Blooming buds - 5 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | ખીલતી કળીઓ - 5

Featured Books
Categories
Share

ખીલતી કળીઓ - 5

જખીલતી કળીઓ - ૫


અનય નમાયાના પપ્પા પાસે જઈને નમાયાને ડેટ પર લઈ જવા માટે પરમિશન માંગવા જાય છે.

નૈનેશભાઈ- તને એવું લાગતું હશે કે તે ડેટ પર લઈ જવાની વાત કરી તો હું તારી પર ભડક્યો કેમ નહીં?

અનય- હા, મને બીક હતી અને મને તો એમ હતું કે આજે હું ચોક્ક્સ માર ખાવાનો જ છું...એટલા માટે હું મારી જાતને તૈયાર કરીને લાવ્યો હતો..! પણ મને આશ્ચર્ય જરૂર થયું કે મેં તમને આવ્યું પૂછ્યું છતાં તમે એકદમ શાંત છો...! બાકી ભારતીય પિતા તો સામે છોકરાને મુક્કો જ મારે..!

નૈનેશભાઈ હળવું હસે છે.

નૈનેશભાઈ- ના.. મને એવું કંઈ નથી કેમ કે હું નમાયા સાથે એક દોસ્ત તરીકે જ રહુ છું... હા, પણ ડેટ પર લઈ જવાની વાત આવી તો મને પહેલા ગમ્યું તો નથી જ.. અને હજી પણ મારું મન ના જ કહે છે.

અનય થોડો ઉદાસ થઈ જાય છે.

અનય- કંઈ વાંધો નહીં... થેન્ક યુ તમે મને આટલો સમય આપ્યો એ બદલ..! બાય સર..!

અનય લેબની બહાર નીકળી જાય છે.

નૈનેશભાઈ કંઈ વિચારીને ઊભા થઈ તરત બહાર જાય છે અને અનયને બૂમ પાડતાં કહે છે, કમ હિયર બોય..

અનય પાછો વળીને નમાયાના પપ્પા તરફ જાય છે.

અનય- હા, સર...

નૈનેશભાઈ- હું પરમિશન આપુ છું પણ નમાયાને કંઈ થવું ના જોઈએ...

અનય- સર.. પ્રોમિસ આપું છું કે નમાયાને કંઈ જ નહીં થવા દઉં...

નૈનેશભાઈ- દસ વાગ્યે ઘરે મૂકી જજે...

અનય- એટલે?

નૈનેશભાઈ- ડેટ પર લઈ જઈશને તું એને તો રાત્રે દસ વાગ્યે ઘરે મૂકી જજે...

અનય- હા, શ્યોર સર..!

નૈનેશભાઈ- પ્લીઝ ટેક કેર ઓફ હર...

અનય- હા, સર... હવે હું નીકળું..

નૈનેશભાઈ- હા..


અનય ઘરે પહોંચે છે.. તે ખુશ હોય છે કે તેને પરમિશન મળી ગઈ હોય છે.


બીજે દિવસે અનય સીધો નમાયા પાસે જાય છે અને કહે છે, તારા પપ્પાએ પરમિશન આપી દીધી છે તો હવે તો આવીશને?

નમાયા- પપ્પાએ હા કહી છે મેં નહીં...

અનય- યાર... તું આવી કેમ છે?

નમાયા- પછી વાત કરીએ.. લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે.


અનયનાં દોસ્તોને નથી ગમતું કે અનય નમાયાને પસંદ કરે પણ તેઓ જાણે છે કે અનય તેમની વાત ક્યારેય નહીં માને..!


લેક્ચર પત્યા બાદ અનય ફરી નમાયા પાસે જાય છે અને કહે છે, પ્લીઝ... યાર..!

નમાયા- ઠીક છે પણ સન્ડે ના જઈશું?

અનય- ઓકે.. તું જ્યારે કહે ત્યારે..

નમાયા- ઓકે તો સન્ડે મળીએ..

