One and half café story - 15 in Gujarati Love Stories by Anand books and stories PDF | વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 15

The Author
Featured Books
Categories
Share

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 15

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|15|

“એ તને એવુ નહી લાગતુ તારા કરતા તો પેલો સલમાન જ.....વધારે ફાસ્ટ ચલાવી શકે.” પેડલ મારવાનુ બંધ કરીને એણે પાછળ ફરી મારી સામે જોયુ.

“પાંચ જ કીલોમીટર તો છે ખાલી. આટલી ઝડપે તો કેમના પહોંચીશુ સન રાઇઝ પહેલા.” ફોન પર લોકેશન જોઇને મારી તરફ ઇશારો કર્યો. માંડ-માંડ પેડલ મારતો હુ પાછળ ઢસળાતો આવતો હતો.

“બીજુ બધુ પછી પણ ખાલી ક...ઇ....દઉ હુ સોલ્જર નથી.” મે હાંફતા-હાંફતા કહ્યુ. “એ બ્રેક તો લગાવ યાર.”

“ઇન યોર ડ્રીમ્સ મીસ્ટર.”
અચાનક જ મને કાંઇ મગજ મા આવ્યુ “એક મસ્ત આઇડીયા છે. સાંભળ આપણે આવ્યા આ રસ્તે થી બરોબર.” એના જવાબની રાહ જોતો હુ અટક્યો. “હા કે ના તો કે ખાલી.”
મારી સામુ પણ જોયા વગર એને સાયકલ ચલાવ્યા રાખી “આગળ બોલો.”
“એટલે આપણે આ રસ્તેથી આવ્યા બરોબર.” હુ ફરી અટક્યો. “એ હા.....હવે આગળ.....”
“તો પાછા પણ આ જ રસ્તે જવાના ને. તો હુ એમ કેતો તો કે તુ જઇ આય ને. સનરાઇઝના ફોટોઝ ક્લીક કરી આય પછી મને વોટ્સઅપ કરી દેજે. હુ આરામ કરુ ત્યાં સુધી. પછી પાછા જઇએ ને સાથે નીરાતે.” બોલીને હુ એની સામે જોઇ રહ્યો.

થોડીવાર કોઇ કાંઇ જ ના બોલ્યુ. એ મારી સામે આવીને મારી આંખમા આંખ નાખીને કમર પર હાથ રાખીને ઝીણી આંખે અણગમાથી મારી સામે જોઇ રહી. બ્લેક સ્વેટશર્ટ અને ટ્રેકમા મને એનો અણગમો મને વધારે ગમી રહ્યો હતો. મને મન થયુ કે આ સેકન્ડ ક્યારેય પસાર જ ન થાય.

મે થોડી રાહ જોયી કે હમણા કાંઇ કહેશે પણ પછી લાગ્યુ વધારે થઇ ગયુ એટલે.મારાથી ખબર નહી કેમ કહેવાઇ ગયુ.“આત આપણો ઇન્ટ્રો બાકી હતો એટલે મને થયુ સ્પોઇલર કરી દઉ.” રેડ સ્પોર્ટસ સાયકલ સ્ટેન્ડ પર લગાવીને હુ સાઇડમા હાંફતો ઉભો રહ્યો.

એ બસ બે હોઠ બીડાવીને મારી તરફ ગુસ્સાથી જોયા કરે છે. મને કાંઇ સમજાતુ નથી કે મે શું કર્યુ.

“હે ભગવાન. આવા ઇડીયટ કેમ બનાવો છો તમે. આલે પાણી પી લે.” મને હાંફતો જોઇને મારી તરફ પાણીની બોટલ કરી.




“હ....લો....” આર.જે. નો અવાજ સંભળાયો. મારે ફરીથી સાંભળવો તો એનો અવાજ એટલે હું કાંઇ ન બોલ્યો. ત્યાં પાછો અવાજ આવ્યો. “હ.....લો.....”.
ફરી થોડી સેકન્ડ હું કાંઇ ન બોલ્યો. “ફરી એકવાર બોલને કેટલો ક્યુટ અવાજ છે તારો. એક વાર પ્લીઝ.”
“એ હા હો.” એણે કહ્યુ. “હ.....લો.....હ.....લો.....બસ હેપી.” એને ધીમા અવાજે કહ્યુ. કોઇપણને સાંભળતા વેંત જ ગમી જાય એવો અવાજ કોનો હોય. આર.જે. જ હોવાના અને એમાય આ તો આર.જે. રીયા.
“તને ખબર આવી બીચ ઉપર ય તારો અવાજ સાંભળીને કેટલો સુકુન મળે મને. મેજીક છે તારા અવાજમા તુ માને કે ના માને.” મે ફોન કાનથી નજીક લઇને કહ્યુ.
“ના રે. એવુ કાંઇ જ નથી.” એને કહ્યુ.
લગભગ સવારના પાંચ વાગ્યા છે. આ સમય શહેરના માણસો માટે સુવાનો હોય પણ સૌરાષ્ટ્રના કે બીજા કોઇપણ ભાતીગળ ગામડાના તળે જઇ આવો તો એક જ વાત સાંભળવા મળે “ટાણે-ટાણે હુવાતુ હોય. સુરજ દાદો આભે નીહણી માંડે ત્યાં લગણ ખબર નો હોય અ શેર વારા નુ કામ આયા તો દહે તો થારી પડી જાય. ઇ માલીપા શેર વારા રયે. સાચો ગામઠી દાદો આવે એ પેલા ઉઠેને દાદો જાય પેલા ખાટલે પડી જાય.” માણસ ગાંડા ગણે કારણ કે યાં તો છોકરાવ ય આપણાથી વહેલા અને સુર્યનારાયણની પેલા જાગી જાય.

