ભાગ 32 શરૂ
.....................................
"મને લાગે છે કે આમ ભલે બધા છીપલા સરખા દેખાય પણ જો આ એક જ છીપ્લુ એવું છે જેની આજુબાજુ માછલીઓ તરે છે તો મારા મત મુજબ તો આ જ સાચું છીપલુ હશે પણ બીજી વાત હું એમ કહું છું કે આપણે બધા છીપલા ખોલીને જોઈ લઈએ તો કેમ રહે?" જેકે નેવીલ ને કહ્યું.
"આપણે બધા છીપલા નહિ ખોલી શકીએ કારણ કે આપણી પાસે માત્ર એક જ ચાન્સ છે અને સ્વાતિ નક્ષત્ર હમણાં દસ સેકન્ડ માં શરૂ થશે અને એ માત્ર ને માત્ર એક મિનિટ માટે જ રહેશે" નેવીલે જેક ને જવાબ આપ્યો.
"હા તો કઈ નહિ એક કકેએ ચાલ આ મોટું છીપલુ ખોલી નાખીએ" જેકે નેવીલ ને કહ્યું.
"હા તો ચાલ લેટ્સ હો સ્વાતિ નક્ષત્ર શરૂ થઈ ગયું છે" નેવીલે જેક ને કહ્યું.
હવે ધીમે ધીમે પેલું છીપ્લુ જેક અને નેવીલ ખોલે છે અને તેની અંદર એક બોક્ષ માં પેલો પદાર્થ જેક અને નેવીલ ને મળી જાય છે જેની તલાશ માટે તો અત્યારે સમુદ્ર ના તળિયા ઉપર આવ્યા હોય છે આ પદાર્થ જોઈને જેક અને નેવીલ બન્ને ખુશીથી ઉછળી પડે છે.
"અરે વાહ જેક આપણે સક્સેસફુલ થઈ ગયા આપણને આ પદાર્થ મળી ગયો" નેવિલે જેક ને કહ્યું.
"હા યાર ચાલ હવે ઉપર જઈને બધાને આ ખુશ ખબરી આપીએ" જેકે નેવીલ ને કહ્યું.
જેક અને નેવીલ સમુદ્રના તળિયેથી ઉપર આવી જાય છે અને પાછા ટાપુ ઉપર આવીને બધા લોકોને પદાર્થ વિશે જણાવે છે અને બધા ખૂબ જ ખુશ થઈ જાય છે કારણ કે હવે બધા લોકો ઘરે જઇ શકવાના હોય છે.
"અરે વાહ તમે ખૂબ જ સરસ કામ કર્યું હો" મિસ્ટર ડેઝીએ જેક અને નેવીલ ને કહ્યું.
"અરે એમાં તો કાંઈ નહિ એ તો અમારી ફરજ હતી" નેવીલ અને જેકે મિસ્ટર ડેઝીને જવાબ આપ્યો.
"હવે જોવો કૂવો પણ અહીંયા જ છે અને આ ખજાનો પણ આ ટાપુથી ટેલીપોર્ટ થઈને ત્યાં ઘરે આવી જશે" જેકે બધાને કહ્યું.
"હા પણ ખજાનો આપણે નેવીલે કીધું તેમ ગરીબો માં જ આપી દઈશું" નિકિતા બોલી.
"હા એ તો છે જ ને" રીકે નિકિતા ને કહ્યું.
બધા ખૂબ જ ખુશ થઈ જાય છે કારણ જે તે લોકો ઘણા મહિનાઓ પછી ઘર તરફ પાછા જતા હોય છે હવે તે લોકો કુવા પાસે જાય છે પણ કુવો તો બંધ હોય છે મતલબ કે આ કૂવો ખોલવો હોય તો કોઈએ ત્યાં ચર મિત્ર દૂર હેન્ડલ ને પકડવું પડે તો જ કૂવો ખુલે.
"અરે આ હેન્ડલ ને કોઈ બે જણાએ પકડી રાખવું પડશે તોજ આ કૂવો ખુલશે અને તેમાંથી આપણે જઇ શકીશું" મિસ્ટર ડેઝી બોલ્યા.
"હા તો કાંઈ વાંધો નહીં આપણે એક કામ કરીએ ને હું અને નેવીલ અહીંયા આ હેન્ડલ પકડીને ઉભા રહીએ ત્યાં સુધીમાં રિક તું કુવામાં પદાર્થ નાખી દેજે અને તમે લોકો કૂદી જજો તમે લોકો જેવા કુદો તમારી પાછળ અમે પણ કૂદીને આવી જઈશું. " જેક બોલ્યો.
