો હતો. એ દરમિયાન જ તેણે બધું પોતાની આંખે જોઈ લીધું હતું.

 

નિત્યા કોલેજ આવી ન હતી. એ વાત જાણીને હર્ષને ક્યાંય ચેન પડતું ન હતું. આશુતોષ શાહે નિત્યાના લગ્નનું કહ્યું હતું. એ વાત હર્ષને પરેશાન કરતી હતી. નિત્યા ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેનું ડોક્ટર બનવાનું સપનું હતું. એ વાત હર્ષ જાણી ગયો હતો. પણ જો તેનાં લગ્ન થઈ જાશે. તો એ સપનું ક્યારેય પૂરું નહીં થાય. એ વાત યાદ કરતાં જ હર્ષ પોતાને જ કોસતો હતો. કેમકે નિત્યા સાથે જે થયું હતું. એ બધું હર્ષનાં લીધે જ થયું હતું. ભલે હર્ષે અજાણતાં જ બધું કર્યું હતું. પણ નિત્યા જે મુસીબતમાં હતી. એ હર્ષનાં કારણે જ હતી.

 

હર્ષે બ્રેક પછીનો એક પણ લેક્ચર અટેન્ડ નાં કર્યો. તે કોલેજનો સમય પૂરો થયો. ત્યાં સુધી કેન્ટીનમા જ બેઠો રહ્યો. બધાં સ્ટુડન્ટ્સ ઘરે જવા લાગ્યાં. ત્યારે હર્ષે મોલમાં જોબ પર જવાનું વિચાર્યું. તેને એમ હતું, કે નિત્યા જોબ પર જરૂર આવી હશે. પણ હર્ષની ઉમ્મીદ પર પાણી ફરી વળ્યુ.

 

નિત્યા જોબ પર પણ આવી ન હતી. તે તો પોતાની ઘરે પોતાનાં રૂમમાં બેઠી હતી. જ્યાં હર્ષ નિત્યા વિશે જ વિચારતો હતો. ત્યાં નિત્યાનો મગજ અને વિચારો વેરાન રણ જેવાં બની ગયાં હતાં. તે વિચારવાની ક્ષમતા જ ગુમાવી બેઠી હતી.

 

પંકજે નિત્યાને આગળ ભણવા હા તો પાડી હતી. પણ આશુતોષ શાહે જે રીતે નિત્યા વિશે ખરાબ વાતો વિચારી હતી. એ નિત્યાથી કોઈ પણ કાળે ભૂલવી મુશ્કેલ હતી.

 

નિત્યા સાંજ સુધી રૂમમાં જ બેઠી રહી. તેનાં મમ્મી-પપ્પા તો આજે પાર્ટી કરવાં બહાર જતાં રહ્યાં હતાં. નિત્યા આઠ વાગ્યે જ્યારે રૂમમાંથી બહાર નીકળી. ત્યારે તેને ઘરમાં કોઈ નાં દેખાયું. નિત્યા એક પળ માટે ઉદાસ થઈ ગઈ. તેનાં નસીબમાં કદાચ આ ઉદાસી જ હતી. જેનો તેણે સ્વીકાર પણ કરી લીધો હતો.

 

નિત્યાએ રૂમમાં જઈને ભૂખ્યાં પેટે જ સૂવાની કોશિશ કરી. પણ નિત્યાને ઉંઘ નાં આવી. નિત્યાના જીવનમાં ચારેકોર અંધકાર જ છવાયેલો હતો. એવામાં તેને ઉંઘ આવવી પણ મુશ્કેલ હતી.

 

નિત્યા બેડ પરથી ઉભી થઈને બાલ્કનીમા જઈને ઉભી રહી ગઈ. ઠંડી હવાની એક લહેરખી તેનાં ગાલ પાસેથી પસાર થઈ, ને તેને મીઠો આવકાર આપતી ગઈ. રાત્રિનાં અંધકારમાં તારાઓથી મઢેલી ચુંદડી ઓઢેલ આકાશ તરફ એક નજર કરતાં નિત્યાને પંકજની કહેલી વાત યાદ આવી. તેણે નિત્યાને ભણવાની છૂટ આપી હતી. એ યાદ કરતાં જ નિત્યાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ.

 

નિત્યાના લગ્ન થવાનાં હતાં. પણ તેનું સપનું તૂટવાનું ન હતું. એ યાદ કરતાં જ નિત્યા અત્યાર સુધી સહન કરેલી બધી તકલીફો ભૂલી ગઈ. આકાશના તારાઓ અને ચંદ્રની ચાંદની સાથે જ મીઠાં સપનાંઓ સજાવીને નિત્યાએ બાલ્કનીમા જ અડધી રાત વિતાવી દીધી.

