Man to dust heaps in Gujarati Fiction Stories by Parmar Bhavesh books and stories PDF | ધૂળ ઢેફાને માનવી

Featured Books
Categories
Share

ધૂળ ઢેફાને માનવી

અરે તને કહું છું..
તું ભૂલી જા… હવે
સંભળાય છે કશું ?
હેલો.. બક જલ્દી
ખોટી બફાટ રેવા’દે.
કામની વાત ફાટ..
એમ રવિ તેના મનમાં જે ઊગી આવતું એ નીચું માથું ઘૂંટણથી દબાવી બબડાટ કર્યે જતો .
તે તારા પ્રેમમાં નથી. સમજ્યો
તારી ગેરહાજરી.
તે શું વળી અનુભવતી હતી.
રે કવછું મન ને માનવી લે…
જે આપણું નૈં તે બીજાનું હશે.
જેના ભાગ્યમાં જે હોય તે જ તેને પોગ્યું રે. હમજ્યો
એક સામેથી તેનો મિત્ર તેને સમજાવવા ગડમથલ કર્યા કરતો . રવિએ પણ સમજતો હતો કે તેને માત્ર પ્રેમ કર્યો છે કોઈ ગુન્હો નથી આદર્યો તે સજા ભોગવે.તે વધારે પડતું આજ કશું ન બોલતો માત્ર હા… હમ્મ… ઠીક છે એમ ટૂંકા શબ્દોમાં જ પોતાનો પ્રતિ ઉત્તર આપતો જતો, ધીમે ધીમે તેની વાતોએ વિરામ લીધો હા ઠીક છે … તો ત્યારે. આજ તેનું મગજ કોઈ જુદી જ દુનિયામાં તરવારતું .દોસ્તની બધી વાતો ધ્યાનથી સાંભળી ફોન બાજુ પર મૂકી એક ઊંડો શ્વાસ લીધો. આજ તે બહારથી એકદમ શાંત દરિયાના સ્થિર પાણી જેવો લાગતો પણ જ્યારે તેના હૃદયમાં એક એક ત્સુનામીની લહેરો ઉઠતી તેમાં એક જ નામ દેખાતું રોશની..
રમેશને હવે મૂછે દોરા ફૂટવા લાગ્યા હતા. ગામડાનો યુવાન ઢેફા માટીમાં રખડેલો આ યુવાન વગડામાં જીવનજીવતો અરે પોતે બી.એ. હતો . ઘરમાં પોતે માં સાથે રહેતો. આ વરહે વરસાદે પર આ બાજુ વરસવાનું તે ભૂલી જ ગયેલો. તેથી તેની માં આજુબાજુના ખેતરમાં કામે જતી. લહેરાતો પાક જોઈ કહેતી જ્યારે કુદરત કરે છે તે બધા માટે કરે છે ને માનખ પોતા માટે .
ગામની વિદ્યાલયમાં બંનેની પ્રથમ મુલાકાત થયેલી. ગામમાં વચ્ચેથી ધરતીની છાતી ચીરી વહેતી રંગમતી નદી. પણ છતાં બંને વચ્ચે પ્રેમની લાગણી સિવાય કોઈ ભાવ ન હતો. કોલેજનો જે આજ છેલો દિવસ જો હતો. તે વળી આ રંગમતીના ઉજ્ળા એવા નીર જોયા .
હા જોયા
પેલાએ તેમાં હાથ ઝબોળી પાણી લીધું.
તે જોઈ રોશની એ એમ જ કર્યું.
ને હોવે કોલ દે સૂરજદાદાની સાક્ષીએ
હું-તું જેમ પ્રેમના તાંતણે બંધાયા
બસ એ જ રીતે લગ્ને વરમાળાથી જોડાઈએ.
નહીં તો આ રંગમતીનું પાણી લાજે. બસ રોશની આટલું બોલી અટકી.
રોશનીની બાજુના ગામડાની યુવતી હતી. તે તેના બાપુ સાથે રહેતી હતી. ફળિયાંમાં ઢોર-ઢાખર બંધાતા.રોશનીના અઘ્ધર પર દિવસે દિવસે ગુલાબની કળી ખીલતી. હરણી જેવી તેની અણીદાર આખો , ગુલાબની કળી જેવા હોઠ એમાં પણ ચઢતી જુવાનીએ માજા મૂકી હતી.
બેટા રોશની
હમકું પાણી ગરમ કરદે.
