Blooming buds - 2 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | ખીલતી કળીઓ - 2

Featured Books
Categories
Share

ખીલતી કળીઓ - 2

ખીલતી કળીઓ - ૨


નમાયા તેની જગ્યા પર બેસી રહી હોય છે. જીયાને ગુસ્સો આવે છે તે તેની નજીક જઈને તેનો હાથ પકડવાં જ જતી હતી કે નમિત બોલે છે. નમિત દરવાજા પાસે ઊભો હોય છે જોવા કે પ્રોફેસર આવે છે કે નહીં..!

નમિત- જીયા છોડી દે હમણાં... સર આવે છે.

બધા પોત પોતાની જગ્યા પર બેસી જાય છે.

જીયા- લકી ગર્લ... અત્યારે ભલે તું બચી ગઈ પણ પછી તો તને નહીં જ જવા દઉં...

આખા લેક્ચરમાં અનય નમાયાને પાછળથી જોયા કરતો હોય છે.

તે દિવસે જીયા અને કેયા કંઈ કરી શકતા નથી પરંતુ રોજ તેઓ નમાયાને બહેનજી બહેનજી કરીને ચીડવતા..! અનય અને મનન સિવાય બધા જ નમાયાને હેરાન કરતાં... નમાયાને અંદરથી ખૂબ દુ:ખ થતું પણ તે તેમની તરફ ધ્યાન ન આપતી..! અનય અને મનન તેને ક્યારેય બહેનજી કહીને બોલાવી નહોતી તેથી નમાયાને તે બંને સારા લાગતાં પણ જ્યારે તેમના ગ્રૂપ વાળા નમાયાને ચીડવતા ત્યારે અનય અને મનન હસતા ત્યારે નમાયાને થાય છે કે તે બંને પણ એવા જ છે..! કહેવાય છેને કે પાપડી ભેગી ઈયળ પણ બફાય જાય તેમ..!

બીજા પંદર દિવસ એમ જ નીકળી જાય છે.

કોલેજનાં મેનેજમેન્ટએ ફર્સ્ટ યર વાળા માટે ફ્રેશર પાર્ટી રાખી હોય છે. શનિવારે પાર્ટી રાખવામાં આવી હોય છે. બધાને સાંજે પાંચ વાગ્યે કોલેજમાં આવવાનું કહી દીધું હોય છે.

શનિવારે સાંજે કોલેજ કેમ્પસમાં અવર જવર ચાલુ થઈ ગઈ હોય છે. અનય અને તેની ગેંગ ગાડીમાંથી ઊતરી અંદર જાય છે. બધા સ્ટુડન્ટ્સ તૈયાર થઈને આવ્યા હોય છે. ક્લાસની બધી ગર્લ્સ સુંદર લાગતી હોય છે.

નમાયાને તેના પપ્પા ગાડીમાં કોલેજ મૂકી જાય છે અને કહે છે, ફોન કરી દેજે બેટા એટલે લેવા આવી જઈશ.

નમાયા- હા, પપ્પા

નૈનેશભાઈ- એન્જોય કરજે બેટા.. બાય.

નમાયા- હા, પપ્પા.. બાય..!

નમાયા હોલમાં પ્રવેશે છે. કરનની નજર નમાયા પર પડે છે તે તરત તેના ગ્રૂપને કહે છે, ગાય્સ... લૂક એટ ધેર.. બહેનજી આજે બેબ બનીને આવી છેને..!

અનય પાછળ ફરીને જોઈ છે, નમાયા રોજ કરતાં અલગ લાગતી હોય છે અને સુંદર પણ..! રૂટીનમાં નમાયા જીન્સ, ટી-શર્ટ અને પોની અથવા તો ચોટલો વાળીને કોલેજ આવતી..!

