Love-a feeling - 8 in Gujarati Love Stories by Parul books and stories PDF | પ્રેમ-એક એહસાસ - 8

The Author
Featured Books
Categories
Share

પ્રેમ-એક એહસાસ - 8

Part - 8

 

"તું છોકરાંઓનું ધ્યાન નથી રાખી શક્તી?" દિપકે ગાડીમાં બેસી નેહાને પૂંછ્યું.

 

"એ લોકો મારું સાંભળતાં જ નથી."

 

વધારે બોલવામાં દિપકને કોઈ ફાયદો દેખાયો નહિ.ઓફિસ જવા માટે પણ મોડું થઈ રહ્યું હતું.નેહા જોડે વધારે જીફાજોડી કરી કામ બગાડવા માંગતો નહોતો.

 

"પ્રીતિ ટીચર જોડે વાત કરી લે જે." એટલું જ બોલ્યો.નેહાને ડ્રોપ કરી ઓફિસ તરફ ગાડી ભગાવી લીધી.

 

ઓફિસ પહોંચી કામે વળગી ગયો.દિપક બધું સેટેલ કરવા માટે તન અને મનથી પ્રયત્ન કરી રહ્યો હતો.

 

ઘરે પહોંચી નેહાએ પ્રીતિને ફોન કર્યો,

 

"હૅલો, પ્રીતિ ટીચર."

 

"યસ."

 

"આપ છોકરાંઓને ટ્યુશન આપો છો?"

 

"હા."

 

"તમે કોણ બોલો છો?"

 

"હું નેહા.મારે મારાં છોકરાંઓનું ટ્યુશન તમારી પાસે રખાવું છે.હું તમને ક્યારે મળી શકું?"

 

"સોરી મારાં બધાં જ બેચ ફુલ છે. હું હમણાં નવાં સ્ટુડન્ટસ લઈ શકું તેમ નથી."

 

"હા ઠીક છે." એમ કહી નેહા ફોન મૂકી દે છે.

 

સાંજે દિપક નેહા અને બાળકોને મળવા આવે છે.

 

"નેહા ,તેં પ્રીતિ ટીચર જોડે વાત કરી?"

 

"હા.પણ તેમણે ના પાડી."

 

"શેની ના પાડી?"

 

"નવાં સ્ટુડન્ટ્સને લેવાની."

 

"તો એમને રીક્વેસ્ટ કરી મનાવી લેવાય. લાવ મને નંબર આપ.હું વાત કરી જોઉં છું."

 

"હૅલો, હું દિપક બોલું છું.મારે છોકરાંઓનાં ટ્યુશન અંગે તમારી સાથે વાત કરવી છે."

 

"હા, બોલો."

 

"મારે ફોન પર નહિ પણ તમારી સાથે રૂબરૂ વાત કરવી છે.તમારૂં એડ્રેસ મળી શકે એમ હોય તો મહેરબાની."

 

"આઈ એમ સોરી.આઈ કાન્ટ."

 

"જી….મને મિસ. પઠાન કે જે 'રેડિયન્ટ' સ્કૂલમાં ટીચર છે એમણે તમારી સાથે વાત કરવા માટે કહ્યું છે."

 

મિસ પઠાનનું નામ સાંભળતાં પ્રીતિ વાત કરવાં માટે તૈયાર થઈ અને એડ્રેસ આપ્યું.

 

દિપક અને નેહા તરત જ પહોંચી ગયાં પ્રીતિને મળવા માટે.

 

પ્રીતિેને જોતાં જ દિપક અને નેહા ચોંકી ગયાં.અને પ્રીતિ પણ દિપક અને નેહાને જોઈ ચોંકી ગઈ."

 

"પ્રીતિ, તું જ છે ફેમસ પ્રીતિ ટીચર."પ્રીતિને જોતાં જ નેહા બોલી.

 

"આવો,આવો.બેસો." પ્રીતિએ ખૂબ જ આદરપૂર્વક આવકાર આપ્યો.

 

"દિપક આ તો મારી ફ્રેન્ડ જ છે.આપણે એટલે કે પ્રીતિ ,હું અને તું એક જ શાળામાં અને ઈવન કોલેજમાં પણ સાથે જ ભણતાં હતાં." નેહા દિપકનાં સામે જોઈને બોલી.

