થોડા સમય પછી એક પછી એક એમ પ્રદર્શન શરૂ થાય છે. એક પછી એક બેહતરીન પ્રોજેક્ટ લોકોની નજર આગળ હોય છે. ત્યાં હાજર લોકોની અક્કલ કામ કરવાનું બંધ કરી દે છે કેમકે એટલા કામયાબ ટેકનોલોજી યુક્ત પ્રોજેક્ટ તેમની આંખો સમક્ષ હતા. આખરે અબીર ના પ્રોજેક્ટ નો નંબર આવે છે અને રિવાયત અબીર પાસે આવે છે.
" અબીર ચાલ ભાઈ સ્ટેજ ઉપર, હવે આપડો નંબર આવી ગયો છે." રિવાયત
" શું? હું કંઈ સમજ્યો નહિ!" અબીર
" ભાઈ હવે જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એ તારો જ બનાવેલો છે." રિવાયત
" ભાઈ હજુ પણ હું કંઈ સમજ્યો નહિ." અબીર
" ભાઈ આ એજ પ્રોજેકટ છે જે તે તારી મા ને બચાવવા માટે બનાવ્યો હતો, પણ એજ સમયે કંઇક એવું થયું કે તે આ પ્રોજેક્ટ ને ત્યાંજ છોડી દીધો. બસ હવે આ પ્રોજેક્ટ બજારમાં આવશે અને ના જાણે આ દુનિયામાં કેટલી એવી મહિલાઓ હશે કે જેમને ખરેખરમાં રક્ષા ની જરૂર હશે! ત્યારે આ તારું બનાવેલ ગેજેટ એમની રક્ષા કરશે." રિવાયત
" પણ ભાઈ હું સ્ટેજ ઉપર જઈને લોકોને શું કહીશ યાર? રિવાયત મને કઈજ સમજાતુ નથી." અબીર
" હું , કિયારા અને અર્વી તારી સાથે છીએ! પહેલા હું અને કિયારા તારા આ ગેજેટથી જોડાયેલા હતા પણ અહી આવ્યા પછી અર્વી ઉપર પણ અમે આ ગેજેટ નો પ્રયોગ કર્યો અને હવે એ પણ આપડા પ્રોજેક્ટમાં સામીલ છે." રિવાયત
" તું અને અર્વી સાથે ઊભા હતા અને તારા ગયા પછી અમારે તારું ગેજેટ કઈ રીતે વર્ક કરે છે એ નિર્ણાયકો ને બતાવવાનું હતું. એટલે મેં અને કિયારા એ અર્વી ઉપર આ પ્રયોગ કરવાનું નક્કી કર્યું. થોડા સમય પછી મારા કેટલાક દોસ્ત અર્વી ને મવાલી જેમ છેડવા લાગ્યા, અને એનો હાથ પકડી એને ખબર ન પડે એ રીતે એના હાથમાં ગેજેટ પહેરાવી દીધું. બસ પછી કુંજ એ આવી અર્વી ને બચાવી લીધી." રિવાયત
" પણ તમારે અર્વી સાથે આ રિસ્ક શું કામ લેવું પડ્યું? શું અર્વી આ બધું જાણે છે? " અબીર
" હા કિયારા એને બધું કહી ચૂકી છે અને પેલા મવાલી પણ અર્વી ની માફી માગી ચૂક્યા છે અને અર્વી પણ હવે આપડી સાથે છે." રિવાયત
અબીર નું ધ્યાન સામેની તરફ જાય છે જ્યાંથી કિયારા અને અર્વી આવી રહ્યા હોય છે. અર્વી ને આવતી જોઈ અબીર ના ચહેરા ઉપર થોડી ખુશી છવાઈ જાય છે પણ જ્યારે અબીર ને આ ખુશી નું ભાન થાય છે ત્યારે તે વિચારમાં પડી જાય છે કે....
