Believer .... Chapter-2 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... અધ્યાય-2

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

આસ્તિક.... અધ્યાય-2

"આસ્તિક"
એક ઇચ્છાધારી લડવૈયો
અધ્યાય-2

મહર્ષિ જરાત્કારુ વિશાળ વૃક્ષ નીચે બેસીને સૃષ્ટિનું નિરીક્ષણ કરી રહેલાં. એમની નજર નદીનાં કિનારે આવેલાં હાથીનાં ટોળાં પર પડી. તેઓ તૃષાથી વ્યાકુળ થયેલાં જળ પીને સંતોષવા આવેલાં. ત્યાં મહર્ષિએ જોયું કે એક હાથીનું બચ્ચું મદનીયું મસ્તી કરતાં કરતાં નદીનાં પાણીમાં પ્રવેશી રહ્યું છે એમને એને જોઇ કરુણા અને આનંદ બંન્ને થયાં.
ત્યાંજ એક શિકારી મગર જળમાં પ્રવેશેલાં હાથીનાં બચ્ચાને શિકાર બનાવવા આગળ વધી એણે વરસાદ મુશળધાર વરસી રહેલો અને ધુંધળું ધુધળું વાતાવરણ થઇ ગયેલું મહર્ષિની મગર તરફ નજર પડતાં એમને બધી વાત સમજાઇ ગઇ હતી ઋષિએ ઇશ્વરનું ધ્યાન ધર્યું અને બીજી જ ક્ષણે નિર્ણય લીધો અને હાથીનાં બચ્ચાને કેવી રીતે બચાવવું એ વિચાર કરવા લાગ્યાં. ત્યાં સુધીમાં તો મગર ઝડપથી મદનીયા તરફ આગળ વધી રહેલો.
મહર્ષિએ મગર તરફ દ્રષ્ટિ કરી અને એને કેવી રીતે રોકવો અને મદનીયાને બચાવવો એ તવરીત વિચાર કરવા લાગ્યાં એમણે એમની તપ તેજ શક્તિથી ધ્યાન ધરીને પછી તેજ દ્રષ્ટિથી મગર તરફ જોયું મહર્ષિની આંખમાંથી એક તીવ્ર તેજ લીસોટો નીકળ્યો અને મગર ઉપર પ્રહાર કર્યો. અચાનક થયેલાં પ્રહાર અને સામે કોઇ દ્રષ્ટિમાન થતું નહોતું તેથી મગર ગભરાયો અને વિચલીત દશામાં એણે દિશા બદલી અને હાથીનાં બચ્ચાં તરફ ના જતાં નદીની મધ્યનાં જળમાં જતો રહ્યો.
અચાનક બધુ બની ગયું અને હાથીનાં બચ્ચાંની માંની નજર બધી પડી હતી એ લોકોએ પણ તેજ લીસોટો જોયો હતો અને બચ્ચાનો બચાવ થયો હતો.... હાથીનાં બચ્ચાની માંએ બચ્ચાને બહારની તરફ ઘેકલી જળથી બહાર કાઢી લીધો અને બધાંજ હાથીઓએ મહર્ષિનો શુંઢ ઊંચી કરી આનંદીત અવાજ કરી મહર્ષિ જરાત્કારુનો આભાર માન્યો.
મહર્ષિએ હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યાં. મહર્ષિ વરસાદ મંદ પડે અથવા રોકાઇ જાય પછી આગળની વાટ પકડવા વિચાર કર્યો. ત્યાં સુધી તેઓ વૃક્ષ નીચે ધ્યાન સમાધી લગાવીને બેસી ગયાં.
મહર્ષિ ધ્યાન સમાધીમાં બેઠેલાં હતાં અને એમને કોઇ અગમ્ય એહસાસ થવા લાગ્યો એમને થયું કે કોઇ મને પોકારી રહ્યું છે અને પોકારનારનાં અવાજમાં પીડા છે. એમને નહોતું સમજાઇ રહ્યું કે આ કોની પુકાર છે પણ તેઓ થોડાં વ્યથીત થઇ ગયાં.
