Priy Raj - 4 in Gujarati Fiction Stories by Shailesh Joshi books and stories PDF | પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 4

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 4

ભાગ - 4
ભાગ ત્રણમાં આપણે જાણ્યું કે,
હોસ્પિટલમાંથીજ નવનીતભાઈ, પોતાના દિકરા રાજને,
શેઠ હસમુખલાલને ઘરે ફોન કરી, શેઠ જે કન્ટ્રીમાં બિઝનેસ મીટીંગ માટે ગયા છે, ત્યાંથી તેમનો કોઈ ફોન આવ્યો છે કે નહીં ?
તે જાણવા માટે રાજને કહે છે.
રાજ, શેઠના ઘરે ફોન લગાવે છે.
શેઠના પત્ની, અનસૂયાબેન ફોન ઉઠાવે છે.
અનસૂયાબેન :- હલો
રાજ :- હા, હું નવનીતભાઈનો સન, રાજ બોલું છું.
પપ્પા જાણવા માંગે છે કે, શેઠનો કોઈ ફોન આવ્યો હતો ?
અનસૂયાબેન :- ના બેટા, હજી એમનો કોઈ ફોન આવ્યો નથી.
એ ક્યાં ગયા છે, એની પણ મનેતો ખબર નથી.
ક્યાં ગયા નવનીતભાઈ ?
એમને ખબર છે, એ ક્યાં ગયા છે ?
રાજ ચાલુ ફોને, આ વાત તેના પપ્પાને કહે છે.
નવનીતભાઈ રાજને ફોન સ્પીકર પર રાખવા કહે છે.
નવનીતભાઈ :- ના બહેન, આ વખતે એમની વિઝીટ કોઈ નવી કન્ટ્રી અને નવી પાર્ટી સાથે છે.
આનાથી વિશેષ મને ખબર નથી.
પરંતુ, તમે એની ચિંતા ન કરો, સાંજે કે કાલ સુધીમાં શેઠનો ફોન આવીજ જશે.
અનસૂયાબેન :- નવનીતભાઈ, હું રમેશને કંપની પર મોકલું છું, એનું લેપટોપ તેઓ કાલે લઈ ગયા હતાં, તો તમારે રમેશનું કંઈ કામ હોય તો, એને રોકી લેજો કંપની પર, તમને મદદ પણ કરશે, ને એ પોતે પણ કંઈક શીખશે.
અનસૂયાબેનની વાત સાંભળી નવનીતભાઈ થોડા ટેન્શનમાં આવી જાય છે.
કે રમેશ ઓફીસ આવશે તો, એને આજની વાતની બધી ખબર પડી જશે.
નવનીતભાઈ, આજે બનેલ ઘટના પહેલા શેઠને જણાવવા માંગતા હતા.
કેમકે, અનસૂયાબેનનો સ્વભાવ થોડો ઘભરુ ટાઇપનો હોવાથી, કંપનીની અમુક એવી વાતો શેઠ પોતે પણ તેમને જણાવતા નહી.
પરંતુ, હાલ અનસૂયાબેને જણાવ્યું તે પ્રમાણે,
જો રમેશ ઓફીસ પર આવે, તો તેને આજની ઘટનાની જાણ થઈ જશે, ને અનસૂયાબેનને પણ.
માટે, ના-છુટકે નવનીતભાઈ
કનક અને ભરતે, આજે કરેલ કારસ્તાન અને એમને થયેલ ગંભીર ઈજા વિશે જણાવી દે છે.
અનસૂયાબેન જેવી આ વાત જાણે છે કે, તુરંત...
એમના સ્વભાવ પ્રમાણે, રમેશને લઈને તેઓ, હોસ્પિટલ આવવાનું કહે છે.
અનસૂયાબેન અને તેમનો દિકરો રમેશ હોસ્પિટલ પહોચે છે.
હોસ્પિટલમાં અત્યારે, રાજ દવા લેવા બહાર ગયો હોવાથી, નવનીતભાઈ પાસે, તેમની દિકરી આરતી, પપ્પાની સેવામાં છે.
અનસૂયાબેન નવનીતભાઈ પાસેથી, વિગતવાર બધી હકીકત જાણે છે, સાથે-સાથે નવનીતભાઈની ગંભીર ઈજા, ને ઉપરથી હસમુખભાઈનો અત્યારે કોઈ કોન્ટેક્ટ થઈ રહ્યો ન હોવાથી તે ચિંતામાં આવી જાય છે.
