^^
મારી ઝીંદગી મારી ખુશી
નિખાલસ ભાવથી કહું છું કે હું ગે
( gay ) )કે લેસબિયન
(Lesbian)નથી. મારા એક મિત્ર, જે ગે (gay)છે તેની ઝીંદગીથી પ્રેરિત થ્ઈ અને કાગળ અને કલમની સહાયતા લીધી. તે મિત્રએ જ મને પ્રોત્સાહન ખ આપ્યુ કે હું જે લખી રહી છું તે વાત સમાજ ને જણાવી જરુરી છે.
મારા ખૂબજ નિકટ ના આ મિત્ર ને આપણે નયન ના નામે ઓળખશુ. નયન બહુ સરસ, સરળ અને નિખાલસ વ્યક્તિ. એક એવી વ્યક્તિ છે કે આપણે એને પહેલી વાર મળ્યા હોય અને બીજો કોઈ પરિચય ના હોય તો પણ વિનાં સંકોચે એને આપણો દોસ્ત બનાવી લેવાની ઈચ્છા થાય.
સમાજ ના લોકોનો વ્યવહારમાં અચાનક જ બદલાવ આવ્યો.
આશ્ચર્ય!!
નયનને થોડો ખ્યાલ હતો કે જયારથી સમાજમાં જાહેર થયું કે તે ગે (gay) છે, ત્યારથી, સમાજે જ , સમાજ ની ઓળખાણ કરાવી. નયન કહે કે, ‘મને તો એમ કે હું જે સમાજમાં રહું છું તે એક જાગૃત સમાજ છે.’ પણ એ માન્યતા ‘મારો ભરમ હતો.’
સમાજનું જ્યારે નિર્માણ થાય ત્યારે અનેક જવાબદારીમાની એક જવાબદારી સમાજનાં લોકોની સહાય કરે, સાથ આપે. એને બદલે લોકો સમાજ થી ડરે છે કે સમાજ શું કહેશે? સહાય કરવાની બદલે, “મને નકારી કાઢે છે. કારણ કે હું ગે (gay) છું.” સમાજને, “મારા તરફથી એક પ્રશ્ન છે. “તમે અમને કેમ તુચ્છ સમજો છો? તમારી જેમ અમે પણ માણસ છીએ.
સમાજ માં રહેતા લોકો ના નબળા સંકુચિત વિચારો અને મંતવ્યો સાંભળી ને મન ઘણીવાર નિરાશ થાય. આ લોકો દાવો કરે છે કે આપણે આપણા સમાજ માં સુધારો લાવશું. કેવી રીતે સુધારશે “મને કોઈ કહેશે?” જે લોકો મારી મા અને પિતા ને કહેવા આવ્યા કે, નયન પહેલા ‘તો ઇ આવો ન હતો.’ એને કોઈ રોગ લાગુ પડ્યો હોય તો ડોક્ટર પાસે લઈ જાવ.” અથવા મંદિર ના કોઈ સભ્ય ને વાત કરજો. “તમારા નયનને, સારો અને સાચો રસ્તો ચિંધશે. પછી કહે કે લગભગ તો નયન ને બાધા રખાવીને એના હિત માટે મંત્ર જાપ થશે. નયનને આવા બધાં રોગો નાબૂદ થશે. સમાજ ના આવા અણસમજું અને અંધશ્રદ્ધાળુ ઓને પોતાના વિચારો અને માન્યતા પર નજર કરવી જોઈએ. શબ્દના તીર છોડો પહેલા,એક વાર વિચાર કરો, મારી તમને વિનંતી છે કે ફક્ત એક જ વાર વિચાર કરો તમે જે કહો છો, એમાં કેટલું સત્ય છે? આકરી સજા કેમ આપો છો? આપણા બધાનો સર્જનહાર એક જ છે.
નયન આજે ખૂબ ઉદાસ હતો. બેચેની અનુભવ કરતો હતો. વિચારો ના વનમાં ભટક્યા કરતો. વિચારો નું યુધ્ધ ચાલું જ હોય છે.
શું ગે હોવું એ ગુન્હો છે? લોકો સામે લડતું રહેવુ પડે છે. કયાં સુધી લડતો રહીશ?
મને મારો પોતાના પરિચય/ઓળખ ની જરૂર હતી. અત્યારે આ સમયે મારો ધ્યેય ખૂદને શોધવાનો છે.
“મારી શોધ પુરી થઈ ત્યારે, હું ૧૭ વર્ષનો હતો.” હું ખૂબજ ડરી ગયો. મારી મા અને પિતા ને શું થશે.?તેઓને હું શું કહીશ? કેવી રીતે કહું?કયારે કહું? સમજ પડશે? તો શું થશે? આવા અનેક સવાલોનો ધોધમાર વરસાદ વરસાવી દિધો.
