VAHUE VAGOVYA MOTA KHORDA - 19 in Gujarati Classic Stories by Arvind Gohil books and stories PDF | વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૯

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૯

એ સુલતાનપુરની સવાર એક નવા જ સોનેરી કિરણોથી ખીલતી હતી. વિચાર એક માણસના જ બદલાયા હતા પણ જાણે આખું ગામ બદલાયું હોય એવું લાગતું હતું. જેમ સાપ પોતાની કાંચળી ઉતારી દે પછી એનું શરીર ચમકી ઉઠે છે એવી જ રીતે બધા જુના વિચારોની કાંચળી ઉતારી કરણુભાની કાયા પણ ચમકી રહી હતી. સાચું-ખોટું ના જોનાર અંધ આંખોમાં આજે નવું જ તેજ ઝળહળતું હતું. હંમેશા સીસું ભરેલ કાન આજે કીડીઓનો અવાજ પણ સાંભળી રહ્યા હતા. ડેલીની બહાર નીકળેલો એ માણસ વર્ષો જૂની તપસ્યા છોડીને આવેલા તપસ્વી જેવો લાગતો હતો. એના પગ થોડા ડગમગતા હતા કારણ કે એ આજે કંઈક નવું કામ કરવા જતાં હતાં. ધોળા થઈ ગયેલા દાઢી-મૂછના કાતરા આજે સોનેરી લાગતા હતા. સારા વિચારોનો કંઈક તો પ્રભાવ ચહેરા પર પણ પડતો હશે, નહિ તો હંમેશા ભૂંડો લાગતો માણસ આજ અચાનક આટલો રૂડો ના લાગેત ! કરણુભા આજે વર્ષો બાદ પોતાના ગામના લોકોના દુઃખ જોવા નીકળ્યા હતા. સુલતાનપુરનો એક કાળમીંઢ પથ્થર પીર બનવા જઇ રહ્યો હતો. આ દેવલની પહેલી સફળતા હતી પણ એ આ વાત નો'તી જાણતી.

હજુ કાશીબા અને સરસ્વતી જાગ્યા ત્યાં તો આખું ઘર ચોખ્ખું ચણાક થઈ ગયું હતું. ભેંસો દોહવાઈ ગઈ હતી. દૂધ બોઘરામાં ભરાઈ ગયું હતું. શિરામણ પણ તૈયાર થઈ ગયું હતું. જે જમીને તો કરણુભા ગામમાં ફરવા નીકળ્યા હતા. કાશીબાના અવાજમાં સ્તુતિ જેવું સંભળાતું હતું. સરસ્વતી કબાટના કપડાં આઘા-પાછા કરતી હતી. જ્યારે દેવલ બધું કામ પતાવીને થોડો નિરાંતનો શ્વાસ લેવા અથવા તો પોતાના પતિને જગાડવા માટે ઓરડામાં આવી હતી. સમશેરસિંહના સાથળની બાજુમાં પોતાના પતિનું મુખ બહુ આસાનીથી જોઈ શકાય એવી રીતે બેઠી. એને સવારથી જાગીને કરેલા કામના વખાણ સમશેરસિંહના મોંઢે સાંભળવા હતા. એટલે જ જગાડવાના બહાને આવી હતી. ગાલ પર હળવેથી હાથ ફેરવીને એને જગાડવાની કોશિશ કરવા લાગી. " કવ સુ હાંભળો સો ! હવાર થયું જાગો હવે. " એકદમ લ્હેકાવાળો મધુરો અવાજ સાંભળી સમશેરસિંહ જાગી તો ગયા પણ એમને આ અવાજ ફરી સાંભળવાની ઈચ્છા હતી. એટલે જ એ પડખું ફરી સુવાનું નાટક કરવા લાગ્યા. પણ પડખું ફરતી વખતે થોડું હાસ્ય એમના મુખ પર આવી ગયું એ દેવલ જોઈ ગઈ. ત્યારબાદ તો દેવલનો ઉત્સાહ વધી ગયો. સમશેરસિંહનું એ હાસ્ય એને એમના તરફ ખેંચતું હતું. આથી જ એ ફરીવાર વધુ આનંદથી અને ઉત્સાહથી જગાડવા લાગી. અમુક શબ્દો દ્વારા ફરી કોશિશ કરવા ગઈ ત્યાં જ. ...
" અલી સરસ્વતી, ઓલી ચ્યાં મરી જઇ ? આખો દી' ઓરડામાં જ ભરઇ રે'શે કે શું ? "
આટલા શબ્દો કાને અથડાતા જ દેવલ સડાપ દઈને બેઠી થઈ ગઈ. એ હરખ તો કોણ જાણે અચાનક જ ક્યાં પલાયન થઈ ગયો. કદાચ એ આનંદ ઢોલિયા પર પડ્યો રહ્યો. સમશેરસિંહનું એ મૃદુ હાસ્ય પણ એ ગયેલા ઉત્સાહ સાથે ભાગી નીકળ્યું. દેવલ તો ઓરડાના બારણાં સુધી દોડતી ગઈ અને બારણે પહોંચીને ધીમી પડી ગઈ. મનમાં એક બીક હતી કે ' હું જો જલ્દી નહિ પહોંચું તો મારા સવારથી કરેલા કામ પર કાલની જેમ જ પાણી ફરી વળશે.'

