એપિસોડ -૨
તેમનું હોસ્પિટલ ભારતીય વસાહતમાં હતું. કોલેજમાં ભણતા હતા ત્યારે તેમનાથી જુનિયર સુશીલા વામણે જોડે આંખ મળી ગઈ હતી. બંને મરાઠી ખાનદાનના હતાં એટલે બંનેના પરિવારોને સંબંધ બાંધવામાં કોઈ અડચણ નહોતી. શરૂઆતમાં સુશી બહેનને લગ્ન નહોતા કરવા. કેમકે તેમને લગ્ન સંબંધ અને પુરુષો પ્રત્યે નફરત હતી.
એક દિવસે રઘુનાથ ભાઈએ હિંમત કરી મનની વાત કહી. " સુશી, હું તને ચાહું છું અને તારી સાથે પરણવા તૈયાર છું.મારા ઘરવાળાઓને કશોજ વાંધો નથી.તારો શું વિચાર છે તે મને કેજો.."
" નો..સોરી.. મિત્રતા સુધી બરાબર છે.આમેય મને પુરુષો પ્રત્યે નફરત થઈ ગઈ છે.મને લગ્ન જીવન મંજૂર નથી. તમે જો પરણવાનું વિચારતા હો તો મનમાંથી આ વિચાર કાઢી નાખો. મારા ભરોસે નહિ રહો"
" હું અહીંનું ભણીને વિદેશ જર્મન જવાનો છું અને ત્યાંજ સ્થાયી થવાનો છું.અહી ભારતમાં નથી રહેવાનો."
" કઈ નહિ. જે પણ હોય તે મારા ભરોસે તમે ના રહો"
ઘણા મિત્રો,ઓળખીતાઓ અને સગાવહાલાના સમજાવટથી સુશીલા માની ગયા અને સુશીલાવામણે .સૌ.સુશી રઘુનાથ પેન્ડ્સે બની ગયા. અને બર્લિન જર્મનીમાં પતિ જોડે પોતાનું પણ ક્લિનિક ખોલી પ્રેક્ટિસ કરતા થયા. ત્યાં જઈને તેમણે લેબોરેટરીનો એમ. એલ.ટી નો બે વર્ષનો કોર્સ પણ કર્યો હતો. તેમને વૈજ્ઞાનિકો , દવાઓ અને વિવિધ રોગોની જાણકારી જાણવાનો શોખ હતો. જટિલ રોગો,દવાઓ, દવાઓમાં વપરાતા કેમિકલ્સની જાણકારી મેળવતા હતા.પોતાની અદ્યતન લેબ પણ હતી.જાતે જ લોહી,પેશાબ,
લાળનું પરીક્ષણ કરતા. ધીકતી પ્રેક્ટિસ ચાલતી હતી.હિન્દુસ્તાનમાં તેમની સ્કુલ અને કોલેજ સમયની બહેનપણીઓ જોડે પણ સંપર્કમાં હતાં. અઠવાડિયે ત્રણ ચાર વખત વોટસ એપથી, ઈ મેઈલથી કે મેસેંજરથી વાતચીત કરતા. કોઈ વાર ફોનથી પણ વાત કરી લેતાં. તેમની ખાસ બહેનપણીઓમા ૪ બહેનપણીઓ સહુથી નજીક હતી.એટલે સગી બહેનો જેવો સંબંધ.
ચારે બહેનપણીઓ સાથે જ સ્કૂલે જતા.સાથેજ ટ્યુશન ક્લાસમાં જતા.સાથેજ ભણતા. ચારેય બહેનપણીઓ દેખાવમાં અતિ સુંદર, ચાલાક અને હોંશિયાર અને બહાદુર હતી.આખી સ્કુલમાં તેમના વિશે ઘણી સારી વાતો ચર્ચાતી હતી. ઘણા એવા લબરમૂછીયાઓ , ટપોરિયાઓ ચારે બહેનપણીઓ આગળ લાળ ટપકાવતા હતા. પણ કોઈની દાળ ગળતી નહોતી. તેમની હિમ્મત અને બહાદુરી જોઈને કોઈ પણ ટપોરી તેમનેે સ્પર્શ કરવાની હિંમત કરતો નહોતો. બે ત્રણ વાર ચાર ટપોરીયાઓએ કોશિશ કરી હતી પણ ફાવ્યા નહી.
