Sometimes I just want to live with myself ..... in Gujarati Human Science by Mital Ahir11 books and stories PDF | ક્યારેક હું મારી સાથે જ જીવવા માંગુ છુ.....

Featured Books
Categories
Share

ક્યારેક હું મારી સાથે જ જીવવા માંગુ છુ.....

આપણે ...., દરરોજ ઘણા લોકો ને મળતા હોએ છીએ . કોઈ સાથે હાય- હેલો ના રિલેશેન હોય છે ..., તો કોઈ સાથે ....કલાકો ના કલાકો વાતચીત ના રિલેશન હોઈ છે.પણ...., ક્યારે તમે ...તમને ખુદ ને મળ્યા છો? ક્યારે...., પણ ખુદ સાથે વાતો કરી છે.? ક્યારે પણ...તમારી જાત ને ખુદ ને જ સોપિ છે.તમારી એકલતા ને પોતાની સાથે વાતો કરી ને શણગારી છે?

👉 ક્યારેક....હું...બધું જ છોડી ને પોતાની સાથે જ જીવવા ઇચ્છું છું.ક્યારેક ...હું બધી જીમેદારી છોડી ને ખંખેરી ને પ્રકૃતિ ને માણવા માગું છું.ક્યારેક ..., હું દરેક સાથે ના સવાંદ ને છોડી ને પોતાના સાથે જ સવાંંદ કરવા ચાહું છું.ને....ક્યારેક તો મારી અંદર એક ફિલોશોફ્રર ઉદ્દભવે છે...., જે મને કહે છે...કે..., તે બધા માટે બહુ કર્યું ..., બધા માટે તું બોવ છે...., પરંતુ .., પોતાના માટે પણ થોડો તો થા. તે કહે છે કે..., બધા ની પ્રોબ્લેમ આવતા જ તું ...તેનો મોટીવેશનેર ને ફિલોશોફર બની જાય છે..., પરંતુ પોતાના માટે શું..? ક્યારેક ...તો સવાલો પૂછે છે કે ... .., તું પોતાના માટે કેટલો જીવે છે? તું પોતાની નજીક ક્યારે હોય છે? તું તને ખુદ ને કેટલો ઓળખે છે? ક્યારે તું તારી મરજી મુજબ જીવે છે? એવી અનેક સવાલો ની જાણ માં ખુદ જ અટવાય જાવ છું
👉 તમે બધા શું કરો છો? તમે ક્યારે પણ...ખુદ સાથે જીવો છો? આ સવાલ તો કદાચ આપણે ખુદ પણ આપણી જાત ને નહી પૂછાયો હોઈ. આપણે ખુદ કઈ રીતે જીવ્યે..? કોના માટે જીવીએ છીએ..? દરેક બાબત ના જવાબ જોઆપણે જાણતા હોત તો..., કદાચ કોઈ ફિલોસોફર કે પછી મોટીવેશનલ સ્પિકર ની જરુરત જ ના પડત .
👉 તમે કયારે પણ ..., સવાર ની સૂર્ય ની તાજી કિરણો ને તમારા ચેહરા પર જીલી છે? ક્યારે પણ તેજી થી લેહરતો પવન ની લેહારો માં સાથે જુમિયા છો?દરિયા કિનારે જઈ ને ઉઘાડા પગે ...ભીની રેતી માં તમારા પગલાં ને છોડીયા
છે? તમારા પગ ના તળિયા નો ને ..., ભીની રેતી નો સંગમ કરાવિયો છે? ક્યારે..., તમારા ઘરના અરિશા ને છોડી ને... પાણી માં તમારો ચેહરો જોયો છે? તમારી ફોન ની ગેલરી ના આલ્બમ ને છોડી ને .., તમારા પડછાય માં તમારો પ્રતિબીબ ને નીરખવા નો અનુભવ કર્યો છે? ક્યારે પણ..., પંક્ષી ઓ નો મધુર કલરવ ને સંભાળ્યો છે? ક્યારે ...પણ...કોઈ પવૅત ની ટોચે જય ને ઠંડી હવા ને મેહસૂસ કરી છે? તમારી અંદર રહેલી તમામ હતાશા ને ચિખી નાખી છે?
