The secret of success in Gujarati Motivational Stories by Hima Patel books and stories PDF | સફળતાનું રહસ્ય

Featured Books
Categories
Share

સફળતાનું રહસ્ય

એક કોલેજનાં કેમ્પસમાં ચહલપહલ મચેલી હતી. કોલેજમાં હાજર બધાં વિદ્યાર્થીઓનું ધ્યાન તે ચહલપહલ પર ગયું. ત્યાં જઈને જોયું તો બે વિદ્યાર્થીઓ કોઈ વાતને લઈને ચર્ચા કરી રહ્યા હતા.

સાલિની નામની વિદ્યાર્થીની એ પુછ્યું," કયાં ટોપિક પર આટલી બધી ચર્ચા કરી રહ્યા છો?"

એ બે વિદ્યાર્થીઓમાં એક કેયુર અને બીજો સમર્થ હતો. સમર્થ આર્થિક પરિસ્થિતિમાં નબળો હતો જ્યારે કેયુર એક અમીર પરિવારમાંથી આવતો હતો.

સમર્થે કહ્યું," બસ એ જ કે હંમેશાં સફળતા મેળવવા માટે આવડતની જરૂર પડે અને પૈસાની નહીં.."

કેયુર," પણ મારૂં માનવું એવું છે કે સફળ થવા માટે પૈસાની જરૂર પડે છે.. "

સાલિનીએ કહ્યું," તમે બંને તમારાં મતે સાચા છો પણ મારાં મતે સફળ થવા માટે હંમેશા અસફળ વ્યક્તિ પાસેથી શીખવું જોઈએ. કેમકે પરીક્ષામાં પાસ થવું હોય તો મહેનતની જરૂર પડે છે.. પૈસાથી પરીક્ષા પાસ થવાતી નથી."

કેયુર," પણ અત્યારે તો પૈસા આપીને પણ પેપર ખરીદી શકાય છે ને?"

સમર્થે કહ્યું," હા પણ પછી તારે એ પેપર લખવું તો પડશે ને? એનાં માટે પણ મહેનત તો કરવી જ પડશે. "

કેયુર," હમમમ સમજાય ગયું પણ સાલિની તારી વાત મને ન સમજાય.. સ્પષ્ટ સમજાઈ ને..?"

સાલિની," હું ફક્ત એટલું જ કહેવા માગીશ કે જ્યારે આપણે પરીક્ષામાં ઓછાં માર્કસ આવે છે તો હતાશ થવાનાં બદલે આપણાં માર્કસ કયાં કપાય છે એ બાબત પર ધ્યાન આપીએ તો વધું સારું રહેશે.. આમ પણ એક કહેવત છે ને કે નિષ્ફળતા જ આપણને સફળતાનો પરિચય કરાવે છે. તો બસ હંમેશા આપણી ભૂલોમાંથી જ નવું શીખવુ જોઈએ. ફક્ત આપણી જ નહીં પણ બીજાની ભૂલોમાંથી પણ આપણે હંમેશા નવું શીખતા રહેવું જોઈએ."

કેયુર," હા મને તારી વાત 100% સમજાય ગઈ.. હવે હું ભૂલોમાંથી શીખીને પરિક્ષા સારાં માર્કસ સાથે પાસ કરીશ. પપ્પા હંમેશા મને આળસુ કહેતાં હોય છે એમને પણ મહેનત કરીને હું સારૂં પરિણામ બતાવીશ.."

સમર્થે કહ્યું," હા બરાબર પણ એક વાત યાદ રાખજે."

કેયુર," કઈ વાત?"

સમર્થે કહ્યું," જો કદાચ પરિણામ ઓછું આવ્યું તો એમ જ હારીને બેસી જાવાનું નહીં.. અથવા તો તું એમ કહીને મહેનત કરીશ નહીં કે મારું તો નસીબ જ સારું નહોતું. પણ હંમેશા એમ જ વિચારવાનું કે હું એટલી મહેનત કરીશ કે મારું નસીબ જ બદલાઈ જાય.. તો જ તું જીવનમાં દરેક મોડ પર સફળતા હાંસિલ કરી શકીશ.. સમજાયું ને?"

કેયુર," હા તમે બંને મને સફળતાનું રહસ્ય એકદમ સ્પષ્ટ રીતે સમજાવી દીધું.. થેન્ક યુ સો મચ યાર.."

પછીનાં દિવસથી કેયુર પણ બધાની જેમ જ મહેનત કરવાં લાગ્યો. એક દિવસ કેયુર ઘરે પોતાનાં બેડરૂમમાં બેઠો બેઠો વાંચી રહ્યો હતો. એ વાંચવામાં એટલો મશગુલ થઈ ગયો કે તેને તેનાં મમ્મી-પપ્પાનો અવાજ પણ ન સંભળાયો. કેયુરે કઈ જવાબ ન આપ્યો એટલે તેનાં મમ્મી-પપ્પા તેનાં રૂમમાં આવ્યા. રૂમમાં આવીને જોયું તો બંને આશ્ચર્ય પામ્યાં. કેમકે આજ સુધી કેયુર આટલાં ધ્યાનથી કયારેય વાંચતો ન હતો.