પણ આર.જે. માટે સવાર થોડી વહેલી પડતી હોય છે.
“અરે હા યાર. તને મારી વાત પર ભરોસો જ નથી. ક્યારેય તો સીરીયસલી લે મારી વાત ને.” મે તરત કહ્યુ.
એ હસવા લાગી. “તુ જા ને યાર.સવાર-સવાર મા બટર પોલીસ કરતો. બીજુ કોઇ કામ નથી તારી પાસે.”
“અરે પણ.”
“શું સવાર-સવારમા માણસ ગુડ મોર્નીંગ કહેતા હોય છે પણ તુ રહેવા દે....” એને વાત અડધી મુકી દીધી.
“સો ગુડ મોર્નીંગ આર.....જે....રી........યા........એન્ડ બીગ વાલા સો......રી.......કહેતી હોય તો કાન પકડુ બોલ.” હુ મજાથી બોલ્યો.
“ગુડ મોર્નીંગ આર.જે. કાન પકડવાની જરુર નથી. તુ પાછો આવ ત્યારે. આ સીન જમા રાખીએ હુ નોટ કરી દઉ ફોટો ક્લીક થઇ શકે ને.”
“ભલે બીજુ કાંઇ મેમ.” હુ વચ્ચેથી બોલ્યો.
“એ તુ આ મેમ....મેમ....કેવાનુ રેવા દેને. ઇટ્સ સો ઇરીટેટીંગ યાર.” એના અવાજ મા વહેલી સવાર નો કંટાળો વર્તાય છે. “ક્યાંથી પ્રગટ થાય છે તને આવા વર્ડ્ઝ સવાર-સવારમા એ નથી સમજાતુ મને. અત્યારે સામે હોતને તો ગળુ દબાવી દેત એવો ગુસ્સો આવે તારા પર.”
“બસ....બસ.....કુલ ડાઉન. હમણા બોમ્બ ડીફ્યુઝ થઇ જશે. વેઇટ એ મીનીટ.” મારા ફોનમા ડીલીવરી લોકેશન જોઇને હુ બોલ્યો.
“હુ રાખુ છુ ફોન હો...” એણે અલગ જ અવાજમા કહ્યુ. મને ખબર છે એ ફોન રાખવાની નથી પણ મને હેરાન કરવાની એની નવી રીત માની એક છે. “મારી પાસે ઘણા ઇમ્પોર્ટન્ટ કામ છે લાઇફમા હોં.....ને.....સર.......”

“એ....એક મીનીટ ઉભી રે ક્યાંય નથી જવુ આપણે....વન...ટુ....થ્રી....” અને ડોરબેલ વાગી.
“વોટ.” એણે બુમ પાડી. “હવે શું નવો પ્રેન્ક કર્યો. કઉ છુ તને રહેવા દેજે જે હોય તે બાકી ત્યાં આવીને મારીશ.”
“તુ ડોર તો ઓપન કર એકવાર મારી ક્યુટ ઇડીયટ.” મારાથી બોલાઇ ગયુ. “પ્લીઝ.”

“ગુડમોર્નીંગ મેમ.
મીસ્ટર આનંદ ઓર્ડર ધીસ ફોર યુ.
થેંન્કસ.
હેવ અ ગ્રેટ ડે મેમ.”
“થેંન્ક્યુ ટુ.....” રીયાનો અવાજ સંભળાયો. એ પેકેટ હાથમા લઇને ઘરમા આવી ત્યારે એના ચહેરા પરના ભાવો હુ એના અવાજથી ઓળખી શક્યો.
દરવાજો બંધ કરીને ફરી પાછો ફોન કાન પર રાખ્યો.