 

રાતનાં બાર વાગ્યે નિત્યા પોતાનાં રૂમમાં ગઈ. બેડ પર લંબાવતા જ તે પંકજ સાથે તેનાં ઉજળા ભવિષ્યનાં સપનાંઓ જોવાં લાગી. જેમાં પોતે ડોક્ટર બની ગઈ હતી. પંકજ સાથે પોતાનું ભવિષ્ય જોતી નિત્યા હર્ષને તો સાવ ભૂલી જ ગઈ હતી.

 

એક તરફ નિત્યા પંકજ સાથેનાં પોતાનાં ઉજળાં ભવિષ્યના સપનાંઓ જોતી હતી. તો બીજી તરફ હર્ષની ઉંઘ જ ઉડી ગઈ હતી. નિત્યા શું કરતી હશે?? નિત્યાને પોતે ફરી ક્યારેય મળી શકશે કે નહીં?? નિત્યા કોલેજે આવશે કે નહીં?? એવાં કેટલાંય વિચારોએ હર્ષને ઘેરી લીધો હતો.

 

હર્ષ નિત્યા સાથે જે થયું. એ માટે પોતાને ગુનેગાર સમજતો હતો. પણ નિત્યા એ વાતથી સાવ અજાણ હતી. નિત્યાએ હકીકત સ્વીકારી લીધી હતી. જેમાં એ ખુશ હતી. પણ હર્ષની ખુશી ગાયબ થઈ ગઈ હતી.

 

આશુતોષ શાહ પોતાનાં મિત્રો સાથે દારૂ પીને સેલિબ્રેશન કરી રહ્યાં હતાં. ચાર બોટલ દારૂ પૂરો કર્યા છતાંય આશુતોષ શાહ બંધ થવાનું નામ લેતાં ન હતાં. તેઓ પોતાની આઝાદીની ખુશીમાં સાવ પાગલ બની ગયાં હતાં. બીજી તરફ વંદિતા શાહની પણ એ જ હાલત હતી.

 

વંદિતા શાહ તો દારૂ પીને સડક પર લથડિયાં ખાતાં ચાલતાં હતાં. રસ્તા પર અવરજવર કરતાં લોકો તેમને પાગલ કહીને બોલાવતાં હતાં. છતાંય તેઓ પોતાની જ મસ્તીમાં હતાં.

 

વંદિતા શાહને લગ્ન કરવાં જ ન હતાં. પણ તેમણે જબરદસ્તી લગ્ન કરવાં પડ્યાં હતાં. તેમને તેમની આઝાદી જ વ્હાલી હતી. પણ પરિવારે તેમને બંધનમાં બાંધવાની કોશિશ કરી. જેનાં લીધે તેમનો ગુસ્સો વધવા લાગ્યો. જેની સજા આજે નિત્યા ભોગવી રહી હતી.

 

વંદિતા શાહે લગ્નનાં બે વર્ષ પછી નિત્યાને જન્મ આપ્યો હતો. પણ તેમણે ક્યારેય નિત્યાને સાચવી ન હતી. માઁનો પ્રેમ આપ્યો ન હતો. શરૂઆતમાં આશુતોષ શાહ નિત્યાનુ ધ્યાન રાખતાં. પણ જ્યારે વંદિતા શાહે બીજાં બાળકને જન્મ આપવાની નાં પાડી. ત્યારે આશુતોષ શાહને દીકરો પ્રાપ્ત કરવાનું સપનું તૂટતું દેખાયું. પછી ધીમે-ધીમે આશુતોષ શાહ નિત્યાને નફરત કરવાં લાગ્યાં.

 

વંદિતા શાહની આઝાદી અને આશુતોષ શાહની દીકરાની લાલચે નિત્યાને તેનાં મમ્મી-પપ્પાથી દૂર કરી દીધી.

 

નિત્યા સવારે ઉઠીને કોલેજે જવાં તૈયાર થવા લાગી. આશુતોષ શાહ અને વંદિતા શાહ હજું સુધી આવ્યાં ન હતાં. આથી નિત્યા કોફી બનાવીને, કોફી પીને કોલેજ જવા માટે નીકળી ગઈ.

 

નિત્યા કોલેજ પહોંચી ત્યારે હર્ષ તેની રાહ જોઈને કોલેજના દરવાજે જ ઉભો હતો. નિત્યાને જોતાં જ હર્ષ તેનો હાથ પકડીને તેને કેન્ટીન તરફ ખેંચી ગયો.

 

"હર્ષ, આ શું કરે છે??" નિત્યા હર્ષનાં હાથમાંથી પોતાનો હાથ છોડાવીને બોલી.

 

"તું શું કરે છે?? એ મને જણાવ. કાલે કોલેજ કેમ નાં આવી??" હર્ષ નિત્યાની ચિંતા કરતો હતો. એ તેની વાતો પરથી નજર આવતું હતું.