અનય- એક મિનિટ.. ક્યાં જાય છે?

નમાયા- લાઈબ્રેરી..

અનય- હું પણ આવું...

નમાયા- તારા ફ્રેન્ડસ તારી રાહ જોતા હશે...

અનય- એ લોકો તો ગયા ઘરે..

નમાયા- ઠીક છે ચાલ...

લાઈબ્રેરી જતાં જતાં અનય અને નમાયા વાતો કરે છે.

નમાયાને અનય થોડો થોડો ગમવાં લાગે છે. અનયને નમાયા ગમતી તો હોય જ છે પણ હવે ગમવાં કરતાં પણ વધારે લાગણી હોય છે.

અનય- નમાયા એવી કંઈ વસ્તુ છે જે તારે કરવી છે પણ નથી કરી શકતી?

નમાયા- મને ટેટૂ કરાવવું બહુ ગમે પણ મને પ્રોબ્લમ છે એટલે નથી કરાવી શકતી..!

અનય- ઓહ... એક વાત પૂછું?

નમાયા- હા, પૂછ

અનય- તુંએ મને ડેટ પર આવવા માટે હા કેમ કહી?

નમાયા- તું જેટલો બગડેલ દેખાય છે એટલો છે નહીં... સારો છે.. કદાચ એટલે..!

લાઈબ્રેરી આવી જતાં તેઓ અંદર જઈ નોટ્સ બનાવે છે અને અનયને જે નહોતું આવડતું તે નમાયા તેને શીખવે છે.


રવિવારે અનય સરસ તૈયાર થઈ ગાડી લઈને નમાયાને લેવા સાંજે છ વાગ્યે નીકળી પડે છે. દસ વાગ્યા સુધીની લિમિટ હોવાથી અનય વહેલો નીકળી જાય છે. અનય આજે રોજ કરતાં વધારે હોન્ડયમ લાગતો હોય છે. સિમ્પલ નેવી બ્લ્યુ અને વ્હાઈટ પટ્ટા વાળી ટી-શર્ટ, બ્લ્યુ ડેનિમ જીન્સ અને સ્નિકર્સ.।! નમાયા તૈયાર થઈને બેઠી હોય છે. બરાબર છ અને દસે નમાયાના ઘરે ડોરબેલ વાગે છે. નૈનેશભાઈ દરવાજો ખોલે છે. અનય અંદર આવે છે અને સોફા પર બેસે છે.

નૈનેશભાઈ- મેં જે કહ્યું તે તો યાદ જ હશેને તને?

અનય- હા, સર... ડોન્ટ વરી.. નમાયાને કંઈ જ નહીં થવા દઉં...

નૈનેશભાઈ- ગુડ...

એટલાંમાં જ નમાયા નીચે આવે છે. અનય નમાયાને જોતો જ રહી જાય છે...

નમાયાએ ફ્લોરલ વનપીસ પહેર્યું હોય છે અને વાળ છૂટા રાખ્યાં હોય છે. મેકઅપ નથી કર્યો હોતો તો પણ સુંદર લાગી રહી હોય છે. પગમાં ફ્લેટ સેન્ડલ પહેર્યા હોય છે. તે અનય પાસે આવીને ઊભી રહી જાય છે અને કહે છે, જઈએ?

અનય- હા, કેમ નહીં...! હું ગાડીમાં જાવ છું.. તું આવ..

નમાયા- હા..

અનય બહાર જતો રહે છે. નમાયા તેના પપ્પાને કહે છે, ચિંતા નહીં કરતા.. હું જલ્દી આવી જઈશ..!

નૈનેશભાઈ- ચિંતા તો રહે જ... બસ તું એન્જોય કરજે..

નમાયા- હા, પપ્પા.. બાય..!

નૈનેશભાઈ- બાય બેટા..! ટેક કેર અને કંઈ થાય તો તરત ફોન કરજે..!

નમાયા- હા, પપ્પા..