કાર્તિકભાઈએ કહ્યું," લાગે છે કેયુર આટલું વાંચશે તો તેની કોલેજમાં ટોપ ટેનમાં સ્થાન તો પામશે જ!"

કેયુરને અવાજ આવતાં તેણે ઉંચુ જોયું અને કહ્યું," હા પપ્પા હું તમને પ્રોમિસ આપું છું કે આ વખતેની પરીક્ષામાં હું ટોપ ટેનમાં તો આવીશ જ.."

કાર્તિકભાઈએ કહ્યું," વાહ બેટા!ખૂબ સરસ.. પણ એકદમ બોજ લઈને ભણતો નહીં ક્યારેક ફ્રેશ થવા માટે ગાર્ડનમાં દોસ્તો સાથે લટાર મારી આવજે.. કયારેક મુવી પણ જોઈ આવજે.."

કેયુરે આશ્ચર્યથી તેનાં પપ્પા સામે જોયું અને કહ્યું," પપ્પા આ તમે કહો છો? અત્યાર સુધી તો મને હંમેશા ફરવા જવાની, મુવી જોવા જવાની ના પાડતાં હતાં. તો આજે અચાનક..."

તેની વાત અડધેથી કાપતાં જ કેયુરભાઈએ કહ્યું," હા કેમકે ત્યારે તું ભણતો નહોતો અને અત્યારે તું એકદમ મન દઈને ભણે છે..પણ જીવનમાં આનંદ પણ હોવો જોઈએ સમજાયું..જ્યારે તારું પરિણામ આવે ત્યારે એક સરપ્રાઈઝ તારી રાહ જોતી હશે.."

કેયુરે ખુશ થતાં કાર્તિકભાઈને ગળે મળ્યો. આ બંનેને આવી રીતે ખુશ થતાં જોઈને રશ્મિબેન પણ ખુશ થઈ ગયાં.

પરીક્ષાનાં દિવસો નજીક આવતાં ગયાં તેમ તેમ કેયુરની ચિંતા વધતી ગઈ. પણ તેના મિત્રો અને મમ્મીપપ્પા હંમેશા પ્રેરણા આપતાં જેથી કેયુર હતાશ ન થાય.કેયુર પણ મહેનત કરવા લાગ્યો.

આખરે પરીક્ષાનો દિવસ આવી ગયો. પેપર જોઈને કેયુર ખુબજ ખુશ થઈ ગયો. કેમકે તેને લગભગ બધાં પ્રશ્નોનાં જવાબ આવડતા હતાં. બધાંને આશ્ચર્ય તો ત્યારે થયું જયારે કેયુરે વધારાની સપલી માંગી. બાકી આજ સુધી આવું બન્યું નહોતું. અત્યાર સુધી તે ફક્ત પાસ થવા જેટલું જ લખતો. આજે તેને પેપર પૂરૂં કરીને અલગ પ્રકારનો સંતોષ થયો હતો. આવી જ રીતે બધા પેપર પૂરાં થયાં.

એક દિવસ બધાં ગાર્ડનમાં બેઠાં બેઠાં વાતો કરી રહ્યા હતા.

રોકી હંમેશા ટોપ ફાઈવમા જ આવતો. તેણે કહ્યું," આ વખતે પણ હું જ ટોપ ફાઈવમા હઈશ.. "

સમર્થે કહ્યું," આટલો વધારે આત્મવિશ્વાસ પણ સારો નથી બકા.. શું ખબર આ વખતે બીજાં કોઈ ટોપ ફાઈવમા આવી જાય. "

રોકી," હા.. એ તો પરિણામ આવશે ત્યારે જોઈ લઈશું."

આખરે પરિણામનો દિવસ પણ આવી ગયો. કેયુર ચિંતા કરતો કરતો નોટિસ બોર્ડ પર લાગેલું પરિણામ જોવા ગયો. ત્યારે રોકી સામે મળ્યો. તેનું મોઢું એકદમ મુરઝાયેલુ હતું. પણ તેનાં તરફ ધ્યાન ન આપતાં તે પરિણામ જોવા ગ્યો. કેયુરને પરિણામ જોઈને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. કારણકે તેનો ત્રીજો નંબર આવ્યો હતો. બધાએ તેને અભિનંદન આપ્યા. જ્યારે તે ઘરે ગયો ત્યારે તેની ફેવરીટ બાઈક પડી હતી.

કાર્તિકભાઈએ કહ્યું," કેવી લાગી સરપ્રાઈઝ?"

કેયુર," પપ્પા એકદમ મસ્ત... થેન્ક યુ સો મચ. "

બધાં ખુશ હતાં. આખાં કોલેજમાં કેયુરના જ વખાણ સાંભળવા મળતાં હતાં. આખરે કેયુરને સાચી મહેનત અને સફળતાનું રહસ્ય સમજાય ગયું. તેણે રોકીનાં અનુભવ પરથી એ પણ સમજયુ કે જો સફળતા મળે તો ધીરજ રાખવી.

પૂર્ણ

"સફળતાની એક સવાર પાછળ, મહેનતની અનેક રાતો છુપાયેલી હોય છે. "

✍✍ હિમા પટેલ " હિમ"