CHANGE OF LOVE - 2 in Gujarati Love Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | પ્રેમનો બદલાવ - 2 - પહેલી મુલાકાત

Featured Books
Categories
Share

પ્રેમનો બદલાવ - 2 - પહેલી મુલાકાત

ભાગ 2 - પહેલી મુલાકાત


30 ડિસેમ્બર 2099


વહેલી સવારે અબીર જલ્દીથી ઉઠી જાય છે, ત્યારે તેને યાદ આવે છે કે ગઈ કાલે તે રિવાયત ને કહી ચુક્યો હતો કે તે 31st ની પાર્ટી માં તેની સાથે બાગબાન રિસોર્ટ જશે! પણ એમાં પણ એક મોટી સમસ્યા તેની આગળ આવીને ઊભી થઈ ચૂકી હતી. અબીર પાસે પાર્ટીમાં પહેરવા માટે કપડા હતા જ નહિ! અંતર્મુખી અબીર બઉ મોટી મુંજવણમાં મુકાઈ જાય છે. અબીર ની અંદર એટલી હિંમત ન હતી કે અબીર એકલો જઈને તેના માટે કપડા ખરીદી શકે! અબીર ખૂબ જ પરેશાન થઈ જાય છે. એટલામાં જ રિવાયત નો ફોન આવે છે.


" હેલ્લો, ગુડ મોર્નિંગ અબીર!" રિવાયત

" ગુડ.... મોર્નિંગ રિવાયત " અબીર

" કેમ છે ભાઈ? બધી તૈયારી થઈ ગઈ કે નહિ?" રિવાયત

" ના ભાઈ! મારું મૂડ નથી." અબીર

" કેમ ભાઈ પાછું શું થયું? હવે તું ના આવવાની તરકીબ ન બનાવ, હું કંઈ સાંભળવા નથી માગતો! બસ તું કાલ મારી સાથે આવી રહ્યો છે. બીજુ હું કંઈ નથી જાણતો. " રિવાયત

" હું કોઈ તરકીબ નથી બનાવતો ભાઈ! સાચું કહું ને તો કાલે પાર્ટીમાં પહેરવા માટે મારી પાસે કપડા નથી. " અબીર

" તો ભાઈ એમાં ગભરાવાની શું જરૂર છે? ચાલ જઈને લઇ આવીએ કપડા. " રિવાયત

" પણ.... " અબીર

" પણ શું યાર? " રિવાયત

" હું મારા પિતા પાસેથી પૈસા કઈ રીતે માગી શકું! ક્યાંક એ મને ફરી ફટકાર લગાવી દેશે તો!" અબીર

" પણ તારે પૈસા માગવાની ક્યાં જરૂર છે? તારી પાસે એકાઉન્ટમાં કરોડો રૂપિયા પડ્યા છે. એમાંથી લઈ લે!" રિવાયત

" ના હું ન લઈ શકું! એ પૈસા ભલે રોબર્ટ એ કમાયા છે પણ એ પૈસા ઉપર મારી પહેલા મારા પિતાનો અધિકાર છે. એમની સાથે વાત કરીને તને ફોન કરું, ઓકે બાય." અબીર


અબીર રિવાયત ને આટલું કહીને ફોન ક્ટ કરી દે છે. અબીર વધારે પડતો બેચેન થઈ રહ્યો હતો કે પોતાના પિતા પાસે પૈસા કઈ રીતે માગે! તેના મનમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા હતા પણ તેની પાસે કોઈ જવાબ ન હતો. અબીર અંતર્મુખી હોવાને લીધે તે પોતાના મનની વાત કોઈને કહી ન શકતો હતો પણ અબીર રિવાયત ને પોતાના દિલની બધી જ વાત કહી શકતો હતો. અબીર હવે તેની માતાની તસ્વીર આગળ જઈને પોતાના દિલમાં જ રુદન કરવા લાગે છે. એજ વખતે અબીર ના મોબાઈલ ઉપર મેસેજ પડે છે અને તેને પોતાના પિતાને એસએમએસ કરવાનું સુજે છે. અબીર ના હાથમાં કંપન ઉપડી જાય છે પણ તે જેમ તેમ કરીને પોતાના પિતાને મેસેજ કરી દે છે.