“આ.......શું હતુ?” એને આશ્ચર્યમા પુછ્યુ.
“ગઇકાલનુ સોરી અને આજે બ્ર્રેકફાસ્ટ.” મે કહ્યુ.
“યુ ઇડીયટ. શું કહેવુ તને તો.” એના ચહેરા પરનુ બ્લસીંગ હુ જોઇ શક્યો. “ખરેખર હો ડમીપીસ છે તુ.”
“હુ તો છુ જ પણ અમુક માણસો ને કદર નથી મારી. તને નથી કેતો હો જસ્ટ ડોન્ટ માઇન્ડ.”
“બસ હો હવે.” મને વચ્ચેથી અટકાવ્યો.
“કાંઇ નહી તુ તો જી.એફ. છે મારી.” બોલીને હુ અટક્યો. “ગળે પડેલી ફ્રેન્ડ.”
“ઇનફ હો હવે.” મને ફરી અટકાવ્યો. “ઓપન તો કરવા દે.”
“હા કરીલે અનબોક્સીંગ.” હુ બેડ માંથી ઉઠીને બારી પાસે આવ્યો. રીયાએ હોલ્ડ પર મુક્યો છે એટલી વારમા મે રુમ સર્વીસ ડાયલ કર્યો અને મારા માટે ચા મંગાવી.

“વા....વ.....સો સ્વીટ ઓફ યુ યાર.” એનો આનંદ એના અવાજ મા વર્તાય છે. ”થેંન્કસ ફોર ધી ટી પણ....”
“યાર....તુ સાથે હોય તો વધારે મજા પડેત. એક સીકરેટ કઉ?” ધીમા અવાજે એને કહ્યુ.
મે ખાલી “હા યાર.” મારાથી એટલુ જ કહેવાયુ.
એ મારા આગળ બોલવાની રાહ જોયા પહેલા જ “આઇ મીસ યુ ટુ યાર. એકલા ચા પીવામા મજા નથી આવતી અને રાહુલ્યાના તો કાંઇ સરનામા હોય નહી. બસ હવે જલ્દીથી પાછો આય જા.” એણે કહી નાખ્યુ.
“એટલે તુ ને રાહુલ્યો.....આમ....ડેટ જેવુ કાંઇ....આય....હાય....રાહુલ અને રીયા....એક મારો પાકકો ભાઇબંધ અને એક મારી પાક્કી બહેનપણી....મજા આવી ગઇ.” મે કહ્યુ. રીયાની આવી મજાક ઉડાડવાનો મોકો મને ક્યારેક જ મળે. “સટ અપ યુ ઇડીયટ. મને ખબર જ હતી તારા મનમા શું આવશે એ.....એક ઉંધા હાથની મારીશ ને....” બોલીને અચાનક અટકી ગઇ. “ના બટ ઓન્સ્ટલી હી ઇઝ અ નાઇસ ગાય. આઇ લાઇક હીમ. એટલીસ્ટ તારા કરતા તો ક્યાંય બેટર.”
“હા-હા બોય્ઝમા જેટલી પ્રકારની ખામી હોય એ બધી મારામા જ છે. ભગવાન પ્રોટોટાઇપ છુ ને.” મને થોડો અણગમો લાગ્યો એટલે મે કહ્યુ. “તો આપણે વાત આગળ ચલાવી બોલ. બેય અંકલના નંબર છે મારી પાસે કહેતી હોય તો અત્યારે કોન્ફરન્સમા લઇ લઉ બોલ. જલ્દી થી બોલ હા કે ના. ટાઇમ નથી વધારાનો મારી પાસે.”
“કઇ ટાઇપનો ઇડીયટ છે તુ મને તો હજી સમજાતુ.” એણે ફરી હોઠ બીડાવ્યા. “ડાયો થવા કાંઇ જ કહેવાની જરુર નથી નકર મજા નહી આવે અને રાહુલ્યાને તો કાંઇ જ કેતો નહી એ બીચાડો ખોટે-ખોટો લેવાઇ જશે.”
“આયહાય ટ્રુ લવ. બ્લસીંગ....બ્લસીંગ....” અત્યાર સુધીમા તો હુ પુરેપુરો મુડમા આવી ગયો હતો. “બી.....ચા.....ડો......”
“કોની સામે લપ કરુ છુ. કહેવાનો કોઇ મતલબ જ નથી.”

“કુલ ડાઉન. જાનેમન. મારા પર ગુસ્સો કરવાનો. આમ તો કેમ ચાલે યાર. એક જ તો જાનેમન છે મારી અને એ રીસાઇ જાય તો હુ ક્યાં જઇશ.”

“બસ હો બઉ થઇ તારી લવારી મને બસ એ જોઇએ છે કે તુ જલ્દીથી પાછો આવી જા.” બોલીને એ અટકી ગઇ. “હા પણ એકલો નહી. ઓલી તારી શું નામ હતુ. અરે યાર પ....ઉપરથી કાંઇ હતુ ને યાદ નથી આવતુ.”
“એકલો નહી એટલે.” કોની વાત થાય છે એ મને બરોબરની ખબર હતી તોય મે પુછ્યુ.
“આ....હા.....પી...યા....” બોલીને થોડીવાર અટકી ગઇ. થોડી સેકન્ડ ન તો એ કાંઇ બોલી કે નહી હુ.“પીયાને સાથે લઇને જ આવજે આ વખતે. બેસ્ટ ઓફ લક માઇ ડીઅર ઇડીયટ.” મારા પર વીશ્વાસ મુકીને કહ્યુ. હુ ભાવુક થઇ ગયો.
અંધારી રાતનુ અંધારુ હજી સમ્યુ નથી. સાત વાગ્યે જવાનુ છે અને સવા પાંચ થયા છે. બહાર ઠંડી છે એટલે મે પણ રુમમા જ ચા મંગાવી લીધી હતી. બહારનો કોઇ જોવે તો એને હુ સવારના પહોર મા ઠંડી ઉડાડવા માટે વાઇન પીતો હોય એવુ જ લાગે.

