એપિસોડ-૯
પછી સુહાની અને સુશીએ એક બીજા સામે જોયું અને એક બીજાને માસ્ક હટાવવાનો ઈશારો કર્યો. દરમ્યાન બંને નરાધમો તરફડીયા મારતાં હતા. તેમના ગળામાં અગન થવા લાગી.શ્વાસ લેવાતો નહોતો. મોંથી શ્વાસ લેતા હતા. ઠંડા પીણા માટે આજીજી કરતા હતા.
બંને બહેનપણીઓએ ધીમેથી મુખવટો હટાવ્યો અને ખળખળાટ હસવા લાગ્યા.બંને નરાધમો સમજી ન શક્યા. એક નરાધમે સુહાનીને જોઈ અને આંખો પહોળી કરી બોલ્યો.." તુમ?"
હા.. મૈં..
સુશીએ આંખો પહોળી કરી અને લાલઘુમ થઈ બોલી" हरामखोरो याद करो आज से बीस साल पहले तुम दोनों ने शाम साथ बजे वाडिया अंग्रेजी स्कूल के चार छात्राओंका अपहरण किया था। उसमे दो लड़कियां भाग निकली थी।
" हा याद आया"
बस वो भाग जाने वाली जो दो लड़किया थी वो दोनो हम है।
बस आपको मारने का हमने प्लान बनाया था जो आज पूरा हुआ। हमारी दोनों सहेलियों की आत्मा को आज शांति मिलेगी। बे मोत मरो साले तुम। हमने तुमारे शरीर में एड्स से भी ज्यादा खतरनाक वायरस एसिड्स घुसेड़ दिया है। अब तुम बच नहीं सकते। उस वायरस का कोई इलाज नहीं है मौत के सिवा।
સુશીના કહેવા મુજબ અને અંદાજ મુજબ બરાબર પોણા પાંચે એક નરાધમના પ્રાણ પંખેરું ઉડી ગયા. સાથીને મરતા જોઈ બીજો સાથી વધારે ગભરાયો. હાથ પગ પછાડવા લાગ્યો. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. મોંથી પણ શ્વાસ લેવાતો નહોતો. આંખો પહોળી થઇ ગઈ હતી. શ્વાસ રૂંધાઇ ગયો હતો. કોઈએ ગળું દબાવ્યું પછી કેવા હાથપગ પછાડે છે તેમ હાથ પગ પછાડવા લાગ્યો. બંને બહેનપણીઓ મોતનો તમાશો આરામથી જોતા હતા. પાંચમાં પાંચ બાકી હતા ત્યારેજ બીજા સાથીએ દમ તોડ્યો.
બંને બહેનપણીઓએ હાથમાં અને પગમાં સ્કિન કલરના એકદમ પાતળા મોજા પહેર્યા હતા જેથી ફિંગર પ્રિન્ટ નહી રહે. સુહાનીએ ટેબલના ખાનામાંથી કાતર કાઢી અને બંનેના માસ્કના એકદમ ઝીણા ઝીણા ટુકડા કર્યા. સુશીએ ઇન્જેક્શનની સીરિંજ અને એસિડ્સના જીવાણું અને એન્ટી એસિડ્સ ખાલી શીશીઓના ફૂર્ચે ફુરચા કરી નાખ્યાં. બધોજ કચરો એક પ્લાસ્ટીકની કોથળીમાં મૂકી એ કોથળી સુશીએ પોતાની પર્સમાં મૂકી દીધી. સુહાનીએ કાતર પણ જ્યાંથી લીધી ત્યાં મૂકી દીધી. બંનેના શરીરમાં એસિડ્સના જીવાણું સંપૂર્ણતા ઓગળી ગયા.
