Hakikat - 1 in Gujarati Fiction Stories by Minal Vegad books and stories PDF | હકીકત - 1

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

હકીકત - 1

Part :- 1

"વંશ, તને કાંઈ ખબર પડી?" શિખા બોલતી બોલતી કેન્ટીનમાં વંશ જ્યાં બેઠો હતો ત્યાં આવી.તે કોઈ વાત વંશને બતાવવા માટે ઉતાવળી હતી.
"શીઅઅઅઅઅઅ......" વંશે મોં પર આંગળી મૂકી ચૂપ રેહવા કહ્યું અને કેન્ટીનમાં ટીવી ચાલુ હતી તેની તરફ આંગળી કરી શાંતિ થી સાંભળવા ઈશારો કર્યો.
શિખા થોડીવાર એમનેમ ચૂપચાપ બેસી ગઈ અને એ પણ ન્યૂઝ જોવા લાગી.એ વંશ ને સારી રીતે ઓળખતી હતી. જ્યારે ડૉ. અગ્રવાલ નું ઇન્ટરવ્યુ હોય કે તેના રિલેટેડ કોઈ વાત હોય ત્યારે વંશ બધું ભૂલી જતો હતો. વંશ તેના રૂમમાં પણ ડૉ. અગ્રવાલનો ફોટો રાખતો અને તેને હંમેશા પોતાના ભગવાન માનતો.એટલે શિખા વધારે કાઈ પણ બોલ્યા વગર ન્યૂઝ જોવા લાગી.
"હાંજી મેડમ, ફરમાઈએ...."વંશે ન્યૂઝ પૂરા થતાં શિખા બાજુ ફરી પૂછ્યુ.
"એ તો પેલા વોચમેન ચાચા ને બે દિવસ પેલા હોસ્પિટલ માં એડમીટ કર્યા હતા ને એ બિચારા ચાચા હવે નથી રહ્યા." શિખા દુઃખ વ્યક્ત કરતા બોલી.
" ઓહ...!! ભગવાન એમના આત્મા ને શાંતિ આપે." વંશ આટલું બોલી થોડીવાર એમનામ બેસી રહ્યો.
"શિખા, તને ખબર છે? હું ડૉ.અગ્રવાલને મારા ભગવાન શા માટે માનું છું? અરે હું એક નહિ પણ લગભગ બધા ડૉ.અગ્રવાલ ને ભગવાન તરીકે જ જોવે છે. તેમણે અત્યાર સુધી જેટલા પણ ઓપરેશન કર્યા કે સર્જરી કરી એ બધી જ કામયાબ રહી છે. એમણે અત્યાર સુધીમાં કેટલા લોકોના જીવ બચાવ્યા છે. અત્યારના ઇન્ટરવ્યુ માં પણ એ જ હતું એમને અત્યારસુધીમાં સર્જરી માં સેન્ચુરી પૂરી કરી.હિ ઇઝ ધી બેસ્ટ ડોક્ટર ફોર દિલ્હી એન્ડ ફોર ઇન્ડિયા અલ્સો!!" વંશ ઊંડા શ્વાસ લેતાં બોલતો હતો.
" હું જાણું છું. વંશ!! એટલે જ તુ આટલી મેહનત કરી રહ્યો છું.જેથી તુ MBBS પછી તારા ફેવરિટ ડૉ.અગ્રવાલ નીચે ઈન્ટરનશિપ કરી શકે. બટ ડોન્ટ વરી, યુ આર રેન્કર ઓફ ધી યુનિવર્સિટી સો યુ વિલ બી ઈજીલી સિલેક્ટેડ બાય મેક્સ મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ." શિખા વંશના હાથ પર પોતાનો હાથ રાખી વિશ્વાસ સાથે બોલી.
"અને હું એ પણ ઇચ્છું છું કે તું હંમેશા આવી રીતે જ મારો હાથ પકડી મારી સાથે રહે." વંશ પોતાનો બીજો હાથ શિખા ના હાથ પર રાખતા બોલ્યો.

