Sakaratmak vichardhara - 16 in Gujarati Motivational Stories by Mahek Parwani books and stories PDF | સકારાત્મક વિચારધારા - 16

Featured Books
Categories
Share

સકારાત્મક વિચારધારા - 16

સકારાત્મક વિચારધારા 16

બિપીનભાઈ ખૂબ જ જિંદાદિલ માણસ . તેમની ઉંમર આશરે પચાસ વર્ષ.તેમનું કામ ભજીયા વેચવાનું.સ્ટેશન ની બહાર ભજીયા વેચતા.તેમના હાથ ના બનાવેલા ભજીયા જે એક વખત ખાય તે બસ, ભજીયા ભૂલાય જ નહિ અને મારું તો રોજ સ્ટેશને આવવવાનું જવાનું થયું મારે ત્તો અમદાવાદ થી વડોદરા રોજ નું અપ ડાઉન અને હવે સાથે સાથે હવે ગરમા ગરમ ભજીયા નો નાસ્તો.એક દિવસ હું તેમને ત્યાં નાસ્તો ખાઈ રહ્યો હતો ત્યારે તેમનો ફોન રણક્યો તેમને રીંગ ટોન મુકેલ.રીંગ ટોન કેવી !બસ, આપણા થી પૂછ્યા વિના રહેવાય નહિ એવી મેં પણ પૂછી લીધું કાકા આ ઉંમરે આવી રીંગ ટોન

"दिल है छोटा सा छोटी सी आशा
चांद तारों को छूने की आशा
आसमानों में उड़ने की आशा"

ત્યારે બિપીન ભાઈ ખૂબ સરસ જવાબ આપ્યો જીવન માં આગળ વધવાના સ્વપ્ન ને ઉંમર સાથે શું લેવા દેવા ?હું તો એક કોલેજ માં ક્લાર્ક તરીકે ની નોકરી કરતો હતો. એ.બી. એ કરીને ક્લાર્ક બનવાનું હોય ત્યારે એવું લાગે કે સાહેબ કોઈ પક્ષી પાસે થી એનું આકાશ છીનવી લીધું હોય.

આ પંક્તિ સાંભળતા જ નજર સમક્ષ આકાશ ની છબી ઉપસી આવે છે એ આકાશ માં ઉંચે ઉંચે ઉડતા પક્ષીઓની. ખૂબ અવાજ થાય, એ પછી ધ્વનિ પ્રદૂષણ હોય કે હવા પ્રદૂષણ પાંખો ફફડાવી ,થોડી વાર માટે સ્થાન જરૂર બદલે છે પણ ક્યારેય
ઉડવાનું નથી છોડતા.
આપણે માનવીય જગત માં થોડી મુશ્કેલી,અથવા મજબૂરી નો સામનો કરવો પડે તો
આપણાં સપનાં ને પડતાં મૂકી દઈએ છીએ,અથવા તો હારી જતા આત્મહત્યા કરવા તરફ પ્રેરાઇ જઈએ છીએ.પણ શું આપણે હારવા છતાં ક્યારેય પોતાના સપનાઓ ને વળગી રહી છીએ? આપણાં માંથી કેટલા લોકો એટલી હિંમત દાખવે છે કે, પોતાના સપનાં ને ખરાબ પરિસ્થિતિ માં પણ જીવંત રાખવાની.આવા ઘણાય ઉદાહરણ આપણી સમક્ષ છે જેમાંનું એક નામ ખૂબ જાણીતું છે જેમનું નામ ડૉ.એ.પી. જે. અબ્દુલ કલામજી

તેઓ એક ખૂબ ગરીબ કુટુંબ માં જન્મેલા પણ તેઓ ખૂબ સિદ્ધાંતવાદી અને ઉચ્ચ વિચારો વાળા. તેઓ પોતાના કુટુંબ ને મદદરૂપ થવા માટે નાનપણ થી જ સમાચારપત્ર નું વેચાણ કરતા એટલું જ નહી નવું નવું શીખવા હંમેશાં તત્પર રહેતા. આચાર વિચાર સામે આ ગરીબી ની કોઈ જમાત નહોતી.આ ગરીબી થી મોટું કદ તેમના સપનાઓ નું હતું આથી, જ તો એ માત્ર એક વૈજ્ઞાનિક નહિ પણ રાષ્ટ્રપતિ પણ બન્યા.

બસ, એમને પ્રેરણા સ્ત્રોત બનાવી મેં તો જોબ છોડી ને ભજીયા બનાવવાનું શરૂ કર્યું ત્રણ વર્ષ પહેલાં શેરી માં વેચતો હવે અહીં સ્ટેશન ની બહાર ઉભો રહું છું અને સામે રોડ પર દુકાન દેખાય ત્યાં સેટ ઊભુ કરવાની વિચારણા છે.બસ,પચાસ વર્ષ ની ઉંમરે આટલું બધું કરવાની જિજ્ઞાસાવૃત્તિ ધરાવનાર માણસ ને મળીને એક મિનિટ માટે આપણે પણ નોકરી છોડી ને ધંધો કરવાની ઈચ્છા થઈ જાય. આજે એક વર્ષ થી તેમને જોતા જોતા તેમનું એક મોટું બી.બી .સી એટલે કે બિપીન ભજીયા સેન્ટર બની ગયું અને હું હજી એ જ પચીસ હજાર માં અપ ડાઉન કરું છું. બસ,એટલું કહેવું છે કે કોઈ સપનાં જુઓ તો તેમને વળગી રહેજો.મુશ્કેલી તો આવશે આપણને તો વિશાળ સમુદ્ર ની લહેરો ને ચીરી ને ઓળગવાનું છે.
માતગર્ભ માં બાળક ની જેમ એક મન માં જ્યારે કોઈ સ્વપ્ન જનમ લે છે ત્યારે હિંમત અને કઠોર પરિશ્રમ જ વિટામિન સ્વરૂપે તેને દ્રશ્યમાન અને વાસ્તવિક સ્વરૂપ આપી શકે છે.

મહેક પરવાણી