આ બધું કામ પાંચ જ મિનિટમાં પત્યું.બરાબર પાંચના ટકોરે સુહાનીએ ઘડિયાળમાં પાંચ વાગ્યાનો એલાર્મ સેટ કર્યો હતો. એલાર્મનું બટન દબાવ્યું. બીજીજ સેકન્ડે નિકુંજ અને તેના મિત્રના ઘડિયાળમાં રેડ સિગ્નલ થયું. બંને મિત્રો તૈયાર જ હતાં. પાંચને પાંચે બંને સરંજામ સાથે સુહાની ઘરે આવવા ગાડી લઈને નીકળ્યા. રસ્તાઓ સૂમસામ હોવાથી ગાડી પૂરપાટ દોડતી હતી. દસ મિનિટમાં બંને સુહાનીને ઘરે પહોંચી ગયા. ફટાફટ બે મોટા પ્લાસ્ટિકના ફાટે નહી એવા કોથળા કાઢ્યા. બંને કોથળીઓમા એક એક લાશ મૂકી અને મજબૂત દોરીથી કોથળીને બાંધી સાડા પાંચે નીચે ગાડી પાસે બંને લાશ લઈને આવ્યા. બંને લાશો ડિકીમા મૂકી . ગાડી નિકુંજ ચલાવવાનો હતો.બાજુમાં તેનો મિત્ર અને પાછળ સુહાની અને સુધી બેઠા. સાડા પાંચે એ લોકો શહેરથી લગભગ ૨૦ કી મી દૂર એક ખાડીના કિનારે આવેલ કચરાના ઢગલામાં બંને કોથળીઓ નાંખવા ગયા. ગાડી રોડ ઉપરજ ઉભી રાખી. ડિકીમાંથી એક એક લાશ કાઢી અને વારાફરતી એક લાશને કચરાના ઢગલામાં નાખી. બીજી લાશને થોડેક જ દૂર ઢગલામાં નાખી. બંને લાશો ઉપર થોડોક સુકો કચરો નાંખી લાશના કોથળા ઢાંકી દીધા.
સુશીના પર્સમાં માસ્કનાં ઝીણા ઝીણા ટુકડા અને ઇન્જેક્શનની સિરિંજના અને ખાલી શીશીઓના ફુરચાવાળી કોથળી હતી તે કોથળી ખાડીના વહેતા પાણીમાં ફેંકી દીધી.
અને આ જ કચરાના ઢગલામાં મહાનગર પાલિકા રોજ શહેરનો કચરો ઠાલવવા જાય છે.
પોણા છ વાગી ગયા હતા. અજવાળું પથરાતું હતું..કામ પતાવી બધા શહેર તરફ વળતા થયા. નિકુંજે સુશીને હોટેલ પર ઉતારી. સુહાનીને એના એપાર્ટમેન્ટમાં ગેટ પર ઉતરી, પછી એના મિત્રને ઘરે ઉતારી પોતે સાડા છ વાગે ઘરે ગયો. જતા જતા સુહાની ચા માટે દૂધ લેતી ગઈ . ડો.સુશીને હજુ બે જ દિવસ થયા હતા . જર્મન જવા માટે એની પાસે હજુ પાંચ દિવસ હતાં .બીજે દિવસે એ એના સાસરે એક દિવસ અને પિયર બે દિવસ રહેવા ગઈ. પાંચમાં દિવસે રાતના ૧૧ વાગ્યાની ફ્લાઇટ હતી. બપોરના ૩ વાગ્યા સુધી એ પિયર અને સાસરેથી ફરીને ફરીને આવી ગઈ હતી. પાછી સાંજે એ સુહાનીને મળવા ગઈ. બે ક્લાક ત્યાં રોકાઈ રાતના આઠ વાગે હોટેલ આવી. સાથે સુહાની પણ આવી. નવ વાગે ચેકઆઉટ કરી પોણા દસ વાગે એરપોર્ટ આવ્યાં. બરાબર ૧૧ વાગે સુશીની ફ્લાઇટ જર્મન જવા ઉડાન ભરી. બંને બહેનપણીઓ ખૂબ ભાવ વિભોર થઇ ગઇ હતી.
