Premdiwani - 20 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | પ્રેમદિવાની - ૨૦ - અંતિમભાગ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમદિવાની - ૨૦ - અંતિમભાગ

મીરાં એ ઘરે આવીને પોતાના મમ્મીને કહ્યું કે, "અમનને મેં આપેલ વસ્તુ પાછી લઈ આવી છું અને સાથોસાથ કહ્યું કે ૨૦૨૧ની ઉત્તરાયણ ના એ આવશે મને કાયમ માટે પોતાની સાથે લઈ જવા માટે વિવાહની વાત કરવા એ પણ કહીંયુ." મીરાંએ પોતાના તરફથી વાતમાં ને વાતમાં મમ્મીને એ પણ જાણ કરી દીધી કે ૨ વર્ષ જ હવે એ અહીં નહિ રેવાની..

મીરાંના મુખે મમ્મી આવું સાંભળીને એમ રાજી થયા કે આજ થી એ બંને કાયમ માટે અલગ થઈ ગયા. એમણે તરત જ મીરાંના પપ્પાને બધી જ વાત જણાવી હતી. મીરાંના પપ્પા તરત બોલ્યા કે ૨ વર્ષમાં આપણે મીરાંને યોગ્ય પાત્ર ન શોધી શક્યા તો શું મીરાંને અમન જોડે પરણાવશું?

મીરાંના મમ્મી બોલ્યા કે ૨ વર્ષ એટલે બહુ સમય કહેવાય આરામથી આપણે સરસ છોકરો શોધી લેશું.

મીરાંના પપ્પાએ એમને કીધું, મીરાંની જે ઉંમર છે એ ઉંમરના લગભગ સારા યુવકો શોધવા એટલું સહેલું નહીં જેટલું તું માને છે.. સારું ચાલ આપણે આપણા બંનેના પરિવારમાં મીરાં માટેના યોગ્ય યુવકની જાણકારી મેળવવાની વાત રજુ કરીયે.

આ તરફ મીરાં પોતાના અમન સાથે જોડાવાના દિવસો ગણવા લાગી હતી. દિવસો મીરાં માટે ખુબ ઝડપથી જઈ રહ્યા હતા. એ જાણે જાણી જ ચુકી હતી કે હવે મીરાં અને અમનનું કાયમી મિલન નિશ્ચિત જ છે. આથી ખુશ પણ રહેતી હતી. ઘણા યુવકો આવતા મીરાંને જોવા માટે છતાં વાત બધી જ અધૂરી જ રહી જતી, કોઈની પણ હજુ મીરાં જોડે વિવાહ માટે હા આવી નહોતી. આ કદાચ અમનની પ્રાર્થના જ ફળતી હશે એવું માની મીરાંનો આત્મવિશ્વાસ વધતો જતો હતો.

મીરાંના માતાપિતા ખુબ ચિંતામાં રહેવા લાગ્યા ૭/૮ છોકરાઓ ઘર સુધી આવ્યા પણ કોઈ તરફથી હા આવી નહોતી. આમને આમ ૧ વર્ષ વીતી ગયું હતું. આ ચિંતા ઓછી હતી કે કોરાના ના લીધે લોકડાઉન એ ચિંતામાં વધારો કર્યો હતો. સરકારે ઘરની બહાર કોઈએ નીકળવું જ નહીં ની સૂચના મીરાંના પપ્પાને ખુબ પરેશાન કરી ગઈ હતી. કારણ કે ગામમાં તો કોઈ મીરાંને લાયક હતું નહીં અને બહાર ગામથી હવે કોઈ આવી શકે એવા એંધાણ ૩ મહિના સુધી શક્ય જ નહીં એ તેઓ જાણી ગયા હતા. વળી, મીરાંના પપ્પા પોતાની વહાલસોઈ દીકરીને પોતાના વટ માટે કોઈ પણ યુવક જોડે પરણાવી દે એવા કઠોર પણ નહોતા. હા, એ હજુ એવું જ ઇચ્છતા હતા કે મીરાં પોતાના ધર્મના જ યુવકને પરણે પણ એ કેમ શક્ય કરવું એ મથામણ માં તેઓ ઉલજેલા જ રહેતા હતા.
દિનાંક ૭/૧૨/૨૦૧૯