પણ આર.જે. થી આર.જે. ને આટલી સવાર-સવારમા ફોનમા વાત કરવામા કાંઇ નવાઇ ન લાગે. અમારી કથા ચાલુ હતી.
“હેય યુ નો થેંન્કસ.” મે ચા નો સીપ લેતા કહ્યુ. “બટ.....તુ હોત તો બધુ ઇઝી થઇ જાત ને. હું ફરી પાછી એ જ ભુલો રીપીટ કરવા નથી માંગતો જેનુ પરીણામ આજ સુધી હુ ભોગવતો આવ્યો છું.”
“સહહહ....કાંઇ જ નહી. એક વર્ડ આગળ નહી. સાવ....ચુપ થઇ જા.” એણે શાંતીથી મને કહ્યુ. મનનો કંકાશ અને અશાંતી રીયાને મારા વગર કીધે પણ ખબર નહી કેમ સમજાય જાય છે જે બીજા કોઇ ક્યારેય નથી સમજી શકતા. ક્યારેક મને એવુ લાગે કે હુ એનો ફાયદો લઇ રહ્યો છું અને વળતી વેળા એ વીચાર વળી જાય.
હું કાંઇ બોલવા ગયો અને ફરી એને મને અટકાવ્યો. “સહહહ......એક વર્ડ નહી. કાંઇ વીચારવાનુ નથી. આઇ એમ હીઅર. જસ્ટ કાલ્મ ડાઉન. રીલેક્સ.” સાંભળીને મારા અશાંત દરીયાના પાણીની જેમ ભટકતા મનને જાણે તળાવના પાણી જેવી સ્થિરતા મળી ગઇ. “ઓકે......”.
“હા....” મારા પાસે એને બોલાવ્યુ. થોડીવાર તો લાગ્યુ કે સમય ધીમો પડી ગયો અને મારુ મન વીચારતુ બંધ થઇ ગયુ.
“હું કાયમ તો નથી રેવાની ને તારી સાથે. કાલ સવારે મારી આંખ ન ખુલે તો. એમ સમજી લે તારી એકલા રહેવાની ટ્રેનીંગ છે.” મને સમજાવતા એ બોલી.
“યુ નો આ વખતે પણ મારી સ્ટોરી એટલી જ વીયર્ડ છે મને બીક છે આ વખતે પણ અધુરી રહી ગઇ તો.” હું બોલ્યો.
“મારા પર વીશ્વાસ છે તને. છે કે નહી. હા કે ના?” રીયા એ મને પુછ્યુ. “હા” મે કહ્યુ. “ઓલ ઓકે થઇ જશે. જસ્ટ બી યોર સેલ્ફ. ઓકે.”
મે ફરી “હા” કહ્યુ.
આ રીયા અને ઝઘડવા વાળી રીયા સાવ અલગ જ છે. જાણે અલગ-અલગ વીચારો વાળી બે બહેનો, જાણે ચા અને કોફી. રીયાના બે રુપ છે એક મારી બેસ્ટ ફ્રેન્ડ તો બીજી બેસ્ટ ટીચર ફોરેવર. બે માંથી એકેય ને ખોવા મારે માટે શક્ય નથી.

“ગોડ બ્લેસ યુ. બટ આ મેજીક થયુ કઇ રીતે હેં....પુરી વાર્તા કહીશ હવે મને.” હવે એના અવાજ મા ફરક પડયો.
“કેમ?” મને કાંઇ ના સુજ્યુ એટલે બોલી ગયો.
“કોણ છે મીસ. પીયા હેં...હેં....” મને શરમાવવા માટે નો એકપણ ચાન્સ આજ સુધી એને મીસ નથી કર્યો.
“ફ્રેન્ડ છે...એક...જસ્ટ...” મારાથી ખબર નહી કેમ બોલાઇ ગયુ.
“નામ સાંભળતા જ આટલુ બ્લસીંગ. એ પણ ખાલી ફ્રેન્ડનુ. છોકરો સરમાય ગયો.” બોલીને થોડીવાર અટકી “એ પણ તે મારા માટે તો આટલુ બ્લસીંગ ક્યારેય ન કર્યુ.”
“હાઉ ડુ યુ નો. કેમેરા તો ઓફ છે.” મે વાત ફેરવવા માટે કહ્યુ.
“આઇ કેન સ્ટીલ સી યુ.” એણે તરત કહ્યુ. અત્યાર સુધીમા અમે બેય અમારા સાચા રુપમા આવી ગયા.

