An epic of love in Gujarati Short Stories by Ajay Khatri books and stories PDF | પ્રેમ એક મહાકાવ્ય

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પ્રેમ એક મહાકાવ્ય

લાગણી ની લગની જ્યારે વધારે લાગી જાય છે,
ત્યારે હ્રદય નું વાતાવરણ આપો આપ પલટાઈ જાય છે...!!
❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤
જે કોઈ તમારા જીવનમાં આવે તો એ પલ ને જીવી લેજો નવી ચમક કંઈક નવું જે દિલ ને લાગે તો એ વ્યક્તિ તમારા જીવન નો અનમોલ વ્યક્તિ છે. સમજી એને સાચવી લેજો કેમ કે કેટલાક લોકોનું જીવન મનગમતી વ્યક્તિની શોધમાં નીકળી જાય છે અને કેટલાક લોકો મનગમતી વ્યક્તિની પ્રતીક્ષામાં રાહ જોઈ વીતી જતું હોય છે.

જો કોઈ તમને 'આઈ લવ યુ' કહેતું હોય તો તમે આ જગત ના નસીબદાર વ્યક્તિ છો , પણ જો કોઈ તમને 'આઈ લવ યુ ટુ' કહેતું હોય તો તમે સૌથી વધારે નસીબદાર છો.

આ જગતમાં દ્રઢ મનોબળ અને પરિશ્રમ દ્વારા બધું જ મેળવી શકાય છે સિવાય કે સાચો પ્રેમ..

આપણામાં રહેલા કેટલાક અણુઓ બીજા કોઈનામાં રહેલા અણુઓ સાથે મેચ થઈ જાય ત્યારે ચારેય દિશાઓમાંથી નવી ઉમંગ નો અહેસાસ થવા લાગે છે.

ત્યારે મન માં વાદળ ગરજવા લાગે કે વિજળી ચમકવા લાગે અનેક વિચારો ની વચ્ચે પણ એ ને એ દેખવા લાગે સુતા જાગતા જો એ ન ભુલાય જીવન ના શ્વાસ ની સુગંધ માં એ ભળી જાય. એક એવી વ્યક્તિ જેની સાથે જબરદસ્ત કનેક્શન ફિલ થાય. એવું લાગે કે આ પહેલા પણ ક્યારેક મળ્યા છીએ અથવા તો એવું લાગે કે ક્યારેય છૂટા જ પડ્યા નથી. જન્મો નો બંધન હોય તેવો અહેસાસ થવા લાગે એવું લાગે કે વર્ષોથી જેની શોધમાં હતા, આ એ જ વ્યક્તિ છે.

હજારો સુવિધા ઓ કે વ્યસનો પછી પણ આ જીવ અતૃપ્ત જ રહેતો હોય છે.

જ્યાં સુધી કોઈ એવું નથી મળતું જેના ખોળામાં માથું મૂકી બધું ભૂલી હળવાશ નો અનુભવ થાય.

જેની સાથે દરિયા કિનારે ચાલતા ચાલતા સમયને ‘સ્ટેચ્યુ’ કહી દેવાનું મન થાય. જેના વિરહને પણ એના પ્રેમનો પ્રસાદ માનીને ગળે લગાડવાનું મન થાય.

જે હાથ પકડે અને હથેળી પર ગુલમહોર ઉગવા લાગે. જેની સાથે રહેવાનું મન થાય એવું નહીં, જેના વગર જીવી નહીં શકાય એવું લાગવા લાગે.જે જીવન નો અમૂલ્ય અંગ લાગે.જાણે એ મંદિર નો દીવો લાગે.

રોજ કરતા ચંદ્ર થોડો વધારે સોહમ લાગવા લાગે, વરસતા વરસાદને ચુમવાનું મન થાય, રેડિયો પર વાગતા દરેક ગીત સાથે ‘રેલેવન્સ’ ફિલ થાય.જેને મળીને આપણે બની જઈએ એક એવી વ્યક્તિ, જેને આપણે પહેલા ક્યારેય ઓળખતા જ નહોતા. જેનો વિચાર કરીએ તો એકાંત ગમવા લાગે, આંખ બંધ કરીયે તો તેનો ચહેરો દેખાય અને વાતો કરીએ તો ઉજાગરા.એ સપનામાં આવી શકે એટલે બંધ પાંપણો પર બારી મૂકાવવાનું મન થાય અને હ્રદય ઉપર દરવાજા.દિલ માં જે વસીજાય અને તે હરદમ ધડકતો રહે.એનું કામ નો થાક જો તમને લાગે એના આશું જે તમને બેચેન કરે.એની જીદ જો તમને હરાવે.એની ખુશી જે તમને ગમે
કોઈ જ કારણ વગર, ફક્ત કોઈની હાજરીથી જ ખુશ રહેવાનું મન થાય તો સમજવું કે આપણામાંથી છૂટો પડી ગયેલો આપણો જ કોઈ ટૂકડો બ્રમ્હાંડે આપણને પાછો આપી દીધો. જેની હાજરીમાં આપણી જાત ગમવા લાગે, સપનાઓ જોવાની ઈચ્છા થાય, ડૂબતો સૂરજ ગમવા લાગે, અંધારું સુગંધી લાગે અને મૌન અર્થસભર.

બસ, એ વ્યક્તિનો હાથ પકડી રાખજો કારણકે લાખ પ્રયત્નો છતાં પણ આ વિશ્વમાં બીજું કોઈ એવું નહીં મળે જેની સાથે એવું કનેક્શન ફિલ થાય. એને એ ફિલ જ સાચો પ્રેમ છે. અનેકો પર્યાય વચ્ચે જો મનુષ્ય ને પ્રેમ ની વ્યાખ્યા સમજવા કે જીવન પોતાના ગમતા વ્યક્તિ ને મળવા માં કદાચ સમય લાગે પણ આ સમય આવે દરેક ના જીવન માં જરૂર છે. કેમ કે પ્રેમ એક મહાકાવ્ય છે.