Time horizon in Gujarati Science-Fiction by Akshay Kumar books and stories PDF | સમય ક્ષિતિજ - ભાગ ૩

Featured Books
Categories
Share

સમય ક્ષિતિજ - ભાગ ૩

Chapter 3
Blaze gang
બ્લેઝ ગેંગ

એરોનના મનમાં હજુ કશું સમજાઈ રહ્યું ના હતું હમણાં તો સાવ સામાન્ય દિવસ હતો આટલી બધી માત્રામાં બરફ ક્યાંથી આવ્યો?? તેણે ઉપર નજર કરી તો તેને દેખાયું જેને તે શ્વેત આકાશ માનતો હતો તે એક કાચનું આવરણ હતું જે ઉપરથી બરફ વડે આચાછદિત હતું. જે વિસ્ફોટ એ તેને કાન બંધ કરવા મજબૂર કરી દીધો હતો તેના દ્વારા જ તે કાચને ભેદવામાં આવ્યો હતો. અને ત્યાં થયેલ ગાબડાંમાંથી સતત બરફ વર્ષા થઇ રહી હતી. હવામાં જે મશીનો ઉડી રહ્યા હતા તે સમગ્ર તે તરફ વધી તેને પૂરવાનો પ્રયત્ન કરવા લાગ્યા.વિચાર વંટોળ એરોનના મનમાં ઘૂમરવા લાગ્યા.. આ કેમનું શક્ય છે? અને આ કાચને કોને તોડ્યો? આ કાચ લગાયો કોણે અને કેમ??? કે જેના જવાબ તેને થોડી જ વારમાં મળી ગયો.
" પેઇન, તારા વારમાં એટલી ક્ષમતા નથી કે મને નુકશાન પહોંચાડે, ના જાણે ક્યાં મૂર્ખ દ્વારા તારું નામ આવું રાખવામાં આવ્યું. તારા બાપ દ્વારા કે તારી મા દ્વારા? અરે માફ કરજે તે બંને મંદબુદ્ધિના હતાં તારી જેમ જ.." જનરલ બરફની વચ્ચે ઊભો જોરથી બોલી અને અટ્ટહાસ્ય કરી ઉઠ્યો જે જંગ માટેની ખુલ્લી લલકાર હતી.
" તો હવે અનુભવ કરી લે, છોકરાના રક્ષણમાં ના હોત તો જીવતો પણ ના બચતો જેમ તારો બાપ મારા હાથે મર્યો હતો." પેલો કદાવર માણસ ઠંડા લોહીથી બોલી ઉઠ્યો.
એરોને તે તરફ જોયું તો જાણ્યું જનરલની પડખે ઘણા લોકો આવીને ઊભા હતા જે સૈનિક જેવા લાગી રહયા હતા. ત્યાં જ એરોનના ખભા ઉપર કોઈએ હાથ રાખ્યો તે પાછળ જોવે તે પહેલાં જ તેના શરીર ઉપર એક આવરણ રચાઈ ગયું.
"ચિંતા ના કર, આ તારું ઠંડકથી રક્ષણ કરશે મારી પાછળ આવી જા અને લડાઈમાં વચ્ચે ના આવતો." એક ઉચો પ્રતિભાશાળી ચશ્મા પહેરેલો માણસ તેની આગળ આવીને ઊભો રહી ગયો. એક કાળા રંગનું શૂટ તેની પ્રતિભામાં ચાર ચાંદ લગાવી રાખ્યું હતું તે શરીરે બીજા માફક કદાવર ના હતો પરંતુ તેનો બાંધો ખૂબ જ મજબૂત જણાઈ આવતો હતો શ્વેત રંગનું મુખ મુખ જેમાં પાતળું નાક અને આકર્ષક દેખાવ ઉપરાંત તેની આંખોનું તેજ કંઇક અલગ જ પ્રકારનું હતું.

"રુહી, કવચની ફરતે બીજો એક બ્લાસ્ટ કર અને યાદ રાખજે તેની ફરતે તેના ઉપર નહિ અન્યથા આપણે સૌ બરફ નીચે દટાઈ મરીશું. ફક્ત તેની પાસેના રાઉન્ડ બોટને મારવાના છે તે અહી આવી ચઢશે તો જીતવું અસંભવ થઈ જશે." તે ચશ્મા વાળો વ્યક્તિ કોઈને ઓર્ડર આપી રહ્યો હતો. અને ત્યાં જ બીજો એક બ્લાસ્ટ થયો જેની તીવ્રતા ઓછી હતી અને હવામાં ઉડતા ગોળાર્ધ ટપ ટપ કરતા મરેલા મચ્છરની જેમ નીચે પડી ઉઠ્યા.

"ડન બોસ.." એરોને તેની પાસે જોયું તો એક અત્યંત રમણીય આંખો ધરાવતી તેની જ ઉંમરની સ્ત્રી તેની પાસે આવીને ઊભી રહી હતી તેના કપડાં અત્યંત મોર્ડન અને હથિયારોથી સજ્જ હતા. અંગ પ્રદર્શન કરતા શસ્ત્ર પ્રદર્શન તેના કપડા વધુ કરી રહ્યા હતા. હરણી સમાન પાતળા પગ આકર્ષક શારીરિક વળાંકો જે તેના ભરાવદાર શરીરની શોભા વધારી રહ્યા હતા. તેના વાળ તેના ખભા સુધી પહોંચતા ભૂરાશ પડતા રંગના હતા. તે છોકરીએ પોતાની માંજરી આંખોથી એરોનની સામે જોયું કદાચ તેના મોંમા ચિંગમ હતી કે જે તે વાગોળી રહી હતી અને તેણે તે વાગોળતા વાગોળતા એરોનની સામે જોઈ આંખ મારી..