“સાચે ખાલી ટ્રાવેલ ફ્રેન્ડ છે. આ તો કાંઇ નહી અમારી ફ્રેન્ડશીપ થોડી જામી ગઇ.” હુ શરમાઇને બોલ્યો. મારા મનના બધા ભાવ હુ છુપાવવા માંગતો હતો પણ રીયાની સામે એવુ થવાનુ નથી.

“હું માની લઉ એમ ડાયા. તુ કેટલો ડાયો છે ને એ તારા કરતા વધારે મને ખબર છે હવે બઉ ભોળો ન બન. મને તારી ક્યુટ વાળી સ્ટોરી સાંભળવી છે.” અજવાળુ વધે છે એની સાથે રીયાનો પ્રકોપ પણ વધતો જાય છે.
“અત્યારે. ખરેખર. આટલી સવારે. મે હજી સરખી ચા પણ નથી પીધી. આપણે પછી ક્યારેક શાંતીથી ગોઠવીએને. તુ અને રાહુલ્યો ને હું ને પીયા......ને.....નો.....જસ્ટ તુ હુ ને પીયા.” મારાથી એનુ નામ પણ લેવાઇ ગયુ અને રીયા ને જોઇતુ એ મળી ગયુ. હુ રાહુલના બદલે બીજી વાર પણ પીયાનુ જ નામ બોલી ગયો.

“ચોર પકડા ગયા આખીર. તુ ચાર નામ બોલ્યો બરોબર.” એને કહયુ. મે કહ્યુ. “હા.”
“ચલ સાથે રીપીટ કરીએ.” એને મજા પડવા લાગી. “હું, રાહુલ્યો તુ અને?....અને? ચોથુ કોણ.કોણ....બોલ....કોણ.....પીયા.....”

“ચલ હુ સાંભળુ છુ.” એ જીદ્દ પકડીને બેસી ગઇ. “ના અત્યારે નહી. પછી ક્યારેક બઉ લાંબી વાત છે.” મે કહ્યુ.
“કાંઇ જ સાંભળી નહી લેવામા આવે. વાત કે તો હુ તારી સાથે વાત કરીશ નહીતર મને ફોન નહી કરતો આજ પછી.” એણે ચોખવટ કરી. મારી પાસે સાચુ બોલાવવાની સો રીતમાની એક આ રીત છે. ઇમોસનલ અત્યાચાર.
ગમે તેવો ખમતીધર માણસ કેમ ન હોય. જ્યારે સંબંધ અને લાગણી પર વાત આવે ત્યારે એકવાર વીચારવા મજબુર તો થઇ જ જતો હોય છે. એવી જ હાલત અત્યારે મારી છે.

“એ દીવસે તમે બેય ગયા પછી બસ નીકળી. થોડે આગળ પહોંચ્યાને આગળ સુમસામ રસ્તો. રસ્તા પર ક્યાંય કોઇ લાઇટો જ નહી. ખાલી આગળથી બસની હેડલાઇટમા દેખાય એટલો રસ્તો.” આટલીવાર મા તો હુ વાર્તા કરવાના મુડમા આવી ગયો હતો. સવારના સાડા પાંચ વાગ્યામા મે મારી કથા ચાલુ કરી. ત્યાં અચાનક જ “એ મને કેમ હોરર સ્ટોરી જેવુ લાગે છે.” મને અટકાવી ને કહ્યુ. “હા પણ આગળ તો સાંભળ મનેય પેલા તો એવુ જ હતુ. તુ કાંઇ નહી આગળ સાંભળ.” મે એની વાત કાપી. “હા કેરી ઓન. ના ના વેઇટ વીડીઓ ઓન કરીએ એટલે તારી...... જસ્ટ ફ્રેન્ડનુ નામ આવે એટલે ખબર તો પડે બ્લસીંગ થાય છે કે કેમ.”
“નો.....” મે ચોખ્ખુ જ કહ્યુ.
“યેસ....” એણે ફરી જીદ કરી.
“નઇ રીયા....” મે ફરી કહ્યુ.
“ઓહ યેસ.....” એણે જીદ્દ પકડી. “કોલ કટ થઇ જશે વીચારી લે.”

“હા હવે હોશીયારી.” મે વીડીયો ઓન કર્યો. બેય એ ચા ના કપ સ્ક્રીન પાસે લાવીને ચીઅર્સ કર્યુ. “આર.જે.” વાતની વચ્ચે એને અચાનક કહ્યુ. “હા. રીયા.” મારાથી બોલાઇ ગયુ.

“ક્યુટ લાગે છે અને હેપી પણ. બસ કાયમ આમ જ હસતો રહેતો હોય તો.” એને મારી સામે જોઇને કહ્યુ.