કરણુભાના ગામની બજારમાં એકે એક ડગલાં એક સત્પુરુષના આગમન જેવા હતાં. એ એક નવા જ આત્મવિશ્વાસથી મનને મનાવતા ગામમાં ફરી રહ્યા હતા. જે લોકો સામે મળે એના હાલચાલ થોડા સંકોચથી પૂછી રહ્યા હતા. ગામલોકો તો બીકથી જ માથું નમાવતા હતા. જે કરણુભાને આંખના કણાની જેમ ખૂંચતું હતું. જે માણસે કોઈ ગરીબની દુભાતી આંતરડી નથી જોઈ એ માણસ આજે કોઈના ફાટેલા કપડાં જોઈને વ્યથિત થતો હતો. એને ઘણાને ખભે હાથ મૂકી આશ્વાસન દેવાની ઈચ્છા થતી પણ મનને રોકી લેતો હતો. ગામલોકોને તો કોઈ ષડયંત્ર જ દેખાતું હતું. વળી કોઈ કોઈને એક સાચો માણસ દેખાતો હતો. કરણુભા થોડા આગળ નીકળ્યા ત્યાં.........

" આ મહાણીયો ! ધરાતો જ નથી. "
આ શબ્દોએ કરણુભાના પગને જેમ લોખંડની બેડીઓ પડી હોય એમ થંભાવી દીધા. આટલા ખરાબ શબ્દો અત્યારમાં કોણ બોલતું હશે ? આ સવાલે એમના મનમાં એક જગ્યા કરી લીધી. જ્યાંથી અવાજ આવ્યો એ જર્જરિત મકાનની અર્ધખુલ્લી ખડકીમાંથી જોવાની કોશિશ કરી તો અંદર એક ડોશી ફળિયામાં બેઠી બેઠી બાવળના દાંતણથી દાંત પર છીંકણી ઘસતી હતી. અને એક બીજી મહિલા હતી જે જુવાન છતાં ઘરડી લાગતી હતી. એ ઓસરીના જેર પર બેઠી બેઠી નાનકડા છોકરાને ધવડાવતી હતી. એ સ્ત્રીનું શરીર જાણે ખાલી હાડકાંનો માળો હોય એમ સાવ સુકાયેલું હતું. કામ કરીને કાળી થયેલી ચામડી એને વધુ બિહામણી બનાવતી હતી. ચીમળાયેલી કોથળી જેવું સ્તન મોઢામાં લઈને એ બાળક ધાવવાની કોશિશ તો કરતું હતું પણ ધાવણ નો'તું આવતું. જે માનું શરીર જ કુપોષિત હોય એના બાળકને ધાવણમાં મજા ક્યાંથી હોય. અને કદાચ આવતું હોય તોય થોડું લાલ રંગનું આવતું હશે. અને એ જ મહિલા છોકરાને થપાટુ મારતી મારતી આવા શબ્દો બોલતી હતી. પંડના છોકરાને ધવડાવવાનો એને કોઈ આનંદ નો'તો આવતો, એને તો બસ ઉતાવળથી પોતાના પેટની વેઠે જવું હતું. જ્યારે છીંકણી ઘસતી ડોશીના ચહેરા પર પણ એક ઉતાવળ દેખાતી હતી. કદાચ આ છોકરાને ખવડાવીને એની મા આ ડોશી પાસે મૂકીને જતી હશે. એ માને પોતાના દીકરા કરતા એની રોજી વા'લી લાગતી હતી.