શિવરાજ ના ફોન ની અંદર દીકરાનો એસએમએસ પહેલી વખત પડ્યો તે જોઈને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. તે તરત જ અબીર ને એસએમએસ કરી મળવા માટે બોલાવે છે. અબીર પોતાના પિતાનો એસએમએસ જોઇને થોડો વિચલિત થઈ જાય છે પણ તે થોડી હિંમત કરીને પોતાના પિતા પાસે જાય છે. અબીર ના હાથ પગ ભીના ભીના થઈ ચૂક્યા હતા, તેનું શરીર ડર થી કંપી રહ્યું હતું. અબીર નું મન પસ્તાવો કરી રહ્યું હતુ કે પિતાને એસએમએસ ન કર્યો હોત તો સારું! અબીર મનમાં ને મનમાં " મારે નવા કપડા ની ક્યાં જરૂર હતી! હું તો પાર્ટીમાં પણ જવા નથી માગતો. મારા પિતા હવે મને બોલશે અને ખૂબ મારશે! મારી અંદર મારા પિતા પાસે જવાની જરાય પણ હિંમત નથી." અબીર ના પગ ચાલતા ચાલતા રોકાઈ જતા હતા પણ તેના પિતાએ બોલાવ્યો હતો એટલે જ્યા વગર ચાલે એવું ન હતું. અબીર પોતાના પિતાના રૂમ આગળ જઈને થંભી જાય છે. એના પિતાને અબીર ના આવવાનો અહેસાસ થઈ જાય છે.


" અબીર ત્યાં કેમ ઊભો રહ્યો છે? અંદર આવી જા. " શિવરાજ

" જી.... આવ્યો. " અબીર

" તારે કેટલા પૈસા જોવે છે? અને કેમ? " શિવરાજ

" મારે કંઈ નથી જોઈતું પાપા." અબીર

" લે 50,000 તને ગમે તેવા કપડા અને જરૂરી વસ્તુ લઈ આવ." શિવરાજ

"ના પાપા મારે કઈ નથી જોઈતું!" અબીર

" અબીર ભૂલ મારી જ છે , હું કામની વ્યસ્તતામાં તને એક પિતાનો પ્રેમ આપવાથી વંચિત રહ્યો છું. જેના લીધે આજે અબીર તારી આ હાલત થઈ ચૂકી છે. અબીર તારી મા ના ગયા પછી મે તને બોલવા અને મારવા સિવાય કંઈ જ કર્યુ નથી! આ બધામાં હું એક પિતા હોવાનું કર્તવ્ય તો ભૂલી જ ચૂક્યો હતો. મને માફ કરી દેજે દીકરા હું એક સારો બાપ ન બની શક્યો!" શિવરાજ

" બાપુ તમારી કોઈ... ભૂલ... નથી...." અબીર


અબીર પોતાના પિતાને આટલું કહીને તેમના ગળે લાગી જાય છે. અબીર આજે પોતાના દિલમાં થોડો ખુશ હતો કેમકે આજે તે એના પિતાની બાહોમાં હતો. અબીર તેના પિતાના ગાલ ઉપર ચુંબન કરીને તેના રૂમમાં જતો રહે છે. અબીર નો નિર્દોષ પ્રેમ તેના પિતાને ફરી એકવખત આંખો છલકાવા માટે મજબૂર કરી દે છે.

