For the first time in life - 16 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - 16

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

For the first time in life - 16

એ દુઃખી જેવો લાગતો હતો . એટલે હું એની પાછળ જ ગઈ. એ એના ઘરે વાત કરતો હતો . હું એની પાછળ જ હતી. આદિ અને એનો મિત્ર બંને જોડે જ ઉભા હતા .

અભિનવ કોઈ ને એમ જ કહેતો હતો કે " એ આ વાત નહી સમજે " હું એને ખોવા નથી માંગતો , આમે એ મારાથી દુર તો થઈ જ ગઈ છે હવે હું એને હમેશા માટે દૂર કરવા નથી માંગતો..આટલું બોલી ને એ પાછળ જોવે છે એટલે એ મને જોવે છે એટલે એ ફોન માં કહે છે કે હું પછી વાત કરું. એની આંખો પાણી થી ભરાયેલી હતી.

મે કીધું કોણે ખોવા નથી માંગતો...? એને કોણ નહી સમજે ..? મને કઈ કહીશ તો હું તારી મદદ કરીશ . આટલું હું બોલી એટલે એ તરત જ મારા સામે આવી ને ઉભો રહી ગયો. મારી આંખો માં આંખો નાખી ને ઉભો રહ્યો. થોડી વાર સુધી એ કઈ બોલ્યો જ નહિ બસ એ મારી આંખો માં આંખો નાખી ને જોઈ રહ્યો. પછી કહેવા લાગ્યો
" I AM REALLY REALLY SORRY
PLEASE FORGIVE ME " .

મે કીધુ કેમ તું મને sorry કહે છે અને કેમ આવું કરે છે . મે મારો હાથ એના ગાલ પર મૂકી ને કીધું તને શું થયું છે...? તુ કેમ આવું કરે છે..? મારી સામે પણ નથી જોતો..? કંઈ થયું હોય તો મને બોલ.

મારું આટલું કહ્યા બાદ એને મને તરત જ ગળે લગાવી દીધી અને કહેવા લાગ્યો હું તારા વગર નથી રહી શકતો. તુ મને ઊંધું સમજે છે . શ્રેયા જોડે મારું કઈ જ નથી બસ એ એક રમત નો ભાગ હતો. હું તને ખોવા નથી માંગતો. I LOVE YOU યાર ...please મને છોડી ને ના જતી. તું આટલા દિવસ થી મારા જોડે ન હતી બોલતી તને ખબર છે કે મારી હાલત કેવી થઈ ગઈ હતી..? વગેરે...વગેરે...
ખબર નહિ એ શું બોલતો હતો અને શું નહીં બસ હું I LOVE YOU વાળા વાક્ય પર જ અટકેલી હતી. કારણ કે છેલ્લા ૪ મહિના થી હું અને જે કહેવા માંગતી હતી એ આજે એને મને સામેથી કહી દીધું. મારી ખુશી નો કોઈ પાર જ ન હતો. જેને હું બહુ જ પ્રેમ કરતી હતી એને આજે સામેથી જ મને પ્રપોઝ કર્યું. હું ત્યાં જ રડવા લાગી અને એ બોલતો જ હતો. મે એને રડતા રડતા કીધું કે હવે ચૂપ થઈ જા.એને કીધું તુ તો કઈ બોલ..? મે કીધું હું શું બોલું મારા જોડે કોઈ શબ્દ નથી બોલવા માટેનો. મને ગમતી વ્યક્તિ જ મારી થઈ ગઈ છે તો હું હાલ શું બોલું...?

થોડી વાર સુધી અમે એકબીજા ને ગળે જ મળેલા હતા . ખબર નહીં સમય જ ક્યાં જતો રહ્યો હતો.મે એને કાન માં કીધું આદિ મારી રાહ જોવે છે હું જાવ છું. એમ કહી ને હું જતી રહી.એ પાછળ થી મને બૂમ પાડી ને કીધું કે મને કઈ કહેતી તો જા..?

મે એને જવાબ આપ્યો કે કાલે કહીશ..એટલું કીધા પછી મારા મોઢા પર એટલો બધો glow હતો કે વાત જ ના પૂછો. હું દોડી ને આદિ ના જોડે ગઈ.અને મે અભિનવ ના મિત્ર ત્યાં હતો એને તો જોયો જ નહિ અને ખુશી થી બોલવા લાગી આદિ i love અભિનવ i love અભિનવ હું પાગલ ની જેમ જ બોલવા લાગી . આદિ અને અભિનવ નો મિત્ર મારી સામે જ જોઈ રહ્યા હતા .હું એને મિત્રને જોઈ ને ચૂપ જ થઈ ગઈ અને શરમાઈ ને મારા રૂમ માં જતી રહી. મારી પાછળ જ આદિ પણ આવી ગઈ.

આદિ જેવી રૂમ માં આવી એવો જ મે એને hug કરી લીધો અને કીધું he really love me યાર . એને મને કહ્યું..આજે યાર મને બધું જ મળી ગયું છે .મને અભિનવ વગર કઈ જ નથી જોઈતું યાર. પ્રેમ ની વાત જ કઈ અલગ હોય છે યાર

હું આટલી બધી ખુશ ક્યારેય ન હતી . હું આખી રાત જાગી હતી. એને આખી રાત નક્કી કરવા લાગી કે કાલે હું કયા કપડાં પહેરીશ અને અભિનવ ને મળી ને શું કહીશ કે I LOVE YOU TOO....? પણ આવું તો બધા જ કહે છે . હું કઈ અલગ એને કહું..?( હું મન માં ને મન માં વાતો કરતી હતી) એટલા માં જ એક બહુ જ સરસ idea મળ્યો.
રાત ના ૩.૦૦ વાગ્યા હતા એટલે આદિ ને જગાડી નહી. અને હું પણ સૂઈ ગઇ.

સવારે જાગી ને આદિ ને આખી વાત મે સમજાઈ દીધી. એને પણ મારી વાત બહુ ગમી . હું અને તૈયાર થઈ ને કૉલેજ માં ગયા . ત્યાં gate પર જ અભિનવ અને એના મિત્રો બધા જ અમારી રાહ જોઈ રહ્યા હતા .હું એ બધા ને જોઈ ને બહુ જ NERVOUS થઈ ગઈ હતી.હું કઈ બોલવાની હાલત માં જ ન હતી.....