હેલ્લો દોસ્તો કેમ છો બધા ધણા સમય પછી ફરી એકવાર આવી ગયો છે તમારો દોસ્ત સેન્ડી તો આજે આપણે કમીશન વિશે વાત કરવાના છીએ.તમને બધા ને ખબર હશે કે આખી દુનીયા મા કમીશન શબ્દ બહુ જ જાણીતો છે અને અલગ અલગ જગ્યા અને અલગ અલગ બિઝનેશ મા પણ કમીશન શબ્દ સંકળાયેલ છે. જે શબ્દ થી આપણે બધા વાકેફ છીએ.
સામાન્ય ભાષા મા જો વિચારી એ તો કમીશન એટલે શું ! કોઇ બિઝનેશ હોઇ કે પ્રોડક્સ તેમના માર્જીન થી થોડાક વધારે લેવામા આવતા પૈસા ને કમીશન કેહવામા આવે છે.એટલે કી એમ.આર.પી કરતા વધુ નહી અને માર્જીન કરતા ઓછા નહી. આ બન્ને વચ્ચે નો જે તફાવત આવે તેને કમીશન કેહવામા આવે છે.
હવે તમે વિચારતા હશો કે આ કમીશન કેવી રીતે અને કોને કોને મળતા હોય છે તો ચાલો આપણે તેને જાણીએ.
આમ જોવા જઇએ તો સામાન્ય રીતે કમીશન આખા દેશ અને દુનીયા મા લેવામા આવે છે.જેમ કે નાના મા નાની પ્રોડક્સ હોય કે મોટા મા મોટી મશીનરી કે અન્ય કોઇ પણ પ્રકાર ની કોઇ પણ આઇટમ હોય સામાન્ય રીતે બધા મા કમીશન લેવામા આવે છે.જેમ કે વેપારી હોય,વચેટીયા હોય કે બિઝનેશ બધા મા કમીશન કોમન વસ્તુ થઇ ગઇ છે.
આપણે કોઇ પણ કરીયાણા ના વેપારી પાસે વસ્તુ લેવા જઇએ તો તે આપણ ને તેની પ્રોડકસ મા પોતાનુ કમીશન રાખી આપણને વસ્તુ વેંહચશે.આમા વાત હું એમ નથી કેહવા માંગતો કે કમીશન ન રાખે પણ આપણે વાત એ સમજવા ની છે કે સામાન્ય માણસ જે પોતાનુ ગુજરાન ચલાલવા માટે રોજે રોજ મજુરી કરી રોજે રોજ નુ લઇ ને ખાય છે.આપણા સમાજ મા એવા ઘણા બધા લોકો છે જે પોતાનુ ગુજરાન આવી રીતે ચલાવે છે.અને તે લોકો આર્થીક રીતે પણ નબળા હોય છે.પણ તે અમુક ફ્રોડ કે ખોટા માણસો ના જાળ મા ફસાઇ જાય છે.અને તે પોતાની મુડી ગુમાવે છે.
· દલાલી (કમીશન એજન્ટ)
તો હવે આપણે જાણીએ કે આવા માર્કેટ મા ફરતા ખોટા અને ફ્રોડ લોકો થી કેવી રીતે બચી શકાય અને તેને કોઇ પણ જાત નુ કમીશન કે મુડી ના આપવી.
આપણ ને કોઇ દલાલ (કમીશન એજન્ટ) મકાન દેખાડે છે અને તેના બદલામા દલાલી (કમીશન) બન્ને પાર્ટી પાસે થી લે છે.આજ જોવા જઇએ તો તે એક લીગલ કાર્ય ના કેહવાય પણ કમીશન દલાલે સામાન્ય માણસ પાસે થી સમજી ને લેવુ જોઇએ.કેમ કે રોજે રોજ ની મજુરી કરી રોજે રોજ નુ ગુજરાન ચલાવતા માણસો ને તે કમીશન ની બહુ બધી કીંમત હોય છે.
આવી જ રીતે ઘણીવાર આપણ ને દલાલ (કમીશન એજન્ટ) ઘણા બધા સ્કીમ વાળા મકાનો દેખાડતો હોય છે અને સામાન્ય માણસ ને મકાન પસંદ આવી જાય એટલે તે મૂળ કીંમત ના 25% રકમ એડવાન્સ લઇ લે છે અને પછી પોતે ગાયબ થઇ જાય છે.આપણા સમાજ મા ઘણા બધા આવા લોકો નો શીકાર બની ગયા છે અને જેની આપણ ને બધા ને સારી રીતે ખબર છે.
એટ્લે મિત્રો ને મારે એટ્લુ જ કેહવાનુ છે કે આવા સ્કીમ વાળા કે ખોટા માણસો ની જાળ મા ફસાઇ ના જતા.બને ત્યા સુધી ડાયરેક્ટ મકાન માલીક નો સીધો કોન્ટેક કરવો અને બધાજ ડોક્યુમેન્ટ ચકાસી ને પછી જ પૈસા નો વહીવટ કરવો.
· બેન્ક ચાર્જ (કમીશન)
ઓલ ઓવેર દેશ અને દુનિયા મા અલગ અલગ જાત ની બેન્કો આવેલી છે જેમા થી આપણા દેશ મા પણ બહુ બધા નામ ની બેન્કો ચાલે છે.આપણે બેન્ક મા રુપિયા ની લેતી દેતી કરીએ છીએ.તે બદલામા અમુક ટકા% બેન્ક આપણી પાસે થી કમીશન લે છે.