"હા તો કાંઈ નહિ ચાલો એમ કરીયે" આટલું કહીને રિક તે કુવા માં પેલો પદાર્થ નાખે છે અને નેવીલ અને જેક ત્યાં હેન્ડલ પકડીને ઉભા રહી છે અને જેવો આ ટેલીપોર્ટ થવાનો એક પ્રકાશ આવે છે અને મિસ્ટર ડેઝી, રિક અને નિકિતાને તરત જ પોતાની પાસે ખેંચી જાય છે.
"અરે આપણે લોકો પાછા આવી ગયા ઘરે?" નિકિતા બોલી.
"હા ઘરે તો આવી ગયા પણ આ ઘટના તો જુઓ કે આપણે રાતે જ ગાયબ થયા હતા અને આજે આવ્યા પણ એજ સમયે રાતે પણ અત્યારે બધું એકદમ નોર્મલ છે" રિક બોલ્યો.
"અરે એ બધું તો ઠીક છે પણ આ જેક અને નેવીલ કેમ નથી દેખાતા?" મિસ્ટર ડેઝી બોલ્યા.
"અરે ખબર નહિ આ લોકો ક્યાં જતા રહ્યા?" રિક બોલ્યો.
"અરે મને એ બન્ને ની ચિંતા થાય છે" નિકિતા ગભરાઈને બોલી.
"તું ચિંતા ના કર નિકિતા અને ચાલ હવે ઘરની અંદર" આટલું કહીને મિસ્ટર ડેઝી, રિક અને નિકિતા ઘર ની અંદર જતા રહે છે અને બીજી બાજુ જેક અને નેવીલ ત્યાં કુવા પાસે કુદવાની કોશિશ કરે છે અને તે લોકો તેમના ઘરે ટેલિપોર્ટ થઈ શકતા નથી.
"અરે યાર હવે શું થશે પાછો પદાર્થ લેવા જવું પડશે" જેક ગુસ્સેથી બોલ્યો.
"જેક એ પદાર્થ માત્ર પાંચ હજાર વર્ષો માં એકજ વાર એ છીપલા માંથી મળે છે અને એ તો આપણે વાપરી નાખ્યું?" નેવીલે જેક ને કહ્યું.
"તો શું હવે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી ઘરે જવાનો?" જેકે નેવીલ ને કહ્યું.
"હા એક વિકલ્પ છે ઘરે જવાનો હવે તો આપણે એક કામ કરીએ અહીંયા માટી ઉપર હેલ્પ એમ લખી લઈએ મોટા અક્ષરે જો કોઈ વિમાન ઉપરથી નીકળે અને આપણને જોઈ જાય તો કડાસાગ એ આપણને લઇ જઇ શકે છેલ્લી આશા તો મને હવે આ લાગે છે" નેવીલ બોલ્યો.
"હા ચાલ ને એમ પણ કોશિશ કરવામાં શું જાય છે કાંઈ નહિ આપણે કોશિશ કરીએ" જેકે નેવીલ ને કહ્યું.
હવે તે લોકો ભાલા વડે મોટા અક્ષરે હેલ્પ એમ માટી ઉપર લખી દે છે.
"અરે આપણે આ લખ્યું તો ખરા પણ તને શું લાગે છે આ યુક્તિ આપણને મદદ કરી શકશે બચાવવામાં?" જેકે નેવીલ ને પૂછ્યું.
"હા જરૂરથી કરી શકશે કારણ કે આ યુક્તિ મારી નથીં આ યુક્તિ એક વાઝટ એક વ્યક્તિ ટાપુ ઉપર ફસાઈ ગયેલો હતો તેની છે તે વ્યક્તિ હેલ્પ એમ મોટા અક્ષરે માટી ઉપર લખી નાખ્યું અને બીજા દિવસે સવારે ત્યાં એક વિમાન તેને જોઈ ગયું અને તે વ્યક્તિનો તે ટાપુ ઉપરથી આબાદ બચાવ કરવામાં આવ્યો એટલે મારા મત મુજબ કદાચ આપણાં પણ બચી જવાના ચાન્સ છે" નેવીલે જેક ને કહ્યું.
"હા જો બચી ગયા તો સારું" આટલું કહીને જેક અને નેવીલ પહેલા તો ઝાડ ની ડાળખીઓનો ઉપયોગ કરીને પોતાની માટે એક ઝુંપડા જેવું રહેઠાણ બનાવી લે છે જેથી તેઓ ઠંડી અને વરસાદથી બચી શકે.
....................................
મિશન 5 - ભાગ 32 પૂર્ણ
....................................
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5.
જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા.
................................