" અર્વી ને જોતાં જ મારા ચહેરા ઉપર ખુશી કેમ આવી જાય છે? મારી મા ના ગયા પછી આજ સુધી મે ક્યારેય પણ સ્માઇલ નથી કરી તો હવે કેમ અર્વી ને જોઇને આ બેજાન ચહેરો મલકાઈ જાય છે? શું થઈ ગયું છે મને!" (અબીર તેના મનમાં)
" ચાલો રિવાયત સર આપડો નંબર આવી ગયો! હવે આપડે સ્ટેજ ઉપર જઈએ." કિયારા
" હા બસ એ લોકો જ્યારે આપડા નામની જાહેરાત કરે ત્યારે આપડે પોહચી જઈશું સ્ટેજ ઉપર." રિવાયત
" ઠીક છે. રિવાયત સર મને ખબર જ છે આજનો એવોર્ડ અબીર સરને જ મળવાનો છે." કિયારા
" હા અબીર ને જ મળશે આ એવોર્ડ." અર્વી
અબીર અર્વી પાસે જઈને તેનો હાથ પોતાના હાથમાં પકડી લે છે. અર્વી થોડી બેચેન થઈ રહી હોય છે પણ તેને અબીર ઉપર હવે પૂરો વિશ્વાસ હતો કે અબીર તેની સાથે કંઈપણ ખોટું નહિ કરે.
" અર્વી, મને માફ કરી દેજો! મારા પ્રોજેક્ટ ના લીધે તમારી સાથે ઘણું ખોટું થઈ ચૂક્યું છે, તમારે મવાલીઓ નો સામનો કરવો પડ્યો મારા લીધે.. મને માફ કરજો." અબીર
" અબીર તમે મહિલાઓ માટે જે કર્યું એ જ બહુ છે. તમારે માફી માગવાની જરૂર નથી! ઉપર થી હું તો તમારો આભાર માનું છે કે તમે મહિલાઓ માટે આટલી ઉચ્ચ વિચારધારા ધરાવો છે. અબીર આજનો એવોર્ડ તમને જ મળશે." અર્વી
" એકલા મને નહિ, આપણને!" અબીર
" અબીર એક વાત તે નોટિસ કરી મારા ભાઈ?" રિવાયત
" અબીર મારા પછી અર્વી બીજી એવી વ્યક્તિ છે કે જેની સાથે તું મારી જેમ જ વાત કરી શકે છે. અબીર હવે આ બદલાવ ની શરૂઆત છે." રિવાયત
" હા ભાઈ, હું ધીરે ધીરે ફરી આ દુનિયામાં પાછો આવી રહ્યો છું." અબીર
" હવે સમય થઈ ચૂક્યો છે આજના આખરી પ્રોજેક્ટ નો! આ પ્રોજેક્ટ બનાવ્યો છે અબીર એન્ડ સન્સ ના ઓનર અબીર અગ્નિહોત્રી એ. તો હું અબીર અને તેમની ટીમ ને સ્ટેજ ઉપર આવવા નિમંત્રણ આપુ છું. તે સ્ટેજ ઉપર આવે અને આ વિશ્વ ને પોતાનું ગેજેટ આપી ને આ નવી 22 મી સદી ની શરૂઆત માં યોગદાન આપે." આયોજક
અબીર અને તેની ટીમ સ્ટેજ ઉપર આવી જાય છે. સ્ટેજ ઉપર જઈને પોતપોતાનું સ્થાન તે ગ્રહણ કરી લે છે. રિવાયત ઊભો થઈને પોડિયમ પાસે જાય છે.
" હેલ્લો ફ્રેન્ડ્સ, હેપ્પી ન્યૂ યર ઓલ. આઈ એમ રિવાયત અન્સારી, હું તમને બધાને આવકારું છું. નવા વર્ષની શરૂઆત બધા જ વૈજ્ઞાનિક મિત્રો દ્વારા જોરદાર ટેકનોલોજી યુક્ત કરવામાં આવી, દરેક વૈજ્ઞાનિક ને અબીર એન્ડ સન્સ તરફથી ઓલ ધ બેસ્ટ. તો મિત્રો અમે અમારા પ્રોજેક્ટ ની શરૂઆત કરીએ એની પહેલા હું એક ખાસ વ્યક્તિને સ્ટેજ ઉપર આમંત્રણ આપવા માગું છું. પ્લીઝ અંકલ સ્ટેજ ઉપર આવી જાઓ." રિવાયત
અબીર ના પિતાને સ્ટેજ ઉપર આમંત્રિત કરીને રિવાયત પોતાની સીટ ઉપર જઈને બેસી જાય છે. અબીર ના પિતા અબીર ની માતાની તસ્વીર સાથે સ્ટેજ ઉપર આવી જાય છે. અબીર પોતાના પિતા અને માતાની તસ્વીર ને સાથે જોઇને પોતાના આંસુ રોકી નથી શકતો અને પિતાના ગળે જઈને લાગી જાય છે. અબીર ના પિતા તેને શાંત કરીને પોડિયમ પાસે મૂકી આવે છે.
