આગળના ભાગમાં અમીતનું બાઈક પંચર થતા અજનબી છોકરી તેને મદદ કરવા માંગે છે પણ તે તેના પર ગુસ્સે થઈ જાય છે. હેલ્મેટ કાઢ્યા પછી તે તેને ઓળખે છે.. તેઓ કેફેમાં જાય છે ત્યાં તેની મુલાકાત આરાધ્યા સાથે થાય છે. આરાધ્યા એ જ એક્ટિવ ગર્લ હતી. અચાનક આરાધ્યા તેની મમ્મીને શું થયું હતું? પૂછી લે છે.. તેની વાત સાંભળી ત્યાંથી તે ગુસ્સામાં જતો રહે છે, વાત બદલવા ગુંજન આરાધ્યાને તેની બેન વિશે પૂછે છે, ત્યારે તેના મોંઢાનો રંગ ઊડી જાય છે. તે કંઈ છૂપાવી રહી હોય એવું ગુંજનને લાગે છે, તેને પૂછતા તેની આંખમાં આંસુ આવી જાય છે. તે બીજી વાર ક્યારે કહેશે, એમ કહી વાત ટાળી દે છે.. હવે, આગળ
***********
કોશિશ કરી લો લાખ પણ, ચહેરો બોલી જાય છે..
દિલમાં છુપાયેલ રહસ્ય પણ,આંખોથી જાહેર થાય છે.!
ગંજને કહ્યું: આરું, "એવું તે શું છે.? જે તું મને હમણાં કહી શકતી નથી.! તું વાત શા માટે ટાળે છે.? તારી બેન વિશે પૂછતાં તારો મોઢાનો રંગ કેમ ઉતરી ગયો.? આ આંખોમાં પાણી કેમ છે.?
કેટલીક વાતો ચાહીને પણ નથી કહી શકતા.. કેટલાક દુઃખ આપણે ખુબ પીડા આપે છે, પણ આ અંદરની પીડા નથી કોઈને કહેવાતી કે નથી એ સહેવાતી!? હું તને બીજીવાર ક્યારે કહીશ.. -
અને એ બીજી વાર ક્યારે નથી આવતી.! એવું તે કયું દુઃખ છે?! જે તું અંદરોઅંદર ઘૂંટાય રહી છે.? તારી બેન સાથે તારો કોઈ ઝગડો થયો છે.?
આ વાતને જવા દે.. પ્લીઝ..
તારે નહિ કહેવું હોય તો કંઈ નહિ, આવી રીતે અંદરથી ઘૂંટાવુ કેટલું યોગ્ય છે.?
તેણે એકટીવા સ્ટાર્ટ કર્યું.. અને ઘર સુધી તે મુંગા મોઢે જ રહી.!
છૂટા પડતાં સમયે તેની આંખોમાં આંસુ આવ્યા.. તે આંસુ લૂછી ("ગુડ નાઈટ,") ("ટેક કેર") કહી જતી રહી.!
ગુંજન ઘરમાં આવતાની સાથે એક જગ્યા પર ઉભી રહી વિચારોમાં હતી, "એવું તે શું થયું હશે.!?" તેની માસીએ તેને બૂમ પાડી, છતાં પણ તે વિચારમાંથી બહાર આવી નહીં..
શું થયું ગુંજુ.! "શું વિચારી રહી છે.!"
"કંઈ જ નહિ માસી.!"
તો... "મારો અવાજ પણ તે સાંભળ્યો નહિ.!" તારી ફ્રેન્ડ આવી નહિ, તે બહારથી કેમ જતી રહી.?
તેણે મોડું થઈ રહ્યું હતું, માટે... અને માસી તે તમારી સોસાયટીમાં જ રહે છે. તો બીજી વાર ક્યારે આવશે.!
અમિત પણ આવી પહોંચ્યો. તેના ચહેરા પર હજુ પણ ગુસ્સો દેખાય રહ્યો હતો.! તે કંઇજ બોલ્યા વિના બેડ રૂમ માં જતો રહ્યો.
ઝંખનાને નવાઈ લાગી કે ગુંજનને જોઈને ના કોઈ વાતચીત કરી, ના હાઈ!! ના હેલો? સીધો તેના રૂમમાં કેમ ગયો.! આવું તે ક્યારે પણ કરતો નથી..