 

"હા,હા . યાદ આવ્યું મને."

 

"હા, કરેક્ટ.હું પણ તમને સારી રીતે ઓળખું છું."પ્રીતિએ વાતની પુષ્ટિ કરી.

 

"તો ક્યારથી સ્ટાર્ટ કરીએ?"

 

"શું?"

 

"ટ્યુશન."

 

"સોરી.હમણાં હું લઈ શકું તેમ નથી."

 

પ્રીતિનાં આવી રીતે ના પાડવાથી નેહાની પૈસાદાર હોવાની ઈમેજને જાણે ઠેસ પહોંચી હોય એવું એનાં ચહેરાંનાં હાવ-ભાવથી જણાઈ રહ્યું હતું.

 

"પ્રીતિ,પ્લીઝ હું તને રિક્વેસ્ટ કરું છું.એક કલાકનો સમય અમારાં બાળકો માટે કાઢ.તારી જે ફી છે એનાં કરતાં હું તને ડબલ પૈસા આપીશ."

 

"પૈસાનો સવાલ નથી.પણ મારાં બાકીનાં સ્ટુડન્ટ્સ સાથે હું અન્યાય નહિ કરી શકું."

 

"અમારાં ઘરે આવીને ભણાવ.તને જે ટાઈમ પર ફાવે એ ટાઈમ પર આવ.જેટલાં દિવસ માટે ફાવે એટલાં દિવસ આવજે."દિપકે પ્રીતિને વિનંતી કરી જોઈ.

 

દિપકનું આટલું બધું બોલવાં પર આખરે પ્રીતિ માની ગઈ.પણ ઘરે જવાની ના પાડી.એક કલાક માટે અલગ ટાઈમ ફાળવ્યો.

 

દિપક અે નેહા ખુશ થઈ ગયાં.પ્રીતિનો આભાર માની બહાર આવ્યાં.

 

"પ્રીતિને આટલાં બધાં કાલાવાલા કરવાની શું જરૂર હતી.એનાં જેવી બીજી કેટલીય ટીચર છે.શરૂઆતમાં કેવો એટીટ્યૂડ દેખાડી રહી હતી." નેહા એ દિપકને કહ્યું.

 

"મિસ.પઠાને કીધું એટલે આપણે એની પાસે આવ્યાં.માની ગઈને.એ જ આપણાં માટે ઘણું છે."દિપક બોલ્યો.

 

બીજા દિવસથી પ્રીતિ દિપક અને નેહાનાં બાળકોને ભણાવવા લાગી.મોના અને મનનને પણ પ્રીતિ પાસે ભણવાનું સારૂં લાગતું હતું.પ્રીતિની ભણાવવાની પધ્ધતિ ખૂબ જ ફાવી રહી હતી.

 

દિપકનાં પપ્પાની તબિયત હવે સુધારા પર હતી એટલે દિપક નેહા અને બાળકોને ઘરે લઈ આવ્યો હતો.બિઝનેઝની ગૂંચ ઉકેલવા ઘણી મહેનત કરી રહ્યો હતો.નેહાને ઘરમાં ફાવતું ન હોવાથી થોડાંક સમય માટે રોજ ઓફિસ બોલાવી લેતો હતો.

 

હર્ષની નોકરી છૂટી ગઈ હોવાથી નાનું મોટું છૂટક સપ્લાઈંગનું કામ કરતો હતો.હવે પહેલાંની જેમ રાતનાં મોડે સુધી બહાર રહેવાનું ઓછું થઈ ગયું હતું.

 

દિપક અને નેહા સાથે જ કેબિનમાં બેઠાં હોય છે.નેહાનાં મોબાઈલ પર મિસ પઠાનનો કૉલ આવ્યો.

 

'પાછી આ લોકોની કમ્પ્લેન હશે.'નેહા એ મનમાં વિચાર્યું.

 

"હૅલો."

 

"મિસિસ જરીવાલા,પ્લીઝ મીટ મી બાય ટુમરો અલોંગ વિથ મિ. જરીવાલા.આઈ વોન્ટ ટુ મીટ યૂ."

