Betrayal in Gujarati Short Stories by Pinky Patel books and stories PDF | વિશ્વાસઘાત

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

વિશ્વાસઘાત

આજે બે બે દિવસ થઈ ગયા ઘર માં રસોઈ નથી બની જાણે ઘર પર માતમ છવાઇ ગયો છે . ઘરના નોકર પણ બે દિવસ થી જમ્યા નથી કારણ કે નાના શેઠ નો દિકરો બે દિવસ થી ઘરે આવ્યો નથી. પહેલા તો ઘરમાં જુદી જુદી અટકળ ચાલે છે, કોઇ કહે મિત્ર ના ઘરે ગયો હશે, કોઈ કહે ફરવા ગયો હશે.
નાનકડું શહેર છે અને વાત વાયુવેગે શહેર માં પ્રસરી ગઈ કે પ્રભા હવેલી ના નાના શેઠ નો દિકરો બે દિવસ થી લાપતા છે.
કોઈ કહે છે કે ખૂન થઈ ગયુ હશે! કોઈ કહે અપહરણ થયુ હશે! બધા જાત જાતની વાતો કરે છે.
નિશા શેઠાણી ના તો રોઈ ને હાલત જ કફોડી થઈ ગઈ છે.
બસ તે તો એક જ વાક્ય બોલે છે મારા સહજ ને ગમે તે રીતે શોધી લાવો.
નિરંજન શેઠ પણ બે દિવસ થી દોડધામ માં છે .તેમને શહેર નો ખૂણે ખૂણો ફરી વળ્યા છે. પણ સહજ નો કોઈ પત્તો નથી કયાં ગયો ?શુ થયું? તેનો મોબાઇલ પણ બંધ આવે છે.
ગામના એક બે વડીલ આવી સલાહ આપે છે કે હવે પોલીસ માં ખબર કરવા જોઈએ
હું પણ એવું જ વિચારું છું.એમ કરી ને પોલીસ સ્ટેશન જવા તૈયાર થાય છે. પોલીસ સ્ટેશન જઇ સહજ નો મિસિંગ રિપોર્ટ લખાવે છે.
પોલીસ પૂછતાછ કરે છે. શું કરતો હતો ?તેના મિત્રો કોણ હતા? શું તેને કોઈ ની સાથે અણબનાવ?
તે MBA ના લાસ્ટ યર માં છે તેનો સ્વભાવ જ એટલો સરસ હતો કે ઘણા બધા મિત્રો છે. અને તેને કોઈ ની સાથે અણબનાવ હોય તેવુ તો બને છે નહી .
તેનો કોઈ ખાસ મિત્ર ખરો!
હા તેનો મિત્ર અને તેનો cousin પણ થાય શ્યામ ને બંને ખાસ મિત્ર બંને નાનપણથી જ સાથે રહેછે.
તો શ્યામ કયાં રહે છે? તેના પિતાજી શુ કરે છે?
શ્યામ શિવ સોસાયટી માં રહે છે. તેના પિતાજી ને કરિયાણાની દુકાન છે.
તમે તેના ઘરે તપાસ કરી
હા , હુ પહેલા તેમના ઘરે જ ગયો હતો. પણ શ્યામ તો એક અઠવાડિયા માટે બહાર ગયો છે.
ઓકે હવે તમે જઇ શકો છો. અમે તપાસ કરીશું અને જે કંઇપણ હશે તેના સમાચાર આપતા રહીશું .
ઓકે કહી ને તે નિકળી જાય છે ઘરે આવે છે.
તો શેઠાણી તેમને પૂછે છે. શું કહયું પોલીસે? એટલા માં નિરંજન શેઠ ના મોબાઇલ પર રીંગ વાગે છે નંબર અજાણ છે.સામે છેડે થી અવાજ આવે છે કે નિરંજન શેઠ તમારો દિકરો જોઈતો હોય તો બે કરોડ તૈયાર રાખો પોલીસ ને જાણ કરતા નહી,નહિ તો તમારા દિકરા ની લાશ તમારા ઘરે જ આવશે.
શેઠ તો થોડી વાર શૂન્ય મનસ્ક જ થઈ ગયા થોડી વાર પછી હોંશ સંભાળતા બોલ્યા કે મારા દિકરા ને કંઈ ના કરતા તમે કહો એટલા પૈસા હુ તમને આપીશ
કાલે જે જગ્યા કહુ ત્યાં આવી જજો
ફોન મૂકાઈ ગયો.
શેઠ તો ભારે ચિંતા માં મૂકાઈ ગયા.
રૂપિયા ની સગવડ તો થઇ જશે પણ મારા દિકરા ને તો કંઈ નહિ થઇ જાય ને.

