સન મહેસ 25 ડગલા ચાલે છે અને ઓફિસની અંદર પ્રવેશ કરવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ સન નહોતો જાણતો તે હજુ તેણે પા (quarter)કિલોમીટર ચાલવાનું છે. ગૌતમે એમનેમ જ નહોતું કહ્યું કે તમે પ્લેનેટ ગ્રીન જોશો એટલે તમે તેને town નહીં બલ્કે સીટી જ કહેશો. સન આજુબાજુ બધે જ નજર નાખે છે અને વોચમેનને એક પ્રશ્ન પૂછવા માટે વિવશ થઇ જાય છે. સન જુએ છે કે આખું પ્લેનેટ ગ્રીન ગ્રીન અને યલો આ બે જ રંગો થી આચ્છાદિત છે. રંગાયેલું છે. તેની ઓફિસોના ઇન્ટિરિયર પણ આ બે રંગો થી જ સુશોભિત છે. સન વૉશમેન ની સામું સાધારણ મનુષ્યની જેમ જોઈ ને પૂછે છે આ ગ્રીન તો હું સમજી શકું છું પરંતુ યલો નું રહસ્ય કઈ સમજાયું નહીં. વૉશમેન ટટાર ચાલે સન ની સામે જોયા વિના જ આલસ્ય ભાવે સન ને કહે છે ગ્રીન સુકાઈ જાય પછી યલો બને છે.
સન કહે છે તો પછી પ્લેનેટ green જ કેમ પ્લેનેટ યલો કેમ નહીં?
વૉશમેન ધીરે રહીને સન ની સામુ જુએ છે અને અકળાઈને સન ને કહે છે ગ્રીન માંથી યલો બને છે યલો માંથી ગ્રીન નહીં અને પછી સન ને unspiritual સ્માઈલ આપે છે.
સન વૉશમેન ના unspiritual smile ને જોઈને મનમાં હસી પડે છે અને કહે છે આની ખપાવવાની મજા આવે છે.
વોચમેન 2 મિનિટ સુધીમૌન રહે છે એટલે talk habitually સન પૂછે છે ઓફિસ હજુ કેટલી દૂર છે!
વૉશમેન કટાક્ષવાળા સ્વર માં કહે છે ઘણી દૂર છે. આપણે પહેલા એક બીજી જગ્યા attend કરી લઈએ? પછી તમે કહેશો તો તમારી ઓફિસમાં જઈશું.
વૉશમેન ના આવા કટાક્ષ વાળા વાક્ય સાંભળી ને સન સાવધાન થાય છે અને તેને કંઈક સ્પાર્કલિંગ સરપ્રાઈઝ ની અનુભુતી થવા લાગે છે કે જેના વિશે સને ધાર્યું પણ ના હોય .અને સન રિલેક્સેશન માંથી બહાર આવી જાય છે અને attention ધારણ કરે છે. લગભગ પા કિલોમીટર ચાલ્યા પછી સન તેનો હેન્કિ બહાર કાઢે છે અને ગરમીથી ઉત્પન્ન થયેલો એનો પરસેવો લુછે છે અને એક દરવાજે પહોંચીને વોશમેન કહે છે, આફ્ટર યુ.
સન દરવાજો ખોલી અંદર પ્રવેશ કરે છે અને વોશમેન તેના કપાળ પર આંગળીઓ ફેરવીને નીચું જોઈને હસી પડે છે.
સન અંદર પ્રવેશ કરે છે અને દ્રશ્ય જોઈને તેના હોશ ઊડી જાય છે. સન જુએ છે કે તેની સામે સોસર શેપ માં વિશાળ માનવમેદની બેઠી છે,અને આ માનવ મેદની એટલા માટે કહેવાય કારણ કે તેની સંખ્યા પાંચ હજારથી ઉપરની હતી. સન તેની સીધી લાઇનમાં સ્ટેજ ઉપર પડેલા single stage અને single malt ને જોઈને સમજી જાય છે કે ગૌતમ કયા રેન્જ સરપ્રાઈઝ ની વાત કરતો હતો. પાછળથી વોશમેન દરવાજો ખોલીને અંદર આવે છે અને સન ને કશું કહ્યા વગર તેની પીઠ પર હાથ મૂકીને માઇક નો રસ્તો બતાવે છે.અને પોતે પોતાની જગ્યા પર જઈને બેસી જાય છે. સન માઈક બાજુ આગળ વધે છે અને તરત જ બાકીના બધા જ ઓફિસર્સ માત્ર સન ને સાંભળવા માટે એટેન્શન થાય છે. પરંતુ વોશમેન અને બીજા ત્રણ સીઇઓ એ ધ્યાન રાખવામાં લાગી જાય છે કે મી સન શું skip કરે છે અને ક્યા કેટલા સ્લીપ થાય છે. સન તેના સ્ટારડમ ની ઈગો વાળી ખભા ઊંચા કરીને ચાલવા વાળી ચાલ સાથે માઈક સુધી પહોંચે છે.કારણકે સન ને સમજાવવામાં આવ્યું હતું કે સ્ટારડમ થી તમારી સેલ પ્રાઈઝ નક્કી થાય છે અને સેલ પ્રાઇઝ થી જ તમે સેલિબ્રિટી તરીકે સિલેક્ટ થાવ છો.