ઓ હેનરી ની ક્રિસમસ ગીફ્ટ વાર્તા વાંચી છે ? (ક્યારેક અહિયાં લખીશ.) બે વ્યક્તિ એકબીજાને પ્રત્યે પોતાનું પ્રેમ દર્શાવવા માટે પોતાની સૌથી પ્રિય વસ્તુ નું ત્યાગ કરે છે અને ક્રિસમસ ગીફ્ટ આપે છે. .. બીજું દશ્ય વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈનું પેલું સીન. જેમાં અજય દેવગણ કંગના માટે અમૃત લઇ જાય છે અને કહે છે મહેંધા નહિ મિલા તો સસ્તે કો મહેંધા કર દિયા.. આજે આ યાદ કરવાનું કારણ એજ છે કે તમે કોઈને ગીફ્ટ આપવા માંગો તો શું આપો? ગરીબ વ્યક્તિ પોતાની પ્રિય વસ્તુ નું બલિદાન આપે જ્યારે અમીર વ્યક્તિ સસ્તા ને મોંધુ કરી દે. પરતું જેની પાસે કઈ જ ન હોય એ શું કરે ?
********** રસ્તાની એક બાજુ એક સ્ત્રી જેના કપડા ઉપર અગણિત થીગડાં છે અને ઠંડીથી બચવા માટે એની પાસે એક ફાટેલુ કંબલ જેવી એક વસ્તુ છે એ સિવાય એની પાસે એની મિલકતમાં કહી શકાય તેવું એક વાટકું છે જે આખો દિવસ એની સાથે જ હોય છે. એનો ઘર મેઈન રસ્તાથી થોડે દુર આવેલ એક વડલાનાં ઝાડની નીચે છે. એ એકલી જ છે એની આગળ પાછળ કોઈ નથી. અત્યારે એ ખુબ જ ચિંતામાં છે કારણ કે નજીકનાં સમય માં વરસાદની ઋતુ શરુ થવાની છે અને એને હજુ સુધી વરસાદથી બચવા માટેનો કોઈ સારો સ્થળ મળ્યો નથી. એ ચિંતામાં છે અને ચિંતામાંને ચિંતામાં એ ભીખ માંગ્યા કરતી હતી. તેજ સમયે એક બિલકુલ નંખાઈ ગયેલો પુરુષ જેની આંખો ઊંડી ઉતરી ગયેલ હતી અને પુરતું જમવાનું ન મળવાને કારણે એ એક હાડપિંજર જેવો લાગતો હતો. ઉપરથી એ લંગડો પણ હતો એને આવતા જોઈ ભિખારણની ચિંતામાં વધારો થયો. એને મન માં વિચાર્યું કે આ કેમ અહિયાં આવે છે. આ જગ્યાતો મારી છે અને વરસોથી હું જ અહિયાં ભીખ માંગુ છું એટલે એ આવીને પેલી ભિખારણ પાસે બેઠયો. ભીખારને એને ત્યાંથી જતા રહેવા માટે કહ્યું. પેલા ભિખારીને ગુસ્સો આવ્યો અને એક ગાળ બોલીને ભિખારન ને ચુપ રહેવા કહ્યું. બંને વચ્ચેની વાતચીત ઉગ્ર બનતા આજુ બાજુ કેટલાક લોકો ભેગા થયા અને એક બે હવાલદાર ભાગીને ત્યાં આવ્યા અને બંને ને ત્યાંથી ઉભા થઈ બીજે જવાનું કહ્યું જે થી પેલી ભીખારને પોતાના બચાવમાં કહ્યું કે હું તો વર્ષોથી અહિયાં જ ભીખ માંગુ છું આ કોણ જાણે ક્યાથી આવી ગયો છે અહિયાં. સા’બ તમે તો મને ઓળખો જ છો ને. ? ભિખારી ઉપર પોતાનું પભુત્વ પડે એ માટે એને હવાલદાર ને પૂછ્યું. હવાલદારે કહ્યું કે શાંતિથી બેસવું હોય તો બેસો નહીતો અહિયાંથી જતા રહો. એમ પણ આ રસ્તો વી.આઈ.પી વ્યક્તિઓ માટેનો છે જો તમને કોઈ જોઈ જશે તો અમારા ઉપર મુસીબત આવશે. હવે બંને શાત થયા છે અને રસ્તાની એક બાજુ બેસી જાય છે.
