Marg salamati saptah in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | માર્ગ સલામતી સપ્તાહ

Featured Books
  • YoYo प्रसंग!

    YoYo प्रसंग! "चल मैं निकलत हंव! ते लिख के डार दे! नए शहर को...

  • कहानी फ्रेंडशिप की - 3

    Friendship Story in Hindi : ‘‘साहब मैं आपका सामान उठा लूं क्...

  • बैरी पिया.... - 33

    शिविका ने फोन की स्क्रीन को देखा तो फोन उठा लिया । संयम " कौ...

  • Dard...e lotus

    दर्द का रिश्ता तो मेरा बचपन से रहा है और आज भी वही सिलसिला च...

  • You Are My Choice - 23

    जब जय पुलिस स्टेशन से निकल कर बाहर आया तो उसने देखा की आकाश...

Categories
Share

માર્ગ સલામતી સપ્તાહ

"Life is precious, take care drive carefully"...અર્થાત "જિંદગી કીમતી છે,કાળજી રાખી,વાહન સાવધાન થી હંકારો." નો સંદેશ આપવા દેશભરમાં ૬ થી ૧૨ જાન્યુઆરી માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવાય છે. આ સપ્તાહ દરમિયાન પ્રજાને ટ્રાફિકના નિયમોની જાણકારી અને જાગૃતિ અંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા પોલીસ અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને,વિવિધ કાર્યક્રમો યોજે છે.
દેશમાં હાલમાં વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે ત્યારે પહેલા માર્ગ અકસ્માતો ખૂબ થતા, અનેક વ્યક્તિઓ જાન ગુમાવતા અથવા નાની મોટી ઈજા નો શિકાર બનતા. રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નું પ્રમાણ વધુ રહેવા પામતું. ત્યારબાદ માર્ગ સલામતી અંગે લેવાયેલા પગલાં અને જનજાગૃતિ ને કારણે ૧૯૯૬થી આ દરમાં ઘટાડો થયો છે એવું સૂત્રો દ્વારા જણાવાયું છે.
આ સપ્તાહ દરમિયાન રાહદારી, વાહનચાલકો , ડોક્ટર અને પ્રજા આટલું જરૂર ધ્યાન રાખે :

*રાહદારીઓ... માર્ગ ઓળંઞતી વખતે જમણી અને ડાબી તરફ જોઈ, વાહનની અવરજવર ન હોય ત્યારે,અને ખાસ માર્ગ ઓળંગવા, જીબ્રા ક્રોસિંગ, સબ વી કે footbridge જેવા સલામત સ્થળો થી માર્ગ ઓળંગે‌ અને શક્ય હોય તો જ્યાં ફૂટપાથ હોય તો તેનો ઉપયોગ કરે.
*ડોક્ટર્સની ફરજ છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા ની કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર તાત્કાલિક સારવાર અને સામગ્રી પૂરી પાડી જીવન બચાવે.અકસ્માતના કિસ્સામાં કાયદાકીય અડચણ નથી. તેથી યાદ રાખવું કે અકસ્માત બન્યા પછી દરેક સેકન્ડ ભોગ બનનારની બચાવવા માટે કીમતી છે. આથી ડોક્ટરી વ્યવસાયના નીતિ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ અકસ્માત સમયે કોઈ કાયદાકીય રાહ ન જોતા,અકસ્માત પામેલાની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવી જેથી અમુલ્ય માનવ જિંદગી બચી શકે.
*પ્રજા તરીકે આપણે સૌ તાત્કાલિક સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ કે પોલીસના વાહનો ઈમરજન્સીમાં જતા હોય ત્યારે તેને ઝડપથી માર્ગ આપીએ.
*વાહનચાલકો માટે
આ સપ્તાહ દરમિયાન ટ્રાફિકના કેટલાંક ગુનાઓ અંગે પણ જાણકારી રાખવી જરૂરી છે.. ટ્રાફિક પોલીસ મોટર વાહન અધિનિયમ ના રંગ બદલ વિવિધ પ્રકારના ગુના માટે જુદા જુદા દંડ વસૂલી શકે છે.
વાહનચાલકોએ વાહન ના બધા જ દસ્તાવેજો અને ડ્રાઇવરનું ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવુ જરૂરી છે.
નિશ્ચિત મર્યાદા કરતાં વધુ ઝડપથી વાહન ન ચલાવવું.
બ્રેકમાં ખામી હોય ત્યારે વાહન ન ચલાવો.
વાહનના આગળ પાછળ વીનડર સ્ક્રીન તેમજ દરવાજાના કાચ પર ડાર્ક ફિલ્મ ન લગાડવી.
વાહન ની પાછળ રેડિયમ પટ્ટી કે રીફલેકટર લગાડવી.
વાહન ની આગળ કે પાછળ વધારાની કોઈ લાઈટ ફિટ ન કરવી.
વાહનની જમણી બાજુ ની હેડ લાઈટ ની જમણી તરફના ત્રીજા ભાગે પીળો કલર કરવું.
નિર્ધારિત કરતા વધારે ધુમાડો કરતા વાહનો ચલાવવા નહીં. multitone hornનો ઉપયોગ ન કરવો.
મુક્ત અવરજવરમાં અવરોધ થાય તે રીતે જાહેર જગ્યાએ વાહન ઊભું ન રાખવું.
ટ્રાફિક નિશાની અને પોલીસ દ્વારા આપેલ સિગ્નલ નો ,ભંગ ન કરવો.
ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ વિવિધ ગુનાઓ નોંધી કલમ 181, કલમ 183, (૧), કલમ 184, નિયમ 96 , 104 ,105 115, 202 અંતર્ગત ૧૦૦ થી ૪૦૦ રુપિયા સુધીનો દંડ ભરવા પાત્ર રહે છે.
એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ બની રહે છે કે આપણી જાતે કાયદાનું પાલન કરીએ.રાહદારી કે વાહન ચાલક તરીકે નક્કી કરેલા નિયમો અપનાવી અને તે મુજબ જ કાર્ય કરીએ. ટ્રાફિક પોલીસને હંમેશા સહકાર આપીએ અને તેમનું‌ માન જાળવીએ. નાગરિકની સુરક્ષા માટે ઠંડી-ગરમી,વરસાદ જોયા વગર પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસનુ માન જાળવીએ.અને તેમની ફરજમાં રૂકાવટ ન કરતા તેમને સહકાર આપીએ.
ટ્રાફિક સપ્તાહ નિમિત્તે આપણે પણ શપથ લઇએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું. સ્વ સુરક્ષિતતા સાથે અન્યની સુરક્ષિતતા નું પણ ધ્યાન રાખીશું. ‌