Acids - 7 in Gujarati Moral Stories by bharatchandra shah books and stories PDF | એસિડ્સ - 7

Featured Books
Categories
Share

એસિડ્સ - 7

એપિસોડ-૭

અચાનક સુશી બોલી," કેવી રીતે આયોજન કર્યું છે?" કોઈની મદદ લીધી છે? કોઈને ખબર કરી છે.?

" સુશી તને યાદ છે કે જ્યારે આપણે દસમા ધોરણમા ભણતા હતા ત્યારે એક મારવાડીનો છોકરો નિકુંજ આપણી સાથે ભણતો હતો. યાદ આવ્યું?

" યાદ આવ્યું.તો એનું સુ"?

" એ છોકરો નાગીનાનો બોય ફ્રેન્ડ છે. નગીના ઉપર લટ્ટુ થઈ ગયો હતો. પણ કમનસીબે નગીના ....નથી રહી એટલે પેલો ઘણો માયુસ થઈ ગયો.લગ્ન કરવાની ના પાડતો હતો પણ ઘરવાળાઓએ સમજાવી, પટાવી મનાવી લીધો. છેક ૩૨ વર્ષની ઉંમરે વડીલોના દબાણને વશ થઈ લગ્ન કર્યા પણ મારી સાથે એણે મિત્રતાના સંબંધ ચાલુજ રાખ્યા હતા. ઘણીવાર અવારનવાર ફોન કરતો. મને મેસેજ કરતો.ઘણીવાર એણે મને મદદ પણ કરી છે. ચોખ્ખા દિલનો માણસ છે. તેને મે આ વાતની જાણ કરી છે. અને મદદ કરવાની પણ ખાતરી આપી છે .એની પત્ની બંને છોકરાઓને લઈ પંદેરક દિવસ માટે પિયર ગઈ છે. એ એકલો જ છે હમણાં. એવું નિકુંજ કહેતો હતો.

" ઓકે યાદ આવ્યું.સરસ છે."

" હવે આપણે કેવી રીતે પ્લાનિંગ કરીએ?"

" જો સુહાની..જે એસિડ્સ રોગના જીવાણુ હું લાવી છું તેની અસર ૮ કલાક હોય છે. શરીરમાં પ્રવેશ્યા પછી ધીમે ધીમે સક્રિય થાય છે. અને જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ જીવાણુ તીવ્ર બને છે અને ઝડપથી હુમલો કરે છે. દસ કલાકને પૂરા થવાની એકાદ કલાક બાકી હોય ત્યારે એ નિષ્ક્રિય થતાં જાય છે. પણ તેટલી વારમાં તો માણસના પ્રાણ નીકળી ગયા હોય છે. એ જીવાણુ મૃત અવસ્થામાં નથી રહેતા. પૂર્ણતા ઓગળી જાય છે. જો લોહીના કે પેશાબના નમૂના લઈ તપાસે તો પણ આ રોગના અંશ મળશે નહિ.

જો આપણે રાત્રે નવ વાગે પહેલા એન્ટી એસિડ્સનો ડોઝ અને દસ વાગે એસિડ્સના જીવાણું આપણા શરીરમાં ઇન્જેક્શનથી મોકલીશું તો ૧૧ વાગે જીવાણું સક્રિય થઈ જશે. એસિડ્સના જીવાણુની ખાસિયત એ છે કે શરીરસુખ માણીયે ત્યારે અથવા મુખ ચુંબન કરીએ ત્યારે જ એ ઝડપથી બીજાના શરીરમાં પ્રવેશે છે. દસ વાગે આપણે એન્ટી એસિડ્સનો બમણો ડોઝ લઈએ દસ દિવસ સુધી એ એન્ટી એસિડ્સના ડોઝ આપણા શરીરમાં રહેશે. કઈજ આડઅસર નથી થવાની.