આજે નમાયા એ ઘૂંટણ સુધીનું બ્લેક સ્લીવલેસ વનપીસ પહેર્યુ હોય છે, ખભા પર નાની ફેન્સી બ્રાન્ડેડ સ્લીંગબેગ લટકાવી હોય છે. એક હાથમાં નાનું એવું સ્રગ (કોટી) હોય છે, પગમાં બ્લેક માપની ઊંચાઈવાળી હિલ્સ, તેના હેર નેચરલી સીધા જ હોય છે તેથી તેને છૂટા રાખ્યા હોય છે અને હળવો મેકઅપ કર્યો હોય છે. નમાયા ક્લાસની બધી ગર્લ્સ કરતાં એકદમ અલગ તરી આવતી હોય છે. કેયા નમાયાને જોતી જ રહી જાય છે કેમ કે સાચેમાં જ નમાયા સુંદર લાગતી હોય છે એકદમ ઢીંગલી જેવી...! નમાયા ક્લાસની બીજી ગર્લ્સ સાથે જઈને ઊભી રહી જાય છે, બધા તેને જ જોતા હોય છે. બધાનો ભ્રમ તૂટી જાય છે કે નમાયા બહેનજી ટાઈપ છોકરી છે. ક્લાસની બીજા છોકરીઓ તેને બોલાવે છે. નમાયા તેમની સાથે હોય છે અને બધાને સ્માઈલ આપે છે.

અનય દૂરથી નમાયાને હસતાં ચહેરાને જોઈ છે અને નમાયાના ગાલ પર પડતાં ખાડાંને જોઈ તેને કંઈક થવાં લાગે છે. તે વિચારે છે, પહેલી વખત નમાયા હસી છે અને મેં પહેલી વખત તેના આ ચહેરા પર આટલા સુંદર ખંજન પડતાં જોય છે. અનય બસ નમાયાને જોતો જ રહે છે. કેયા જોઈ છે કે અનય નમાયાને જોઈ છે.. તે અનયને કોણી મારીને પૂછે છે, કોને જોઈ છે?

અનય- (તેની ધૂનમાં જ) નમાયાને..

કેયાને ગુસ્સો આવે છે અને કહે છે, અનય.. હાવ કૂડ યુ ડુ ધીસ ટુ મી?

અનયને ભાન થતાં તે તરત કહે છે, અરે.. શું તું પણ કેયા.. આ તો કરને કહ્યુ કે નમાયા બેબ બનીને આવી એટલે.. ચીલ.. હું બીજુ કંઈ નથી જોતો..!

બધી ફ્રેશર પાર્ટી એન્જોય કરે છે. પાર્ટીમાં બધા ડાન્સ, ખૂબ મસ્તી અને મજા કરે છે. પાર્ટી દસ વાગ્યે પતી જાય છે. નમાયા તેના પપ્પાને ફોન કરી બોલાવી લે છે. ફોન કરી તે ગેટ પાસે ઊભી રહી જાય છે. અનય તેની ગાડી પાસે જતો હોય છે અને તે જોઈ છે કે નમાયા ગેટ પાસે રાહ જોઈને ઊભી છે અને એટલાંમાં જ એક ગાડી આવીને ઊભી રહે છે, નમાયા ગાડીનાં જઈને બેસી જાય છે. અનય સમજી જાય છે કે તે તેના ડેડ છે. અનય પણ પછી તેના ફ્રેન્ડસને ઘરે મૂકી તેના ઘરે જાય છે.

પહેલું સેમેસ્ટર આમ જ પૂરું થઈ જાય છે. એક્ઝામ પણ પતી જાય છે બધા સારા માર્કસ સાથે પાસ થાય છે. હવે નમાયાને કોઈ બહેનજી પણ નહોતું કહેતું.. ક્લાસમાં બધા તેની સાથે સારી રીતે બોલતા સિવાય અનયનું ગ્રૂપ..!

તેમનું સેક્ન્ડ સેમેસ્ટર ચાલુ થઈ જાય છે. રોજ મુજબ અનય ગાડી પાર્ક કરવાં પાર્કીંગમાં જાય છે. ગાડી પાર્ક કરવાં બાબતે અનયનો કોઈ સાથે ઝગડો થઈ જાય છે. વાંક અનય નથી હોતો પણ સામે વાળો વ્યકિત અનયને ગમે તેમ બોલવાથી અનય ગુસ્સો આવી જાય છે અને તેમાંથી મારામારી ચાલુ થઈ જાય છે. આ વાત છેક કોલેજના પ્રિન્સિપાલ સુધી પહોંચી જાય છે. પ્રિન્સિપાલ બંનેને તેમની ઓફિસમાં બોલાવે છે. મારામારી અનયે ચાલુ કરી હોવાથી પ્રિન્સિપાલ અનયને ઓફિસમાં રહેવાનું કહે છે અને સામે વાળાંને વોર્નિંગ આપી જવા દે છે.