“તુ પણ ક્યુટ લાગે છે એન્ડ નાઇસ આઉટફીટ હાં.” નાઇટડ્રેસ જોઇને મે થોડી મજાક કરી.
“તુ જા ને યાર. સ્ટોરી કન્ટીન્યુ રાખ.”
“હા.”
“એક તો વરસાદ એવો. ખાલી આગળથી બસની હેડલાઇટમા દેખાય એટલો રસ્તો. અંધારા રસ્તા પર દુર-દુર સુધી કાંઇ જ નહી ને અચાનક બસને જાટકો લાગ્યો ને અચાનક જ બ્રેક લાગી. રસ્તા પર બસ અને આજુબાજુ કાંઇ જ નહી. ખાલી જીવડા અને તમરાના અવાજ સંભળાય. દુર ક્યાંક શીયાળ જેવો કુતરાનો રોવાનો અવાજ આવે.” હુ હાથના અને મોઢાના હાવભાવ સાથે કોઇ નાના છોકરાને વાર્તા સંભળાવે એમ વાર્તા માંડીને બેઠો.

એકડીયા અને બગડીયા ધોરણમા દાદા-દાદી અને ટીચર પાસેથી સાંભળેલી વાર્તા અને સાંભળનારો હુ જે રીતે હાવભાવ અને અવાજના પાતળા તાંતણાથી જોડાયેલા હોય ત્યાં મારુ મન ફરે છે. હુ કોઇ વાર્તાકાર કે દાદા-દાદી અને સાંભળનાર નાની છોકરી રીયા હવે આગળ શું આવશે એની રાહમા કાન માંડીને બેઠી હોય એટલા રસથી મારી સાચી-ખોટી વાત સાંભળી રહી છે.

“મે બારી બહાર જોયુ તો આજુબાજુ કોઇ નહોતુ. સુમસામ સડક પર અચાનક જ કારની હેડલાઇટ દેખાણી અને આ નેપાળી કાકો. ઓલો ડ્રાઇવર હવે આપણે ચા પીતા તા ને....” બોલીને મે કેમેરા સામે જોયુ ને તરત “હા યાર યાદ છે તરતી કીટલી વાળો આર્કીટેક્ટ.”

“રીયા નાઇસ આઉટફીટ યાર. સાચે ક્યુટ લાગે છે.” મને અધવચ્ચે મજાક કરવાનુ મન થયુ.
“એક ઉંધા હાથની નાખીશ ને.” એણે બરોબરના હોઠ બીડાવ્યા અને આંખો જીણી કરી મારી સામે જોઇ રહી અને હું સમજી ગયો કે મારે આગળ શું કરવાનુ છે.

“હવે સ્ટાર્ટ થયો ક્લાઇમેક્સ. આર યુ રેડી ફોર.” મે પુછ્યુ. અત્યાર સુધીમા તો હુ ફરી પાછી એ સેકન્ડો જીવવા લાગ્યો હતો. રીયાને સાંભળવાની ઉતાવળ નહી હોય એટલી મને એ વાત કહેવાની છે. મારા ચહેરાના હાવભાવ એની મેળે બદલવા લાગ્યા. ઘડીવાર તો હુ રીયાને પીયા સમજી બેઠો. ખબર નહી કેમ પણ મને લાગે છે પીયા જ મારી સામે બેઠી છે જેવી રીતે પહેલીવાર ચા પર મળ્યા હતા. મારુ મન માનવા જ તૈયાર નથી કે મારી સામે રીયા છે.

હવે હુ રીયાને કઉ કે “વી આર જસ્ટ ફ્રેન્ડસ.” ને એ માની જવાની. મને કદાચ એ ભુલાઇ ગયુ કે મારી જાત કરતા એ મને વધારે સારી રીતે ઓળખે છે.

હુ હજી એના જ સપનામા હતો ત્યાં મારા કાન પાસે કોઇએ તાળી પાળી હોય એવો અવાજ મને સંભળાયો. હુ અચાનક સપનામાથી જાગ્યો અને મને ખબર પડી કે મારી સામે રીયા છે. મારા ચહેરાના હાવભાવ જોવા જેવા હતા.
“આય....હાય....બ્લસીંગ....બ્લસીંગ....કોઇનુ નામ સાંભળીને આટલુ બ્લસીંગ ફ્રેન્ડ તો ન જ કરે શું કેવુ તારુ.” મોકો જોઇને એને સંભળાવી કાઢયુ.
“તુ રહેવા દેને પ્લીઝ...” કેમેરા પર હાથ રાખીને મે કહ્યુ.
“બ્લસીંગ....બ્લસીંગ.....આયહાય છોકરો શરમાઇ ગયો.” એ ફરી બોલી.
“રીયા યુ આર સો અનોયીંગ.” મે ચીડાઇને કહ્યુ. “લે આજે ખબર પડી તને.” એને સામો જવાબ આપ્યો.
“તારે આખી સ્ટોરી સાંભળવી છે કે નહી.” મે વચ્ચેથી એને અટકાવી.
“સોરી બાબા.” એને કાન પકડયા. અને ચહેરો ફોનથી નજીક લાવીને “ફીંગર ઓન નોઝ. હવે કાંઇ નહી બોલુ બસ.”

