Love-a feeling - 9 in Gujarati Love Stories by Parul books and stories PDF | પ્રેમ-એક એહસાસ - 9

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ-એક એહસાસ - 9

Part - 9

 

"પ્રીતિ, થેન્ક યૂ વેરી મચ." નેહા પ્રીતિને ગિફ્ટ આપતાં બોલે છે.

 

"શાના માટે થેન્ક યૂ અને આ ગિફ્ટ….."

 

"આજે અમને મોના અને મનનની શાળામાં બોલાવ્યાં હતાં."

 

"ઓ.કે."

 

"મોના અને મનનમાં ઘણો જ ફરક આવી ગયો છે. એ તારાં ને ફક્ત તારાં જ લીધે." દિપકે પ્રીતિને કીધું.

 

"ઈટ્સ ઓ.કે. આઈ હેવ ડન માય વર્ક ઓન્લી."

 

નેહા પ્રીતિને જે ગિફ્ટ આપી રહી હતી એ ગિફ્ટ પ્રીતિએ લેવાની ના પાડતાં કહ્યું,

 

"આઈ એમ સોરી.હું આ ગિફ્ટ નહિ લઈ શકું.મને ફી નાં પૈસા મળી જાય છે,બસ છે."

 

દિપક અને નેહા એક બે વાર ગિફ્ટ આપવા પ્રયત્ન કરે છે પણ પ્રીતિ એ લેવાની ના જ પાડે છે.

 

પ્રીતિની ખુમારી અને ઈમાનદારી જોઈ દિપક પ્રીતિથી ઘણો જ ઈમ્પ્રેસ્ડ થાય છે.આજનાં જમાનામાં પણ પ્રીતિ જેવાં ઓનેસ્ટ લોકો છે એ જોઈ નવાઈ લાગી હતી.

 

એ લોકો વાતો કરતાં બેઠાં હતાં.પ્રીતિએ ચા બનાવી હતી એ પી રહ્યાં હતાં, એવામાં હર્ષ બહારથી આવ્યો.

 

પહેલાં તો હર્ષે બહુ ધ્યાન ન આપ્યું,એને એમ કે હશે કોઈ પેરેન્ટ્સ.પ્રીતિને મળવાં આવ્યાં હશે.

 

"આ મારાં હસ્બન્ડ છે." એવું કહી પ્રીતિએ હર્ષની ઓળખાણ આપી.

 

દિપકને જોતાં જ હર્ષ સ્તબ્ધ થઈ ગયો.દિપક પણ હર્ષને જોતાં જ ચકિત રહી ગયો.

 

"દિપક, તું અહીંયા!" હર્ષ બોલ્યો.

 

"હા, મારાં બાળકો પ્રીતિ પાસે જ તો ભણવા માટે આવે છે."

 

"ઓહ.ઓ.કે."

 

"આ મારી વાઈફ નેહા છે."

 

"હૅલો."

 

"નમસ્તે."

 

"તમે ઓળખો છો એકબીજાંને?" પ્રીતિ અને નેહા, બંને એકસાથે આશ્ચર્યથી પૂછ્યું.

 

"હા, અમે મયંકનાં લગ્નમાં એકબીજાંને મળ્યાં હતાં." દિપક અને હર્ષ એકસાથે બોલ્યાં.

 

આ સાંભળી ચારેચાર ખડખડાટ હસે છે.

 

"હવે અમે નીકળીએ.મોડું થાય છે." એમ કહી દિપક અને નેહા ત્યાંથી નીકળે છે.

 

એ લોકોનાં ગયાં પછી હર્ષ પ્રીતિને બોલાવે છે.

 

"પ્રીતિ અહીંયા આવ તો."

 

"શું છે?" પ્રીતિ કિચનમાં ઉભી ઉભી પૂછે છે.

 

"એક વાત કરવી છે.બહાર આવ."

 

પ્રીતિ કિચનમાંથી બહાર આવે છે.

 

"બોલ."

 

"રસોઈ નહિ બનાવતી.આપણે બહાર જઈએ છીએ."