પ્રિન્સિપાલ- અનય... તારા પપ્પા શહેરની જાણીતી વ્યકિત છે એટલે એવું નહીં કે તું બચી જઈશ.. તને વોર્નિંગ અને સજા બંને આપીશ.. વોર્નિંગ એ છે કે આનાં પછી આવું કંઈ જ થવું ના જોઈએ નહીં તો તને હું કોલેજમાંથી મહીના માટે રસ્ટીકેટ કરી દઈશ..! હવે સજા એ છે કે દર વર્ષે આપણી કોલેજ સ્ટેટ લેવલ પર પ્લે (નાટક) રજૂ કરે છે અને ટ્રોફી પણ આપણે જ જીતીએ છીએ.. તો તારે એમાં ભાગ લેવાંનો છે.. એ પણ લીડ રોલમાં.. બાકી બધુ તને જેનિફર મેડમ સમજાવી દેશે.. એ જ આ પ્લેનાં ઈન્ચાર્જ છે.

અનય- પણ... સર.. મને એક્ટીંગ કે એવું કંઈ જ નથી આવડતું... કંઈ બીજી પનીશમેન્ટ આપો...!

પ્રિન્સિપાલ- ગ્રેટ.. તો તો સજા નહીં જ બદલાય.. યુ હેવ ટુ ટેક અ પાર્ટ ઈન ધીસ પ્લે..!

અનય- ઓકે સર.. સોરી સર.. હવે ક્યારેય મારામારી નહીં કરું..!

અનય આટલું કહી તેના ક્લાસમાં જઈ બેસી જાય છે. મારામારીમાં અનયને ખાસું એવું વાગ્યું હોય છે. લેક્ચર પત્યા બાદ કોલેજનાં ક્લિનીકમાં અનય ડ્રેસીંગ કરાવી લે છે. ત્યારબાદ તે જેનિફર મેડમને મળવાં જાય છે.

અનય- મેમ.. હું અનય છું.. પ્રિન્સિપાલ સરે મને પ્લેમાં પાર્ટ લેવાં કહ્યું છે.

જેનિફર મેડમ- હા, સર સાથે વાત થઈ ગઈ છે.. ત્રણ વાગ્યે ઓડીટોરીયમ રૂમમાં આવી જજે.

અનય- ઓકે મેમ..


ત્રણ વાગ્યે અનય ઓડીટોરીયમમાં પહોંચે છે.. ત્યાં જઈને જોઈ છે તો પહેલેથી દસથી બાર સ્ટુડન્ટ્સ બેસેલા હોય છે એમાં નમાયા પણ ત્યાં હોય છે. પ્લેનાં ઈન્ચાર્જ જેનિફર મેડમ પણ આવી પહોંચે છે. તેઓ પહેલા બધાને નાટકનો કોન્સેપ્ટ સમજાવી દે છે અને બધા એક નાની પાતળી બૂક આપે છે અને કહે છે, આમાં બધા સંવાદો આપેલા છે જેના પર આપણે નાટક એટલે કે પ્લે રજૂ કરવાનાં છે. જેનિફર મેડમ બધાને તેમનું કેરેક્ટર આપી દે છે. જેમાં અનય અને નમાયા મેઈન લીડ હોય છે.

અનય ખરેખરમાં ફસાય જાય છે. પહેલા તો તેને નાટકમાં એક્ટીંગ કરવાનો કોઈ અનુભવ નથી હોતો અને બીજું કે તેને નમાયા સાથે કામ કરવું પડશે એટલે કે બંને એ નાટકમાં કપલનો રોલ ભજવવાનો હોય છે. તે મેમને રોલ બદલવા કહે છે પણ મેમ ચોખ્ખી ના કહી દે છે.

જેનિફર મેડમ સાથે એ પણ કહે છે કે આપણી પાસે મહીનો જ છે તૈયારી કરવા માટે એટલે કોલેજ પત્યા બાદ બધા એ રોજ કલાક પ્રેક્ટીસ કરી સાંજે ઘરે જઈને પણ પ્રેક્ટીસ કરવી..! ત્યારબાદ બધા છૂટા પડે છે. નમાયા તેના ઘરે જાય છે. અનય તેના દોસ્તો પાસે જાય છે.

નમિત- શું વાત છે અનય? ક્યાં ગયો હતો?

અનય તેમને બધી વાત કહે છે.