“અચાનક બસનો દરવાજો ખુલ્યો. થોડીવાર તો અંધારામા કાંઇ દેખાયુ નહી. પછી પાછળથી કોઇએ લાઇટ ચાલુ કરી. પહેલા તો એટલી જ ખબર પડી કે કોઇ આવ્યુ. કોણ એ ખબર ન પડી ખાલી છોકરી હોય એવુ મને લાગ્યુ. ધીમે-ધીમે કોઇ આગળ આવ્યુ. હું કાંઇ વીચારુ એ પહેલા નેપાળીએ મારી સામે ઇશારો કર્યો હોય એવુ લાગ્યુ. ત્યાં સુધી તો મને ખબર ન પડી કે છે કોણ.” ચા નો ઘુટડો પીવા માટે હુ અટક્યો. રીયાને ખબર નહી સવારના પહોરમા આટલો બધો શું રસ પડે છે. એ તો એક જ ધારી આગળ શું આવશે એ સાંભળવાની રાહ જોઇને બેઠી છે.
“હું હજી વીચારુ ત્યાં તો એ મારી તરફ આવવા લાગી અને આપડી તો વીકેટ પડી ગઇ તને ખબર છે ને મારી કેવી હાલત થાય.” વચ્ચે-વચ્ચે હુ પુછ્યા કરુ છુ. “હા આઇ નો યુ. પછી શું થયુ?” કહીને એ હોંકારો દીધે રાખે છે.

“જેમ-જેમ એ મારી તરફ આવવા લાગી મારા ધબકારા વધવાના ચાલુ થઇ ગયા.” હુ વાર્તા કર્યા કરુ છુ અને રીયા સાંભળે છે.
“પછી ગેમ ઓવર એમને જીનીયસની.” એને વચ્ચે કહ્યુ.
“હા એવુ જ કાંઇક.” હુ નીચે જોઇને બોલ્યો. “અને પછી એ મારી બાજુની સીટમા જ આવીને બેસી ગઇ.” મને વાત કરવામા થોડી શરમ આવતી હતી.
“ઓય આમ જો.” રીયા એ કહ્યુ. તરત જ “શું?” મે કહ્યુ પણ સામુ ન જોઇ શક્યો.
“મારી સામુ જો.” થોડા કડક અવાજમા એને કહ્યુ. મે ઉપર જોયુ પણ આંખમાં આંખ ન મેળવી શક્યો. “મારી સામે આંખમાં આંખ નાખીને વાત કર. તે કોઇ ક્રાઇમ નથી કર્યો ઓકે.” ત્યારે મને એની સામે જોવાની થોડી હીમ્મત આવી.
“ગુડ બોય.”

“સો.....શું ક્યે છે મીસ. પીયા?” રીયા એ વચ્ચે અચાનક પુછીને મારી સામે જોઇ રહી. હું થોડીવાર તો કાંઇ બોલી જ ના શક્યો. દરીયાના ઘુઘવાટા થોડીવાર માટે જાણે ઉભા રહી ગયા હોય એવુ મને લાગ્યુ.

“એટલે....?” સમજવા છતા મને કાંઇ ના સમજાયુ એટલે મારા મોઢામાથી નીકળી ગયુ. એણે આંખ અને બે હાથથી કાંઇ વીચીત્ર ઇશારો કર્યો પણ મને ન સમજાયો.

“તો હવે ક્યાં અટકે છે અને ક્યાં તને મારી જરુર પડી એ કઇશ મને.” એણે ભાર પુર્વક ક્હ્યુ. “તુ ઇડીયટ રહેવા દે આ લવ તારા કામનુ જ નથી. તારા તો અરેન્જ મેરેજ જ થવા જોઇએ. તુ આ બધુ રહેવા દે તારાથી નહી થાય.”

“આઇ નો યાર આ બધુ મારા માટે છે જ નહી. લવને રીલેશનશીપ ને એ બધુ મારાથી નહી થાય.” હું બે રસ્તાની વચ્ચે હતો એટલે મે એની વાત તરત માની લીધી.

“અલ્યા ડોફા કઇ ટાઇપનો ઇડીયટ છે તુ મને તો એ જ નથી સમજાતુ. માણસ ટોન્ટ મારતો હોય તો ખબર ન પડે જોઇને. ઇડીયટ. માણસ પ્રેમમાં હોય તો ખુશ થાય અને આ આપણા સો કોલ્ડ આર.જે. દુખી થાય. ખરેખર હો ક્યાં ટાઇમે જન્મ થયો તારો આ ધરતી પર.” રીયા ચીડાઇ ગઇ. “હવે ખાલી તુ જ વીચાર ખાલી તારો અવાજ સાંભળીને તારો ચહેરો જોયા વગર આટલા માણસો તારા સો કોલ્ડ ફેન છે અને તુ એક છોકરી માટે સેન્ટી થઇને આવુ બોલે છે. તારા માટે તો સેકન્ડનુ કામ છે જો કોઇ છોકરીને ઇમપ્રેસ કરવી હોય તો.”