વંશ મહારાષ્ટ્રના એક નાનકડા પરિવારમાંથી હતો. વંશ એ તેના માતાપિતાનું એક માત્ર સંતાન હતો. વંશની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હતી. ગામડે થોડી જમીન હતી એટલે તેના માતા પિતા ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. વંશને મેડિકલ સ્ટ્રીમ માં દિલ્હી મોકલવો એ તો એમના ગજા બહારની વાત હતી.પરંતુ વંશ પેહલે થી જ હોંશિયાર અને મહત્વાકાંક્ષી હતો એટલે એને સ્કોલરશીપ મળી જતી અને બાકીની થોડી રકમ તેમના ગામ ના એક રિટાર્ડ આર્મી ઓફિસર હતા એ આપતા. એમને વંશની કાબિલયત પર પૂરો વિશ્વાસ હતો. એટલે જ વંશની ઈચ્છા હતી કે તે ડૉ.અગ્રવાલ જેવો કાબિલ ડોક્ટર બની ગરીબ લોકોની મદદ કરી શકે જેથી પોતાની જેમ કોઈ ગરીબ વ્યક્તિ પૈસાના કારણે સારવારથી વંચિત ન રહે.

શિખા વેલ સેટડ ફેમિલી માંથી આવતી હતી.તેના પપ્પાનો નોઇડામાં બિઝનેસ હતો. શિખા એ એક સરળ સવભાવની છોકરી હતી. તેનું સપનું એક ખ્યાતનામ ડોક્ટર બનવાનું હતું અને એટલે તેણે દિલ્હીની એક કૉલેજ માં MBBS માં એડમીશન લીધું હતું.
વંશ જ્યારે ફર્સ્ટ યર માં હતો ત્યારે કોઈ સાથે બહુ બોલતો નહિ અને એકલો જ રેહતો. એને ડર હતો જો એ વધારે મિત્ર બનાવશે તો એની સાથે રેહવામા કદાચ વધારે ખર્ચા થાય અને એ તેને પોસાય એમ હતું નહિ. પરંતુ શિખા એ જ્યારથી વંશને જોયો ત્યારથી ખબર નહિ એનામાં એવું કાઈક હતું જે શિખાને વંશ તરફ ખેંચતું હતું. શિખા વંશ સાથે બોલવાનો ઘણો પ્રયત્ન કરતી પરંતુ વંશ તેની સાથે વાત કરવાનું ટાળતો.પરંતુ શિખા કોઈ પણ મોકો છોડતી નહિ.
સેકન્ડ યર માં શિખાની છેવટે જીત થઈ. વંશે શિખાની ફ્રેંડશિપ એક્સેપ્ટ કરી. અને ધીરે ધીરે એમની દોસ્તી એ પ્યારમાં તબદીલ થઈ ગઈ. આમ પણ વંશ તો રેન્કર હતો જ એટલે એ કૉલેજનું મોસ્ટ પોપ્યુલર કપલ બની ગયા હતા.

આમ પણ હવે આ એમની આ લાસ્ટ ટર્મ હતી. બધા સ્ટુડન્ટ ઇન્ટરનશિપ માટે સારી હોસ્પિટલની જ શોધ કરી રહ્યા હતા જેથી તે ભવિષ્યમાં એક સારા ડોક્ટર બની શકે. પરંતુ વંશે તો પેહલેથી જ હોસ્પિટલ પસંદ કરી જ રાખી હતી.. મેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. અને વંશની ઈચ્છા હતી શિખા પણ તેની સાથે જ રહે એટલે શિખા પણ ત્યાંના મેરીટ લિસ્ટમાં પોતાનું નામ જોવા માટે રાત દિવસ મેહનત કરતી હતી..

લાસ્ટ ટર્મ નું રીઝલ્ટ આવી ગયું એટલે બધા સ્ટુડન્ટ પોતાની પસંદની હોસ્પિટલમાં ઇન્ટરનશીપ માટે અપ્લાઇ કરવા લાગ્યા. વંશ અને શિખા એ પણ મેક્સ હોસ્પિટલમાં એપ્લાઈ કરી દીધું.