 

"પણ મમ્મી માટે……"

 

"તમે જાઓ,હું મારું કરી લઈશ." દિપકનાં મમ્મી બોલ્યાં.

 

પ્રીતિ અને દિપક એક સરસ રેસ્ટૉરન્ટમાં વાતો કરતાં બેઠાં છે.સાથે ધ્રુવ પણ છે.

 

"પ્રીતિ, મને સારાં પગારની જોબ મળી ગઈ છે.સાથે સાથે મારું આ કામ પણ ચાલુ રહેશે."

 

"શું વાત કરે છે!"

 

" હા."

 

" આ તો ખરેખર ઘણી જ આનંદની વાત છે."

 

"હવે મારાં બધાં જ ટેન્શન દૂર થઈ જશે."

 

"ઓહ ,એટલે આજે આ ટ્રિટ મળી છે."

 

"બિલ તારે ચૂકવવાનું છે."

 

"હમ્……."

 

"પગાર ક્યાં મળ્યો છે હજી."

 

"તું સુધરવાનો નથી."

 

"આપ હવે.તું પોતે આટલું બધું કમાય છે તે."

 

બંને વચ્ચે આવી મીઠી નોંક-ઝોંક ચાલતી હોય છે ને પાછળથી કોઈએ હર્ષનાં ખભા પર "અરે હર્ષ તું!" કહેતાં હાથ મૂક્યો.

 

હર્ષ પાછું વળીને જુએ છે તો મયંક ઉભો હોય છે.

 

"અરે!મયંક.આટલાં વર્ષો પછી.ક્યાં , તું છે ક્યાં?"

 

"તારું થઈ જાય પછી બહાર આવ.હું બહાર જ ઉભો છું"

 

"ઓ.કે.,તું જા.હું આવ્યો."

 

બિલ પે કરી આ લોકો બહાર નીકળે છે.

 

"બોલ,શું ચાલે છે હમણાં?"

 

"આપણી કંપની બંધ થઈ ગયાં પછી સસરા સાથે ધંધામાં જોડાઈ ગયો છું. તું શું કરે છે,હાલ?"

 

"બસ નાનું-મોટું થોડું ઘણું કામકાજ ચાલ્યા કરે છે."

 

બંને વાતો કરી રહ્યાં છે. વાત વાતમાં દિપકની વાત નીકળી.દિપકને ધંધામાં ઘણું જ નુક્સાન થયું હોવાની વાત મયંકથી હર્ષનાં મોઢે કહેવાય ગઈ.જો કે ઘરમાં કોઈને ખબર નથી એ વાત પણ કરી.

 

આ સાંભળી હર્ષને ઘણી જ નવાઈ લાગી.

 

"દિપકને જોતાં લાગતું નથી." હર્ષ બોલ્યો.

 

"એ નુક્સાન ભરપાઈ કરવાં માટે દિપક બનતાં બધાં જ પ્રયત્નો કરી રહ્યો છે.એનાં કોન્ટેક્ટ્સ ઘણાં સારાં છે.પાછો લેવલ પર આવી જશે."

 

"ઘણો સારો માણસ છે."

 

"મયંક ,ચાલને." મયંકની વાઈફ બોલાવવા માટે આવે છે.

 

મયંક બધાંની એકબીજાં સાથે ઓળખાણ કરાવે છે.

 

"ચાલ, પછી મળીએ." એવું હર્ષને કહી હર્ષથી છૂટો પડે છે.

 

આ લોકો પણ ઘરે પહોંચે છે.

 

બીજા દિવસથી ફરી રૂટિન લાઈફ શરૂ થઈ જાય છે.નોકરીનો પહેલો દિવસ હોવાથી હર્ષ સવારે વહેલો નીકળી જાય છે.પ્રીતિ પણ પોતાનાં કામે લાગી જાય છે.

 

મોના અને મનનનું હોમ વર્ક બાકી હોવાથી પ્રીતિ એ લોકોને જરા ખિજાય છે.એ લોકો રડવા માંડે છે.રડતાં રડતાં મનન બોલી દે છે કે રાત્રે મમ્મી અને પપ્પાનો ખૂબ જ ઝગડો થયો હતો.