નમાયા ગાડીમાં અનયની બાજુની સીટ પર બેસે છે અને સીટ બોલ્ટ લગાવે છે અને સ્માઈલ આપતાં અનયને કહે છે, હવે જઈએ?

અનય પણ સીટ બેલ્ટ લગાવે છે અને ઓર્કિડ ફ્લાવરનું બૂકે નમાયાને આપે છે અને કહે છે, આજનો દિવસ યાદગાર બનાવવા હું બધા જ પ્રયત્ન કરીશ..!

નમાયા અનય તરફ સ્માઈલ આપે છે અને અનય ગાડી ચાલુ કરી સીટીની બહાર તરફ લઈ જાય છે.

નમાયા- થેન્ક યુ ફોર ધીસ બૂકે..

અનય- હજી તો બીજુ બહુ જ બધુ બાકી છે.. કેટલું થેન્ક યુ કહીશ? હવે તો આપણે ફ્રેન્ડસ છીએ તો થેન્ક યુ નહીં કહેવાનું..

નમાયા- સારું... પણ આપણે જઈએ છે ક્યાં?

અનય- સરપ્રાઈઝ છે..

નમાયા- હા, તો પણ કહે તો ખરો...

અનય- ચિંતા ના કરીશ.. હું તારી સાથે એવું કંઈ નથી કરવાનો... એટલો પણ બગડેલો નથી..!

નમાયા- આ તો જસ્ટ એમ જ પૂછ્યું...


ગાડી સીધી સન સીટી ક્લબ એન્ડ રિસોર્ટનાં પાર્કીંગમાં જઈને ઊભી રહી જાય છે.

નમાયા- રિસોર્ટમાં કેમ?

અનય- અરે યાર.. તું સવાલ બહુ કરે છે.

અનય નીચે ઊતરી નમાયા સાઈડનો દરવાજો ખોલી નમાયાનો હાથ પકડી તેને નીચે ઊતારે અને કહે છે, ડેટ પર જવું એટલે ક્યાંક આમ તેમ ફરવાં જવું એવું થોડી હોય..!

નમાયા- આ તો એમ જ પૂછ્યું...

અનય- ડોન્ટ વરી.. અહીં આપણે મૂવી જોઈશું, તને કોઈ સ્પોર્ટસ ગમતી હોય તો એ પણ ટ્રાય કરીશું, આટલો સિનીક વ્યુ છે તો એ માણીશું અને પછી કેન્ડલ લાઈટ ડિનર..

નમાયા- નાઈસ...

અનય- હવે જઈશું?

નમાયા સ્માઈલ આપી આંખોથી હા કહે છે.

બંને રિસોર્ટનાં રિસેપ્શન પર પહોંચે છે. અનયે પહેલેથી બુકીંગ કરાવી જ રાખ્યું હોય છે તેથી તે ફક્ત રિસેપ્શન પર જઈ વાત કરી લે છે.

અનય- તો તું કંઈ ગેમ રમીશ?

નમાયા- આઉટડોર ગેમ નહીં રમી શકુ.. પણ ઈન્ડોર ગેમ જરૂર રમીશ..!

અનયને પૂછતો નથી કે નમાયા આઉટડોર ગેમ રમવાંની કેમ ના પાડે છે.. તેને એવું લાગે છે કે કદાચ વનપીસ પહેરેલો હોવાથી તેને રમતાં નહીં ફાવે તેથી ના પાડે છે..!

અનય- ઓકે તો પૂલ ટેબલ ગેમ તો રમીશને?

નમાયા- હા, કેમ નહીં...! પણ મને નથી આવડતી રમતા...

અનય હસી પડે છે અને કહે છે, હું છું ને... શીખવાડી દઈશ.. ચાલ..!