રાત્રે જમી તે હૉલમાં ટીવી જોઈ રહ્યો હતો, ત્યાં તેના ડેડ પણ હતા. તેનો ઉતરેલો ચહેરો જોઈ બોલ્યા, "આજનો દિવસ કેવો રહ્યો.!?"
રોજ જેવો નહિ...
"કેમ શું થયું.?"
આજે કોલેજમાં મારા ફ્રેન્ડને પોલીસ ઇન્કવાયરી માટે પોલીસ સ્ટેશન લઇ ગયા. વળી, "તેના સર્કલના દરેક વ્યક્તિને બોલાવી પૂછપરછ કરી રહી હતી." કૉલેજથી ઘરે આવતા મારું બાઈક પંચર થયું. અચાનક, "પંચરની દુકાને ગુંજન આવી, મને કોફી પીવા લઈ ગઈ, ત્યાં મને એકટીવા ગર્લ મળી. અને તે ગુંજનની સાથે આવી હતી. તેણે મમ્મી વિશે જે કંઈ કહ્યું, "તે મને ગમ્યું નહિ!" મને ભાગ્યે જ ગુસ્સો આવે છે. પણ આ વખતે મારો બધો ગુસ્સો મે તેના પર ઉતારી દીધો. મારે વધુ જવાબ આપવો ના પડે, તેથી હું ત્યાંથી બાઈક લેવા ગયો. ત્યાં પહોંચ્યો તો પંચર વાળો પણ આવ્યો નહતો. માટે હું બાઈક લઈ બીજે જઈ રહ્યો હતો. પણ મારા બાઈકમાં પંચર નહોતું. એ વાતની મને ઘણી જ નવાઈ લાગે છે..
સોહમે પૂછ્યું, પોલીસ ઇન્કવાયરી કેમ.? શું થયું.!
ખબર નહિ, પણ કોલેજમાંથી એક છોકરી મિસિંગ છે.! તે અમારા સર્કલમાં હતી. મારા ફ્રેન્ડની સાથે તેની મિત્રતા હતી.
ડોન્ટવરી , તું ટેન્શન નહિ લે. બધું સારું થઈ જશે.!
ગુંજન પણ બેઠી બેઠી આ સાંભળી રહી હતી, તેના મોબાઈલ પર આરાધ્યાનો મેસેજ આવ્યો...
"હું તારા ઘરે આવ છું.!" આપણે અડધો કલાક બેસીએ.!
ગુંજન: સારું.! મળીએ...
ડોરબેલ વાગતાં અમિતે બારણું ખોલ્યું, તે આરાધ્યા જોઈ ચોંકી બોલ્યો, તું અહીં અત્યારે કેમ આવી.! તને અમારે ત્યાં જોઈ લોકો વાત કરશે, તો ખોટું મારું નામ ખરાબ થશે.. જેમ મારી મમ્મી માટે બોલે છે, એમ તારા માટે પણ વાતો કરશે..
તેની આંખોમાં જળજળીયા આવ્યા. સોરી તને મારી વાતનું ખોટું લાગ્યું હોય તો.! હું અત્યારે તને નહિ પણ ગુજનને મળવા આવી છું.
અરે આરું, અંદર આવ...
સોરી ગુંજન કેફેમાં મારાથી.... -
અમિતે ગુસ્સામાં કહ્યું: "મારી મોમને પાગલ કહ્યું હતું..."
ભાઈ તું આટલો ગુસ્સો કેમ કરી રહ્યો છે.! એ માફી માંગી રહી છે. એણે ખબર નહોતી કે તને ખોટું લાગશે.!
તો હું પણ મજાક જ કરું છું.. સોરી એ વાત તો હું ક્યારનો ભૂલી ગયો.. વેલ કમ માય હોમ.! જોજે મારી મમ્મીથી દૂરી બનાવી રાખજે.. જે પૂછે તેનો હા માં જવાબ આપજે.! તેને ગુસ્સો આવે એવું જરાક પણ કરતી નહીં.. નહિતર...
નહિતર, "શું.?"
નહિતર, મારી મમ્મીને..
માસીને શું.! ભાઈ
કંઈ નહીં... તમે બેસો હું આવું છું. એમ કહી તે તેના બેડ રૂમ માં જતો રહ્યો.. ત્યાં તેના માસા પણ હતા. એટલે તેણે કહ્યું આપણે બહાર ઓટલા પર બેસીએ..
બંને બહાર જઈ જ રહ્યા હોય છે...