"વંશ, હું પણ તારી સાથે સિલેક્ટ થઈ જઈશ ને ????" શિખા વંશના ખભે માથું રાખી પૂછતી હતી.
" ઓફ કોર્સ, યુ ડીડ હાર્ડ વર્ક ફોર ધેટ, સો યુ ડિઝર્વ ઇટ." વંશ શિખાને વિશ્વાસ આપતા બોલ્યો.
" વંશ, આપડે આમ જ હંમેશા સાથે રહીશું ને ??" શિખા નું માથું હજુ વંશના ખભા પર જ હતું અને ઊંડા વિચાર સાથે પૂછી રહી હતી.
" શિખા, વોટ્સ રોંગ વિથ યુ? કેમ આવી વાતો કરે છે ??" વંશે પોતાની બન્ને હથેળીમાં શિખા નો ચહેરો લઈ પ્રેમથી પૂછ્યું.
" યુ નો વંશ? આજે વેહલી સવારે મે એક સપનું જોયું.બધાય કહે છે કે વેહલી સવારે જોયેલા સપનાઓ સાચા પડે છે."શિખા સ્વપ્ન યાદ કરતા બોલી.
" હા કદાચ!! પરંતુ તારું સપનામાં તો જરૂર હું જ હોઈશ સાચું ને?" વંશ હસતા હસતા બોલ્યો.
"હા..........."શિખા ઊંડો શ્વાસ લેતા બોલી.
" મારા સ્વપ્નમાં તુ એક સફળ ડોક્ટર બની ગયો હતો ડૉ.અગ્રવાલ જેમ જ. અને ડૉ.વંશના સન્માન માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એ સમારોહમાં ડૉ.અગ્રવાલ ના હસ્તે તને બેસ્ટ ડોક્ટર ઓફ ધી યર નો અવોર્ડ આપવામાં આવ્યો." શિખા સ્વપ્ન યાદ કરી બોલતી હતી
"વાઉ શિખા!! તે તો એક સ્વપ્ન માં મને સફળતાના શિખર પર પહોંચાડી દીધો. અને મને ખબર છે મને એવોર્ડ લેતો જોય તુ મારા કરતા પણ વધારે ખુશ હશો." વંશ પણ શિખાના સ્વપ્નની કલ્પના કરતા બોલ્યો.
"હા વંશ, મારા પગ તો જાણે જમીન પર જ નહોતા.મીડિયા વાળા તારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા.કાર્યક્ર્મ પૂરો થયો એટલે તુ ત્યાંથી હોસ્પિટલ જવા માટેની તૈયારી કરી રહ્યો હતો અને ત્યારે હું દોડતી તારી પાસે આવીને તારા ગળે લટકી ગઈ.
' વ્હુ આર યુ,મિસ??'
અને આ શબ્દો સાંભળતાં ની સાથે જાણે એક જાટકે આસમાનમાંથી જમીન પર પછડાઈ હોય એવું લાગ્યું અને મારી નીંદર ઉડી ગઈ." શિખા જાણે હમણાં રડી પડશે એવું લાગી રહ્યું હતું.
"કમ ઓન શિખા!! ડોન્ટ વરી, એવું કાઈ જ થવાનું નથી." વંશ શિખા ને સમજાવતા બોલ્યો.
" પરંતુ વંશ, વ્હૂ આર યુ? એ શબ્દો હજુ મારા કાનમાં ગૂંજે છે." શિખા હજુ સ્વપ્ન માંથી બહાર આવવા તૈયાર ન હતી.
" પાગલ!!! એ તો ખાલી સ્વપ્ન હતું અત્યારે તો હું તારી સાથે જ છું ને આવી જ રીતે સાથે રેહવાનો." વંશે શિખા ના બન્ને હાથ પોતાના હાથમાં લઈ પ્રેમથી શિખાને સમજાવતા બોલ્યો.
"વંશ............."શિખા એટલું બોલી ચૂપ થઈ ગઈ.
"હં.........." વંશ વધારે કાઈ બોલ્યા વગર શિખાને સાંભળવા માંગતો હતો.
"વંશ, આઈ એમ ઓલ્વેઝ વૉન્ટ ટુ બી વિથ યુ.." શિખા આટલું બોલતા તો વંશને ભેટી પડી.





શું વંશને તેની પસંદની હોસ્પિટલ માટે સિલેક્ટ થશે ખરો?? અને સિલેક્ટ થઈ પણ જાઈ તો શું શિખા પણ તેની સાથે હશે??? શું શિખાનું સ્વપ્ન એ ખાલી એક સ્વપ્ન જ હતું કે પછી એ ભવિષ્યની કોઈ સાચી હકીકત............


(ક્રમશઃ)


Thank you
*****