Feminine instincts in Gujarati Women Focused by Pinky Patel books and stories PDF | સ્ત્રીની સહજતા

Featured Books
Categories
Share

સ્ત્રીની સહજતા

આજે કંઇ જાદુ થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે આજના દિવસે કંઇક અંશે થોડો ફેરફાર થઇ રહ્યો હોય તેવુ લાગે છે આજ નુ વાતાવરણ કંઇ જુદુ તરી આવે છે . સૂરજ ના કિરણો ધરતી પર ઉતરી રહ્યા છે. એક કિરણ બારી માંથી ઇશીતાના ચહેરા પર પડે છે તે જાગી જાય છે જૂએ છે તો 6:45 થઈ ગયા છે તેને કોલેજ જવાનું હોવાથી ફટાફટ તૈયાર થઈ નીચે આવે છે તે તેની મોમ ડેડ ને ગુડ મોરનિગ
કરે છે. મમ્મી કહે છે ચાલ બેટા તારો નાસ્તો કરી લે તે ટેબલ પર બેસે છે અને પૂછે છે કે મમ્મી અક્ષય કયાં છે? એ તો આજે વહેલી સવારે જ નિકળી ગયો . ઓકે મોમ હુ કોલેજ જાઉ છુ ઓકે બેટા બાય ઇશીતા કોલેજ મા પ્રવેશે છે ત્યાં બધી ફેન્ડો મળી ને વાતો કરે છે એટલા માં કલાસ નો સમય થાય છે. ચાલો કલાસ માં આજે નીના મેમ નો લેકચર છે બધા કલાસ મા ગોઠવાઈ જાય છે. મેમ આવે છે. Good morning everyone બધા સ્ટુડન્ટ good morning mem કહે છે. આજે આપણે સ્ત્રી સહજતા વિશે નાની વાત કરીશુ તમને કંઈ પણ સવાલ મનમાં ઊભો થાય તો પૂછી લેજો મેમ વાત શરુ કરી આજે તો આપણા દેશ ની ખૂબ પ્રગતિ થઇ છે અધતન ટેકનોલોજી ને લીધે આપણા દેશે હરણફાળ ભરી છે પહેલા ના જમાના ની વાત કરીશ " એક દીકરી તેનુ નામ નેહા આપીશુ નેહા દેખાવે સુંદર અને આકર્ષક અને ભણેલી ગણેલી અને સંસ્કારી તેની સગાઈ ની વાત આવી તેને છોકરો પસંદ આવ્યો સગાઈ નકકી થઈ ગઈ તેના લગ્ન લેવાયા તેને આગળ ભણવું હતુ તે ભણી ન શકી લગ્ન કરી તેના સાસરી ના પરિવાર ને સંભાળી લીધો . ઈશીતા એ સવાલ કર્યો મેમ નેહા એ ઘરમાં તેના મનની વાત ના કરી ?હા બેટા એ સમય માં સ્ત્રીઓ નું માન એટલુ નહોતુ તેને તેની મમ્મી ને વાત કરી મમ્મી મારે ભણવું છે તેની મમ્મી એ કહ્યુ બેટા તારી સગાઈ થઈ ગઈ છે લગ્ન બાદ તારા સાસરી વાળા કહે તો ભણજે લગ્ન પછી તેના પતિ ને કહયું તો તેને કહયું હુ આટલુ કમાઉ છું તારે હવે કોઈ જરૂર નથી શાંતિ થી ઘર સાચવ તેની બધી ઇચ્છા મનમાં જ રહી ગઈ છતાં પણ તે હસતા હસતા બધુ સહજતા થી સ્વીકારી તેના ઘરપરિવાર માં જોડાઇ ગઇ . અત્યારે તો દિકરી દિકરો સમાન છે બધા જ હક દિકરાને અપાય એટલા દિકરી ને નહોતા અપાતા આતો દિકરી ઓ ની સંખ્યા ઘટતા સમાજ મા જાગૃતિ લાવવા "બેટી બચાવો બેટી અભિયાન ના કાર્યક્રમો થી જાગૃતિ વધી અને અત્યારે હાલ આટલા વર્ષો પછી સ્ત્રી પુરુષ સમોવડી બની ગઈ છે. છતા ?