Strange story sweetheart .... - 8 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | અજીબ કહાની પ્રિયાની.... - 8

The Author
Featured Books
Categories
Share

અજીબ કહાની પ્રિયાની.... - 8

સુશીલનાં ગયા પછી પ્રિયાએ એણે આપેલી ગિફ્ટ ખોલીને જોઈ. જોતાં જ એની આંખ પહોળી થઈ ગઈ. ગિફ્ટ બોક્ષમાં એક સલવાર - સુટ, અને સાથે એક રીયણ ડાયમંડ નાની ઈયર રીંગ અને એક ગ્રીટીંગ કાર્ડ હતું. કમલેશ અને માયા પણ આ જોઈને છક થઈ ગયાં.

"આ લોકો ખૂબ મોટો વ્યવહાર કરી રહ્યાં છે." માયા બોલી.

"આપણે સુશીલકુમારને આપેલી ગિફ્ટ તો આ ગિફ્ટની સામે એમને એકદમ જ સામાન્ય લાગશે." કમલેશ જરા સંકોચ અનુભવતાં બોલ્યો.

"હાસ્તો વળી. આપણે તો એક પરફ્યૂમની બોટલ લઈ આવ્યાં. જો કે બ્રાન્ડેડ હતી.પણ...."

"હજી તો સગાઈ પણ થઈ નથી ને , મોટાભાઈ આ લોકો અત્યારથી જ આટલો મોટો વ્યવહાર કરે છે. "

"અરે, એ લોકો રહ્યાં અતિ પૈસાવાળાં. એ લોકો માટે તો આવી ગિફ્ટ સામાન્ય ગણાતી હશે, પ્રિયાબેન."

"જા... , હમણાં તો આ કબાટમાં સંભાળીને મૂકી દે."

"હા.., મોટભાઈ."

પ્રિયાએ સુશીલે આપેલી ગિફ્ટ અંદર કબાટમાં મૂકી દીધી. ઈયર રીંગને કાનમાં પહેરી અરીસામાં જોવા લાગી. એને તો માનવામાં જ નહોતું આવતું કે એની પાસે ક્યારેય રીયલ ડાયમંડની કોઈ જ્વેલરી નસીબમાં હશે. ઈયર રીંગ પહેરીને આરીસા સામે અદબથી ઉભી રહી ગઈ. એ પહેરીને એક અલગ જ પ્રકારની ખુશી મહેસૂસ કરી રહી હતી. મૂકી. પણ તરત જ માયાભાભીનો અવાજ કાને અથડાયો.

"પ્રિયાબેન...ઓ.. પ્રિયાબેન...."

"આવી...., ભાભી..."

ભાભીની બૂમ સાંભળી પ્રિયાએ કાનમાંથી ઈયર રીંગ ફટાફટ ઉતારી કબાટમાં અંદર લોકરમાં મૂકી રૂમમાંથી બહાર આવી.

"બોલો ભાભી."

"સુશીલકુમારનાં પપ્પાનો હમણાં ફોન આવ્યો હતો. એમણે અમને તાત્કાલિક મળવા માટે બોલાવ્યાં છે. તો અમે હમણાં ત્યાં જવા માટે નીકળીએ છીએ."

"હજી હમણાં જ તો સુશીલ અહીંયાથી ગયાં ને આટલું જલ્દી અચાનક જ તમને આજે ને આજે મળવા બોલાવ્યાં છે. "

"અમને પણ નવાઈ જ લાગે છે કે ખબર નહિ શાના માટે બોલાવ્યાં છે. "

"મને એવું જ કીધું કે ફોન પર બધી વાત થાય એમ નથી તો તમે જેમ બને એમ અહીં જલ્દી આવો તો સારું છે." કમલેશ પ્રિયાની સામે જોઈ બોલ્યો.

"સુશીલકુમારે જઈને ચોક્કસ કંધું લાગે છે. મારાં મનમાં તો ન વિચારવાનાં વિચાર આવે છે. " માયા બોલી.

"તું ગમે તેવું નહિ વિચાર. આપણે ત્યાં જઈએ એટલે ખબર પડી જ જશે ને કે શું કામ બોલાવ્યાં છે. તું હવે જલ્દીથી ઉભી થા એટલે આપણે નીકળીઈએ."

"એ...હા..."

બંને જણ દરવાજાની બહાર નીકળ્યાં એટલે પ્રિયા અંદરથી દરવાજો બંધ કરી સોફા પર બેસી ગઈ. એનું મગજ જાત - જાતનાં વિચારોથી ઘેરાઈ રહ્યું હતું.

'ખબર નહિ સુશીલે એવું તો શું ઘરે જઈને કીધું હશે કે મોટાભાઈ અને ભાભીને હાલ ને હાલ નીકળવું પડ્યું. આગતા - સ્વાગ્તામાં કંઈ ખામી લાગી હશે, મારાંથી કંઈ ખોટું બોલાઈ ગયુ હશે....' જેવી અનેક ધારણા વારંવાર એનાં મનમાં રમ્યા કરતી હતી.
ન તો એને ટી. વી. જોવામાં કોઈ રસ પડતો હતો કે ન કોઈ મેગેઝિન વાંચવાનું મન થતું હતું. નોવેલ હાથમાં લઈ, પાનાં ઉથલાવીને મૂકી દેતી. કશી જ બાબતમાં એને ચેન પડતું નહોતું. મનને શાંત કરવા આંખ બંધ કરી થોડીવાર પડી રહી.

કમલેશ અને માયા સુશીલનાં ઘરે પહોંચ્યાં. બહારથી તો એ લોકોનું ઘર હવેલી જેવડું મોટું દેખાતુ હતું. એ લોકો થોડી નર્વસ ફીલીંગ સાથે અંદર ગયાં. એક મોટાં હૉલમાં અર્ધગોળાકાર સોફા પર સુશીલનાં માતા - પિતા રાહ જોઈને જ બેઠાં હતાં.

"આવો.., આવો..., તમારી જ રાહ જોતાં હતાં. બેસો..., બેસો..." સુશીલનાં પિતા બોલ્યાં.

કમલેશ અને માયા "જય શ્રી કૃષ્ણ" કરી સોફા પર બેઠાં. ઘરની એક નોકરાણી એ લોકો માટે પાણી લઈ આવી. કમલેશ અને માયાએ પાણી પીધું. ને પછી સવાલભરી નજરોથી સુશીલનાં માતા - પિતા સામે જોયું કે 'હવે આ લોકો બોલે તો સારું કે શું કામ એ લોકોને અહીં હાલને હાલ બોલાવ્યાં છે.'


(ક્રમશ:)