આજ ટાઢ બઉ હૈ.
રોશની ચૂલામાં આદ્યમણનો લોટ કાઢતી’તી ત્યાં બાપુએ હુકારો કર્યો .
એ કરી આલુ હમણાં.
આંગળા થથરી જાય એવી તે ઠંડી. પણ છતાં રોશનીએ ખર..ખર..ખર કરતા વાસણ માંઝી પાણી ચુલે મૂક્યું.
બાપુ તે ગા દોહવા હેડતા થયા. ગાય દોહવાઇ, બાપુએ ગાળામાં અટવાયેલો એક મોટો ગળફો ખળખળ કરતો કાઢી જમીન દોસ્ત કરી દીધો. પગના જોડાથી ધૂળ માથે ઉમેટી. રોશનિ બાજુએ પાણીનું બોઘેટુ કાંખમાં ઘાલી એક નજરે નીરખતી. ચુલે પાણી ઉકળતું નીચે ઢળતા દેવતા હોલવાઈ ગયેલો.
રમેશને તેણીમાં જીવીએ કહ્યું , “ દીકરા આજ માસીનો કચ્છથી ફોન હતો. તે ઉતાવળે જ બોલી ગ્યો. શુ કહ્યું માસીએ ? ? ક્યારે આવે છે ? ખબર નથી
તો શું કહ્યું બીજું ??
તેના ધ્યાનમાં એક છોરી છે તારી માટે ..
તું હા કે તો આગળ વાત વધે.
ના… મા…
અતાંરે આ બધું રેવાદે.
પણ દીકરા
હું તો સૂકું ઝાડ કયારે ભાંગી પડું એ તો ઈશ્વર જાણે
તું ચિંતા ન કર
બધુંય હારાવાના થશે. એટલું બોલી રમેશે વાતમાં પૂર્ણવિરામ મૂક્યું.ને મોબાઈલ લઇ બેઠો. પણ આજ તેનો જીવ મોબાઈલમાં ન અટવાયો પણ તેની બદલે એકીટશે તેની માતા તરફ ભાળવા લાગ્યો. માં સાચું બોલે છે તો રોશનીનું શુ …??
એક દિવસ સવારે રાંધણીયામાંથી બારીથી થઈ ચૂલાનો ધુમાડો બા’ર આવી હવામાં ઓગળી જતો. બાપુએ દરવાજામાં ડોકું ઘાલી બોલ્યા . બટા.. શિરામણ કરી , ચૂલાનો દેતવા ભભરાવી મારી જોડે ખેતરે હેંડવાનું. તેણીની આંખમાં પાણી હતું. હોય જ ને ચૂલાનો ધુમાડો જે આંખમાં બળતરા કરાવતો. રોશની તેના પિતા સાથે કહ્યા મુજબ બંને ઘરેથી ચાલી નીકળ્યા.
ખેતરે ઝાપડીવાળા રસ્તે હળવા ધીમા અવાજે દૂર પંખીઓ ટહુકતા. ખાટલામાં ભા સુતેલા પણ આ ઉંમરે નિંદ્રા નહોતી પણ છતાં ક્યાંક વિચારધીન હતા. ભા...
જોઈ તરત ઉભા થઇ ગયા . બેહો.. બેહો… ધંધો-શુ હાલે..? ચેમ હમણાં દેખાતા ની આલી પા ?? વગેરે જેવી અનેક વાતો પતાવી મેન વાત કરી. આડી-અવળી અનેક વાતો ખોલી તમાર ગગાના સગપણ માટે છોરી. ખેતરમાં કામ કરતા મૂલી સાથે ગગો પણ હતો.
લ્યા ભા સાંભળો કે
હા.
એ.. લ્યા ગગા
એમણી પા હેંડતો આવ
ગગો નીંદતા-નીંદતા ઉભો થઇ આગળ આવ્યો . તેના બાપાની પડખે ગોઠવાયો.
તમારી છોરી ને મારો ગગો
બોલો બાપુ તમે કો તો વાત વધે .
બાપુએ દીકરી સામે આંખપરોવી જોઈ લીધું. અરે દીકરીની જિંદગીનો જો સવાલ હતો. પણ રોશનિ એ તો મન મક્કકમ કરી નકી કર્યું કે જો આજ જ હા બોલે તો રવીને આપેલા કોલ છાજે. જેથી તેણીએ ના કહી નજર ફેરવી લીધી. બાપુની આંખમાં ઉપર લોહી તરવરવા લાગ્યું . તેના મનનો ગુસ્સો પી ગયા. અંતે દીકરી જો એકની એક હતી જેથી બીજું ન કહેવાયું.