મારી મા અને પિતા, બન્ને ની અપેક્ષા હતી કે હું ભણી લઉ પછી એક સારા પગાર ની નોકરી મળી જાય પછી એક છોકરી શોધીને લગ્ન કરી સેટલ થઈ જાય. આ વાતથી હું માયુસ થઈ જાતો. પણ મારા માબાપ છે. જેણે મારી નાની મોટી બધી જ ઈચ્છાઓને પૂર્ણ
કરી છે. અને આજે, જયારે લાચાર બનીને મારી પાસે, તેઓની એક જ ઈચ્છાને પૂર્ણ કરવા માટે આજીજી કરવી પડે છે. આટલી લાચારી ..... મા બોલી કે, સમાજ શું કહેશે? અમે તો કોઈને મોંઢુ નહી બતાવી શકીએ. લોક પૂછશે કે નયન ઉંમરલાયક થયો. લગ્ન ની તૈયારી કરી? “અમે તારા માટે છોકરી પણ જોઈ રાખી છે. માના અવાજ મા ખુશી નો રણકો સંભળાતો હતો. આવતા મહિને આપણે એને મળવા જાવાનું છે. “મને ખૂબજ ગુસ્સો આવ્યો. મારાથી બોલાય ગયું. તમે પણ..... મને પૂછ્યા વગર તમે બન્ને એ ગોઠવી લિધું. તમને ખબર છે કે મારે કોઇ છોકરી સાથે લગ્ન નથી કરવા.”
એવો મને અપનાવી નથી શકતા.મા પિતાને થતું કે મારી ઉછેરમાં કંઈ પણ ખામી રહી ગઈ હશે એટલે કે હું ગે છું. કે પછી કોઈ બિમારી હશે? આ બધી વાત અનેક વાર કરી સાંભળી.
થોડો ઉચાટ થયો. પછી એકદમ શાંત ચિત રાખી ને પિતા ની બાજુમાં બેઠો. ત્યારે પિતાની આંખોમાં ભીનાશ......ના એવું કોઈ દિવસ પણ નહી કરુ જેથી મા અને પિતાની આંખોમાં આંસુ.. પિતાએ આંસુને રોકી લીધા. થોડી વાર પછી બન્ને આરામ કરવા માટે ગયા.
ત્રણ ચાર દિવસ પછી પિતા એ મને બોલાવી પાસે બેસાડી પ્રેમથી માથા ઉપર હાથ મૂકીને કહે..
... પિતા કંઈ કહેવા જતા હતા ત્યાં તો રડી પડયા. થોડી વાર પછી કહે કે, દિકરા તું અમારી એક ની એક સંતાન છે. અમને કોઈ વિરોધ નથી. તે જે પગલું ભર્યું છે, અમે પુરી કોશિશ કરશું તને જરૂર પડે ત્યારે અમને બોલાવજે. અમે હાજર રહેશુ.
તારી ખુશી છે તો અમારી ખૂશી પણ એમાં સમાયેલી છે. “ તું જો નિરાશ કે દુખી હો કે પછી કોઈ ચિંતા કે મુંજવળ મા હોય; ત્યારે અમારી તને ખબર છે કેવી હાલત હોય છે. ગાય માતા ની હાલત કેવી હોય છે જયારે એનું વાછરડું એની નજર થી દૂર જાય છે.
“તારે લગ્ન નથી કરવા એની તે સ્પષ્ટતા કરી એ સારું થયું.” નયન કહે, “હું લગ્ન કોઈ સ્ત્રી સાથે કરુ, તે બિલકુલ અન્યાય કર્યો કહેવાય. અને તે પણ જાણીજોઈને કરેલાં અન્યાય. એ સ્ત્રી ને કેટલું દુખ થશે. આપણે એનું અપમાન કર્યું. એ તો નિરાશ રહેશે સાથે આપણે પણ આપણા કર્તા પર આખી જિંદગી
દુખી અને નિરાશ રહેશુ. આપણે ગુનેગાર છીએ દોષિત ગણાશું.”
ઘણા લોકો છે, જે દબાણ થી લગ્ન કરી અને પછી પસ્તાવો થાય છે. અને ઘણા લોકો ડબલ જીંદગી જીવી રહ્યા છે.
મારે પણ એક સંબંધ મા બંધાઈ જવું છે. જેમાં ભરપૂર પ્રેમ છે મીઠાસ છે.
મને સ્ત્રીઓ પર ગૌરવ છે. સ્ત્રીઓની કંપની ની કદર કરુ છું. પણ આકર્ષિત નહીં. કોઈને પ્રેમ કરવો કે એના વિચારો માાં ખોવાઈ જવું. એ ફિલીંગ મારા પાર્ટનર સમીર, માટે છે. તમે સ્ત્રી અને પરુષ, પતિપત્ની છો. આ ખૂબ સરસ કહેવાય. અને એજ રીતે હું અને સમીર, બે પરુષ એકબીજાને પસંદ કરીએ છીએ. તો એમાં પ્રોબ્લેમ શું હોય?