👉 ક્યારે પણ...., ઘરમાં રહેલા પ્લાસ્ટીક ના ફૂલો ને છોડી ને ...બગીચા માં જઈને તે સાચા ફૂલો ની સુગંધ ને શ્વાસ માં ઉતારી છે ? ફૂલ તો દરેક ના નસીબ માં હોય છે. પરંતુ તેની સુગંધ ને આપણા શ્વાસ માં ઉતારવી ની કોશિશ આપણે જ કરવી પડે છે. ક્યારે પાંદડાં પર રહેલ .... પાણી ના બિંદુ ને હાથ ના ટેરવા થી આંખ માં અંજાવાની
ની કોશિશ કરી છે
👉 હવે તમે ખુદ બે ઘડી .... વિચાર કરો કે તમે ક્યારે પણ..., આવો આહલાદક અનુભવ કર્યો છે? ને છેલ્લે ક્યારે તમે માત્ર તમારી જાત સાથે જીવ્યા છો? ખુદ સાથે વાતચીત તમે ક્યારે કરી હતી? તમે કહેશો કે...., હા... કાલે કે..પછી last week જ મેં ફ્રેન્ડ
સાથે સેલિબ્રેટ કર્યું. કે પાર્ટી માં ગયા ...પરંતુ ત્યારે તમારી આસપાસ અનેક લોકો ને ..ટોળા હતા . તમે તમારી જાત સાથે નથી જીવી શક્યા .પોતાના માટે જીવવું પણ જરૂરી છે. બધા ની નજીક રહીને મજા તો માણી શકીએ છીએ . પણ ખુદ ને ઓળખવા માટે પોતાના ની નજીક રહેવું પણ જરૂરી છે.
👉 એક છોકરો હતો ....જે ને વારંવાર દરેક જગિયા એ થી નિષ્ફળ તા જ મળતી . ક્યારેક બિઝનેસ તો ક્યારેક રેલેશનશિપ માં...પોતાના નું 100% આપ્યા પછી પણ છેવટે તેને નિષ્ફળતા મળતી . તેના મિત્રો સારા હતા ...જે તેને સાંત્વના આપવા પોહચી જતા.તેની problems પૂછી ને તેને હળવો કરવા માંગતા હતા. પરંતુ .....ત્યારે તે...છોકરો એટલું. જ કેહતો કે ....મને એકલો છોડી દો.., કેમ કે ..., "હું મારી સાથે જ જીવવા માંગુ છું "...., કેમ કે..., તમારી ખૂબી ને કે ખામી કે તમારા વિચારો ને તમે જ શાંત કરી શકશો . બીજા માત્ર પોતાના મંતવ્ય રજૂ કરે છે. પણ તમારી લાઈફ માં તો તમારે તમારા જ નિયમો ને વિચારો ને ફૉલ્લો કરવો પણશે અને તે... જ્યારે તમે તમારી સાથે રેહસો ને જિવસો ને ત્યારે જ શોધી શકશો.
👉 બીજા માટે તમે જેટલા મહત્વ ના છો ...તેટલા જ તમે તમારા પોતાના માટે પણ મહત્વ ના છો . તમારી જાત ને , તમારા એકાંત ને તમે મળતા રહો. એવું......, એકાંત જ્યાં તમારા એક સિવાય બધા નો અંત હોય ખુદ ને મળી શકો.., ખુદ ને સમજી શકો.., પોતાનો પોતાની જાત સાથે મિલાપ કરી શકો. ખુદે ને થયેલા સવાલો નો જવાબ ખુદ જ આપી શકો. ભૂતકાળ ને વાગોળી ને ખુદ જ ક્યારેક...હસી લો...ને...રડી ને પોતાના આશું લૂછી લો . આવી બાબતો તમને તમે જીવંત છે ને તેની અણસાર આપશે.

અંતે તો.... 👉=
"એક વાત યાદ રાખજો ..., તમારી જાત થી મોટો ફિલોસોફર ને મોટીવેશનર કોઈ નથી . તમારી સાથે જીવશો તો તમારી ખામી ને ખૂબી બને થી રૂબરૂ થશો.