મહર્ષિને થયું હું તો સંસારી છું નહીં હું કોઇ સાથે ક્યાંય બંધાયેલો જોડાયેલો નથી પાકું બ્રહ્મચર્ય પાળતો સન્યાસી છું મને કોણ પોકાર કરી રહ્યું છે એમનું મન ધ્યાન સમાધીમાં ના રહ્યું એવી વિચલીત અવસ્થામાં નક્કી કર્યું કે જે દિશામાંથી અવાજ આવે છે એજ દિશામાં પ્રયાણ કરે.
મહર્ષિએ પોતાનો દંડ અને કમંડળ લીધાં અને અવાજની દિશામાં પ્રયાણ કરવાનું ચાલુ કર્યું વરસાદ હવે વિરામ લીધો હતો. સાવ બંધ થઇ ગયેલો. ગીચ વનમાં પ્રયાણ કરતાં મહર્ષિ ધીમે ધીમે આગળ વધી રહેલાં. વાદળ હટતાં પ્રકાશ પ્રસરીને ઉજાસ થઇ રહેલો મહર્ષિને થયુ જરૂર કોઇપીડાથી વ્યથિથ થઇને મને પોકાર કરી રહ્યું છે.
મહર્ષિ જરાત્કારુએ જોયું કે જાણે વૃક્ષો વેલીઓ પણ દુઃખી છે ઉદાસ છે એમનાં બધાં એહસાસ પણ દુઃખી કરી રહ્યાં છે પીડાથી કરાહી રહ્યાં છે કોઇ અગમ્ય પુકારને સૃષ્ટિ પણ જાણે સાથ આપી રહ્યાં છે.
મહર્ષિએ ચાલતાં ચાલતાં વૃક્ષોને પૂછવા માંડ્યુ કે તમે મને શું સંદેશ આપવા માંગો છો ? તમારાં સંદેશમાં તો પારાવાર પીડા છે ? કેમ તમે મને આવા દુઃખી જણાવ છો મનેપણ આભાસ છે કે કોઇ દુઃખી આત્મા પુકાર કરે છે હું પણ હવે દુઃખી થઇ રહ્યો છું મને કોણ જોડી રહ્યું છે એમનાં દુઃખમાં ?
પરંતુ મહર્ષિનો જવાબ નહોતો મળતો. મહર્ષિએ ગગન તરફ દ્રષ્ટિ કરી તો પક્ષીઓ જાણે સવારને સાંજ સમજ્યા હોય એમ પોતાનાં માળા તરફ પાછા ફરી રહેલાં મહર્ષિ તો પક્ષીની બોલી સમજતાં હતાં એમની સાથે વાતો કરી શકતાં હતાં.
મહર્ષિ જરાત્કારુએ એક ઉડતાં પોપટને પોકારીને અટકાવ્યો પોપટ પણ જાણે દુઃખી હતો. મહર્ષિએ કહ્યું ઓ જ્ઞાની પોપટ આ પીડાદાયક પુકાર કોની છે ? તું પણ આટલો દુઃખી કેમ છે ? મને નથી સમજાતુ કે અચાનક આ વનમાં બધાં દુઃખી કેમ જણાય છે વળી હજી સવાર થઇ છે પરંતુ બધાં પંખી માળા તરફ પાછા ફરતાં કેમ જણાય છે ? શું તકલીફ છે ? સમજાવ મને.
પોપટે કહ્યું "મહર્ષિ પ્રણામ.... તમે પ્રશ્ન કરો છો એ જ પ્રશ્ન મને છે મને નથી સમજાતુ કે આટલી પીડાદાયક પુકાર કોની છે ? અને તમારાં સુધી આવતી આ પુકાર નક્કી તમને જ કંઇક કહેવા પ્રયાસ કરી રહી છે. આપ તો પ્રખર ઋષિ છો આપ તો ત્રિકાળજ્ઞાની છો તમને તો ખબર જ હશે તમે મને કેમ પ્રશ્ન કરો છો ? મારે પણ જાણવું છે કે આ પીડાદાયક પોકાર કોની છે ?
મહર્ષિએ કહ્યું "મને ત્રિકાળજ્ઞાન છે મારું તપ જ મારુ જ્ઞાન છે છતાં હુ જાણે અત્યારે અત્યંત વિવશ છું મને કંઇ સમજાતું નથી એટલે જ હે પક્ષી મને તું સમજાવ.
પોપટે કહ્યું મને નથી ખબર પરંતુ હું બધાં જ પક્ષીઓને બોલાવું છું આપની પાસે આપ અહીં વિશ્રામ કરો કોઇને કોઇ તો આ પ્રશ્નનો ઉકલે જરૂર લાવશે.