ચાલો કલાસ પૂરો થાય છે. બધા છૂટા પડે છે ઇશીતા મનમાં વિચારે છે કે શુ પહેલા ના સમય માં સ્ત્રી ઓ ની આવી હાલત હતી શુ ? અત્યારે તો કેટલી સ્વતંત્રતા સ્ત્રી ધારે છે તે કરે છે પણ અત્યારે અને પહેલા સ્ત્રી માં કોઈ ફેર છે. એવુ વિચાર માં ઘર આવી તેને થયુ આ વિશે હું દાદી ને પૂછી જોવુ તે અનુભવી છે તે કંઇક કહેશે તે જમી પરવારી દાદી ના રુમ માં ગઇ દાદી માળા કરી રહ્યા હતા તે દાદીમા પાસે બેસી ને વાત કરી કે દાદી શુ પહેલા અને અત્યારના સમય માં સ્ત્રીઓ ના જીવન બદલાઈ ગયા છે ? કેમ બેટા આજે આવો પ્રશ્ન થયો કોલેજ મા કંઈ બન્યુ હા દાદી આજે મેમ ને એક વાત કરી સ્ત્રી ની સહજતા વિશે તો અત્યારે શુ સ્ત્રી ઓ માં એટલી સહજતા છે? બેટા સાંભળ સ્ત્રીઓ અનાદીકાલ થી સહજ છે મહાભારત કાળ માં દ્રૌપદી થી લઈને રામાયણ માં સીતા એવા તો અનેક દાખલા છે કે જે સ્ત્રીઓ એ તેમના જીવન માં ઘણા સંઘર્ષ પછી પણ કોઈ પણ વિરોધ વગર સહજતાથી જીવન જીવી ગઈ અત્યારે પણ સ્ત્રીઓ પહેલા કરતા દરેક ક્ષેત્ર માં આગળ છે અત્યારે લશ્કર માં જેટલા પુરુષો એટલી સ્ત્રીઓ છે . સ્ત્રીઓ ના જીવન માં ઘણી પ્રગતિ થઈ છે પણ સ્ત્રી નું હદય અને લાગણીશીલ સ્વભાવ કોઇ કાળ માં ન બદલાય સ્ત્રી ઓ બધુ જ કરી શકવાની તાકાત છે તારી ફોઈ ને જ જોઇ લે તેના જીવન માં કેટલી તકલીફ આવી તો પણ તેને સહજતા થી સ્વીકારી તેનો સામનો કરી તેના જીવન ને નવી રાહ આપી .સમજાયુ બેટા સ્ત્રીઓ નું જીવન માં ભલે અત્યારે સામાજિક વ્યવસ્થા ઓ બદલાઈ ગઈ ગામડાઓમા સ્ત્રી ઓ ડ્રેસ અને જિન્સ પહેરવા લાગી પણ તેમનું હૃદય અને તેમના મા જે સહજતા છે તે બદલાશે નહિ તે પછી 1857 ની ઝાંસી ની રાણી કે અત્યાર 2050 ની ઇશીતા હોય. .... ઈશીતા તો સાંભળી વિચાર માં પડી તેને દાદી એ પૂછયુ શૂ થયુ? દાદી ખરેખર તમારી વાત તો સાચી છે આજે મને તમારો અને મમ્મી નો વિચાર આવ્યો કે તમે જયારે પપ્પા ને બિઝનેસ માં ખોટ ગઈ ત્યારે તમે સહાનુભૂતિ થી અને મમ્મી એ તેમને પૂરો સાથ આપી બિઝનેસ ને નવી ઊંચાઈ પર પહોચાડી દીધો . કોલેજ માં નીના મેમ પણ ઘણી વાર સ્ત્રીઓ ની નાની વાતો કરે છે. એટલે જ મે તમને પૂછયુ સારુ બેટા ચાલ હવે આરામ કરી લઈએ હા દાદી તમે આરામ કરો મારે થોડી નોટસ લખવી છે ઇશીતા તેના રુમ માં જાય છે કંઇ નોટસ તૈયાર કરે છે બીજા દિવસે ઇશીતા કોલેજ જાય છે નીના મેમ લેકચર લેવા આવે છે ત્યારે ઇશીતા કલાસ માં ઊભી થઈ અને મેમ ને કહે છે તમે ગઇકાલે સ્ત્રી ઓ વિશે જે વાત કરી હતી તેના વિશે મે થોડી વધુ માહિતી મેળવી કાલ નો દિવસ મારે માટે જાદુ નો દિવસ હતો મે સ્ત્રી ઓ માટે થોડા વાક્ય લખ્યા છે હું કલાસ માં શેર કરવા માગુ છુ , હા બોલ બેટા , "यत्र नार्यस्त्रु पूजयन्ते रम्नते तत्र देवता" જે ઘર માં સ્ત્રીઓ ની પૂજા થાય છે ત્યાં દેવો નો વાસ હોય છે નારી એવી શકતી છે જે શ્રી ફળ જેવી છે જે બહાર થી કડક દેખાતી હોય પણ અંદર થી તો નરમ જ હોય એટલે જ અત્યારે પણ 8 મી માર્ચ સ્ત્રી દિવસ તરીકે ઉજવાય છે . પણ મારા મત મુજબ દરરોજ સ્ત્રી દિવસ ઉજવવો પડે જ આખો કલાસ તાળી ઓ ના ગડગડાટ થી ગાજી ઉઠ્યો. . હા બેટા ખરેખર સ્ત્રી ઓ માં એક અદભુત શક્તિ હોય છે જે આપણા બધા માં રહેલી છે .તે પછી ગામડા ની સ્ત્રી હોય કે શહેર ની એટલે જ કહેવાયુ છે કે....... "She was powerful not because she wasn't scared but because she went on so strongly, despite the fear." ફરીથી ક્લાસ તાળીઓ થી ગુંજી ઊઠે છે.

પિન્કી પટેલ