સુધા ક્યાં છે? આ રહી. સુધા ક્યાં છે? આ રહી. સુધા જો તારી બાં ક્યાં ગઈ? ક્યાં ગઈ?
એ સુધા હસી! હસી! સુધા તારે વાર્તા સાંભળવી છે? હા બાં, મારે વાર્તા સાંભળવી છે.
સુધા વિચારે છે. સુધા ની બાં કેવી લાગે? સુધા ને એની બાંના લાંબા કાળા વાળ યાદ છે. સુધા ને એની બાંએ સાડી પેહરતા શીખવાડી હતી. હા. પણ એની બાં કેવી દેખાતી?
બાપુ, બાપુ, જો બાં મને રાણી ને રાજા ની વાર્તા કે. વાર્તા તે કેવી..
અઢાર? ના શું ઓગણીસ હજાર? હા ઓગણીસ હજાર વર્ષ વીતી ગયા. સુધાની બાએ આ વાર્તા નાનપણમાં કીધી હતી. ઓગણીસ હજાર વર્ષ પહેલાનું એ ચિત્ર એના સામે આવે છે.
ભીની માટી માંથી લોહી વહતું જાય છે. એક બાજુ, હજારો ની તાદાત માં, હાથીઓ પર સવાર હિંસયોની સેના હવા ની તાલે તેમની તલવારો લઈ ચઢાઈ કરવા દોડીયા. ધીવારોનું સેના તેમના ઘોડા પર વિરાજી તેમની આ માતા સમાન ધરતી બચાવવા આગળ ચાલે છે.
આ! સુધા ને તે લાખો દરિદ્ર ના મરેલા શરીર હજુ પોકારે છે. તેમના શરીર લોહીલુહાણ છે. રૂંધાયા છે. સુધાની સામે આવી તે એની શિરોવેદના વધારે છે.
હિંસયોની સેના ની પાછળ તુંહીનાચલ એ વન માં એનો ઘોડો લઈ ચાલી નિકળે છે. સવારનો પ્રથમ પ્રહર છે. તુંહીનાચલ તે હિંસાયો નો ગુપ્તચર છે. એની પાસે એક પત્ર છે.
આ સવાર ના પ્રથમ પ્રહર નું પ્રતિબિંબ તે વન માં દેખાય છે. વન હરિયાળૂ લાગે છે, લાંબા વૃક્ષો પર વીંટળાયેલી વેલ લટકે છે, લતીકાઓ પર બેઠી કોયલ આખ્ખા વનને એનું ગાન સંભળાવે છે. દૂર સુધી યુદ્ધના અવાજો સંભળાય છે. તુંહીનાચલ નો કથ્થય રંગનો ઘોડો હણ હણાવતો દોડે છે.
આ વન ની સીમાએ એક મંદિર છે. હાલ મંદિર પર ધીવર સેનાએ હુમલો કર્યો છે. હિનસ્યા રાણી “સ્ફુલિંગા” તે મંદિર ના શિવલિંગ પાછળ સંતાય તેના છેલ્લા શ્વાસ ભરે છે.
તુંહીનાચલ તે સીમા ની નજીક જાય છે, ત્યાં એને એક અવાજ સંભળાય છે. આ અવાજ કોઈક વાઘ નો હોય તેમ લાગે છે. આમ, વાઘ ની જેમ, આ જંગલ માં ઘણા જાનવરો છે. હિંસયો જાનવરો ના પ્રેમી છે. તુંહીનાચળ ના હાથનો પત્ર હવાને લીધે ફરકે છે.
મંદિર ને ત્યાં ઘોડા આવવાનો અવાજ સંભળાય છે. ચાર ધીવર સૈનિક તે દરવાજા પર નજર રાખતા હોય છે. તેઓ ચોંકી જાય છે.
સામેથી તુંહિનાચલ થોભે છે. તેણે એક સૈનિકને અંદર જતાં જોઈ લીધો છે. તે પોતાનો ઘોડો પાછો લે છે અને દિશા બદલે છે.
શિવલિંગ ની પાસે રાણીની દાસીઓ, રાણીને આશ્વાસન આપે છે. આસું થી ભીંજાયેલ સૈનિકો પર ધીવારો અત્યાચાર કરતા દેખાય છે. આ દૃશ્ય જોયી સ્ફુલિંગા શ્વાસ ત્યજે છે.
તુંહીનાચલ પાછળ આવી સૈનિકો તેના ઘોડાને લાત મારી તેને પાડે છે. તુંહીનચલ પર સૈનિક એનો ભાલો નાખી તેને ઘાયલ કરે છે. સૈનિકોનો સરદાર તે પત્ર લઈ વાંચવા લાગે છે.
સુધા ને લોકોના આવાજ સંભળાય છે. તેની ઉપર આ પંખો હજુ લટકે છે. એમ લાગે છેકે એની ભૂલોની સજા, તેને આ પંખો આપશે. સુધા ને આગળ યાદ નથી. એની બા તો ઊંઘી ગઈ હતી. પછી શું થયું હતું? એને તો આ વાર્તા યાદ છે. પણ એને આગળ આગળની વાર્તા કોણે કીધી હતી? અવિરાજે કીધી હશે. અવિરાજ – ના – અવિરાજે તો ન કીધી હોય. હા! તેને યાદ આવ્યું. આ વાર્તા તો એને સબરી એ કીધીતી.
પત્ર વાંચી સૈનિક..