*****. *******. ******

બીજી તરફ કેટલાક લોકો એક છોકરીને ખેચતા ખેચતા ક્યાંક લઈ જઈ રહ્યા હતા. તે છોકરી પોતાને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી હતી પણ એમાંથી એકપણ માણસ તેને છોડવા માટે તૈયાર ન હતો. તેના હાથમાં પહેરેલી સ્માર્ટ વોચ તરત જ પોતાનું કામ કરવાનું શરૂ કરી દે છે. પેલી છોકરીના ફોનમાં પહેલો જ નંબર અર્વી નો સેવ હતો, એટલે સીધો જ અર્વી ને વિડિયો કોલ લાગી જાય છે. અર્વી ની નજર તેના ફોન ઉપર પડે છે અને તેની સહેલી કિયારા નો વિડિઓ કૉલ જોઈ તે તરત જ ફોન ઉઠાવી લે છે. વિડિયો કૉલ ઉઠાવતા જે દ્ર્શ્ય અર્વી ની આંખો આગળ હતું તે અર્વી ને ખૂબજ ડરાવી મૂકે છે.

" કિયારા, શું થયું? કોણ છે આ લોકો? તને આમ ખેચીને ક્યાં લઇ જઇ રહ્યા છે?" અર્વી

" પ્લીઝ અર્વી મને બચાવી લે! " કિયારા (આટલું કહેતા જ વિડિયો કોલ કટ થઇ જાય છે.)


અર્વી કિયારા ની હાલત જોઈને બોખલાઇ જાય છે. કિયારાની સ્માર્ટ વોચ અર્વી ને તેનું લોકેશન મોકલી ચૂકી હોય છે, જેથી અર્વી તરત જ તે જગ્યા એ જવા માટે નીકળી જાય છે. બીજી તરફ અબીર પોતાના ઘરે બેઠો હોય છે ને તેના પિતા સાથે બનેલા નવા સંબંધની યાદો વાગોળે જતો હોય છે, એજ સમયે રિવાયત નો ફોન આવે છે. અબીર તરત જ તેના મિત્ર નો ફોન ઉપડી દે છે.


" હા બોલ રિવાયત! હું આવી રહ્યો છું તારી સાથે શોપિંગ માટે!" અબીર

" તું જલ્દી નીચે આવી જા! હું તારા ઘરની બહાર જ ઊભો છું. તારી માટે એક સપ્રાઈઝ છે. " રિવાયત

" ઓકે ઠીક છે હું પાંચ મિનિટમાં આવ્યો." અબીર ( અબીર ફોન મુકીને તૈયાર થવા લાગી જાય છે. થોડા જ સમયમાં તે તેનો બાહરી દેખાવ ઠીક કરીને રિવાયત પાસે પોહચી જાય છે.)

" અબીર જલ્દી બેસી જા ભાઈ તારી માટે એક સપ્રાઇઝ છે. એ જોઈને પછી આપડે શોપિંગ માટે જઈશું! " રિવાયત

" ઓકે ઠીક છે! પણ જલ્દી મને ઘરે છોડી દેજે. " અબીર ( થોડા જ સમયમાં અબીર અને રિવાયત કિયારા જે સ્થળે હોય છે ત્યાં પોહચી જાય છે.)

" બચાઓ....... પ્લીઝ...... કોઈ તો બચાઓ....." કિયારા ( જોર જોરથી બૂમો પાડી રહી હોય છે ને એ જ વખતે તે હાથમાં પહેરેલ સ્માર્ટ વોચ ની સ્વીચ પેસ કરી દે છે. ત્યારે એસએમએસ અબીર અને તેના રોબર્ટ કુંજ ને મળી જાય છે. )