હવે આપણે જોઇએ તો આપણે ત્યા મોટા મોટા બિઝનેશ મેન અને ઉધ્યોગપતી પોતાના મોટા ધંધા ને કારણે દેશ વિદેશ માંથી ધણી બધી પ્રકાર ની વસ્તુ ઓ આયાત કરતા હોય છે તો આ માટે તે ડોક્યુમેન્ટ નો બધો જ વહીવટ બેન્ક દ્રારા કરે છે. આ બધા વહીવટ માટે બેન્ક તેના પર પોતાનુ કમીશન (બેન્ક ચાર્જ) લગાડે છે. આ બધી લીગલ પ્રોસેસ થાય છે એટલે બેન્ક ને કમીશન આપવુ જરુરી છે.
સામાન્ય રીતે માણસ હોય કે કોઇ ઉધ્યોગપતી જ્યારે જ્યારે તે કોઇ પણ બેન્ક મા લોન લેવા જાય છે ત્યારે તેને કેહવામા આવે છે કે આટલી લોન કરવી હોય તો આટ્લા ટકા% વ્યાજે મળશે. અને હા લોન પાસ કરાવવા માટે બેન્ક મેનેજર સાહેબ ને કમીશન (રિશવ્ત) આપવી પડ્શે.તો જ તમારી લોન પાસ થશે.
આવી રીતે બેન્કો ને શાખા મા અલગ અલગ જગ્યા ઓ પર અલગ અલગ મેનેજરો દ્રારા કમીશન (રિશવ્ત) લઇ લાખો કરોડો રુપીયા ની લોન પાસ કરાવી ને દેશ ને આર્થીક સંકટ મા મુકી દે છે.નિયમ મુજબ જે કાંઇ પણ વસ્તુ ગિરવે મુકે તેના 80% લોન બેન્ક આપવા માટે બંધાયેલ છે પણ આપણા અત્યાર ના બેન્ક મેનેજર સાહેબો ઉધ્યોગપતી ને 150% થી 200% લોન કરાવી આપે છે અને તેના બદલે તે કમીશન (રિશવ્ત) ખાય છે અને દેશ ને બહુ બધુ નુકશાન પોંહચાડે છે આમાના ઘણા બધા લોકો એ લોન પરત કરી શક્યા નથી.અને ઘણા તો આ દેશ મુકીને વિદેશ મા જતા રહ્યા છે છ્તા આપણા બધા બેન્કો ના સાહેબો દેશ ને બરબાદ કરવા નીકળી પડ્યા છે. દેશ નુ નથી વિચારતા બસ પોતાના ઘર કેમ ભરાય છે તેની ચિંતા તે લોકો ને હોય છે.
· પ્લમ્બર,મિસ્ત્રી,ઇલેકટ્રિશીયન અને અન્ય કારીગરો….
તમે બધા વિચારતા હશો કે આ બધા કેમ તો તેનો જવાબ છે કમીશન આપણે જ્યારે જ્યારે કોઇ નવુ મકાન બનાવતા હોય કે જુના મકાન મા રિપેરીંગ કરાવતા હોય એ ત્યારે પ્લમ્બર,મિસ્ત્રી,ઇલેકટ્રિશીયન અને અન્ય કારીગરો વગેરે ની જરુર ઉભી થાય છે સૌ પ્રથમ આપણે પ્લમ્બર ને લઇ એ તો આપણે મકાન માટે સારા નળ કે ફુવારા કે અન્ય કોઇ વસ્તુ લેવી હોય તો પ્લમ્બર ને પુછ્તા હોય એ છે પણ તે આપણે જે દુકાને મોકલે છે ત્યા પેહલે થી તેનુ કમીશન નક્કી કરેલ હોય છે આપણે જે કાંઇ કે જેટલી વસ્તુ લઇએ તે બધા મા પ્લમ્બર નુ કમીશન લાગી જાય છે.
બસ આવી જ રીતે મિસ્ત્રી, ઇલેકટ્રિશીયન અને અન્ય કોઇ પણ કારીગર ને લઇ લો આવી જ રીતે તેના કહ્યા પ્રમાણે ની દુકાને જતા તેનુ કમીશન લાગી જાય છે.જેથી તે પ્લમ્બર,મિસ્ત્રી,ઇલેકટ્રિશીયન અને અન્ય કારીગરો ને મજુરી તો આપણે આપીએજ છીએ પણ સાથો સાથ કમીશન પણ ખાય જાય છે જેથી તે લોકો ને ડબલ ફાયદો થાય છે ને આપણી વધારાની મુડી જાય છે.એટલે કારીગર ના કિધા મુજબ ની વસ્તુ તે દુકાને જવાને બદલે બીજી દુકાને થી લેવાનો આગ્રહ રાખવો જેથી તેને કમીશન પણ નહી મળે અને આપણો ધણો બધો ખર્ચ બચી જશે.સામાન્ય માણસ ના આટલા બધા કમીશન ના પૈસાઅ બચી જવાથી તેને ઘર મા બહુ કામ આવે છે.
આ રીતે દુનીયા મા બધી જ જગ્યા પર કમીશન લેવામા આવે છે જેમા અમુક કાર્યો માટે જે કમીશન લેવામા આવે છે તે લીગલ છે પણ અમુક તેના પદ નો ખોટો ઉપયોગ કરી લોકો પાસે થી પુષ્કળ પૈસા કમાય છે.તો આવા કમીશન ના દલાલો થી રહી અને સાથે સાવધાની રાખી જ્યા બનતુ હોય તેવી જગ્યા પર બને ત્યા સુધી ડાયરેક્ટ પાર્ટી ને કોન્ટેક કરવો જેથી આવા દલાલો (કમીશન એજન્ટ) આપણી મુડી માથી મફત નો લાભ લઇ ના જાય….