**** આ બાજુ સહજ ને હોશ આવે છે તેના હાથ પગ બંધાયેલા છે. તેના મોં પર પટ્ટી બાંધી છે. તે એક અંધારિયા રૂમમાં પૂરાયેલો છે.
હોશ આવતાની સાથે તે છૂટવા માટે ધમપછાડા કરે છે, તેનો અવાજ સાંભળીને એક છોકરો અને છોકરી અંદર આવે છે.
સહજ બોલવાની કોશીષ કરે છે .પણ બોલી શકતો નથી તેને તેમની આંખો પરથી આ લોકો પરિચિત લાગે છે. .
સહજ ના મનમાં ગડમથલ ચાલે છે આ લોકો કોણ? મને શા માટે અહી બાંધી રાખ્યો છે? તે કંઈ વિચારે છે તેને પાણી પીવું છે તેવો ઇશારો કરે છે.
પેલા લોકો પાણી પાવા મોં પરની પટ્ટી ખોલી નાખે છે.
તો સહજ બુમાબુમ કરતા પેલા બંને જણ ગભરાઈ ને તેના માથા પર ઘા કરે છે અને સહજ બેભાન બની જાય છે . પેલા બંને ને એમ કે સહજ મૃત્યુ
પામ્યો.
બંને એકબીજા સામુ જોઇ ને કંઈક વાતચીત કરી સહજ ની બોડી ને બંને ના ખભે ટેકો આપી ગાડી માં નાખે છે.તે એટલા ગભરાઈ ગયેલા છે કે થોડે દૂર નિર્જન રસ્તા પર સહજ ની બોડી ને ફેકી દે છે. ત્યાં જોવા પણ નથી રહેતા કે સહજ નું શું થશે.