મનન- ખરો ફસાય ગયોને તું તો..

અનય- હા.. કંઈ નહીં ચાલો.. આ કામ પણ કરી લઈશું... ઘરે જઈએ?

મનન- હા..

અનય બધાને મૂકીને તેના ઘરે જાય છે. ઘરે પહોંચતા જ તેની મમ્મી તેને લીવીંગ રૂમમાં બેસવાનું કહે છે.

અનિતાબેન- આજે શું થયું હતું કોલેજમાં?

અનય- મોમ.. થોડી લડાઈ થઈ ગઈ હતી...

અનિતાબેન- ઓકે... પણ એમાં મારામારી શું કામ કરવાની બેટા?

અનય- સોરી મોમ... મને એ ટાઈમ પર કંઈક વધારો જ ગુસ્સો આવી ગયો અને હું કંટ્રોલના કરી શક્યો..!

અનિતાબેન- હા.. પણ હવે આવું ના થાય તેનું ધ્યાન રાખજે બેટા..!

અનય- હા, મોમ.. ધ્યાન આપીશ..

અનય તેનું બેગ લઈ ઉપર તેના રૂમમાં જતો રહે છે.

થોડીવાર બાદ તે નીચે તેની મોમ પાસે આવે છે.

અનિતાબેન- શું વાત છે બેટા? કંઈ પૂછવું છે?

અનય- તને કંઈ રીતે ખબર પડી?

અનિતાબેન- મોમ છું તારી ખબર પડી ગઈ એતો... એ બધુ છોડ.. શું કહેવું છે?

અનય- મોમ.. આજે જે થયું કોલેજમાં એના માટે મને પનીશમેન્ટ મળી છે.

અનિતાબેન- અને એ શું મળી?

અનય- મારે એક પ્લેનાં પાર્ટ લેવાનો છે.. ઇન્ફેક્ટ લઈ પણ લીધો.. પણ મને કોઈ એક્સપિર્યન્સ નથી. એક્ટીંગ પણ નથી આવડતી અને ખબર પણ નથી કે કેવી રીતે આ બધુ કરવું..!

અનિતાબેન- હા, પણ ખરેખર શું વાત છે એતો કહે..!

અનય- મને હેલ્પ કરશો તમે?

અનિતાબેન- હા.. કેમ નહીં.. પણ પહેલા કાલે જઈને બધુ જોઈ તો લે કે કેવી રીતે તારે બધા ડાયલોગ્સ બોલવાના છે.. સ્ક્રીપ્ટ એક વખત વાંચ એને સમજ એટલે તને થોડો ખ્યાલ આવે.. અને એવું હોય તો પ્લેમાં તારી સાથે કોઈ હોય તેની મદદ લે..!

અનય- હા.. મોમ..

અનય વિચારે છે કે પ્લેમાં તો ફક્ત નમાયા જ જાણીતી છે બાકી બધા બીજા ફેકલ્ટીનાં છે.. કોને કહીશ હું? શું નમાયાને જ કહેવું પડશે?

અનિતાબેન- શું વિચારે છે?

અનય- કોને કહીશ કે મને મદદ કરે એમ....

અનિતાબેન- તારા ક્લાસમાંથી તો કોઈ હશે જ ને.. એને કહેજે કદાચ મદદ કરે...!

અનય- એક છોકરી છે... નમાયા..।

અનિતાબેન- હા, તો તેને કહેજે..

અનય- મને નથી લાગતું કે તે મારી મદદ કરે...!

અનિતાબેન- કેમ?

અનય- અમે એને બહુ જ હેરાન કરી હતી...!

અનિતાબેન- તો પણ વાત કરી જોજે.. મને ખબર છે કે એ તારી હેલ્પ કરશે જ...! અને જો એ હા પાડે તો સમજી જજે કે એ છોકરી દિલની બહુ સારી છે.

અનય- કાલે ટ્રાય કરીશ..

અનિતાબેન- ગુડ...

અનય નમાયા વિશે વિચારતો વિચારતો તેની રૂમમાં જતો રહે છે અને પ્લેની બૂક કાઢી વાંચવા લાગે છે.



શું નમાયા અનયની મદદ કરશે?

પ્લેમાં સાથે કામ કરતી વખતે પ્રેમના બીજનું અંકુરણ થશે?

જાણવાં માટો વાંચતા રહો આગળનો ભાગ- ૩