હવે સમયે જાણે જબરી દોટ મૂકી છે,
જોને વિવાહની ઘડી છડેચોક ઉભી છે,
દોસ્ત! ઋણાનુબંધ તો જન્મોજન્મનું છે,
જોને એ સમજાવવા કુદરત પણ મથી રહી છે!

આજકાલ કરતા ખુબ સમય વહી ગયો હતો. આજ રોજ રાતનું ભોજન પતાવીને આખો પરિવાર બેઠો હતો. ઘરમાં બધા જ ટીવી જોતા જોતા વાતો કરતા હતા. ટીવીમાં દીકરીના લગ્નની તૈયારીનો એપિસોડ આવતો હતો આ જોઈને શું થયું કે આજ મીરાંના પપ્પાથી ટીવીનો અવાજ મ્યુટ કરતા બોલાય ગયું, 'મીરાં તું ખરેખર અમનને જ ચાહે છે એ સિવાય તારી જિંદગીમાં તું કોઈને સ્વીકારી ન શકે?'

મીરાંની સમક્ષ અચાનક પપ્પા દ્વારા વાત રજુ થતા એ પહેલા તો ઘડીક મુંજાણી પછી હિમ્મત એકઠી કરી નજર નીચે જમીન તરફ રાખી બોલી,'પપ્પા હું મારી જાતને ખુબ સાચવીને બેઠી હતી. મેં ખુબ પ્રયત્ન પણ કર્યો હતો કે હું અમનથી દૂર રહું પણ પરિસ્થિતિ જ એવી આવી કે મારે અમનને મળવું પડ્યું, એને મળી ત્યારે એની જે મારા માટે લાગણી હતી એ જોઈ હું સમજી ગઈ કે અમન જેટલું મને કોઈ પ્રેમ ન કરી શકે, છતાં હું એનાથી દૂર જ રહી અને એને પણ મેં કઈ જ ન કહ્યું પણ જાણે માતાજીની જ મરજી હતી કે, પ્રથમે મને ગાયત્રીજીના મઁદિરે આરતી દર્શન માટે જ બોલાવી હતી ત્યારે પણ હું આરતી માટે જ ગઈ હતી, પપ્પા હું ખરેખર નહોતી જાણતી કે અમનને પણ પ્રથમે બોલાવ્યો છે નહીતો હું ત્યાં ન જાત. આ સાથે ત્યાં જે વાત થઈ એ પણ મીરાં નીચી નજર રાખી બધું જ બોલી ગઈ સાથોસાથ એ પણ બોલી ગઈ કે પ્રથમને ઈર્ષા ઉદભવતા તમને ખોટી વાત કહી હતી મેં અને અમને ક્યારેય કોઈ મર્યાદા નહીં તોડી છતાં પણ તમારી સજા હું આજ દિવસ સુધી હસતા મોઢે ભોગવું છું. ફક્ત નાતનો જ વિરોધ હોય તો પછી અમન ત્યાં સુધી પણ રાજી છે કે આપણી નાતનું કોઈ એને દત્તક લઈ લે. મારી જગ્યાએથી તમે જોશો તો તમે પણ સમાજમાં તમારી પ્રતિષ્ઠાને મહત્વ આપી પિતાના પ્રેમને સ્વાર્થી બનાવ્યો.. જયારે અમન મને નીસ્વાર્થ પ્રેમ કરે છે પપ્પા.. અમનનો પ્રેમ દરેકના પ્રેમને ઓરંગી આગળ નીકળી ગયો છે. માફ કરજો પપ્પા, પણ કુદરતે લોહીના કલરમાં પણ કોઈ ફર્ક નહીં રાખ્યો તો આ ધર્મએ માનવીઓનું જ ઉપજાવેલ ભેદભાવ નહીં? હું બીજાની વાત નહીં કરતી પણ મારે માટે શું તમને લાગે છે કે અમન થી વિશેષ કોઈ તમે શોધી શકશો? કદાચ હજુ ૧ મહિનામાં શોધી પણ લો તો પણ હું અમન સાથે રહું એટલી ખુશ હું બીજા કોઈ સાથે રહી શકીશ એવું તમને લાગે છે?" એકી શ્વાસે મીરાં બધું જ બોલી ગઈ એના અવાજમાં મક્કમતા હતી પણ આંખના આંસુ મીરાંની જાણ બહાર જાણે આંખમાંથી સરકીને મીરાંમાટે જાણે એના પપ્પાને રીઝવી રહ્યા હોય એમ સરકી રહ્યા હતા.