રિવાયત અને અબીર એક ઝાડ પાછળ છુપાઇ જાય છે. અબીર કોઈક છોકરી ને મુસીબતમાં જોઈ શકતો ન હતો પણ રિવાયત ના કહેવાથી અબીર ચૂપ હતો. જેવો જ સ્માર્ટ વોચ થી રોબર્ટ કુંજ ને મેસેજ મળ્યો કે તરત જ બાગબાન રિસોર્ટ નું કામ છોડીને કુંજ હવામાં ઊડવા લાગ્યો ને ગણતરી જ પળોમાં તે કિયારા જ્યાં હતી ત્યાં પોહચી ગયો અને તેને કિયારાને પેલા ગુંડાઓથી બચાવી દીધી. જે સમયે રોબર્ટ કુંજ કિયારાને બચાવતો હતો એ જ સમયે અર્વી ત્યાં આવીને બધું જોઈ લે છે. અર્વી એક જ નજરે રોબર્ટ કુંજ સામે જોઈ રહે છે, એને જોઈને એવું લાગી રહ્યું હતું કે એને રોબર્ટ કુંજ સાથે પહેલી નજરનો પહેલો પ્રેમ થઈ ચૂક્યો હતો.


" કટ. ગુડ શોર્ટ. " ડિરેક્ટર


અવની અને અબીર બંને આ અવાજ સાંભળીને ચોંકી જાય છે. તે બન્નેને કંઈપણ સમજ ન આવી રહ્યું હતું કે આખરે થઈ શું રહ્યું છે. રોબર્ટ કુંજ તેનું કામ પૂરું કરીને ફરી એકવાર બાગબાન રિસોર્ટ ઉપર પોહચી જાય છે. રિવાયત અબીર ને લઈને કિયારા પાસે જાય છે. કિયારા ના હાથમાં સ્માર્ટ વોચ જોઇને અબીર તરત જ સમજી જાય છે કે આ તેનું જ બનાવેલું ગેજેટ છે. અબીર થોડા સમય માટે વિચારમાં પડી જાય છે અને આખરે રિવાયત નો હાથ પકડી તેને એક બાજુ લઈ જાય છે.


" રિવાયત તે આ સ્માર્ટ વોચ પણ શરૂ કરી દીધી?" અબીર

" ના આ મે નથી કરી! આને શરૂ તે જ કરી છે. તારી સારી નિયત અને સ્ત્રીઓના રક્ષણની ઊંડી વિચારધારા ને લીધે જ આ સ્માર્ટ વોચ શરૂ થઈ ચૂકી. મે તો આને ફક્ત શરૂ કરી છે, જેના લીધે તારું સ્વપ્ન સાકાર થઈ શકે. આંટી ને તો તું નોહતો બચાવી શક્યો પણ તું હવે બીજાની મા બહેન બેટી ને બચાવી શકીશ."


રિવાયત અને અબીર વચ્ચે ચાલી રહેલી આ વાતો અર્વી સાંભળી લે છે. અર્વી અબીર ને જ રોબર્ટ કુંજ માનતી હોય છે એટલે તે અબીર ને ખુબ પ્રેમથી નિહાળી રહી હોય છે. રિવાયત ની નજર જેવી જ અર્વી ઉપર પડે છે કે તરત જ અર્વી છુપા પગે ચાલવા લાગે છે. જેવી જ તે ચાલવા જાય છે કે એનો પગ વળી જાય છે અને તે અબીર ની બાહોમાં જઈને પડે છે. અબીર અને તેની નજર એકબીજા સાથે મળી જાય છે, બંને એકબીજા ને ખૂબજ પ્રેમભરી નજરે જોઈ રહ્યા હોય છે.


એક ચાંદ આસમાને ખીલ્યો રે લો,….
મારો ચાંદ ગરબે રમતાં મે જોયો રે લો.
એક ચાંદ આસમાને ખીલ્યો રે લો,….
મારો ચાંદ ગરબે રમતાં મે જોયો રે લો.
ઢોલીઓના તાલે ભાન ભૂલી નાચે..
જોને આજે લાગે કેવો વહાલસોયો રે..
એક ચાંદ આસમાને ખીલ્યો રે લો,….
મારો ચાંદ ગરબે રમતાં મે જોયો રે લો.


******** *********. ******

ક્રમશ........