" બેટા, તારા પિતા ને તારી ઉપર ગર્વ છે. આજે આ દુનિયાને તારી ટેકનોલોજી થી મુલાકાત કરાવ. મારા અને તારી માતાના આશીર્વાદ દીકરા તારી સાથે છે." શિવરાજ
શિવરાજ પછી જઈને પોતાની જગ્યા ઉપર બેસી જાય છે. ત્યાં બેઠેલા દરેક લોકો અને આખા વિશ્વની નજર અબીર ઉપર સવાલો કરી રહી હતી કે " આ માણસની ટેકનોલોજી માં શું દમ હશે? મોટા મોટા વૈજ્ઞાનિકો આગળ આ છોકરું કંઇ રીતે ટકી શકશે?" પણ અબીર ના પિતાને પોતાના દીકરા ઉપર પૂરો વિશ્વાસ હતો.
" હેલ્લો.... દોસ્તો.... હેપ્પી... ન્યુ યર.... ઓલ..." અબીર
અબીર ને અચકાતો જોઈ ત્યાં બેઠેલા દરેક વૈજ્ઞાનિક અને તેમની ટીમ નીચું જોઈ અબીર ઉપર હસવા લાગી જાય છે. અબીર લોકોને પોતાની ઉપર હસતાં મહેસૂસ કરી શકતો હતો પણ અબીરની હાલત કે એનો વિશ્વાસ ઓછો થાય એ પહેલાંજ રિવાયત ઊભો થવા જાય છે પણ અર્વી તેને રોકી દે છે. અર્વી ઊભી થઈને અબીર પાસે પોહચી જાય છે. અબીર પાસે જઈને અર્વી સીધી જ પોતાના પગ ઉપર બેસી જાય છે. અર્વી ને આ રીતે બેઠેલી જોઇને ત્યાં હાજર દરેક લોકો વિચારમાં પડી જાય છે, કે આ શું કરી રહી છે! અર્વી અબીર નો હાથ પકડી ને તેની આંખોમાં જોવા લાગી જાય છે.
" અબીર અહી કોઈને તમારી કાબિલિયત ઉપર વિશ્વાસ હોય કે ન હોય! પણ તારી અર્વી ને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. અબીર આઈ લવ યુ, શું તું મારી સાથે લગ્ન કરીશ?" અર્વી
અબીર ને અર્વી પ્રપોઝ કરી ચૂકી હતી પણ અબીર મુંજવણમાં આવી જાય છે કે અર્વી ને શું જવાબ આપે! અબીર ઘણો સમય વિચારવામાં લગાવી દે છે ત્યાં સુધી અર્વી પોતાના પગ ઉપર જ બેસી રહે છે. થોડા સમય પછી અબીર અર્વી ને હા કહી દે છે, ત્યારે અર્વી ઊભી થઈને અબીર ના ગળે લાગી જાય છે. અર્વી અને અબીર ના પ્રેમની શરૂઆત થઈ ચૂકી હતી.
" અબીર હું તમારી સાથે તમારા પડખે ઊભી છું. તમે નિસંકોચ થઈને તમારું ગેજેટ દુનિયા સામે મુકો અને મહિલાઓને હજુ સુધી જે સન્માન નથી મળ્યું એ દુનિયામાં અપાવો. હું અને આપડી ટીમ તમારી સાથે છીએ." અર્વી
અર્વીનો સાથ અંતર્મુખી અબીર ને બદલાવ લાગ્યો હતો. અર્વી ના સહારા એ અબીર ની અંદર એક નવી આશ જગાવી હતી. જે રીતે અર્વી અબીર નો હાથ પકડીને ઊભી હતી એ રીતે કોઈએ ન પકડ્યો હતો, અબીર ની હિંમત પણ હવે વધી રહી હતી. અબીર હવે લોકોની સામે અંતર્મુખી નહિ પણ બહિર્મુખી બનવા જઈ રહ્યો હતો.