 

"એક જરૂરી કામ હતું. પણ તું આવું વર્તન શાં માટે કરે છે?? હવે જે કાંઈ પણ હોય. તું મારાથી દૂર રહેજે. મારાં જીવનમાં ઘણું બદલાઇ ગયું છે. જેને હવે હું વધું બદલવા નથી માંગતી." નિત્યા પોતાનાં મનની વાત કહીને પોતાનાં ક્લાસમાં જતી રહી.

 

નિત્યાએ હર્ષને જે કાંઈ પણ કહ્યું. એ તેને દુઃખી કરવાં માટે કહ્યું ન હતું. છતાંય હર્ષ દુઃખી થયો હતો. જે વાત નિત્યા જાણતી હતી. પણ નિત્યાને એમ હતું, કે હર્ષ પોતાનાથી જેટલો દૂર રહેશે. એટલું જ હર્ષ માટે સારું રહેશે.

 

નિત્યા પોતાનાં કારણે હર્ષને કોઈ મુસીબતમાં મૂકવાં માંગતી ન હતી. એટલે પોતે જ હર્ષથી દૂર થઈ ગઈ. પણ પોતે એવું કરીને કેટલું સાચું કરતી હતી, ને કેટલું ખોટું...એ વાત તો નિત્યા ખુદ પણ જાણતી ન હતી.

 

નિત્યા ભણવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લાગી. નિત્યા માટે પહેલેથી જ ભણતર પહેલાં, ને બીજું બધું પછી રહ્યું હતું. તેને મમ્મી-પપ્પાનો પ્રેમ તો મળ્યો ન હતો. પણ ભણવામાં જ તેણે પોતાનો અલગ પ્રેમ શોધી લીધો હતો. પોતાની અલગ દુનિયા બનાવી લીધી હતી.

 

નિત્યા કોલેજનો સમય પૂરો થતાં જોબ પર જવા નીકળી ગઈ. લગ્ન નક્કી થઈ ગયાં હોવા છતાંય નિત્યાની લાઈફ પહેલાં જેવી જ નોર્મલ હતી. એ વિચારીને નિત્યા ખુશ હતી. આમ તો નિત્યાની લાઈફ ક્યારેય નોર્મલ રહી હતી નહીં. તેને પોતાનો હક મેળવવા ડગલે ને પગલે સંઘર્ષ જ કરવો પડ્યો હતો. પણ પંકજ એક જ વારમાં નિત્યાના ભણતર માટે માની ગયો હતો. એ વાતથી નિત્યા પોતાને નસીબદાર સમજતી હતી.

 

નિત્યા જોબ પર આવીને હર્ષને શોધતી હતી. પણ હર્ષ મોલમાં ક્યાંય હતો નહીં. કેમકે, હર્ષ તો નિત્યાની વાતો સાંભળીને, તેનો ગુસ્સો જોઈને, કેન્ટીનમાથી જ સીધો ઘરે જતો રહ્યો હતો.

 

હર્ષ પોતાને પોતાનાં રૂમમાં જ કેદ કરીને બેઠો હતો. નિત્યાની વાતો સાંભળી હર્ષ ખૂબ જ દુઃખી થયો હતો. જેમ નિત્યા હર્ષ પર ખોટો ગુસ્સો કરીને દુઃખી હતી. એમ હર્ષ પણ દુઃખી હતો. બંને વચ્ચે કોઈ તો કનેક્શન હતું. પણ બંનેમાંથી કોઈ પણ એ કનેક્શનને સમજી શકતું ન હતું.

 

હર્ષને એ રીતે જોઈને તેનાં મમ્મી પણ દુઃખી હતાં. તેઓ હર્ષનાં બહાર આવવાની રાહ જોઈને તેનાં રૂમની બહાર જ બેઠાં હતાં. એ સમયે જ અરવિંદભાઈ ઘરે આવ્યાં. તેઓ પોતાનું બેગ મૂકીને સીધાં દેવકીબેન પાસે આવ્યાં.

 

"હર્ષ હજું પણ ગુસ્સે છે??" અરવિંદભાઈએ દેવકીબેનની પાસે બેસીને પૂછ્યું.

 

"સવારે તો ઠીકઠીક હતો. કોલેજે પણ ગયો હતો. પણ ત્યાંથી આવીને છેલ્લી પાંચ કલાકથી પોતાને રૂમમાં બંધ કરીને બેઠો છે." દેવકીબેને રડતાં રડતાં કહ્યું.

 

દેવકીબેનની વાત સાંભળીને અરવિંદભાઈને અંદાજ આવી ગયો, કે હર્ષ નિત્યાને કોલેજમાં મળ્યો હશે. જ્યાં નિત્યાએ જરૂર કોઈ એવી વાત કરી હશે. જેનાં લીધે હર્ષ દુઃખી હતો.

