shikshan Sanskrit ena Uttam madhyam sangrahalaya in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | શિક્ષણ સંસ્કૃતિ જ્ઞાના ઉતમ માધ્યમ - સંગ્રહાલયો

Featured Books
Categories
Share

શિક્ષણ સંસ્કૃતિ જ્ઞાના ઉતમ માધ્યમ - સંગ્રહાલયો

7થી13 જાન્યુઆરી- સંગ્રહાલય સપ્તાહ
સમગ્ર રાજ્યમાં આવેલા સંગ્રહાલયો તેના બેનમૂન સંગ્રહને કારણે ખ્યાતિ પામ્યા છે અને દેશ દુનિયાની પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિના અવશેષો ની જાળવણી કરે છે.સંગ્રહાલય માત્ર પ્રવાસન કેન્દ્ર તરીકે નહિ પણ શિક્ષણ અને સંસ્કૃતિના ઉત્તમ માધ્યમ તરીકે પણ પુરવાર થયા છે. એ માટે આ સપ્તાહ દરમિયાન દર વર્ષે સંગ્રહાલયોની અનુરૂપ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ખાસ પ્રદર્શન, વ્યાખ્યાન, શૈક્ષણિક ફિલ્મ શો, ચિત્ર હરીફાઈ વગેરેનું આયોજન કરવામાં આવે છે અને જે દ્વારા આધુનિક પેઢી ની પ્રાચીન ઉત્તમ વારસા અંઞે ઉજાગર કરવામાં આવે છે.
વિશ્વના વિખ્યાત મુખ્ય 10 સંગ્રહાલયો ની વાત કરીએ તો,
૧ ફ્રાન્સના પેરિસ નું લુવર ,વિશ્વનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે જે ૧૨મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.ચીનનું ઐતિહાસિક સ્મારક છે. અહીં ઇતિહાસના પ્રખ્યાત કલાકારો નું મુખ્ય આકર્ષણ લિયોનાર્દો દ વિન્ચી દ્વારા લખાયેલ મોનાલીસા છે.
૨ વિશ્વનું બીજા નંબરનું યુએસએના મેટ્રોપોલિટન મ્યુઝિયમ આર્ટ યુ.કે.નું સૌથી મોટું કલા સંગ્રહ છે.
૩. બ્રિટિશ મ્યુઝિયમ uk london માં આવેલું છે જે માનવતાના ઇતિહાસ અને સંસ્કૃતિ ને સમર્પિત છે.
૪. ટેટ મોર્ડન uk લન્ડન માં સ્થિત ગેલેરી છે, જે વિશ્વની સૌથી પ્રખ્યાત સમકાલીન આર્ટ ગેલેરી છે.
૫. લન્ડન નેશનલ ગેલેરી uk.
ટ્રફાલ્ગર સ્ક્વેર માં છે.
૬. વેટિકન મ્યુઝિયમ ઘણા સદીઓથી રોમન કેથોલિક ચર્ચ દ્વારા એકત્રિત વસ્તુઓનું એક વિશાળ સંગ્રહ છે.
૭. શાહી પેલેસ મ્યુઝિયમ તાઇવાન ચીની કલાકૃતિઓ અને કલાનું કાયમી સંગ્રહ છે.
૮. યુએસએના નેશનલ ગેલેરી ઓફ આર્ટ ,વોશિંગ્ટનમાં છે.
૯. સેન્ટર પોમ્પીડો, ફ્રાન્સમાં જે પેરિસના ચારથી એરોનદિસીમેંતના બૌ બર્ગ ક્વાર્ટરમાં એક હાઈ-ટેક કલ્ચર સેન્ટર છે.
10. ઓર સે મ્યુઝિયમ ફ્રાન્સ, પેરીસ માં સીન નદીના ડાબા કાંઠે આવેલું વિશ્વ વિખ્યાત સંગ્રહાલય છે.
તો ગુજરાતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરા ની ભવ્યતા ને વાચા આપતા ભવ્ય સંગ્રહાલય ગુજરાતને સમગ્ર ભારતમાં બીજા ક્રમાંકે મૂકે છે.ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતી પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે.ગુજરાતના મુખ્ય સંગ્રહાલયોની વાત કરીએ...
૧.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા અમદાવાદ ખાતે સ્થપાયેલ ગાંધી સ્મારક સંગ્રહાલય, જેમાં ગાંધીજીની રોજિંદી ક્રિયાઓને વપરાશની ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે ખાસ ગાંધીજીનો‌ચરખો‌ ને તેમણે વાપરેલું ટેબલ, જે પ્રવાસીઓ માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર છે.
૨.કેલિકો ટેક્સટાઈલ સંગ્રહાલય અમદાવાદ ખાતે ગુજરાતની પુરાણી હાથશાળ,વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ વગેરે અંગે નું સુંદર પ્રદર્શન છે.
૩.સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે, જેમાં લોહ પુરુષ ના નેતાગીરીના સંસ્મરણો જળવાયેલા છે.
૪.વડોદરા સંગ્રહાલય, કળા અને શિલ્પ સ્થાપત્યના બેનમૂન આકર્ષક નમૂનાઓનો સંગ્રહ છે
તો
૫.સંસ્કાર કેન્દ્ર અમદાવાદ ખાતે આવેલું પ્રખ્યાત ફ્રેન્ચ આર્કિટેક્ચર le corbusier બનાવેલું ઇતિહાસ કળા સંસ્કૃતિ અને સ્થાપત્ય ની જાણકારી આપતું સંગ્રહાલય છે
૬. પતંગ સંગ્રહાલય, પતંગ ઉત્સવ ગુજરાતની આગવી ઓળખ છે.જેમાં 1000 વર્ષ જૂનો‌ પતંગનો ઇતિહાસ દર્શાવેલ છે .
૭.ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય કચ્છ મ્યુઝિયમ, જે બ્રિટીશ હકૂમત સમયે સ્થપાયું છે. જેમાં સોના ચાંદીના ઘરેણા ના નમુના, તેની ડિઝાઇન, શારકામ, યુદ્ધ શસ્ત્રોના નમૂના,પુરાતત્વીય ઇતિહાસ ના નમુના અને વહાણ વ્યવહાર સાથે જોડાયેલી સંસ્કૃતિ અને સભ્યતાની રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત
૮.કચ્છમાં માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય ભુજમાં ભારતીય સંસ્કૃતિ દર્શન નામની આવેલું છે જેમાં પ્રખ્યાત માનવ સંસ્કૃતિના પૂર્ણ દરજ્જાની તાદૃશ્ય કરવામાં આવ્યા છે કચ્છ ની ગ્રામીણ સંસ્કૃતિ ના 4500થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્કૃતિ કળાના પુસ્તકો અને અન્ય સામગ્રી સાથે અનેક પુરાણ ચીજો મુખ્ય પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ રૂપ બન્યું છે.
તો ચાલો આજે જઈએ સંગ્રહાલયની મુલાકાત દ્વારા આપણા સાંસ્કૃતિક પૌરાણિક વારસા ની ઓળખાણ કરવા...