મીરાંના પપ્પાતો મીરાંના મુખેથી બધું સાંભળી ઘડીક અવાચક થઈ ગયા હતા.

થોડી વાર ઘરમાં નીરવ શાંતિ છવાય ગઈ હતી. મીરાંના મમ્મીનું મન પીગળી ગયું, એ બોલ્યા અમન ધર્મ બદલવા પણ રાજી છે. ખરેખર કોઈ આટલું મારી મીરાંને ન જ ચાહી શકે એ હવે મને પણ લાગી રહ્યું છે. મીરાંની બહેન પણ આજ બોલી કે મીરાંએ અમનના પ્રેમને સ્વીકારતા પોતાની જાતને ખુબ રોકી હતી એ તો હું પણ જાણું છું પણ તમે ખિજાશો એ ડર થી આજ સુધી હું ન બોલી.

મીરાંના પપ્પા આ બધું જ શાંતિથી સાંભળી રહ્યા હતા. ફરી થોડીવાર બધા જ ચૂપ થઈ ગયા. થોડી મિનિટ સુધી આમ જ શાંતિ છવાયેલી રહી.

મીરાંના પપ્પા ખુબ જ ભાવુક અવાજે બોલી ઉઠ્યા, ' તું જીવી લે તારી જિંદગી બેટા, અમનને કહે અમે રાજી છીએ.'

મીરા આ સાંભળી તરત જ પોતાના પિતાને વળગી પડી અને મનનો હરખ આંખમાંથી વરસવા લાગ્યો.

આ વાર્તા લખવાનો મારો ખાસ ઉદેશ્ય માતાપિતા ને એ વાત જણાવવાનો છે કે સમયસર તમે તમારા સંતાનને સાચવી લો. મીરાંને તો અમન મળી જ ગયો પણ એવા કેટલાય માતાપિતા હશે જે જીદે પોતાના બાળકોને જ ગુમાવી દે છે અને પછી આજીવન માતાપિતા એ અફસોસમાં જ જીવન ગાળે છે કે ત્યારે એમના પ્રેમને મંજૂરી આપી હોત તો આજ પોતાના સંતાનના પ્રેમથી અલગ ન હોત.... અથવાતો માતાપિતા પોતાના સંતાનને એટલું જ ધર્મ માટે હોય તો ધર્મની રેખા બાળકને પેલાથી જ સમજાવે અને એ સમજવામાં કદાચ તેઓ ચુકે તો બાળકને પછી આમ જિંદગીના અમૂલ્ય દિવસો ખોટા ગુમાવીને જિંદગીને આગળ વધતી ન અટકાવે. મારા મતે માતાપિતાએ સમય સાથે બાળકને સમજતા શીખવું જોઈએ. હું ધર્મની વિરોધી નહિ. બધા જ ધર્મને સમાન માન અવશ્ય હું આપું છું.

આ સાથે જ મારી વાર્તા 'પ્રેમદિવાની' અહીં પુરી કરું છું. હું દરેક વાચકમિત્રોનો આભાર માનું છું જેમના સહકારથી હું વાર્તા સારી રીતે રજુ કરી શકી.