******આ બાજુ શેઠ પૈસા ભેગા કરી ફોન ની રાહ જૂએ છે. તેમને પોલીસ ને પણ જાણ કરી નથી. પણ અચાનક ફોનની રીંગ વાગે છે શેઠ તમે તાત્કાલીક દવાખાને આવી જાઓ. દવાખાના નું નામ બોલી ફોન મુકી દે છે.
શેઠ અને તેમનો પરિવાર દવાખાને પહોંચી જાય છે.
ત્યાં જઈને જૂએ છે તો તેમનો દિકરો જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.
શેઠાણી તો જોઇને હોશ જ ગુમાવી દે છે અને બધા ના હૈયા ધ્રૃજાવી દે તેવુ કલ્પાંત કરે છે. . નાના શેઠ પોલીસ ને પૂછે છે કયાં થી મળ્યો સહજ? કોને કરી આવી હાલત?
શાંત થઈ જાઓ એક ભાઇ નો ફોન આવ્યો તેથી અમે ત્યાં દોડી ગયા. જોયુ તો સહજ ત્યા પડયો હતો, નજીક જઈ જોયું તો જીવતો હોય તેવુ લાગ્યુ તાત્કાલિક 108 માં અહી લાવવામાં આવ્યોતેના ખિસ્સા માં થી આઇકાર્ડ મળ્યુ.અને તેના પરથી તેની ઓળખ થઇ .અને હા એની બોડી પાસે થી આ પેન મળી છે.તેના પરથી કદાચ ખબર પડે આ કોને કર્યુ છે.
અરે સાહેબ હુ પોલીસ -સ્ટેશન થી ઘરે ગયો ત્યારે જ ફોન આવ્યો હતો અને તમને જાણ કરવાની ના પાડી હતી. અને તેને બે કરોડ રૂપિયા માગ્યા હતા.
પોલીસ નિરંજન શેઠ ને કહે છે કે તમારા જેવા માણસ જો ડરી ને અમારી મદદ નહી લે તો બીજી જનતા નું તો શું?
એટલા માં ડોક્ટર બહાર આવે છે. અને કહે છે ઘા બહુ ઊંડો નહોતો ચોવીસ કલાક માં ભાન આવી જશે. બધા ને થોડી રાહત થાય છે. પોલીસ કહે છે હવે તો તે ભાન માં આવે ત્યારે જ ખબર પડે તેની સાથે શું થયુ ? એટલા માં તેનો મિત્ર શ્યામ પણ ત્યાં આવી પહોંચ્યો .
સહજ ના ખબર પૂછી શેઠ ને આશ્વાસનઆપે છે સારુ થઇ જશે.
કલાકો વિતતા જાય છે શેઠ શેઠાણી સહજ ના પાસે બેઠા છે. ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા છે. ચૌદ પંદર કલાક વીતી ચૂક્યા છે હોસ્પિટલ ની બહાર પણ એટલી જ ભીડ જામી છે.બધા ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા છે .
એટલા માં સહજ ધીમે થી હાથ હલાવે છે. નર્સ તરત જ ડોક્ટર ને બોલાવે છે, ડોકટર આવી ને તપાસે છે .કહે છે હવે ધીમે ધીમે હોશ આવી રહ્યો છે. પણ તેને બે દિવસ પછી જ વધુ વાતચીત કરજો
બધા માં એક હરખ ની લહેરખી સવાઈ જાય છે. બધા ને જાણવાની ઉત્સુકતા છે કે સહજ ની આવી હાલત કોણે કરી.
બે દિવસ પછી સહજ ને દવાખાને થી રજા આપવામાં આવે છે. તેની પોલીસ બોલાવી પૂછપરછ કરે છે. કઇ રીતે આ બન્યુ તને કંઈ યાદ છે. .
હા હું તે દિવસે થોડો વહેલો કોલેજ જવા નીકળ્યો હતો શ્યામ તે દિવસે નહતો આવ્યો. જીવન માં પહેલી વાર જ બન્યુ કે હુ અને શ્યામ સાથે ન હોય હું કોલેજ પહોંચી ગેટ તરફ જતો હતો. હજુ કોલેજ માં કોઈ આવ્યુ નહોતું
પણ કોઇકે મને પાછળ થી નાક પર રૂમાલ દબાવ્યો હું કયારે બેહોશ થઈ ગયો મને જ ખબર ન પડી.
હુ જયારે ભાન મા આવ્યો ત્યારે એક અંધારીયા રૂમ માં હતો જેને મને કેદ કર્યા તે મારી જ ઉંમર ના છોકરો અને છોકરી લાગ્યા. તેમના ચહેરા બાંધેલા હતા ફકત તેમની આંખો દેખાતી હતી તે પણ કયાંક જોઇ હોય તેવુ લાગતું હતું. એટલા માં તો ફરી માથા પર માળવા માં આવ્યુ.પછી મને ખબર નથી.
સહજ તારે કોઈ ની સાથે દુશ્મની છે?
ના સાહેબ. તો પછી જયાં તને ફેકવામાં આવેલો ત્યાંથી આ પેન મળી છે તું ઓળખી શકશે આ કોની છે ?
તે પેન ને જૂએ છે તે કહે છે કે આ પેન તો શ્યામ ની છે. મે જ તેને ગિફ્ટ માં આપી હતી.
સારું હવે તું આરામ કર આગળ નું કામ અમે કરીશું.
શ્યામ ની ધરપકડ કરાઈ, તેને પોલીસ સ્ટેશન ને લઈ ગયા.
ત્યાં પોલીસ પૂછપરછ કરે છે પણ સાચુ બોલતો નથી. પોલીસ થર્ડ ડિગ્રી અપનાવે છે, ત્યારે કબુલ કરે છે કે પેન મારી છે અને મેં અપહરણ કર્યુ હતુ, અને મારી સાથે નિશા હતી.
નિશા ને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. સહજ ને પણ બોલાવવા આવે છે. સહજ પૂછે છે કે "તમે બંને મારા ખાસ મિત્રો વિશ્વાસુ મિત્રો હતા , અને તમે જ મારી સાથે દગો કરી વિશ્વાસઘાત કર્યો"મારો શુ વાંક હતો?
શ્યામ કહે છે કે તુ પૈસાદાર છે. હું નાનપણથી જ તારી સાથે રહેતો તને સારી ગાડીઓ માં ફરતા જોતો નવા બ્રાન્ડેડ કપડાં માં જોતો તો મને પણ ઇચ્છા થઇ આવતી .
થતુ કે કાશ હું પણ પૈસાદાર હોઉ કોલેજ માં નિશા મિત્ર બની તે પહેલા તારી પર ઢળી પણ તે તેને કોઈ ભાવ ન આપ્યો અને મિત્ર તરીકે જોઇ પણ પછી અમે બંન્ને પ્રેમ કરવા લાગ્યા
અમારે પૈસા મેળવવા જ હતા તેથી અમે એક પ્લાન ઘડી કાઢ્યો કે તારુ અપહરણ કરી તારા પપ્પા પાસેથી પૈસા કઢાવી ને જતા રહીશું .
પણ અમે કાચા પડયા તુ બેહોશ થઈ ગયો પણ અમને લાગ્યુ કે તારુ મૃત્યુ થઈ ગયુ છે. સવાર ના પાંચ વાગે રોડ ની સાઈડ પર મૂકી અને ભાગી ગયા.
શ્યામ રડવા લાગ્યો મારો ઇરાદો તને મારવા નો નહતો.મને માફ કરી દે.
સહજ કહે છે "અરે તું તો મારી જાન હતો તારા માટે જે વિશ્વાસ હતો એટલો તો મારી જાત માટે પણ નહતો. તો પણ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો માગી તો જોવુ હતુ.
પૈસા તો શું હું મારો જીવ પણ સોપી દેત તને તે તો દોસ્તી ના નામ પર કલંક લગાડયુ છે. હવે કોઈ પણ દોસ્ત બીજા દોસ્ત પર વિશ્વાસ કરતા સો વાર વિચાર કરશે"
સહજ જાય છે.
નિશા અને શ્યામ ને અપહરણ કરી હત્યા નો પ્રયાસ કરવા બદલ દસ વર્ષ ની જેલ ની સજા થાય છે .

પિન્કી પટેલ