સવારે છ વાગે જીવાણુંની અસર ખતમ થઈ જશે. આ લોકોને આપણે અગિયાર વાગે બોલાવીએ. આવે એટલે એ લોકો ભૂખ્યા વરુની જેમ તુટી જ પડવાના છે એમ સમજીને ચાલીએ. એ લોકોને ફક્ત એકજ વાર લીપલોકનો મોકો આપવાનો. પછી એમની સાથે આપણે રોમેન્ટિક ચાળા જ કરવાના. ફરીથી હાવી થવા દેવા નહી. મારા હિસાબે અંદાજે રાતના ત્રણ વાગે જીવાણુંની અસર થશે. શરૂઆતમાં એમને ચક્કર જેવું થશે. પછી ગળામાં થોડા બળતરા થશે. અન્ન નળી અને શ્વાસ નળીમાં જીવાણું મજબૂત સ્થિતિમાં આવી જાય એટલે શ્વાસ નળી અને અન્ન નળી સંકોચાઈ જશે જેથી શ્વાસ લેવામાં અને ખાવા પીવામાં તકલીફ થશે. એ લોકો તરફડીયા મારશે. એ લોકો કમજોર બની જશે એટલે આપણી ઉપર હુમલો નહી કરી શકે.આ બધી પ્રક્રિયા કે કામ કલાકમાં જ થઈ જશે. એટલે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં ખેલ ખતમ"

" તો હું પાંચ વાગ્યાનો સમય નિકુંજને આપી દઉં. એ અને એનો એક ખાસ મિત્ર છે .નિકુંજ એની કાર લઇને આવશે. સાથે પ્લાસ્ટિકના બે મોટા કોથળા અને બાંધવાને દોરી લઈ આવશે. બંને શરીરે મજબૂત અને તાકાતવર છે." સુહાનીએ આગળની પ્લાનિંગ જણાવતા કહ્યું."

બંનેને પોતપોતાના પ્લાનિંગથી સંતોષ થયો. સુહાનીએ તેના મિત્ર નિકુંજને આખા આયોજનની જાણ કરી અને મળસ્કે પોણા પાંચ વાગે જાગરૂક રહેવાનું કહ્યું. સુહાનીએ એનો મિત્ર નિકુંજ અને નિકુંજનો મિત્ર ત્રણેના ઘડિયાળમાં એલાર્મ સેટ કરી રાખ્યો. જેવું સુહાની પાંચ વાગે બટન દબાવે કે તરત જ નિકુંજ અને એના મિત્રના ઘડિયાળમાં રેડ સિગ્નલ બતાવે.

અચાનક કઈ યાદ આવતા સુહાની બોલી ઉઠી, " અલી સુશી..પણ જ્યારે આપણું અપહરણ થયું હતું ત્યારે આપણી ઉંમર આશરે ૧૫ વર્ષની હતી. હવે આપણી ઉંમર ૩૫ છે.એટલે ૨૦ વર્ષનો સમયગાળો છે. ૨૦ વર્ષનો ગાળો આમ તો બહુ લાંબો નહી કહેવાય. માણસના શરીરમાં , દેખાવમાં , ચહેરામાં એટલો બદલ નથી થતો જેથી એ લોકો આપણને નહી ઓળખી શકે.
એ લોકો તો આપને ઓળખી જશે ને"?

" અલી સુહાની , તું એની ચિંતા શું કામ કરે છે. તે જે હમણાં વિચાર્યું છે ને તે મે ક્યારનું જ વિચાર્યું હતું. તેની પણ વ્યવસ્થા કરી જ છે. ભારતીય છોકરીના બે માસ્ક હું લઈને આવી છું. તે આપણે પહેરી લેવાના. કામ પતી જાય એટલે તરત એનો નિકાલ કરી દેવાનો રહશે. અને એસિડ્સના જીવાણું અને એન્ટી એસિડ્સ ડોઝ આપણે લેવાના છે તે માટે પણ ઇન્જેક્શનની ડિસ્પોજેબલ સિરિંજ હું લઈને આવી છું. ડોકટર છું તો શું કામની?

"સુશી, એ લોકોને આપણે ક્યારે મેસેજ કરવો છે"?