 

અરવિંદભાઈએ કે દેવકીબેને ક્યારેય હર્ષને કોઈ છોકરી માટે આટલો ચિંતિત જોયો ન હતો. એનાં લીધે બંનેને હર્ષની વધું ચિંતા થતી હતી.

 

આશુતોષ શાહનાં એક પ્લાનના લીધે કેટલાંય લોકો દુઃખી હતાં. એ વાતનો તેમને જરાં પણ અંદાજ ન હતો. તેઓ તો આરામથી સૂતાં હતાં. વંદિતા શાહ તો હજું પણ ઘરે પહોંચ્યા ન હતાં. તેની એક મિત્રએ દારૂની હાલતમાં તેમને રોડ પર પડેલ જોયાં. ત્યારે એ વંદિતા શાહને પોતાની ઘરે લઈ ગઈ હતી.

 

પારિતોષભાઈની ઘરે તો સગાઈની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. હેમલતાબેન પોતાનું સ્ટેટસ જળવાઈ રહે. એ અનુસાર લગ્નની તૈયારીઓ કરી રહ્યાં હતાં. ભારે ભરખમ સાડીઓ અને ઘરેણાંનો ઢગલો કરીને હેમલતાબેન બેડ પર બેઠાં હતાં.

 

પારિતોષભાઈ અમદાવાદનાં સૌથી મોટાં વેડિંગ પ્લાનરને પંકજના લગ્નની તૈયારીઓ માટે બોલાવવાના હતાં. તેમણે લગ્નમાં કોઈ જાતની ખામી નાં રહી જાય. એ માટે ખુદ જ બધી તૈયારીઓ ઉપર ધ્યાન આપવાનું વિચાર્યું હતુું. સગાઈ તો તેમનાં માટે બસ એક ફોર્માલિટી હતી. બાકી તેઓ તો સીધાં લગ્ન જ કરાવવાં માગતાં હતાં.

 

પંકજ પણ પોતાનાં લગ્નથી ખુશ હતો. તે પોતાની ખુશી પોતાનાં મિત્રો સાથે મળીને સેલિબ્રેટ કરી રહ્યો હતો. પંકજનો અંદાજ થોડો અલગ હતો. પણ એનાંથી તેનાં મમ્મી-પપ્પાને કોઈ ફરક પડતો ન હતો.

 

નિત્યા જોબનો સમય પૂરો થતાં ઘરે આવી. વંદિતા શાહ ઘરે પહોંચી ગયાં હતાં. તેમને સોફા પર સૂતેલાં જોઈને નિત્યા સમજી ગઈ, કે રાત્રે તેમણે કંઈક વધારે જ દારૂ પી લીધો હતો. નિત્યાએ પોતાનાં રૂમમાંથી ચાદર લાવીને તેનાં મમ્મીને ઓઢાડી દીધી.

 

નિત્યાના મમ્મી-પપ્પાની નજરમાં ભલે નિત્યા માટે કોઈ પ્રેમ કે ચિંતા નાં હોય.‌ પણ નિત્યા તેનાં મમ્મી-પપ્પાની ઈજ્જત કરવાની સાથે તેમની ચિંતા પણ કરતી. પણ એ બાબત તેનાં મમ્મી-પપ્પા ક્યારેય જોઈ શક્યા ન હતાં.

 

નિત્યા આજે પણ જમ્યાં વગર જ પોતાનું કોલેજનું કામ કરવાં લાગી. મોઠી રાત સુધી લેપટોપ પર કામ કરીને, નિત્યાની આંખો બળવા લાગી. ત્યારે નિત્યા લેપટોપ બંધ કરીને સૂતી.

 

નિત્યાને આંખો બંધ કરતાં હર્ષનો ચહેરો નજર સમક્ષ આવી ગયો. એ સાથે જ નિત્યા ઉભી થઈ ગઈ. નિત્યાએ હર્ષ સાથે જે વર્તન કર્યું. તેનો તેને ખૂબ પસ્તાવો થતો હતો. પણ નિત્યા મજબૂર હતી. નિત્યાએ આજ સુધી હંમેશા બીજાં માટે જ વિચાર્યું હતું. પણ ક્યારેય કોઈએ નિત્યા માટે વિચાર્યું ન હતું. હર્ષ એક એવો હતો. જે નિત્યાની ચિંતા કરતો હતો. છતાંય નિત્યાએ હર્ષની સુરક્ષા માટે હર્ષથી દૂર રહેવું પડતું હતું.

 

નિત્યાએ વિચાર કરતાં કરતાં ફરી સૂવાની કોશિશ કરી. પણ નિત્યાને ઉંઘ નાં આવી. બીજી તરફ હર્ષની પણ એ જ હાલત હતી.

 

 

********