 

આ સાંભળી પ્રીતિને જરા આંચકો લાગ્યો.પહેલાં તો એ મોના અને મનનને ચૂપ કરાવે છે.પછી શાંત કરી આવી બાબતોને ધ્યાનમાં ન લેવા જણાવે છે.હમણાં ફક્ત ભણવા પર જ ફોકસ કરવા કહે છે.

 

પ્રીતિને દિપક અને નેહાનાં ઝગડાની અસર બાળકો પર પડતી જણાય છે.રાત્રે એને ઊંઘ આવતી નથી.બાળકો માટે થઈને દિપક કાં તો નેહા બે માંથી એક જણ જોડે આ બાબતે વાત કરવાનું વિચારે છે.

 

દિપકને મેસેજ કરી મળવા માટે બોલાવે છે.દિપક કામથી બહારગામ ગયો હોય છે.બે-ત્રણ દિવસ પછી આવશે અને મળી જશે એવો મેસેજ દિપક પ્રીતિને કરે છે.

 

લગભગ ત્રણ દિવસ પછી દિપક પ્રીતિને કૉલ કરે છે.પ્રીતિ એને ઘરે મળવા માટે ન બોલાવતાં બહાર ક્યાંક મળવા માટે કહે છે.સી.સી.ડી.માં મળવાનું નક્કી કરે છે.

 

પ્રીતિ પહેલાં જ આવી ગઈ હોય છે.બહાર રાહ જોતી હોય છે.દિપક આવ્યો.બંને અંદર જાય છે.એક ખાલી ટેબલ જોઈ ત્યાં બેસી જાય છે.કંઈક ઓર્ડર કરે છે.પછી દિપક પ્રીતિને મળવા માટેનું કારણ પૂછે છે.

 

"આઈ એમ સોરી." પ્રીતિ વાતની શરૂઆત કરે છે.

 

"શાના માટે?"

 

"તમારી અંગત બાબતમાં માથું મારી રહી છું એટલે."

 

"શું વાત છે?"

 

"એક દિવસ મોના અને મનન હોમ વર્ક કરીને નહોતાં આવ્યાં ને હું જરા ખિજાઈ તો રડતાં રડતાં કહેવા લાગ્યાં કે મમ્મી પપ્પાનો ઝગડો થયો હતો ને અમે ડરી ગયાં હતાં."

 

"શું વાત કરે છે?"

 

"હા."

 

"ઓહ માય ગોડ."

 

"તમારાં વચ્ચે શું અણબનાવ થયો છે એ મારે નથી જાણવું. મારે બસ એટલું જ કહેવું છે કે બાળકોને આવી વાતોથી દૂર રાખવાં સારાં."

 

"થેન્ક્સ તેં મને જણાવ્યું.આ વાતનો તો અમને ખ્યાલ જ ન આવતે.

 

"ચાલ હું હવે જાઉં છું."

 

"હું તને ડ્રોપ કરી દઉં છું."

 

ગાડીમાં દિપક પ્રીતિને જણાવે છે કે," નેહાને એની મમ્મી સાથે નથી ફાવતું ને એટલે થોડી કચકચ રહ્યાં કરે છે.મમ્મી થોડી ચુસ્ત છે.નેહા એડજેસ્ટ નથી કરી શક્તી."

 

"માથાકૂટ બધાંનાં જ ઘરમાં હોય છે.શરૂઆતમાં મને પણ ફાવતું જ ન હતું.પણ ધીરે ધીરે પોતાની જાતને સંભાળતાં શીખી ગઈ."પ્રીતિ જરા હસીને બોલી.

 

"કાશ , નેહા પણ હવે પોતાને સંભાળતાં શીખી જાય." દિપક જરા ધીરેથી બબડ્યો.

 

"શું કહ્યું?" પ્રીતિએ પૂછ્યું.

 

"કંઈ નહિ."

 

પ્રીતિને ઘરે ડ્રોપ કરી દિપક ઘરે પહોંચે છે.ઘરે પહોંચતાં જ ખબર પડે છે કે નેહા બાળકોને લઈ ઘર છોડીને જતી રહી છે.

 

-------------------------