Nengyu no Maanas - chapter 4 in Gujarati Science by પરમાર રોનક books and stories PDF | નેગ્યું નો માણસ - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નેગ્યું નો માણસ - 4

( Recap : મને મારા મિત્ર અજયની મમ્મી ભાવના આંટી નો ફોન આવ્યો . કાલે મારા મિત્ર અજયનો જન્મ દિવસ છે . તેથી તેની મમમી એ તેના માટે પાર્ટી રાખી છે . આ કારણથી હું રગનમજા થી રાહડા પહોંચ્યો . ત્યાં રાત્રે પાર્ટી થઈ અને ત્યાં મને શ્યામા મળી . તેને જોઈને જ મને તેનાથી પ્રેમ થઈ ગયો .પણ આ વાત હું તેને કહી ન શક્યો . સવારે પાર્ટી પુરી થઈ અને હું સુઈ ગયો . ત્યાંરે મને એક સ્વપ્ન આવ્યુ . )

Chapter : 4
સ્વપ્નો . . .

' હું રાહડા થી રગનમજા એ બુલેટ કાર માં જતો હતો . જ્યારે તે બુલેટ કાર ઉભી રહી ત્યારે હું એક જુના મકાન ની સામે હતો . તે ઘરની બાજુમાં એક બોડ હતો અને તેમાં લખેલું હતું કે તું તૈયાર છો ? હું તે મકાન ની અંદર ગયો તો ત્યાં મારી મમ્મી હતા . તે મને કહેતા હતા કે તું તૈયાર છો ? અને ત્યારે મને મારા ચાર મમ્મી દેખાતા હતા . જે ધીરે ધીરે કઈક નંબર માં બદલાતા હતા અને તે નંબર હતો ... '
કે ત્યારે મારુ સ્વપ્ન તૂટી ગયું . મને ફરી થી એ જ પ્રશ્ન આવતા હતા જે પહેલા આવ્યા હતા ' હું શેને માટે તૈયાર છું કે નહીં ? ' , ' તે નંબર ક્યાં હતા ? ' વગેરે ... ત્યારે મેં મારા બીજા ભાઈબંધ મકવાણા આર્યનને આ મારા સ્વપ્ન વિશે કહ્યું . ત્યારે તેને કહ્યું કે
" આપણી દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે પોતાનો મલિક પોતે જ ગોતે છે . હોઈ શકે કે કોઈ એવી વસ્તુએ તને ગોઈતો હોઈ . અથવા આવું ન પણ હોઈ શેકે . "
ત્યારે મેં તેને એક પ્રશ્ન પૂછ્યો
" આ કેવી રીતે થાય છે ? "
ત્યારે આર્યન બોલ્યો
" લગભગ 1990 એ એવા A.I. બન્યા હતા . જે પોતાનો મલિક ગોતી શકે છે . જો કે ત્યાર બાદ આ A.I. સિસ્ટમ નાબૂદ ( ખત્મ ) થતી ગઈ . પણ હા આજે પણ એવા A.I. તે જુના સાધનો માં તે A.I. છે. તે A.l. પાસે આપણી બધી જ જાણકારી હોય છે . કારણ કે તે દર સેકન્ડે એક એવી વેબ પોતાની અંદર થી નીકળે છે જે માત્ર તેના માલિકને જ વળગે.....તો કેવી લાગી આ સ્ટોરી ? "
મેં પૂછ્યું
" કેવી સ્ટોરી ? "
આર્યને કહ્યું
" મેં જે જે કહ્યું તે મારા પપ્પા એ મને એક વાર કહ્યું હતું . મારા પપ્પાનું એમ પણ કહેવાનું હતું કે તેના કારણે જ તારા દાદા અને મારા દાદા કનું મકવાણા રગનમજાએ ગયા હતા . પણ આવું કાઈ હોય , ખરેખર બન્યું હોય તેવું મને લાગતું નથી . અને આવા સ્વપ્નો તો આવતા રહેતા હોય છે . આમાં વધારે ધ્યાન દેવાય નહી ."
પછી મેં કહ્યું
" અગર તારા પપ્પા ની વાત સાચી હોય તો ? આ એકદમ Inception મૂવી જેવું છે ! "
આર્યને કહ્યું
" કદાચ હા , પણ અત્યારે તું સુઈ જા ."
હું સુઈ તો ગયો પણ મને ઊંખ ન આવી
. હું તે સ્વપ્ન વિસે જ વિચારતો હતો . મને વિચાર આવ્યો કે આ વાત મમ્મીને કહેવી જોઈએ . હજુ સવારના 6:30 જ વાગ્યા હતા . હું અગાસી ઉપર ગયો અને ત્યાં જઈને મેં મમ્મીને કર્યો . આખી વાત સાંભર્યા બાદ તેમણે કહ્યું :
" તારે તારાં દાદાના જુના ઘરે જઈને જ તે બેસમેટ માં શું છે ? તે જાણવું પડશે . "
" પણ તે ઘર હજુ જેવું હતું તેવું હશે ત્યાં ? "
" કદાચ હા , તે ઘર હજુ હતું તેવું જ ત્યાં છે . હું 2013 માં ગઈ હતી . "
" ઢીક છે . હું જાવ છું . દાદાના જુના ઘરે . પણ મને તો ત્યાંનું સરનામું પણ ખબર નથી ! "
" સાચું સરનામું તો મને પણ ખબર નથી . તે દિવસે તો તે ઘરની બાજુ માં જ મારી માસી રહતી હતી . પણ તે આજ બીજે રહે છે . પણ હું તને સરનામું આપું છું . ' 77 , વિશાળ હોટેલ ના પાછળ થી એક ટ્રેન નો પાટો જાય છે . જે લગભગ 2 મીટર આઘો હશે , વિશાલ હોટલ થી . તે પાટાની બીજી બાજુએ કલપ નામનો એરિયામાં ઘર નંબર 315-19 . '
" Ok ! તો હું અત્યારે જ ત્યાં પહોંચી જવ . અને હું તમને કાલે ફોન કરીશ ."
" Ok ! Bye ..."
" Bye . "
હું નાસ્તો કરીને લગભગ 8 વાગ્યે નીકળી ગયો મારા દાદાના ઘરે . અજયનું ઘર 69 માં આવે છે . દર 200 કિમી એ આ અકડા બદલતા રહે છે . એટલે કે 200 કિમી પછી 70 અને પછી 200 કિમી પછી 71...77
5 કલાક ના સફર પછી બપોરના એક 1 વાગ્યે હું 77 ની વિશાળ હોટલે પહોંચ્યો . ત્યાં જમ્યો અને થોડી વાર T.V. જોઈને . 4 વાગ્યે દાદાના ઘરની તરફ નિકર્યો . . . ( Chapter 5 જલ્દી જ આવશે )
જો તમને આ વાર્તા ગમી હોય તો આ પણ જુવો
My blog website : storytime136.blogspot.com