સંગાથ
બીજા દિવસે અખિલભાઈ અને નયનાબેન મમ્મી મંજુલા અને પપ્પા અનિરુદ્ધ સાથે વાત કરવા એમના રૂમમાં જાય છે.
( અખિલભાઈ અને નયનાબેન દરવાજો ખખડાવ્યો)
" હા , કોણ?" દાદા અનિરુદ્ધ
" પપ્પા અમે અંદર આવી શકીએ?" અખિલભાઈ
" હા" દાદી મંજુલા
( દાદા-દાદી બંને એકબીજા સામે જોવે છે.)
" શું થયું નયના- અખિલ તમે સવાર સવારમાં અમારાં રૂમમાં? " દાદી મંજુલા
" કંઈ કામ હતું? " દાદા અનિરુદ્ધ
" મમ્મી-પપ્પા અમારે તમારી સાથે વાત કરવી છે." નયનાબેન
" હા , બોલો " દાદી મંજુલા
" અમે તમને અને આધ્યાને સાથે લઈ જવા માગીએ છીએ" અખિલભાઈ
" એટલે?" દાદા અનિરુદ્ધ
" હવે આપણે બધા સાથે રહીશું" નયનાબેન
" શું હું જાણી શકું કે અચાનક તમને આ વિચાર ક્યાંથી આવ્યો?" દાદી મંજુલા
" અમે આધ્યા જોડે સમય પસાર કરવા માંગીએ છીએ. એ બાળપણથી જ તમારા સાથે રહી છે. અમે જેટલો લાડ-પ્યાર આલોક અને પ્રાચીને આપ્યો એટલો જ આધ્યાને આપવા માંગીએ છીએ." નયનાબેન
" અમે આધ્યા જોડે ખોટું કર્યું છે એ અમને હમણાં ખબર પડી" અખિલભાઈ
" ચાલો મોડે મોડે તમને ખબર તો પડી." દાદી મંજુલા
" પણ આધ્યાને કોઈએ પૂછ્યું કે એની મરજી શું છે?" દાદા અનિરુદ્ધ
" ના પપ્પા , એના માટે જ અમે પહેલા તમારી સાથે વાત કરી." અખિલભાઈ
" ઠીક છે." દાદા અનિરુદ્ધ
"ચાલો નાસ્તા માટે બધા આપણી રાહ જોતા હશે." દાદી મંજુલા
બધા ડાઇનિંગ ટેબલ પર એમના જ આવવાની રાહ જોતા હતા. એટલામાં જ આધ્યા તૈયાર થઈને નીચે આવે છે.
" સવાર સવારમાં ક્યાં ફરવા નીકળી તારી ટોળકી? " દાદા અનિરુદ્ધ
" દાદુ , શું તમને જલન થાય છે કે હું ફરવા જઉ છું અને તમને ને દાદીને એવું કેમ લાગે છે કે મારી પાસે કંઇ કામ નથી?" આધ્યા
" તારી પાસે તો ખૂબ જ કામ છે ને એમ વાત કરે છે " દાદી મંજુલા
" હા છે જ ને . મારે અને મારી ટોળકીએ કોલેજના એન્યુઅલ ડે ની તૈયારી કરવાની છે. તો થોડા દિવસો સુધી મારી પાસે ખૂબ જ કામ છે. તો આજે પિકનિક કરી લઈએ અને કાલથી કામ."આધ્યા
" ઠીક છે . પણ હવે નાસ્તો કરીને જા" દાદી મંજુલા
" ના દાદી હું બહારથી ખાઈ લઈશ. " આધ્યા
" આધ્યા બેટા, તુ આલોક ,પ્રાચી સિદ્ધાર્થ અને રચનાને પણ લઈ જા. એમણે અહિયાં કશું જોયું નથી" અખિલભાઈ
" પહેલી વાત મને આધ્યા જ કહેવાનું , બેટા લગાડવાની જરૂર નથી. અને એ લોકો નાના નથી કે એમની સાથે જોડે જોડે રહેવા પડે." આધ્યા
" એમને પણ લઈ જા ને . શું વાંધો છે? " દાદા અનિરુદ્ધ
" ઠીક છે દાદુ. પણ એમને તો પૂછી જોવો કે એમને અમારી સાથે આવવું છે કે નહીં? " આધ્યા
અખિલભાઈ બધાને જણાવે છે કે આપણે થોડો સમય વધુ રોકાશુ. બધા આધ્યા સાથે જવાની હા પાડે છે. આધ્યા મનમાં વિચારતી હોય છે કે એ લોકો ના પાડી દે . આલોક, પ્રાચી, સિદ્ધાર્થ અને રચનાને વિચાર આવે કે હવે રોકાવાના જ છે તો ફરી લઈએ ઘરે બેસીને પણ શું કરશું. સિદ્ધાર્થ તો આધ્યા જોડે જવાના વિચારથી જ ખુશ થઈ ગયો.
આધ્યા એના ફ્રેન્ડને ફોન કરીને જણાવે છે કે એની સાથે એના ભાઈ-બહેન, સિદ્ધાર્થ અને રચના પણ છે. આધ્યાના બધાં ફ્રેન્ડ એને સીધા પીકનીક સ્થળ પર જ મળવાના હતા. આધ્યાનાં બધા ફ્રેન્ડ વિશે દાદા- દાદી પૂછે છે.
" આધ્યા અમર, અંજલિ, પ્રિયા , રાજ, નેહા, પ્રતિક, આશિષ, વિરાટ, રીમા, કિંજલ, ભાવિની બધાં ક્યાં છે?." દાદા અનિરુદ્ધ
" એ બધા મને ત્યાં જ મળશે." આધ્યા
" ઠીક છે. પણ સંભાળીને જજે અને એ લોકોનું પણ ધ્યાન રાખજે." દાદી મંજુલા
( દાદી આલોક, પ્રાચી,સિદ્ધાર્થ અને રચના તરફ ઈશારો કરીને કહ્યું.)
આધ્યા હસીને હા કહે છે.
( દાદી મંજુલા આલોક, પ્રાચી, સિદ્ધાર્થ અને રચનાને)
" તમે લોકો પણ ધ્યાન રાખજો. એ પાગલ છે થોડી તો એ કંઈ પણ કહે તો બવ ધ્યાનમાં ન લેતા." દાદી મંજુલા
" મને બધું સંભળાય છે." આધ્યા
" તો ખૂબ સારૂ" દાદી મંજુલા
બધા ઘરની બહાર નીકળે છે.
આધ્યાના ફ્રેન્ડ પિકનિક સ્થળ જવા માટે ઘરથી નીકળી ગયા છે એવો આધ્યા પર ફોન આવ્યો. એમણે એક મિની બસ ભાડે રાખી હતી. બધાં બસમાં બેઠા બેઠા મોબાઈલ પર લાગેલા હતા. આધ્યા, આલોક , સિદ્ધાર્થ, રચના અને પ્રાચી કારમાં જવાના હતા.આધ્યા એના કોઈ ફ્રેન્ડને ફોન કરતી હતી.
(આધ્યાને ડ્રાઈવિંગ સીટ પર જોઈ આલોક બોલ્યો.)
" કાર ચલાવતા આવડે છે કે નહીં?" આલોક
" તારા કરતાં તો સારી જ ચલાવું છું" આધ્યા
બધાં કારમાં બેસી ગયા. બધાં ચૂપચાપ બેઠા હતા એટલે આધ્યા એ મ્યુઝિક ચાલુ કરી દીધું. આલોક ને ના ગમતાં એણે બંધ કરી નાખ્યું.
ક્રમશઃ