" મિત્રો આજનો મારો પ્રોજેક્ટ છે "change your thought For help of women and make her safe in the world." જેમાં મહિલાઓની રક્ષા માટે મે એક ગેજેટ આજથી પાંચ વર્ષ પહેલા બનાવ્યું હતું પણ થોડાક ખરાબ સંજોગોને લીધે હું તેને લોન્ચ ન કરી શક્યો, પણ આજે હું મારા ગેજેટ " women sefty watch " ને આજે અહી વિશ્વની નજરો આગળ વિશ્વની મહિલાઓની રક્ષા માટે સમર્પિત કરુ છું. તો આપડે આ ગેજેટ નો ડેમો નિહાળીએ અને મહિલાઓની શક્તિ ને એક નવા મકામ સુધી લઈ જઈએ." અબીર
જે લોકો અબીર ને હજુ સુધી નાદાન સમજતા હતા એ લોકો અબીરના વિચાર સાંભળીને ચોંકી ગયા. ધીરે ધીરે તે લોકોને અબીર ઉપર વિશ્વાસ થઈ રહ્યો હતો. અબીર પોતાનો ડેમો શરૂ કરે છે.
( ડેમો શરૂ થતાં જ સૌથી પહેલાં રસ્તા ઉપર ચાલતી કિયારા ઉપર લોકોની નજર આવીને રોકાઈ જાય છે.
" મા મને થોડું મોડું થઈ ગયું છે પણ ચિંતા ન કરતી હું નીકળી ગઈ છું. બસ ટેક્સી મળતાં જ હું ઘરે આવી જઈશ." કિયારા
" ઓકે બેટા, પણ ધ્યાન થી ઘરે આવી જજે." ( સામે ફોનમાં) કિયારા ની મા
" તું ફિકર ન કર મે મારા હાથ ઉપર " women sefty watch " પહેરેલ છે. ક્યાંક કંઈ થશે તો અબીર આવીને મને બચાવી લેશે." કિયારા
કિયારા આટલું કહીને ફોન મૂકી દે છે. અંધારી રાતમાં સૂમસામ સડક ઉપર કિયરા એકલી ચાલતી જતી હતી. રસ્તામાં એને કોઈજ દેખાતું ન હતું, ધીરે ધીરે તેના દિલની ધડકન તેજ થઈ રહી હતી. દિલમાં એક અજીબ ગભરાહટ ઉપડેલી હતી કે આખરે આજે થશે શું? કિયારા લાંબા સમય સુધી એ ચિંતામાં હતી કે આજે કોઈ ટેક્સી કેમ મળતી નથી. થોડા સમય પછી તેને યાદ આવે છે કે આજે તો ટેક્સી ની હડતાલ છે.
"ઓહ નો! હું તો ભૂલી જ ગઈ કે આજે સાંજે 6 વાગ્યા પછી ટેક્સી ની હડતાલ હતી. હવે મારે ચાલતું જ મારા ઘરે જવું પડશે. અંધારું પણ આજે ખૂબ જ વધારે છે. મને ડર લાગી રહ્યો છે. ( બીજા જ પળે) ના કિયારા તું આજના સમયની નારી છે અને તારા હાથમાં women sefty watch છે. તારે ડરવાની કોઈ જરૂર નથી, તું ડર્યા વગર જ આગળ વધ." કિયારા
કિયારા પોતાના મનને મક્કમ કરીને આગળ વધી રહી હોય છે ને એજ સમયે 2-4 મવાલી બાઇક લઇને ત્યાં આવી જાય છે. કિયારા પાસે આવીને પોતાના બાઇક ને બ્રેક મારે છે.
" ચાલો મેડમ અમે તમને છોડી દઈએ." મવાલી
ક્રમશ.........