બંને પૂલ રૂમમાં પહોંચે છે. અનય નમાયાને સ્ટીક કેવી રીતે પકડવી તે બતાવે છે અને કેવી રીતે ક્યૂ બોલ (વ્હાઈટ બોલ) થી બીજા કલરના બોલને પોકેટમાં જવા દેવો તે શીખવાડે છે. અનય પહેલા એક શોર્ટ રમીને બતાવે છે અને પછી તે નમાયાને ટ્રાય કરવાં કહે છે. નમાયા ટ્રાય કરે છે પણ ફાવતું નથી તેથી અનય નમાયાની પાસે આવી તેની પાછળથી એક હાથ પકડી સ્ટીક સરખી પકડાવે છે અને રેડ બોલનું નિશાન રખાવી ક્યૂ બોલથૂ શોર્ટ મારે છે.

નમાયાની આટલી નજીક આવી જવાથી અનયને કંઈ અલગ જ ફિલ થાય છે. નમાયાની ફ્રેશ સુગંધ, લહેરાતા વાળથી અનય તો જાણે ખોવાય જ જાય છે.

સામે અનયના સ્પર્શથી નમાયાને પણ કંઈ કંઈ થાય છે. નમાયા પહેલી વખત કોઈ સાથે આટલી ક્લોઝ થઈ હોય છે. નમાયાનું હ્રદય જોર જોરથી ધડકવાં લાગે છે.

બંને પાંચ મિનિટ સુધી આમ જ ઊભા રહ્યા હોય છે. નમાયા અનયને કહે છે, અનય બોલ પોકેટમાં જતો રહ્યો છે.

અનય તરત પાછળ ખસી જાય છે અને ટેબલની સામે તરફ આવી ઊભો રહી જાય છે. બંને ગેમ સ્ટાર્ટ કરે છે. નમાયાની ધીમે ધીમે ફાવી જાય છે. પહેલી ગેમ અનય જીતે છે અને બીજી ગેમ નમાયા જીતે છે.

ગેમ રમી બંને બહાર જાય છે. સાડા સાત વાગી ગયા હોય છે. બંને ગાર્ડન સાઈડ જાય છે. ગાર્ડન માં ત્રણ- ચાર અલગ અલગ જગ્યાએ બોનફાયર લગાવ્યા હોય છે. નવેમ્બર મહિનાના છેલ્લા દિવસો ચાલતાં હોય છે એટલે સાંજના સમયે ઠંડી થોડી લાગતી હોય છે જેથી રિસોર્ટમાં બોનફાયર ગોઠવ્યા હોય છે.

નમાયા બોનફાયરને જોઈને કહે છે, ચાલને અનય આપણે ત્યાં બેસીએ...

અનય- હા, કેમ નહીં...!

બંને તાપણી કરતાં કરતાં ઘણી વાતો કરે છે, બંને એકબીજા વિશે જણાવે છે, પસંદ-નાપસંદ, તેમના શોખ બધુ જ જણાવે છે.. કલાક આમ જ નીકળી જાય છે.

અનય- ભૂખ લાગી હવે ડિનર માટે જઈએ?

નમાયા- હા, મને પણ લાગી છે.

અનય નમાયાને સ્વિમીંગ પૂલ સાઈડ લઈ જાય છે. પૂલની સાઈડ પર અત્યંત સુંદર રીતે ડિનર ટેબલને સજાવ્યું હોય છે.

અનય નમાયાને ત્યાં સુધી લઈ જાય છે અને ચેર બહારની સાઈડ ખસેડી નમાયાને બેસવા કહે છે. નમાયા થેન્ક યુ કહી બેસી જાય છે. અનય પણ તેની સામેની ચેરમાં જઈ બેસી જાય છે.

નમાયા મસ્તી કરતાં અનયને કહે છે, કેયાને પણ આવી ડેટ પર લઈને આવ્યો છે કોઈ વખત?

અનય- યાર.. આટલો સારો મારો મૂડ છે અને તું ક્યારની કેયા કેયા કરે છે. હું કેયાનો ક્યારેય નથી લઈ ગયો ડેટ પર.. તું જ પહેલી છોકરી છે જેને આવી રીતે ડેટ પર લઈને આવ્યો છું...

નમાયા- જૂઠ્ઠા...