ત્યાં તો ઝંખના બોલી , ડોર બેલ વાગ્યો કોણ આવ્યું છે.!? જોરથી જોરથી બોલવાનો અવાજ કેમ આવી રહ્યો છે.!
તું અનન્યા છે ને.. તું અહીં... "કેમ શું થયું.?" અડધી રાતે તારે મારા ઘરે આવવું પડ્યું. તું મજામાં તો છેને.?
માસી આ મારી ફ્રેન્ડ આરાધ્યા છે, અનન્યા તો તેની જુડવા બહેન છે.. "શું તમે અનન્યાને ઓળખો છો.!" કેવી રીતે.!
તે દિવસે વોસ રૂમમાં તું જ હતી ને.? તારા માથા પર થી લોહી નીકળી રહ્યું હતું. તે જ મીરર પર લોહીથી હેલ્પ મી લખ્યું હતું... પછી અચાનક તું ક્યાં ગાયબ થઈ ગઈ હતી..!
હું આરાધ્યા છું.. મે પહેલી વખત તમને કેફેમાં જોયા હતા.. હું તમને નથી ઓળખતી.! તમે શું બોલો છો એની કંઈ જ ખબર પડતી નથી. પણ શું તમે મારી દી ને ઓળખો છો.?
ના, હું નથી ઓળખતી,. હું તને ઓળખું છુ, તું જ થોડી વાર પહેલા જ ઘરે આવી હતી. કોઈ ઘરનું એડ્રેસ પૂછતી હતી, તે મારી સાથે ઘણી વાતો પણ કરી હતી. બસ, ગુંજનના આવ્યા પહેલા જ ત તું ગઈ. હું વિચારતી જ રહી, ત્યાં તો તું જતી રહી મને ખબર પડી નહિ.!
આંટી તમારા ઘરે હું હમણાં જ આવી છું.. કદાચ તમે મારી દીને મળ્યા હશો! મારો ચેહરો તેની સાથે મળતો આવે છે...
પણ, આ કેવી રીતે શક્ય બને.! મારી બહેન તો મિસિંગ છે.! અમે તેની કંપ્લેન સુરત પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી.! તે અહીં કેવી રીતે આવી શકે.! અમે તેને એક મહિનાથી શોધી રહ્યા છીએ. હવે આવે તો મને બોલાવજો..,
બોલાવાની શી જરૂર છે.? તારા ઘરે જઈ જોઈ લે. તારા ઘરે જ હશે.! કદાચ તેને ખબર પડી હશે, તમે અહીં તેની શોધમાં આવ્યા છો. તેથી તમને મળવા આવી હોય.!
હું મારા ઘરેથી જ આવું છું, ત્યાં કોઈ નથી. હવે, કેવી રીતે સમજાવું કે મારી બેન કોલેજ ગઈ, પછી તે ઘરે આવી જ નથી. અમે તેની શોધમાં સુરત આવ્યા છે. હું આ કહેવા જ અને મારા મનની વાત કરવા અહીં આવી હતી. પણ અહીં આવી વધારે ચિંતા થવા લાગી. આંટીના કહેવા મુજબ બેન અહીં થોડા સમય પહેલા આવી હતી, પણ તે ઘરે આવી નહિ..
અનન્યા નામની એક છોકરી થોડી હોય છે.. કેટલી બધી છોકરીનું નામ હોય છે. કદાચ એવું પણ હોય, કે આ કોઈ બીજી હોય. વાત ટાળતા અમિત બોલ્યો...
એની વાતમાં હામી ભરી ગુંજન પણ બોલી હાસ્તો! ભાઈ સાચું જ કહે છે.? તે કોઈ બીજું હશે...
તું હાલ ઘરે જા.. તે ઘરે જતી રહે છે.
અમિતે ગુંજનને પૂછ્યું, અનન્યાનો કોઈ ફોટો છે. એકવાર આપણે શયોર થઇએ કે આ છોકરી એ જ છે, જેણે મોમ સાથે વાત કરી હતી.
************
"આરાધ્યા અને અનન્યા નું શું રહસ્ય હશે?"
"અમિતના કોલેજમાં પોલીસ કેમ આવી હતી.!?"
"ઝંખનાએ સાચે જ અનન્યા સાથે વાત કરી હતી કે માત્ર તેની કોઈ ધારણા હતી.??"
વધુ આવતા અંકે...
વાંચતા રહો An untoward incident અનન્યા
🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌺🌺રાધે રાધે 🌺🌺