જ્યારે પંદર વર્ષની ઉંમરે એ ચારે બહેનપણીઓ સ્કુલમાં દસમા ધોરણમાં ભણતી હતી ત્યારની વાત છે . રોજની જેમ ચારે બહેનપણીઓ સ્કૂલે ગઈ હતી . સ્કુલથી બારોબાર ટ્યુશન ક્લાસમાં ગયા. આવતી વખતે સાંજ પડી ગઈ હતી. શિયાળાની મોસમ હતી એટલે વહેલું અંધારું થઈ જતું હતું. ચારે બહેનપણીઓ શહેરના મધ્યમા રહેતી હતી. સ્કુલ અને ટ્યુશન ક્લાસ એકજ દિશામાં અને એકજ એરિયામાં હતાં.
ચારેય બહેનપણીઓ સિટી બસમાં જ આવતી અને જતી. સાંજે સાત વાગે ક્લાસ છૂટ્યો. ચારેય બહેનપણીઓ બસ સ્ટોપ પર બસની રાહ જોતી ઉભી હતી. બીજા કોઈ પેસેન્જર હતાં નહી. એક મારુતિ ઇકો બસ સ્ટોપ નજીક આવી. તેમાંથી ચાર યુવાનો મોંપર કાળો બુરખો પહેરીને નીકળ્યા.ચારેય બહેનપણીઓ કઈ વિચારે એટલી વારમાં તો તેમને દબોચી કારમાં બેસાડી લઈ ગયા. ચારેય બહેનપણીઓના મોંપર સફેદ કપડાનો દુપટ્ટો વીંટાળી દીધો હતો જેથી તેમને ક્યાં લઈ જવામાં આવી રહી છે, ક્યાં રસ્તેથી લઈ જવામાં આવી રહી છે તે ખબર નહિ પડે.
શહેરથી દૂર નિર્જન રસ્તાપર એક જગ્યાએ એક ખંડેર હાલતમાં મકાન હતું તેમાં લઈ ગયા. આજુબાજુ કઈ હતું નહિ. સવા સાત વાગે ત્યાં પહોંચી ગયા. ચારેય બહેનપણીઓને છોડાવી અને ચૂપચાપ રહેવા ધમકી આપી. એમના મોં પર ઢાંકેલું કપડું કાઢ્યું. બહેનપણીઓ ગભરાઈ ગઈ હતી.એમની નજીક કોઈ હતું જ નહી કે બૂમ પાડે તો મદદ માટે કોઈ આવે . ચારેય નરાધમોનો મનસૂબો ખ્યાલ આવી જતા બે બહેનપણી ત્યાંથી ભાગવા સફળ થઈ. રહેલી બે બહેનપણીઓને પેલા ચારેય નરાધમોએ પીંખી નાખી અને હત્યા કરી બેઉની લાશોને ગામ બહાર એક ખાડી પાસે કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી.
બચી ગયેલ બહેનપણીઓ હાંફતી હાંફતી પોતપોતાના ઘરે પહોંચી ગઈ . માતા પિતાએ સુશીલાને પૂછતા તેણે કહ્યું કે " આજે બસ નહોતી આવી એટલે હું ચાલતી અને થોડીક દોડતી આવી.એટલે હાંફી ગઈ છું એમ કહી જુઠાણું ચલાવ્યું. બેઉ બહેનપણીઓ હેબતાઈ ગઈ હતી.
એલીના માર્શ અને નગીના કોર એક પંજાબી કુડી અને એક ખ્રિસ્તી કુડી બેઉના ઘરવાળા તનાવમાં આવી ગયા.
એલીનાના પિતાએ બચી ગયેલ બહેનપણીઓના ઘરે વારા ફરતી ફોન કરી પૂછ્યું કે " હજુ એલીના નથી આવી ?
નગીનાના પિતાએ ફોન કરી પૂછ્યું કે" હજુ નગીના કેમ નથી આવી? કશે ગઈ છે? એકલી ગઈ છે કે કોઈની જોડે ગઈ છે?
રોજ તમે સાથે આઓ છો અને સાથે જાઓ છો.આજ દિન સુધી છૂટા પડ્યા નથી ક્યાં ગઈ એલીના અને નગીના?"