"જો સુહાની અત્યારે ૧ વાગ્યો છે. આપણે એ લોકોને સાંજે ૬ વાગે મેસેજ કરીએ. આપણી પાસે હજુ ૫ કલાકનો સમય છે કઈક વિચારવાનો. કંઇક રહી ગયું હોય, આપણી પ્લાનિંગમા કંઇક ખામી હોય તો આપણે બદલી શકીએ, સુધારી શકીએ"

"અરે હા. સુશી...સારું થયું..એક વાત હજુ નક્કી કરવાનું રહી ગયું"

" આપણે એ લોકોને અહી બોલાવીએ તો સરનામું આપવું પડશે. સરનામું આપીએ તો તે લેખિતમાં રહેશે. અને એ મને લેખિતમાં આપવાનો વિચાર નથી. કોઈજ સબૂત નથી રાખવું."

" હા સુહાની , એ વાત સાચી હો!.." સુશીએ આ વાતને પુષ્ટિ આપતા કહ્યું. આપણે અત્યારે જ વિચારી લેઉ પડે. બીજી એક વાત કે આપણું કામ પતી જાય એટલે તારે ફેસબુક પરથી હિસ્ટરી ડિલીટ કરવી પડશે. અપલોડ કરેલા ફોટાઓ ડિલીટ કરવા પડશે. અને છેલ્લે એકાઉન્ટ જ ડિલીટ કરવું પડશે."

"એક કામ કરીએ નિકુંજને પૂછીએ"
" હા પૂછી જો"

સુહાનીએ નિકુંજને ફોન કરી પૂછ્યું. નિકુંજે કહ્યું કે એ લોકોનું સરનામું લઈ લે અને મારો એક ઓળખીતો રિક્ષાવાળો છે તેને આપણે એ લોકોના સરનામા ઉપર મોકલી દઈશું. આપણે રિક્ષાનો નંબર એ લોકોને આપી દઈશું. રિક્ષાવાળો સાડા દસ વાગ્યે એ લોકોના ઘર નજીક એક જગ્યાએ ઊભો રહેશે. રિક્ષાવાળો એ લોકોને લઈ આવશે એપાર્ટમેન્ટમાં ગેટ સુધી. અને રિક્ષાવાળો ફક્ત બીજા માળે જતા રહો એટલુજ કહેશે. આપણે એક કોડવર્ડ આપવો પડશે. તે આપણે બેઉએ નક્કી કરવાનો.

" હા..સરસ આઈડિયા છે. ચલ તારે એક ટેન્શન ઓછું થયું. હવે શું કોડવર્ડ આપીએ? "
"મારા મતે 'નગીના ૨૦' કેવું રહેશે?" સુહાની બોલી.

" હા ચાલશે. કહી દે નિકુંજને " સુશી બોલી.

પાછા સુહાનીએ નિકુંજને ફોન કરીને કોડવર્ડ ' નગીના ૨૦' આપ્યો.

નિકુંજે અગાઉ ઓળખીતા રિક્ષાવાળાને કહી રાખ્યું હતું અને રિક્ષાવાળાએ હા પાડી હતી. ભાડું ૨૦૦ રૂપિયા લેશે એમ પણ કહ્યું. નિકુંજે સુહાનીને રિક્ષાનો નંબર આપ્યો.

"સુશી..યાર આપણું આ મિશન સફળ થશે ને? મને થોડીક ગભરાટ થાય છે કે કઈ પકડાઈ નહી જઈએ.મહેનત પર પાણી ફરી ન જાય"? ચિંતિત સ્વરે સુહાની બોલી.

" જો સુહાની આપણું મિશન સફળ થવાનું હશેજ એટલે આપણે અત્યારસુધી કોઈ મુશ્કેલી નહોતી આવી. એસિડ્સ વાયરસનાં ડોઝ મળ્યા, એન્ટી એસિડ્સ વાયરસ ડોઝ મળ્યા,માસ્ક લઈ આવી, નિકુંજ પણ સાથ આપે છે.

-------------------