રોજની જેમ આજે બપોરે ૪ વાગે કચરાની ગાડી કચરો ઠાલવવા ગઈ. કચરાના ઢગલાંથી લગભગ ૨૦૦ મી દૂરથી જ કચરાના ઢગલા પાસે ૪_૫ કૂતરાઓને કશુંક ખાતા ગાડીના ડ્રાઈવરે જોયા.. એને ગાડી ત્યાજ થોભાવી. બાજુમાં ગાડીનો ક્લીનર હતો. ગાડીની ઉપર ૩ મજૂરો હતાં. ક્લીનર અને મજૂરો નજીક જોઈને જોયું. ૪-૫ જંગલી કુતરા બે મોટી કોથળીઓ કચરાના ઢગલામાંથી કાઢવાની કોશિશ કરતા હતા. કોથળીઓ મજબૂત રીતે બાંધેલી હતી. કૂતરાઓ કોથળીને ફાડવાની કોશિશ કરતા હતા પણ ફાટતી નહોતી. કદાચ નોન ટેરેબલ કોથળીઓ હશે એટલે ફાટતી નહોતી. ડ્રાઈવર સહિત બધાને શંકા આવીજ ગઈ હતી કે કોથળીમાં માણસની લાશ હોવી જોઈએ. ડ્રાઈવરે સેનેટરી વિભાગના ઓફિસરને ફોન કરી જાણ કરી. સેનેટરી ઓફિસરે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી. ૨૦ મિનિટમાં મહાનગર પાલિકાના સેનેટરી વિભાગના ઓફિસર અને અન્ય સ્ટાફ સ્થળ ઉપર હાજર થઈ ગયા. સિનિયર પો. ઈ.બલરામ જાધવ ,પો.સબ. ઈ અનિલ બાલી ત્રણ કોન્સ્ટેબલ પણ સ્થળ પર હાજર થઈ ગયા.
પોલીસે કોથળા ખોલ્યા . બંને કોથળાઓમાં એ જ નરાધમોની લાશો હતી જેમને સુશી અને સુહાનીએ મોતને ઘાટ ઉતાર્યા હતા. ઊંડો નિસાસો નાખતા સુહાનીબહેન બોલ્યા ," ભાઈ,આ વાત મેં તારાથી જાણીજોઈને છુપાવી હતી. હું નહોતી ઇચ્છતી કે તને કોઈ ટેંશન આપું.
કથની કહેતા કહેતા સૌમ્યાવતીબહેનના બંને આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા.
" સુધાંશુ, આજે ખરા અર્થમાં બંને બાળાઓને ન્યાય મળ્યો. કાયદાએ તો નરાધમોને આબાદ કરી દીધા હતા. તું મને વચન આપ કે આ રહસ્ય તું કોઈને જ કહીશ નહિ. મારા માથે હાથ મૂકીને કસમ મારી અને આપણી માતાની કસમ ખા.”
સુધાંશુભાઈ ક્ષણિક મૂંઝાયા અને બીજીજ ક્ષણે સુહાનીબહેનના માથે હાથ મૂકી કસમ લીધી.
પણ…. હા તો એમાં શું ગુપ્તતા છે"?
" સુધાંશુ ,જે બે બહેનપણીઓએ બે નરાધમોને એસિડ્સ વાયરસનાં સંક્રમણથી માર્યા હતા તે બેમાંથી એક તારી આ સુહાનીબહેન છે ભાઈ!"
સુહાનીબહેનની વાત સાંભળી સુધાંશુની આંખો પહોળી થઇ ગઈ. બહેનની વાત સાંભળી સૂનમૂન થઈ ગયા. તેમને આ વાત પર વિશ્વાસ જ બેસતો નહોતો. શું બોલવું અને શું નહિ?
" હા..સુધાંશુ, જ્યારે અમારું અપહરણ થયું હતું અને મારી બહેનપણીઓને નરાધમોએ પીંખી નાખી ત્યારે તું ૧૦ વર્ષનો બાળક હતો. તને કશુજ યાદ નહી હોય પણ આ વાત મારા દિલમાં ઘર કરી ગઈ હતી. ૪૦ વર્ષ સુધી મારા મગજ પર એક જાતનો ભાર હતો. મને ગૂંગળામણ થતી હતી .
----------------------------------------