"પેઇનની મદદ કર તે જનરલને તો પહોંચી વળશે પણ ગુસ્સામાં સૈનિકોની વ્યૂહ રચના નહિ સમજી શકે. આપણી પાસે ફક્ત ૮ મિનિટ છે આ ખેલ પૂર્ણ કરી ભાગવા માટે. સિપાહીને પૂરા કર."
"ઓકે! મિસ્ટર બ્રેઇન ફિકર નોટ!!" તે છોકરી હસતા હસતા આગળ વધી અને મોંમાંથી ચિંગમ કાઢી તે સૈનિકો તરફ ફેંકતા પાછળ ફરી બોલી" સે બુમ " અને એક વિસ્ફોટ થયો જેમાં જનરલના સૈનિકો ક્યાંય મગતરાની માફક ઉડી પડ્યા.અને તે છોકરી પેટ પકડી અટ્ટહાસ્ય કરી ઉઠી..
પોતાની સેનાની આ હાલત જોતા જનરલ ગુસ્સાથી લાલ થઇ ગયો. તેણે પેઇન તરફ દોડ કરી અને બંને કદવરો બરફની વચ્ચે બાથે ભિડ્યા. કદમાં લગભગ સમાન લાગતા તેવાં લોકોનું દ્વંદ જોઇ નક્કી નહતું કરી શકાતું કોનું પલડું ભારે છે. ઉપરાંત આ બરફ ના જાણે આટલી માત્રામાં કેમનો વરસી રહ્યો હતો.

ત્યાં જ બ્રેઇન બોલી ઉઠ્યો " પેઈન ૬ મિનિટ છે તારી પાસે.." અને બરફના ઢગલા ઉપર બેસી ગયો. એરોન હજુ નવાઈ પામી રહ્યો હતો આ માણસ મિનિટો નો આટલો ચુસ્ત છે!! પણ તે મિનિટ કેમ ગણે છે?? તેના પછી શું થવાનું છે? એરોનને અસમંજસમાં જોઈ બ્રેઇન તેને પણ પોતાની સાથે બેસાડી દીધો અને રુહી પણ એરોન પાસે બેસી ગઈ. બંને લોકોના યુદ્ધ કરતા એરોનનું ધ્યાન તેને પહેરાવેલ શૂટમાં વધુ હતું તેની બનાવટ નેનો પાર્ટિકલની હતી કે જે તેને બરફમાં પણ સામાન્ય વાતાવરણનો અનુભવ કરાવી રહ્યા હતા. અચાનક જ તેની સામે ચોકલેટ પકડેલો હાથ આવ્યો તેને બાજુમાં જોયું તો રુહી તેને ચોકલેટ આપી રહી હતી જેનો તે સ્વીકાર કરવા જ જતો હતો ત્યાં તેને ચિંગમ બોમ્બની ઘટના યાદ આવી ગઈ તેણે તુરંત જ ના પાડી..

"ખાઇ લે એમાં ડેટોનીટર નથી.." હસતા હસતા રુહી બોલી ઉઠી. જેના પ્રતિઉત્તરમાં એરોન પણ ભૂખના માર્યો તે લઈ ખાઈ લીધી.
"આ બધું શું ચાલી રહ્યું છે? તમે લોકો કોણ છો અને મને કેમ બચાવી રહ્યાં છો? આ કંઈ જગ્યા છે?" એરોને બ્રેઇન પૂછ્યું.
"૨ મિનિટ પેઇન જલદી કર!! બાળક તારા બધા જ પ્રશ્નનો જવાબ મળશે થોડી ધીરજ રાખ.. રુહી પોર્ટલ તૈયાર કર નહિ તો શેકાઈ જઈશું.."
બ્રેઇન બોલી ઉઠ્યો..
"એક મિનિટ પોર્ટલ? ટેલેપોર્ટેશન પોર્ટલ? આ શું ચાલી રહ્યું છે બધું? શેકાઈ જઈશું? આટલા બરફમાં ક્યાં શેકાવાના?" એરોન આશ્ચર્ય પામી બોલી ઉઠ્યો ત્યાં જ તેણે પોતાના શૂટમાં બદલાવ અનુભવ્યા. અને બીજી તરફ પેલા બંને વીરોનાં યુદ્ધનું કોઈ જ પરિણામ આવી રહ્યું ના હતું બંને મંદબુદ્ધિની જેમ એક બીજા સાથે લડી રહ્યાં હતાં.

"બોસ રેડી.."
"૫-૪-૩ પેઇન્ નીકળ ત્યાંથી..... રુહી સ્મોક... " બ્રેઇન બોલી ઉઠ્યો

તે સાથે જ બંને લડવૈયા ઉપર ધુમાડો થઈ ગયો અને પેઇન ગુસ્સામાં પાછો આવી ગયો.
" પાંચ મિનિટ વધુ આપી હોત તો હું તેનો ખાત્મો કરી દેતો..." પેઈન બોલી ઉઠ્યો.
ત્યાં જ તે ચારે લોકોની ફરતે એક વર્તુળ રચાઈ ગયું અને એરોને તે રચાતા વર્તુળમાંથી જોયું જનરલ ત્યાંથી ભાગી રહ્યો હતો જમીન પર રહેલો બધો જ બરફ ઓગળી રહ્યો હતો. જ્યાં આકાશમાં વિસ્ફોટ કરી આવરણ તોડેલ હતું ત્યાં અન્ય રોબોટો આવી ઝડપ ભેર પોતાની કામગીરી કરી રહ્યા હતા અને તે બાકોરામાંથી અત્યંત તેજસ્વી જવાળા સમાન સૂર્યના કિરણો ડોકાઈ રહ્યાં હતાં...અને એરોનની આંખે અંધકાર છવાઈ ગયો..