મા અને પિતા નો આધાર મળ્યો એ મારા માટે અતિ અગત્યનું હતું.
અને ફરી આવી યાદ મારા સ્કૂલ ના મિત્રો ની
મારા મિત્રો શું કહેશે? મારા સ્કૂલ ના મિત્રો શું કહેશે? શું સમજશે અને પછી શું વિચારશે? મારા સ્કૂલ ના મિત્રોએ જે ને હું મારા ખાસ મિત્ર સમજતો હતો, તેઓએ મને દગો દિધો. મને તદ્દન એકલો કરી મૂક્યો. મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. બાકી ના વિદ્યાર્થીઓ માથી કોઈ અલગ અલગ નામથી બોલાવે. મારી બાજુમાં પણ ના બેસે. મારા ઉપર ખૂબ દબાણ લાવીને, મને ક્લાસ રૂમમાં સૌથી છેલ્લે બેસાડ્યો. ત્યાર પછી મારા ટેબલ પર બંગડીઓ મૂકી ગયા, અને કહેતા ગયા કે, “તૈયાર રહેજે, અમે પછી તને પહેરાવી દેશું.” આ બનાવ, ટીચર ક્લાસ માં આવે તે પહેલાં બની ગયો.
એક વ્યકતિ કેટલું સહન કરે? “મારું હ્રદય દુખ દર્દ થી છલોછલ ભરાઈ ગયું. તેનાથી ખૂબ ઘવાયો. શું મે મારી જાતને અપનાવ્યો છે કે છેતરી રહ્યો છું? હું ગે (gay) છુ કે નહી કે પછી મને કોઈ બિમારી હશે? અને હું મરી જઈશ તો, એના પહેલા જ હું મરી જાઉં? આપઘાત
મત્યારે ફરી યાદો, યાદી અપાવે છે.....
જ્યારે હું ૧૪ વર્ષનો થયો ત્યાર બાદ, કોઈ કોઈ દિવસ ‘હું મારી સાથે વાતો કરતા પુછતો, “હું કેમ આવો છું?” “મને કેમ સ્કૂલ ના મિત્રો સાથે હોવું વિચીઋ લાગે છે.?” હા,પણ સમિર સાથે નહીં.
આ વાત મનમાં જ રાખી.અને નક્કી કર્યું કે કંઈ નથી. અને પરીક્ષા ની તૈયારી કરવા માંડી. ત્યાર બાદ આગળ અભ્યાસ ની તૈયારી કરવા માંડી.પણ આ દરમ્યાન સમીર ને ઘણી વખત યાદ કરી લેતો. એક આકર્ષણ હતું કે પછી બીજું કાંઈ, ....રજાઓ ના દિવસો
યાદગાર બની રહેશે. એક દિવસ હિમત કરી, સમીર ને કહયું કે, “તને ખબર છે મને થાય છે કે હું પણ ગે છું.”
અને......આગળ બોલું એ પહેલા સમીર ગુસ્સેથી બોલ્યો, હવેથી “મને મળવા નહી આવતો.... મારા પિતા ને નહી ગમે. “
“હું બોલું તે પહેલાં એ ગયો. પણ મને એમ કે...... તો પછી....... અને હું પણ ઘરે પહોંચ્યો.” “મા અને પિતા મારી રાહ જોઈ ને બેઠાં અને હું પણ સાથે જમવા બેસી ગયો. થોડી વાર રહીને, મા અને પિતાને કહીને સુવા માટે ગયો.” સમીરના આવા વર્તનથી આશ્ચર્ય થયું અને દુખ પણ થયું.
યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં “હું હતો અને એક દિવસ અચાનક જ સમીર મને મળવા આવ્યો.”
“અમે બને ખુબ ભેટયા. મે સમીરને ગુમાવ્યો ન હતો, એ મારો છે. મારો વિશ્વાસ છે
આ યાત્રા મા કેટલા ય વણાંક આવ્યા. આ એક કડવી અને કઠિન યાત્રા હતી. આ યાત્રાનો
પૂર્ણ વિરામ, કયાંય દૂર સુધી પણ નથી દેખાતો.
જયારે ચારે બાજુ થી ખિન્નતાનો અનુ ભવ થાય ત્યારે શ્રદ્ધાની જ્યોત ડગમગતી હોય , આત્મવિશ્વાસ નો પાયો ઢીલો પડતો જાય ત્યારે કોશિશ અને મહેનત ની જરૂર છે જેનાથી આ જયોત ફરીથી પ્રગટે અને ફરી ઝગમગે.
મા અને પિતા એ સમીરને પ્રેમ થી આવકારી અને અપનાવ્યો.
મા અને પિતાનો આધાર રહેશે. આ યાત્રા મા સમીર પણ સાથે જ છે.
ઉષાDattani