Flight .... Inspirational Poems in Gujarati Poems by anjana Vegda books and stories PDF | ઉડાન....પ્રેરણાદાયી કાવ્યો

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

ઉડાન....પ્રેરણાદાયી કાવ્યો

નમસ્કાર વાંચક મિત્રો,
અહીં કેટલીક પ્રેરણા દાયક રચનાં રજૂ
કરું છું. આશા રાખું છું કે મારી રચના
આપને પસંદ આવશે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

ચલાતું જવાય છે..

અદ્રશ્ય કોઈ જોડાણ ને
એક બંધન બંધાતું જાય છે
કેમ કરીને ભેદી શકાય
એક ચક્રવ્યૂહ સર્જાતું જાય છે.

ક્યાંથી મળશે માર્ગ
હવે સ્વ સુધી પહોંચવાનો
દુનિયાદારી નું એક
વિશાળ થર પથરાતું જાય છે.

આ સખત તડકો ને
અને ઉકળાટ અહમ્ નો
છલોછલ લાગણીઓનું
નિર્મળ જળ સુકાતું જાય છે.

મુજ તરફ વહેતા એ
વાવાઝોડાની આ અસર છે
ઈચ્છા તણા દરિયાનું
હવે રણ સર્જાતું જાય છે.

શેષ રહી ગયા હતાં
મારે જે પાઠો ભણવાના
જિંદગીની શાળામાં
અહી સઘળું શિખાતું જાય છે.

હસીને રડીને પડી
આખડીને ને ફરી ચાલીને
એમ જ ચાલતું રહે ચક્ર
ને જીવન જીવાતું જાય છે.

શીખવું નથી પડતું અહીં
એની મેળે જ શીખાતું જાય છે
ભરો ડગલાં વિશ્વાસથી ' અંજુ '
એમજ એકલાં ચલાતુ જાય છે.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

ઉડાન દેજે

ભલે આવે ને સમય અઘરાં
આવે ને ભલે દુઃખો સઘળાં
લડી લડી ને જો થાકી જાઉં
હૈયે મારા તું થોડી હામ દેજે.

પહાડ નદી ને ખાડા ટેકરા
આવશે રસ્તા ઘણા કપરાં
ચાલી ચાલી ને થાકી જાઉં
મને તું થોડો આરામ દેજે.

દીધા તે જળ તણા ઊંડાણ
આપી છે તે ધરતી વિશાળ
છતાં પણ એક વિનંતી કરું
તું મને ખુલ્લું આસમાન દેજે.

કાયા મહી છે જોમ અપાર
તો હવે પછી કેમ કરવી વાર
વિશ્વાસની તણી પાંખો લાવું
તું મને બસ એક ઉડાન દેજે.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

પડછાયો

પડછાયાની પાછળ આ શું છે?
શ્યામ સરીખું વાદળ આ શું છે?
ના સ્પર્શી શકાય એને
માત્ર નીરખી શકાય એને
છે મન નું વમળ આ શું છે?
કે ઝાંઝવાનાં જળ આ શું છે?

કાળું કાળું દેખાય છે
આંખોમાં સમાય છે
છે સપનાની ઘડ આ શું છે?
કે નયનનાં કાજલ આ શું છે?
પડછાયાની પાછળ આ શું છે?
શ્યામ સરીખું વાદળ આ શું છે?
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

આપી દે દુઃખ બધા તારું મન ભરાય ત્યાં સુધી
બધું જ સહન કરી લઈશ સહન થાય ત્યાં સુધી.
જાણીને પણ અજાણ છે જાણે છે સઘળું છતાં
હું પણ હાર નહિ માનું છેક મોતના પર્યાય સુધી.
- વેગડા અંજના એ.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

સોહામણી રેત ને સાગર કિનારો આવશે
મળ્યું છે દુઃખ તો સુખનોય વારો આવશે.
આવે પાનખર સમજો વસંતના એંધાણ છે
શરૂઆત ભલે ને કપરી અંત સારો આવશે.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

થોડા સપનાં આંખોમાં લઈને
વ્યોમ તણી ઉડાન ભરવી છે.
મુજથી લઈને મંઝિલ સુધીની
આ લાંબી સફર મારે કરવી છે.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

કલ્પનાનો કરો ખડકલો તો હકીકત સમજાય નહિ
અમથા અમથા બેસી રહેવાથી તો કઈ થાય નહિ.
ખમવા પણ પડે ટપલા મનગમતો આકાર પામવાને
એમ ચાકડે ચડ્યાં વિના તો કદી માનવ ઘડાય નહિ.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

એમ તો ક્યાં અઘરું છે કાગળ પર શબ્દો પાથરવા
પકડીને કલમ જો લીટા તાણો તોય લખાતું જાય છે.
એક અજોડ કલા હોય છે શબ્દોને શણગારવાની
ઠાલવો હ્રદયની ઊર્મિઓ ને લેખન સર્જાતું જાય છે.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

જાત મહેંનત

મઘમઘતા અત્તરમાં
એમ તરબોળ થયે નહિ વળે
ધૂપસળી સમ ખુદને
બાળીને જ મહેકાતું જવાય છે.

મોંઘા મૂલ્યવાન રત્નો
એમ જ નથી બનતા ' અંજુ '
જાતને ઘસીને જ તો
અહી ચમકાતું જવાય છે.
- વેગડા અંજના એ.

❤️💕❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

ઉપરોક્ત રચનાં આપને પસંદ આવી હોય એવી આશા રાખું છું. આપને આ રચનાં કેવી લાગી અભિપ્રાય જરૂરથી જણાવશો.

સહકારની અપેક્ષા સહ

આભાર

- વેગડા અંજના એ.