કરણુભા આ બધું સજળ નેત્રે જોતા જ રહ્યા. એ મહિલાનું સુકાયેલું શરીર પોતાના ગામની ગરીબી બતાવતું હતું. આ એ ઘર હતું જેની બાપ-દાદાની પાંચ વિઘા જમીન વર્ષો પહેલા કરણુભાએ ગળત કરી લીધી હતી. અને છીંકણી ઘસતી એ જ ડોશી હતી જે વર્ષો પહેલા કરણુભાની ડેલીએ જમીન ના પચાવવા માટે આજીજી કરતી હતી. એ વખતે કરણુભાએ બહુ ખરાબ શબ્દોથી અપમાન કરીને એને કાઢી મૂકી હતી. આજે એ ડોશીના છોકરાની વહુને જોઈને કરણુભાને એવું લાગ્યું કે જાણે એનું જ લોહી પીને સમશેરસિંહ અને સરસ્વતી મોટા થયા હોય. પોતાના અનાજના કોઠામાં જાણે ઈયળો ફરતી હોય એવો આભાસ થયો. કરણુભા પુરી ખડકી ખોલીને ઘરની અંદર દાખલ થયા. કરણુભાને જોતા જ એ બાઈ અવળું ફરીને ફાટેલું ઓઢણું આડું રાખવાની કોશિશ કરવા લાગી. ડોશીએ આવકાર તો મીઠો આપ્યો પણ એની દ્રષ્ટિમાં એક તિરસ્કાર દેખાતો હતો.
" ચમ સે માજી ? " ડોશીનું દાંતણ થંભી ગયુ. ઊભા થઈને નીચે બેસી ગયા.
" આવો ! આવો ! બાપુ બેહો. બધું બરાબર હાલ્યા કરે સે. "
" કોઈ તકલીફ હોય તો કો ! "
" તકલીફ ! તકલીફ તો શું હોય ? ઘરનું ખેતર હોય તો તકલીફ હોય બાકી તો અમારા જેવા મજૂરીયાને શું તકલીફ હોય. " એ ડોશી પણ કરણુભાને ખોટું ના લાગે એવા મેં'ણા મારી રહી હતી.
" બા ! ઇ જમીન હું તમને પાછી આપી દવ તો ? "
" તો અમને દાટવામાં કામ લાગે. બાકી ઈમાં વાવવાય કંઈક ઘરમાં હોવું જોઈએ... ને ..અને આટલી દયા આજ શીદ કરો સો ? જે દી' હું તમારી પાંહે ખોળો પાથરીને રોતી 'તી તે દી' તમને દયા નો આવી ? " એ માજીના એકે-એક શબ્દો કરણુભાને વજ્રપ્રહાર જેવા લાગતા હતા. કરણુભાની આંખો કંજૂસ માણસના પટારાની જેમ નીચી ઢળી ચુકી હતી. એમને વધુ બોલવું યોગ્ય ન લાગ્યું. છેલ્લે કરણુભા એટલું જ બોલ્યા કે " માજી, છોકરાને હાંજે મારા ઘેર મોકલજો હું તમારી જમીન પાછી આપી દઈશ. અને વાવવા માટે અનાજ પણ આપીશ. " આટલું બોલી બે હાથ જોડીને એ માણસ ઘરની બહાર નીકળી ગયો. એક સારું કામ કરવાનો આનંદ અને એ સ્ત્રીનું શરીર દુઃખ આમ બે આવેગો મનમાં ચાલતા હતા.

" જી બાઈજી ! " બારણું ખોલીને બહાર આવેલી દેવલ કાશીબા સામે ઊભી રહી ગઈ. એના અવાજમાં એક બીક દેખાઈ રહી હતી.
" આખો દી' ઓરડામાં ભરાઈને રે'શો ? કે પસી કંઈ કામ નથી ઉકલતું ? "
" કામ તો બધું થઈ ગયું સે અને હું તો એમને જગાડવા જઇ 'તી. "
" કામ થઈ ગયું તો પાણી ભરવા કોણ સેજકપરથી સેજલ આવશે ? " આ શબ્દોએ ફરી એ છોકરીને થીજવી દીધી. એનો ગુસ્સો મગજથી શરૂ થઈને પગના અંગૂઠે આવીને ઉતર્યો. લીંપણ કરેલ ઓસરીમાં એ અંગુઠાથી એક પોપડો નીકળી ગયો.
" બા ! પાણી ભરવા તો, મને એમ થયું કે બેનબા તૈયાર થાય અટલે જાવી. "
" હા ... લ્યો.. હજુ બે દી' થયા ત્યાં તો વાદ કરવાનુંય ચાલુ કરી દીધું. " બસ આ વાત સાંભળીને તો દેવલ કશું બોલ્યા વગર જ સીંચણિયું અને બેડું લઈને પાણી ભરવા હાલી નીકળી. કદાચ પોતાના ગુસ્સાને દબાવવા માટે જ નીકળી ગઈ હતી.

ક્રમશ: ......
લેખક: અરવિંદ ગોહિલ