"અંકલ , હું તો આજે સમયસર નીકળી ગઈ હતી. મારું લેસન પૂરું થઈ ગયું હતું. એલીના અને નગીનાનું બાકી હતું. હું ને સુહાની નીકળી ગયા હતા ઇશારાથી અમે જઈએ છે તેમ કહી અમે નીકળી ગયા. બસ નહોતી આવવાની એમ અમને ખબર પડી. કોઈ રિક્ષા પણ નહી મળતા ચાલતી અને દોડતી હું આવી ગઈ." સુશીલાએ રડમસે અવાજે કહ્યું.
એલીના અને નગીનાના વાલીઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. તેમની પાસેથી બધી વિગત, ફોટા લીધા. તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું ધરપત આપી તેમને રવાના કર્યા. બીજા દિવસથી શોધખોળ ચાલુ થઈ. સહુથી પહેલાં સ્કુલમાં તપાસ કરી. કેટલા વાગ્યે સ્કુલ છૂટી. સાતમા ધોરણનો ક્લાસ કેટલા વાગે છૂટ્યો? છેલ્લે કોણ કોણ હતું?
સ્કુલના જણાવ્યા મુજબ સાતમા અને આઠમા ધોરણના ક્લાસ મોડેથી છૂટ્યા હતા.જેમણે લેશન પૂરું કર્યું હતું તેમને જવા દીધા હતા. જે રહી ગયા હતા તેમાં કોણ કોણ હતું તે ચોક્કસ ખબર નથી
પછી ટ્યુશન ક્લાસમાં તપાસ માટે ગયા ત્યાંથી જાણવા મળ્યું કે આજે ક્લાસમાં આવીજ નહોતી.
હવે ક્યાં ગયા હશે? કોઈએ અપહરણ કર્યું? અપહરણકર્તા એમની એમ અપહરણ નહી કરે. અપહરણ કર્યા પછી પૈસાની માંગણી કરે. જાનથી મારી નાખવાની ધમકીઓ આપે. પણ એવા કોઈજ સમાચાર કે ફોન કે મેસેજ આવ્યા નહોતા. દિવસભર પોલીસે તપાસ આદરી હતી. બે દિવસ થઈ ગયા પણ કોઈ વાવડ મળ્યા નહોતા.
ચોથે દિવસે છાપામાં સમાચાર આવ્યા કે બે કિશોર વયની છોકરીઓના મૃતદેહ વિકૃત હાલતમાં કચરાના ઢગલા પાસે મળી આવ્યા. કોઈ નરાધમોએ પાશવી બળાત્કાર ગુજારી પતાવી દીધી હતી. તેમના ગળામાં સ્કુલનું ઓળખપત્ર લટકાવેલું હતું. તે આધારે પોલીસે તરત મૃતક છોકરીઓના વાલીઓનો સંપર્ક કર્યો. ઓળખ પરેડ થયા પછી લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ. પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી ખબર પડી કે નરાધમોએ બહુજ હેવાનિયત આચરી હતી. જરાય દયા નથી આવી.
લાશો પોસ્ટમોર્ટમ થઈને આવ્યા પછી પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂરી કરી વાલીઓને લાશો સોંપી. સુશી અને સુહાની શોકાકુલ બની ગઈ હતી.તેમના કુમળા માનસ પર બહુજ ઊંડા આઘાત પડ્યા હતા.
બળાત્કારનો કેસ જિલ્લા સત્ર ન્યાયાલયમાં દાખલ થયો. બધા પુરાવા રજૂ થયા. ત્રણ વર્ષ થઈ ગયા હતા પણ કેસનો ચુકાદો નહોતો આવ્યો. બહેનપણીના બળાત્કારના ઘા રૂઝાયા નહોતા. બંને બહેનપણીઓએ દસમાની પરિક્ષા સારા માર્ક્સથી પાસ કરી હતી. સુશીએ મેડિકલ સાયન્સમા જવાનું નક્કી કર્યું. તેણીને ડોકટર બનવું હતું. સુશી અને સુહાની કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી. તેમના માનસ પરથી હજી બહેનપણીઓની હત્યાના ઘા યથાવત જ હતાં.
--------------------------------