Sacrament - 2 in Gujarati Fiction Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | સંસ્કાર - ૩

Featured Books
Categories
Share

સંસ્કાર - ૩

સંસ્કાર-પ્રકરણ-

એ જ નવયુવાન હતો જેણે વર્ષો અગાઉ એસ.જી હાઇવે પર યુવક-યુવતી ભેગા થયેલ હતા અને યુવતી પત્ર લખી નોટ માં મૂકી જતી રહી હતી. આફ્રિકન યુવાને તે પત્રો વાંચ્યા બાદ દોટ મૂકીને શોરૂમની માલિકણ પાસે પહોંચી ગયો. અને તેમના હાથમાં તે પત્ર આપી દીધો. શોરૂમની માલિકણે પત્ર વાંચ્યા બાદ ભારતીય યુવાનને પોતાની પાસે બોલાવ્યો. તેના ચહેરા પર હરખનો આનંદ હતો. આંખમાં હર્ષની અશ્રુધારા વહી રહેલા હતી. તે માલીકણે યુવાનને છાતી સરસો ચાંપી દીધો. આ બધું શું થઈ રહેલ છે, તે યુવાન સમજી શક્યો ન હતો. અને તેણે તાત્કાલિક આ બાબતે વધુ પુછપરછ પણ ન કરી.

અંતે આ યુવાનને શોરૂમની માલિકણ પોતે પોતાની કારમાં બેસાડી ક્યાંક લઈ જવા નીકળી. અડધા કલાકની મુસાફરીના અંતે તે કાર એક મોટા આલીશાન મકાનના કમ્પાઉન્ડમાં આવીને ઊભી રહી ગઈ. આ મકાન ભારતીય યુવાન માટે તો અજાણ્યુંહતું. પરંતુ તેને ખ્યાલ આવી ગયો હતો કે મકાન તેનું પોતાનું જ હતું. તે ઘરમાં આવી સાથે યુવાનને પણ લઈને આવી હતી. ઘરમાં આવી કોઈન મોટા અવાજે નામ લઈ બોલાવી રહેલ હતી. આ અવાજ સાંભળીને એક યુવતી મકાનના અન્ય રૂમમાંથી દોડતી બહાર આવી હતી. યુવાન તે યુવતીને જોતો જ રહ્યો. જ યુવતી હતી જે આ યુવાનને એસ. જી. હાઈવે પર વર્ષો પહેલા મળેલ હતી. અને અને નોટ માં કાગળ મૂકીને જતી રહી હતી. પેલી આધેડ વયની બાઇજે શોરૂમની માલીકણ હતી અને યુવતીની માતા હતી તેણે કાગળ યુવતીને બતાવ્યો. અને ભારતીય યુવાનો પરિચય આપ્યો. યુવતી ને પણ વાતને સમજવામાં વાર ન લાગી. તે પણ ભારતીય યુવાનને ગળે વળગી પડી. પેલો યુવાન હજી સમજી શકતો ન હતો ? કે આ બધું શું છે ? કાગળ માં શું લખ્યું હતું ? આવા અનેક સવાલો તેના મનમાં ને મનમાં ઘુમરાઇ રહેલ હતાં.

...................................................................................................................

...................................................................................................................

આખી વાતમાં હકીકત એ વિસ્તારપૂર્વક એમ હતી કે, ભારતીય યુવાન તે વિજય શર્મા એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો. અને તેના પિતા સિક્યુરિટી કંપનીમાં સામાન્ય ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતાં. વર્ષો પહેલા આ જે બીના બની તે સમયે યુવાનના પિતા કારના શોરૂમમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતાં. સંજોગો વસાત જે બનાવ બન્યો તે દિવસે સામાજિક કારણોસર યુવાનના પિતા તેમની ફરજ ઉપર હાજર રહી શકે તેમ ન હોવાને કારણે સિક્યુરિટી કંપનીના વહીવટી અધિકારી તેમજ શોરૂમના અધિકારીની સાથે ચર્ચા કર્યા બાદ વિજયને તેના પિતાની જગ્યાએ એક રાત્રિ માટે ફરજ બજાવવા મોકલેલ હતો. તે સમયે વિજય કાયદા શાસ્ત્રનો અભ્યાસ કરી રહેલ હોવાને કારણે કેટલાક પુસ્તકો તેમજ નોટ પેન લઈને ગયેલ હતો. સમય દરમિયાન ભોગ બનનાર યુવતી અમદાવાદ ખાતે જે પતંગ મહોત્સવની ઉજવણી થઈ રહી હતી તેમાં ભાગ લેવા આવેલ હતી અને તે યુવતી એસ.જી.હાઇવે પરની હોટલમાં રોકાયેલ હોવાને કારણે તે રોડ ઉપર આવી રહેલ હતી અને આ સમગ્ર બિના બનવા પામી હતી. જેમાં આ યુવતીનું કેટલાક યુવાનો બળજબરીથી અપહરણ કરવા માટે તેની પાછળ પડેલ હતા અને તેમનાથી બચીને આ સિક્યુરિટી યુવાને તેને મદદ કરીને બચાવી હતી.

આજે વર્ષોના વર્ષ વીત્યા બાદ લાંબા સમયગાળાનેઅંતે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશમાં આવી અભ્યાસ કરીરહેલ હતો તે જ યુવાનને જોગાનુજોગ એ જ આફ્રિકન યુવતીના પરિવાર ના સંપર્કમાં આવ્યો અને આજે આ ભારતીય યુવાનને શોરૂમની માલિકણ દ્વારા તેમના પોતાના મકાનમાં આશરો આપીને ઉપકારનો બદલો ઉપકારથી વાળેલ હતો અને યુવાનને તેમના મકાનથી થોડા અંતરે ‘’ coffee house’’ નો ધંધો પણ કરી આપ્યો હતો અને યુવાનની જીંદગીમાં ચાર ચાંદ લગાવી દીધા.

આ સમગ્ર બાબત પરથી એક વસ્તુ ચોક્કસ પરિપૂર્ણ બને છે કે, કરેલ સારા કર્મોનું ફળ પરમાત્મા ચોક્કસ સમયાંતરે સારું જ છે. ભારતના જે ચાર પાંચ યુવાનોએ ધૃણાસ્પદ કાર્ય કરેલ હતું તેની સામે ભારતના એક સપૂતે ઉત્તમ કર્મ કરી વિદેશની ધરતી પર ભારતનું નામ બદનામ થતા અટકાવેલ તેવા આ ભારતીય યુવાનને સો સો સલામ છે .................અને તેના માતા-પિતાના સંસ્કારને પણ દાદ આપવી ઘટે કે સારા સંસ્કાર માણસની પ્રગતીમાં પણ સાથ આપે છે.......

દિપક એમ. ચિટણીસ (ડીએમસી)

dchitnis3@gmail.com