“તારો ચહેરો આજ સુધી કોઇએ જોયો નથી તોય આટલા ફેન છે ને તારા. બોલ....નીચે નહી મારી સામે જો. મારી આંખમા જોઇને બોલ. છે કે નહી. તો પછી. તારી લવટીપ્સ માટે તો બરોડા આખુ તારુ ફેન છે ને તુ યાર.” એક જ સાથે એણે મને આટલુ બધુ ખીજાઇ લીધુ.

“હા મારી મધર ઇન્ડીયા. સમજ્યો.” મે હાથ જોડયા.

“પણ....” હું બોલવા જતો હતો ત્યાં એણે વચ્ચેથી જ મને અટકાવ્યો. “મીસ્ટેક નંબર વન ઝીરો વન રીપીટેડ. હેં ને. ઇડીયટ.”

“ના.....એટલે હા....ના.....” હુ અચકાયો.

“એને તો નહી જ ખબર હોય કે એ પોતે સો કોલ્ડ આર.જે. આનંદ સાથે હેન્ગઆઉટ કરે છે. રાઇટ.” એણે પુછયુ. મે રીયાને પુરી વાત તો કરી જ નથી. એના દીવ આવવા પાછળનુ કારણ ખાસ કરીને. મારે બોલવુ હતુ પણ મારી જીભ ન ઉપડી.

થોડુ વીચારીને હુ બોલ્યો. “હા....”

“લીવ ઇટ. જે થયુ એ. થઇ જશે બધુ. જસ્ટ ડોન્ટ વરી.” એને દાંત કાઢતા કહ્યુ. “સો હવે શું પ્લાન. કોઇ મળવાના યોગ છે નજીક ના ભવીષ્ય મા કે નહી. નંબર....તો નહી જ હોય તારી પાસે.” મને વારેવારે થાય છે કે રીયાને આખી વાત કહેવી જોઇએ પણ એ મને બોલવાનો મોકો જ નથી આપતી.

“ના.....હા.....એટલે કાલે મળ્યા તા. વધારે કાંઇ નહી ખાલી ટી ને સેન્ડવોલ્ક ને એવુ થોડુ ઘણુ.” હુ બોલવામા થોડો શરમાયો. “એના જ કોલ ની રાહ જોઉ છુ. સાઇકલીંગ માટે જઇએ છીએ જસ્ટ.”

“આય.....હાય.....ડેટીંગ એમને. ઘણો ફાસ્ટ નીકળ્યો મારા આર.જે.” એણે ખુશ થઇ ને કહ્યુ. “આઇ એમ સો હેપી ફોર યુ. ગોડ બ્લેસ યુ આર.જે.”
“એઝ એ ફ્રેન્ડ મળ્યા તા ખાલી યાર.” મારાથી બોલાઇ ગયુ.
“તુ ક્યારેય નહી સમજે ને.” મારી આંખમાં આંખ નાખીને એણે કહ્યુ.
“ના.” મે હોઠ બીડાવ્યા.
“આને થોડુ-ઘણુ ના કહેવાય ઇડીયટ. અજાણ્યા શહેર મા અજાણી છોકરી કોઇ સાથે એમજ હેન્ગઆઉટ પર ના આવે બાઇ ધ વે. તુ એના માટે કાંઇક સ્પેશ્યલ હોવાની નીશાની છે.” એણે કહ્યુ ને મને ગઇકાલની એક્ટીંગ વાળી વાત યાદ આવી પણ મે રીયાને કહેવાનુ ટાળ્યુ.
હુ કાંઇ ન બોલી શક્યો.
“આઇ હાય બ્લશીંગ તો જો મારા સુપરમેન નુ....” એણે કહ્યુ.
મારા ફોન પર બીજા કોલની નોટીફીકેશન દેખાઇ. જેની રાહ જોવાતી તી એનો જ ફોન આવ્યો.
“રીયા મને એક બીજો કોલ આવે છે.” મે કહ્યુ. હવે મારાથી રાહ જોવાય એમ નહોતી.
“મીસ.પી.....યા......ટેક ઇટ. તારુ બ્લસીંગ જોઇને ખબર પડી ગઇ. આપણે રાતે વાત કરીએ નીરાતે. મને મળાવજે ખરો હાં. એ પહેલા પીક મોકલજે.” એને કહ્યુ. “બેસ્ટ ઓફ લક.”
મે “થેંનક્સ રીયા. બાઇ.” કહીને ફોન કટ કર્યો.

જેની રાહ જોવાતી હતી એનો કોલ મેં રીસીવ કર્યો અને આખરે સવાર પડી ખરી મારી.

ક્રમશ: