The Author Apurva Oza Follow Current Read કિલ્લાનું કવન - 3 By Apurva Oza Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books Kuldhara Village Some places are beautiful and full of love but there is some... Ryuichi Naito: the quiet boy **Chapter 1: The Quiet Boy** --- The bell rang, its shrill t... Predicament of a Girl - 12 Predicament of a Girl A romantic and sentimental thriller Ko... Trembling Shadows - 4 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... THE WAVES OF RAVI - PART 3 WOUNDED SOLDIER The news spread like wildfire in the... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Apurva Oza in Gujarati Fiction Stories Total Episodes : 4 Share કિલ્લાનું કવન - 3 (3) 1.1k 2.8k "કવિરાજ તારે વિરરસની વાત સાંભળવી છેને તો હાલ તને કહું" ઝાંપો બોલ્યો. "આ વાત અંગ્રેજ શાસન વખતની છે. જ્યારે બધા રજવાડા અંગ્રેજ હુકુમત દ્વારા ખવાય ગયા'તા, અંગ્રેજો બધા ગામમાંથી મનફાવે તેમ કર વસુલતા" શરદ વચ્ચે બોલ્યો "હા, મેં પણ વાંચ્યું છે અંગ્રેજોની પક્ષપાતી કરનીતિ વિષે." ઝાંપો બોલ્યો "તે ખાલી વાંચ્યું છે કવિરાજ મેં તો જોયેલું છે કેવી રીતે એ લોકો ઝુલ્મ ગુજારતા લોકો પર. કવિરાજ આ વાત છે દુકાળના સમયની,કાળમો દુકાળ હો કવિરાજ! ગામ અડધું ખાલી થઈ ગયું હતું ત્યારે બાકી રહેલા મુઠ્ઠીભર લોકો જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતા એવામાં અંગ્રેજો પોતાનો કર વસુલવા આવતા. એવા જ એક સમયે ગામના લોકોનું કરનું લેણું બહુ વધી ગયું અંગ્રેજ અધિકારીઓએ ગામના ગૌધન દ્વારા વસુલવાનું નક્કી કર્યું. શું વસુલવાનું સાહેબ! લૂંટવાનું નક્કી કર્યું હતું. આંઠ અમલદારોની ટોળકી આવી સવારના ગાયોના ચારવાના સમયે આવ્યા ગામનો એક ગોવાલનો છોકરો બધાની ગાયું ચારવા લઈ જતો એને ત્યાં જ માર્યો પણ બન્ધુકનો ભડાકો આખા ગામમાં જાણે ગુંજી ગયો બધાને થયું કંઈક થયું. ત્યારે જ ભીખો ભિખારી મારી પાછળ ઉભો ઉભો બધું જોઈ ગયો અને ગામમાં એવી ખબર ફેલાવી કે જાણે જંગલમાં આગ ફેલાય એ ગોવાળનો છોરો ગયો, ગોવાળનો છોરો ગયો. ત્યારે કવિરાજ નહોતા રાજા કે નહોતા એના ભાઈ બસ ખાલી રાજાના ભાઈનો વિસ વરસનો છોકરો જ રાજપૂત તરીખે પણ જ્યારે એને ખબર પડી આવી ઘટના બની ત્યારે એ પણ તલવાર લઇ નીકળી પડ્યો. એની માં એ રાડ પાડી એય... ક્યાં જાશ? છોકરા એ કીધું માં અંગ્રેજો ગાયું ભગાડી જાય છે ગામનું ગૌધન ખતરામાં છે, જાવા દે માં ત્યારે એની માં એ જવાબ આપ્યો હું તને રોકતી નથી પણ જાશ તો યાદ રાખજે પીઠ બતાવતો નહીં. અને એ છોકરો એની માંના શબ્દો મગજમાં ઠાંસીને નીકળ્યો કેવા શબ્દો કવિરાજ કે બેટા રણમે જાકે મત ઢૂંઢ કોઈ સાથ, તારા સંગાથી ત્રણ જણા તારું હૈયું કતારીને હાથ. ત્યારે એ જુુવાનિયો હાંંઢિયાના પાસળા જેવડી તલવારુ બેેેય હાથમાં લઇ મોઢામાંં ઘોડાની લગામ લઈ મને હડસેલીને ગયો કવિરાજ એકવાર માટે મને ખોટું એ લાગ્યુંં પણ રાજીપો એ વાતનો હતો કેે હજી આ ગામ અન્યાય સામે ઝીક ઝીલે એમ છે હો ત્યાં તો ઓલો એક પછી એકના માથા એવા વાઢવા માંડ્યો કેે જાણે કોઈ કુંભાર ચકડા પરથી તૈયાર ઘડો ઉતારી લે. પણ બેે અંંગ્રેજ અમલદાર જો બહાર ઓલું મોટું લિમડાનું ઝાડ દેેખાય ત્યાં સંતાઈ ઓલા એકલા જુવાનિયા ઉપર ગોળીનો મારો ચાલુ કરી દીધો બાકીના છ અમલદારમાંથી કોઈ જીવતું ન રહયુું પણ ઓલા બે દગાખોરને લીધે ગામનો એકનોએક રાજપૂત મોતને ભેટ્યો કવિરાજ એની જોળી આવી હતી ત્યારે મેં એના મોઢા પર સંતોષ જોયો હતો. પોતાની માંંના શબ્દ પાળ્યાનો સંતોષ કે બેટા રણમે જાઈકે ભાગીને કુળ ન લજાળ, એ તો તારી જોળી આવે જબકતી એમાં મરદો કેરી મજા. એ જુવાનની જોળી મને અડી ગઈને એટલે જ કદાચ આજ હજી જીવું છું." શરદ તો જાણે ચકિત થઈ ગયો અને ઝાંપાને પૂછ્યું એ ઘર ક્યુ જુુવાનીયાનું ? ઝાંપાએ ચીંંધાડયું જો ગામની વચ્ચે ઓલું ગુલાબી મોટું મકાન દેખાય ગામનો મોટો ખંઢેર શરદ ત્યાં જઈ ફોટો પાડી caption લખે કે #સાવજની_હિમ્મત_જોવાની_ઉંમર_નહિ✌️ શરદે ઝાંપાને કીધું "તને ખબર ખેડુને જગતના તાત કહેવાય કેમકે એ બધાને અનાજ આપે, રાજપૂતને બાપુ કેમકે બાપની જેેમ રક્ષા કરે છે બ્રાહમનને ભુદેવ કેમકે એ જ્ઞઞાની છે. જો કે આવી મુસીબત વખતે તો આપણો દુુહો સાક્ષી પૂરે ઘર જાતા, ધરમ પલટતા ને તિરયા પડતા તાવ, એ ટાણા ત્રણ મરંરા આમાં કોણ રંક અને કોણ રાવ. ઝાંપો બોલ્યો સાવ સાચું કવિરાજ ઘણી ઘટનાઓ છે ગામની જેેેનો હું સાક્ષી રયો છું લોકો ભલે આ ગામના સાદા પણ સ્વાભિમાનવાળા હો. ચાલો કવિરાજ અંધારું થયું વારુ કરી આરામ કરો આજ તો મારે ઓટલે એક નિર્જીવની મેહમાન ગતિનો લાભ માણો આજ તો આમેેેય આ ગામ મહેમાનનવાજીમાં સારું નામ ધરાવે છે હો. ‹ Previous Chapterકિલ્લાનું કવન - 2 › Next Chapter કિલ્લાનું કવન - 4 Download Our App