એમ કહીને પોપટે બધાં વિચરતાં, ઉડતાં પક્ષીઓને બોલાવવા માંડ્યાં જેમ જેમ પક્ષીઓને પોપટે બોલવ્યાં માંડ્યાં મહર્ષિની નજીક કોયલ, ચકલી, કબૂતર, પારેવાં, કાગડો, ગરુડ, હંસ, બતક, અન્ય પોપટ, મોર, ઢેલ, લક્કડ ખોદ, ઘુવડ, સમડી, આમ બધાં જ પ્રકારનાં પક્ષીઓ એકઠાં થવા લાગ્યાં.
થોડીવારમાં તો મહર્ષિની આસપાસ અનેક પક્ષીઓ આવીને બેસી ગયાં ત્યાં મોરે પૂછ્યું "ભાઇ પોપટ એવી શું વાત થઇ છે કે અમને બધાને અહીં એકઠાં કર્યા છે ? પોપટે કહ્યું "આ મહર્ષિ દુઃખી છે એમને કોઇ પીડાદાયક સ્વરે પોકારી રહ્યુ છે એ જાણવા માંગે છે કે કોણ આવાં કરુણ દુઃખી સ્વરો કાઢીને પોકારે છે ? અને તેઓ કોણ છે ? કેટલે દુર છે ? એમને આપણી મદદ જોઇએ છે.
બધાં પક્ષીઓએ પ્રથમ મહર્ષિને હાથ જોડીને નમન કહ્યું મહર્ષિએ બધાંને આશીર્વાદ આપતાં કહ્યું "તમે પક્ષી મિત્રો મારી મદદ કરો. પછી ગરુડને ઉદ્દેશીને કહ્યું "ગરુડરાજ તમે મને કહો કે આ સુદન ભર્યો સ્વર કઇ દિશામાંથી આવે છે ? અને તેઓ કોણ છે ? તમારી તો નાસિકા, કર્ણેન્દ્રીય અને આંખની દ્રષ્ટિ ખૂબ તેજ છે તમે મને જણાવો આ કોણ પુકારે છે ? શા માટે પુકારે છે ?
ગરુડ રાજે કહ્યું. હું આ ઘણાં સમયથી પીડાવાચક સ્વરો સાંભળી રહ્યો છું મને નવાઇ છે કે આપને હમણાં જ ખબર પડી ? હું તો ઘણાં સમય કાળથી આ પીડાનાં સ્વરો સાંભળી રહ્યો છું અને એ વાત પણ ચોક્કસ છે કે આ પીડાનાં સ્વરો તમને જ ઉદ્દેશી રહ્યાં છે તમારી સાથે જ કોઇક એવું ઋણ છે જે તમને બોલાવી જાગ્રુત કરી રહ્યું છે.
મહર્ષિએ કહ્યું "પરંતુ હું તો એક સન્યાસી છું મારે કોઇ સાથે સંબંધ નથી તો ઋણ કેવું ? મને એ નથી સમજાતું કે મને કોઇ કેમ પોકારે ?
ગરુડારાજે કહ્યું "મને કોઇ વિશેષ જ્ઞાન નથી પણ આપ તો સ્વયં ઋષિભગવન છો ત્રિકાળી જ્ઞાની છો તમને તો આનું રહસ્ય જ્ઞાન થવું જ જોઇએ છતાં તમને ખ્યાલ નથી તો ચોક્કસ કોઇ ખાસ કારણ છે.
મહર્ષિએ કહ્યું "થવાકાળ બધુ થતું રહે છે હું સમજુ છું તમે કહો છો એ વાત પણ સત્ય છે કે મને જ બોલાવી રહ્યાં છે જેથી ચોક્કસ આ જન્મનું નહીં તો કોઇ ગત જન્મનું ઋણ છે પણ હું કઇ દિશામાં જઊં એ મને સમજાવો.
ગરુડરાજે કહ્યું મહર્ષિ પ્રથમ તો અમે સહુ પક્ષીઓ આપનો સત્કાર કરીશું આપને માથે પીંછાઓને મુગટ પહેરાવી જેમાં અમારા બધાં પંખીઓનાં પીછાં હશે અને જેવો એ મુગટ ધારણ કરશો તમને બધુજ જ્ઞાન થઇ જશે તમને આપો આપ દિશા સમજાઇ જશે અને તમારાં પ્રયાણની સાથે સાથે અમે ઉડતાં રહીશુ તમારાં સાથમાં....
મહર્ષિ ખુશ થયાં અને પદમાસન કરીને બેઠાં અને પક્ષીઓએ પીંછાથી મુગટ બનાવી પહેરાવ્યો અને મહર્ષિને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું કે આ સ્વર......


વધુ આવતા અંકે ---- પ્રકરણ-3