નવનીતભાઈ, અનસૂયાબેનને બહું ચિંતા ન કરવા, અને શાંતી રાખવા જણાવે છે.
તેમજ, રમેશને આજના કંપનીના જરુરી કામ, પણ સમજાવે છે.
બે-ત્રણ દિવસ વીતી જાય છે.
નવનીતભાઈ હોસ્પિટલથીજ કંપનીના કામ સંભાળે છે, અને જરુર પડે રમેશનો પણ સાથ લેતા રહે છે.
રમેશ બે-ત્રણ દિવસથી રોજ હોસ્પિટલ આવતો હોવાથી, અને નવનીતભાઈ પાસે એમની દિકરી આરતી સેવા-ચાકરીમાં હોવાથી, રમેશને પહેલા દિવસથીજ આરતી પ્રત્યે લગાવ થઈ જાય છે.
બે-ત્રણ દિવસ વીતી ગયા છતાં,
હસમુખલાલનો કોઈ ફોન કે મેસેજ આવ્યો નહીં હોવાથી, ને પાછો,
હસમુખલાલનો ફોન પણ સતત બંધ આવતો હોવાથી, અનસૂયાબેન અને નવનીતભાઈ બન્ને પુરેપૂરા ટેન્શનમાં આવી જાય છે.
દિવસો વીતતા જાય છે.
હસમુખલાલની ભાળ, મેળવવા, ટ્રાવેલ એજન્સી, એરપોર્ટ, ન્યૂઝ પેપર અને ટીવી, કોઈજ માધ્યમ બાકી નથી રાખ્યું.
પરંતુ પરીણામ શુન્ય.
બીજી બાજુ નવનીતભાઈને, કંપનીની, ઘરખર્ચ, હોસ્પિટલનો ખર્ચ, આરતીના લગ્નનો ખર્ચ, રાજને આગળ કોલેજ કરાવવાનો ખર્ચ, આ બધી ચિંતાઓ,
ને સાથે-સાથે દવાઓની અસર, સરખું ખાધા-પીધા વગર સતત ચિંતાઓમાં રહેતાં નવનીતભાઈ હોસ્પિટલથી ઘરે તો આવી ગયા છે, પરંતુ તેઓ, ઘોળીના સહારે ચાલવાને બદલે વ્હીલ-ચેરમાં આવી ગયા છે.
રાજ, પપ્પાની માનસીક સ્થિતી સમજી ગયો છે, અને એટલેજ,
રાજે, એક દિવસ તેના પપ્પાને જણાવ્યું કે,
રાજ :- પપ્પા મામાની ઓળખાણથી મને એક સવારની કોલેજમાં એડમીશન મળી ગયું છે.
અને એજ કોલેજના એક પ્રોફેસર, જે મામાના મિત્ર છે, તે મને સાંજે-સાંજે બે કલાક એક્ષટ્રાં ટ્યૂસન પણ આપવાના છે.
રાજ આ વાત તેના પપ્પા નવનીતભાઈને જણાવી, હકીકતમાં રાજ તેના પપ્પાનું ટેન્શન ઓછું કરવા માંગતો હોય છે.
અસલમાં રાજનું આ એક બહાનું હતુ.
રાજે પોતે પપ્પાનું ટેન્શન ઓછું કરવા, અને ઘરે આર્થીક મદદ કરી શકે તે માટે, રાજે સવાર અને સાંજની પાર્ટ-ટાઈમ જોબ શોધી લીધી હતી.
આમતો રાજ, તેના પપ્પાની કંપનીમાં પણ નાનું-મોટુ કામ કરી શકતો, પરંતુ એમ કરતા તેના પપ્પાને જાણ થઈ જાય કે રાજ કોલેજ નથી કરી રહ્યો.
નવનીતભાઈ કંપનીનું બધુ કામકાજ તેમના ઘરેથીજ કરતા, તેમજ
સવાર અને સાંજની વચ્ચે રાજને મળતા સમયમાં, રાજને પણ તેઓ હિસાબના ચોપડા આપવા-લેવા શેઠને ઘરે મોકલતા રહેતા.
એક દિવસ આમજ, રાજ શેઠના ઘરે હિસાબના ચોપડા લેવા પહોચે છે, અને પ્રિયાની નજર રાજ પર પડે છે.
વધુ ભાગ 5 માં