પોતાના હક્ક ઉપર કોઈ દબાણ કરેત્યારે જે ગુસ્સો આવે એ ગુસ્સો પેલી ભિખારણને આવતો હતો જ્યારે આજે જ શહેર માં નવો નવો આવ્યો તો પણ સારી જગ્યા મળી ગઈ એ માટેની ખુશી પેલા ભિખારીનાં ચહેરા ઉપર દેખાઈ આવતી હતી. આ વાતને બે કલાક થઇ ગયા. કેટલાક લોકો જે ભિખારણને રોજ જોતા હતા એમાંથી અમુકે એને ભીખ આપી. જ્યારે નવા આવેલ ભિખારી ને અત્યાર સુધી કઈ ન મળ્યું એટલે એ દુખી હતો. હવે ભિખારણ ને દુખ થયું એને ભિખારી સામે જોયું અને સહજ રીતે પૂછ્યું કઈ ખાવાનું ખાધું કે નહિ ? પેલા એ કઈ જવાબ ન આપ્યો એટલે એ ઉભી થઇ ને થોડીક ચા અને જમવાનું લઇ આવી અને ભિખારી ને રાજાશાહી આમંત્રણ આપતા કહ્યું હું જમવા બેસું છું તું પણ જામી લે.ખાવાનું નહિ ખાય તો આખો દિવસ કેવી રીતે જશે.? ભિખારી ને ભૂખ તો લાગી જ હતી એટલે એ ભીખારન સાથે જમવા બેઠયો અને પોતે પહેલા જ દિવસે કઈ લાવ્યો નથી એ નું દુખ પણ દેખાઈ આવતો હતો. બંને જ્યારે જમીને પરવાર્યા ત્યારે સ્ત્રીએ કહ્યું કે હું પાણી લઇને આવું. ટો પેલા ભિખારી એ કહ્યું કે મને જગ્યા બતાવી દે હું લઇ આવું. આમ બપોર સુધી માં બે દુખી આત્માઓ એક બીજાનાં ઉપકાર ને સ્વીકારતા નવા સંબધો બાંધવા લાગ્યા. સાજે ભિખારણ ફરીથી થોડીક ચિંતિત લાગી એટલે ભિખારીએ કારણ પૂછ્યું. એટલે પેલી સ્ત્રીએ પોતાની વ્યથા બતાવી અને વરસાદથી બચવા પોતાની પાસે રહેવા માટે એવું કોઈ સ્થળ નથી તેથી એ ચિંતિત છે એવું કહ્યું. થોડીવાર ભિખારી ચુપ રહ્યું કે કઈક વિચારીને કહ્યું કે હું શહેરમાં નવો છું પણ હું જ્યારે આવ્યો ત્યારેજ મેં વરસાદથી બચવા માટે એક જગ્યા શોધી લીધી છે આપને બે આવી જઈએ એટલી તો એ જગ્યા છે જ જો તને કોઈ મુશ્કેલી નાં હોય તો મારી સાથે આવી શકે છે.
વર્ષોથી એકલી રહેલી ભિખારણને આમ અચાનક કોઈની સાથે રહેવું સારું નાં લાગ્યું પણ વરસાદથી બચા કઈક તો કરવું જ પડશે અને આમ પણ પોતે એકલી જ છે એટલે બીજા કોઈને પૂછવું કે સાંભળવું નથી એમ વિચારીને એ ભિખારી સાથે જવા તૈયાર થઇ. રાતનું અંધારું થવા લાવ્યું એટલે બંને જવા લાગ્યા. પોતાની સાથે ભિખારણ આવવા તૈયાર થઇ એટલે ભિખારી ની ચાલવાની ગતિ વધી ગઈ. બંને એ જગ્યાએ આવ્યા જ્યાં પેલા બીખારીનું રહેઠાણ હતું. એની પાસે ની મિલકત ભિખારણ કરતા તો વધારે જ હતી. ઓઢવા માટેની બે વસ્તુ પણ નવી જ દેખાતી હતી. બંને એ જગ્યા એ બેઠાં અને થોડીક આમ તેમ વાત કરી થોડી વાર પછી બીખારી જમવાનું લાવ્યું અને બંને એ જમવાનું પૂરું કર્યું. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા હવે બંને રોજ સાથે જ આવવા જવા લાગ્યા. વરસાદની ઋતુ શરુ થઇ ગઈ હતી. અને એના કારણે ઠંડી પણ વધવા લાગી. બંને પાસે ઓઢવા માટેનું પુરતું હોવા છતાં ઠંડી ખુબ જ લાગતી હતી. એટલે એક દિવસ રાત્રે ભિખારીએ પોતાની પાસે ઓઢવાના બે વસ્તુ માંથી એક ભિખારણ ને ઓધાવી દીધી. એ દિવસ સવારે ભિખારણ ઉઠીતો તો એને જોયું કે ભિખારીને ખુબ જ તાવ છે. એટલે એને નક્કી કર્યું કે આજે એ એકલી જ ભીખ માંગવા જશે. થોડીવાર પછી ભિખારીની આંખો ખુલી તો એને કહ્યું કે હું ભીખ માંગા જાવ છું તું નજીક નાં સરકારી દવાખાનામાં જઈ ને દવા લેજે. આજકાલ ની તાવ ખુબ જ ખરાબ હોય છે સમયસર દવા લેવી જોઈએ. એ ભીખ માંગવા ગઈ. પણ આજે એનું મન ન લાગ્યું. બે કલાક પછી એ પાછી આવી ત્યારે ભિખારી ત્યાં હાજર ન હતો. થોડી વાર એને રાહ જોઈ કારણ કે ભિખારી દવાખાના જવાનું કહ્યું હતું. પણ ખુબ જ સમય વીત્યા છતાં ભિખારી ન આવ્યો તો એ સરકારી દવાખાના પાસે ગઈ. ત્યાં પૂછ્યું પણ કોઈને કાઈ ખબર ન હતી. ઉદાસ મને એ લગભગ બધી જગ્યાઓ જ્યાં ભિખારી લોકો બેઠાં હતા ત્યાં જઈ આવી પણ ભિખારી દેખાયો નહિ. અચાનક ભિખારને યાદ આવ્યું કે કાલે એ એક જ વસ્તુ ઓઢવા માટે લીધી હતી અને એને બે વસ્તુ ઓઢવા માટે આપી હતી. ભિખારણને હવે રડવું આવી ગયું. એ આમ તેમ ફર્યા કરતી હતી. પણ ભિખારી દેખાયો નહિ. એ જ્યાં ઉભી હતી ત્યાં એની પાછળથી કેટલાક લોકો એક ભિખારી જેવા વ્યક્તિનાં સબ ને હાથલારીમાં લઇ જતા હતા જેનું મુત્યુ અતિશય તાવ ને લીધે થયું હતું. *****