અનય- સાચે કહું છું..

જમવાનું આવી જાય છે.. બંને જમતા જમતા વાતો ચાલુ જ રાખે છે.

નમાયા- તો મને કેમ ડેટ પર લઈને આવ્યો?

અનય- જો હું આટલો રોમેન્ટિક નથી પણ જ્યારથી તારી સાથે રહેવા લાગ્યો છુ ને એટલે પ્લે વખતે.. ત્યારથી બધુ આપોઆપ જ થવા લાગ્યું છે. તારું કહે.. આઈ મીન તને કોઈ છોકરો હજી સુધી નથી ગમ્યો?

નમાયા- ના... પ્રપોઝલ તો બહુ આવ્યા હતા પણ મેં નક્કી કર્યુ હતું કે હું પ્રેમનાં નહીં પડુ..

અનય- પણ કેમ?

નમાયા થોડી ગૂંચવાય છે કે શું જવાબ આપવો? પણ એટલાંમાં જ એક રોમેન્ટિક સોંગ વાગવાનું સ્પીકર પર ચાલુ થઈ જાય છે. નમાયાને થોડી હાશ થાય છે કે જવાબ આપવાથી તે બચી જાય છે.

સોંગને બંધ કરતાં એક વ્યકિત માઈકનાં બોલે છે જે નજીક એક સ્ટેજ પર તેના બેન્ડ સાથે ઊભો હોય છે, ચાલો..આજની આ સુંદરની રાતને વધારે સુંદર બનાવીએ... અહીંયા અમે રોમેન્ટિક બોલીવૂડનાં ગીત ગાઈશું અને અમુક ગીત પર ફક્ત ધૂન જ વગાડીશું... તો તમે રેડી છો રોમેન્ટિક ડાન્સ કરવાં? બી રેડી...!

મ્યુઝિક વાગવાનું ચાલુ થાય છે.

અનય અને નમાયાનું જમવાનું પતી ગયું હોય છે.

નમાયા- અનય, તું ડાન્સ કરીશ?

અનય- હું.... મને તો કપલ ડાન્સ આવડતો પણ નથી..

નમાયા- અરે.. ચાલને..

અનય- આજે તો તું મને શોક પર શોક આપે છે... તું જેવી દેખાય છે એવી છે નહીં હા...

નમાયા હસે છે અને અનયનો હાથ પકડી તેને ડાન્સ કરવા લઈ જાય છે. નમાયા તેને પહેલા શીખવે છે પણ અનયને ફાવતું નથી તેથી ફક્ત ધીમે ધીમે જૂના બોલીવૂડનાં ગીતનાં મ્યૂઝિક પર કપલ ડાન્સ કરે છે.

અનય- મેં જીંદગીમાં ડાન્સ નથી કર્યો અને તું મને એ કરાવે છે.

નમાયા હસે છે.

અનય- હજી બીજા ક્યાં રાઝ છે જે તું છૂપાવીને રાખે છે..!

નમાયા- બહુ બધા છે...!

થોડી વાર ડાન્સ કરી અનય નમાયાને કહે છે, હવે મારે તને એક જગ્યાએ લઈ જવાની છે અને સાડા નવ વાગી ગયા છે, મારે તને દસ વાગ્યે ઘરે મૂકવા જવાનું છે.

અનય નમાયાને ગાડીમાં બેસાડી ગાડી ચાલુ કરી રિસોર્ટની બહાર કાઢે છે અને સૂમસામ જગ્યા પર જવા દે છે.

નમાયા થોડી ડરી જાય છે અને કહે છે, તું મને આવી સૂમસામ જગ્યા પર ક્યાં લઈ જાય છે?

અનય ફક્ત હસે છે અને કંઈ બોલતો નથી.



અનય નમાયા સાથે શું કરશે?

નમાયા અનયથી કંઈ વાત છૂપાવે છે?

જાણવા માટે વાંચતા રહેજો આગળનો ભાગ- ૬