 

"યા,ઓ.કે. એની પ્રોબ્લેમ?"

 

"આઈ વિલ ટેલ ઈટ ટુમરો.બાય."

 

"બાય."

 

"શું કહેતાં હતાં?" દિપકે પુંછ્યું.

 

"કાલે મળવા માટે બોલાવ્યાં છે."

 

"શાના માટે?"

 

"કાલે આપણે મળશું ત્યારે કહેશે."

 

"ઓ.કે.,કાલે આપણે મળી આવશું."

 

બીજાં દિવસે દિપક અને નેહા સ્કૂલમાં ટીચરને મળવા માટે જાય છે."

 

"ગુડ મોર્નિંગ મિ.એન્ડ મિસિસ જરીવાલા."

 

"ગુડ મોર્નિંગ."

 

"આઈ વુડ લાઉક ટુ ટેલ યૂ ધેટ વી હેવ નોટિસ્ડ અમેઝિંગ ઈમ્પ્રુવમેન્ટ ઈન મોના એન્ડ મનન."

 

"રીયલી?" દિપક અને નેહા એકસાથે બોલી ઉઠે છે.

 

"યસ. વી આર વેરી હેપ્પી નાઉ."

 

આ સાંભળી દિપક અને નેહાનાં ચહેરા પર ચમક આવી જાય છે.

 

"વિધિન વેરી શોર્ટ ટાઈમ ધેયર પર્ફરમન્સ લેવલ હેઝ ઈન્ક્રીઝ્ડ.હાઉ ધેટ બીકેઈમ પોસીબલ?"

 

"બીકોઝ ઓફ પ્રીતિ ટીચર. ફોર હૂમ યૂ હેવ સજેસ્ટેડ ટુ અસ." દિપક બોલ્યો.

 

"વેરી ગુડ. આઈ નો, શી ઈઝ અ વેરી ગુડ ટીચર ફોર ધ કીડ્સ."

 

"એની અધર સજેશન મે'મ?"

 

"નો…..,નો…..

 

"કેન વી લીવ નાઉ?"

 

"યા, સ્યોર."

 

"ગુડ બાય.થેન્ક યૂ."

 

"ગુડ બાય."

 

દિપક અને નેહા ખુશ થતાં થતાં સ્કૂલની બહાર નીકળે છે.

 

"આજે કેટલાં વખત પછી સારાં સમાચાર સાંભળવા માટે 8મળ્યા છે." દિપક ગાડી ચલાવતાં ચલાવતાં બોલ્યો.

 

"થેન્કસ ટૂ પ્રીતિ.એણે બાળકોને સંભાળી લીધાં છે."નેહા બોલી.

 

"યસ, યૂ આર રાઈટ."

 

"દિપક ,આપણે પ્રીતિને કંઈ ગિફ્ટ કરવી જોઈએ એવું મને લાગે છે."

 

"જેવું તને લાગે છે એવું જ મને પણ લાગે છે." દિપક હસીને બોલ્યો.

 

 

 

બંને ઓફિસ પહોંચે છે.પોત-પોતાનાં કામે વળગે છે.દિપકને ખુશ જોઈ મેનેજરે પૂંછ્યું,

 

"સર, આજે ઘણાં સમય પછી તમને ખુશ જોયાં છે."

 

"ઘણાં સમય પછી આજે કંઈક સારી વાત સાંભળવા મળી છે."

 

"સર, મારી પાસે પણ એક સારાં સમાચાર છે."

 

"કયા?"

 

"મિ.ગુપ્તાએ આપણી ડીલ ફાઈનલ કરી છે.અને એડવાન્સનો ચેક પણ મોકલાવ્યો છે."

 

"ધેટ્સ ગ્રેટ ન્યૂઝ." દિપક એકદમ જ ખુશ થઈ બોલે છે.

 

દિપક અને નેહા સાંજે થોડાં વહેલાં નીકળી પ્રીતિ માટે એક ગિફ્ટ લે છે અને પ્રીતિનાં ઘરે પહોંચે છે.

 

પ્રીતિ એમને મીઠો આવકાર આપે છે.

 

--------------------------