Ek ajanyo sambandh - 3 in Gujarati Love Stories by Patel Prince books and stories PDF | એક અજાણ્યો સંબંધ ભાગ-૩ ઇત્તફાક

Featured Books
Categories
Share

એક અજાણ્યો સંબંધ ભાગ-૩ ઇત્તફાક


થોડાંક દિવસ પછી…

“અયાન લેખક બનવાની તૈયારી કરતો હતો… લેખક લખવા માટે હંમેશા શાંત વાતાવરણ હોય એવી જગ્યા પસંદ કરે છે. તો લાવને જે પુસ્તકાલયમાં મળ્યા હતા ત્યાં જ જઈ આવું… કદાચ ત્યાં જ મળી જાય…”અનન્યા તેના ઘરે બારીમાં બેઠા-બેઠા વિચારે છે.

અનન્યા પુસ્તકાલયમાં તો આવી ગઈ. અંદર પ્રવેશતાની સાથે જ પોતાની નજર ચારેય બાજું ફેલાવી પણ ક્યાંય અયાન જોવા મળ્યો નહીં.

“Hello Sir… આ છોકરાને તમે ઓળખો છો? એ અહીંયા ક્યારે આવે છે? તમને કંઈ ખબર છે આનાં વિશે?” અનન્યાએ અયાનનો ફોટો બતાવતાની સાથે જ પુસ્તકાલયના સરને પૂછ્યું.
“હા… આ છોકરાને મેં બે-ત્રણ વખત અહીંયા જોયો છે… પણ હમણાં થોડા દિવસથી અહીંયા દેખાયો નથી.” અનન્યાના પ્રશ્નનો પ્રતિઉત્તર આપતાં સરે કહ્યું.

“અરે… યાર. ક્યાં હશે આ સાહેબ…!” અનન્યા હતાશ થતાં બોલી.

અયાન તેના ઓફિસમાં કામનો બોજ વધારે હોવાથી કામમાં વ્યસ્ત હતો. તેથી તે પુસ્તકાલયમાં બે-ત્રણ દિવસથી જોવા નથી મળ્યો.

આજે તેના ઓફિસનાં કામમાંથી ફ્રી થતાં જ આ પુસ્તકાલયની નજીકમાં આવેલા એક કેફેમાં થોડોક સમય પસાર કરવા માટે આવે છે. એ આ કેફેમાં એક ખૂણામાં રહેલા ટેબલ પર બેઠો છે.

“પેલાં દિવસે મળ્યા બાદ ના કોઇ સંપર્ક થયો.સાલું હવે કંઈ કરવું તો કરવું શું?” અયાન પોતાના મોંઢા પર સ્મિત આપતા મનમાં જ પ્રશ્ન કરે છે.

આ બાજું આશા અરમાનો પર પાણી ફેરવી નાખે એવા ઉત્તરથી હતાશ થયેલી અનન્યા પોતાનો મૂડ ઠીક કરવાં માટે એ જ પુસ્તકાલયની નજીક રહેલાં આ કેફેમાં આવી પહોંચી.
આ કેફમાં અંદર દાખલ થતાંની સાથે બેસવા માટે જગ્યા શોધે છે અને ત્યાં જ એની નજર અયાન પર પડી. ખુશી એટલી હતી કે એનો પાર ના રહ્યો. અનન્યા પણ થોડી રમૂજી હતી. એ કંઇ પણ બોલ્યા વગર અયાનની પાછળનાં ટેબલ પર જઈને બેસી ગઈ. અયાન તેના વિચારોમાં મશગૂલ હોવાથી આ ઘટનામાં તેનું ધ્યાન નથી.

“અ...અ... હું શું કહેતી હતી કે પેલા દિવસે ઘરે જવાની ઉતાવળમાં મુલાકાત અધૂરી રહી ગઈ હતી તો આજે પૂરી કરીએ.” અયાનનું ધ્યાન તેની તરફ ખેંચાય એ રીતે અનન્યા અચાનક જ બોલી.

આટલો જ અવાજ સંભળાતા અયાન તેના વિચારોમાંથી બહાર આવ્યો અને જોયું તો અનન્યા પોતે જ તેની સામે હતી. અયાનને પણ તેની ખુશીનો પાર ના રહ્યો.

“અરે...મોહતરમાં આપ ખુદ...!” અયાન થોડું સ્મિત આપતા નાજુક સ્વરમાં બોલ્યો.

“જી. હા લેખક સાહેબ...” અનન્યા પણ અયાનની વાતનો હોકારો આપતાં પોતાનું માથું હલાવતાં બોલી.

“અને હા તે સાચું કીધું પેલા દિવસે ઘરે જવાની ઉતાવળમાં મુલાકાત અધૂરી રહી ગઈ. અરે આવને બેસને મારા ટેબલ પર.” અનન્યાની વાતમાં સૂર પુરાવતા અને આવકારતાં અયાન બોલ્યો.

“હા...” અનન્યાએ કહ્યું.

“શું લઈશ ચા કે કૉફી?” અયાને વાતની શરૂઆત કરતાં જ પૂછ્યું.

“તું જે મંગાવે એ.” અનન્યાએ સામાન્ય હાવભાવ સાથે ઉત્તર આપતા કહ્યું.

“ઓફિસમાં તો કૉફી જ પીવું છું તો અહીંયા ચાને અજમાવી લઈએ.” અનન્યા સામે જોઈને અયાન હસતાં હસતાં બોલ્યો.

બે ચા એમ કહીને કાઉન્ટર પર ઈશારો કરી ઓર્ડર આપ્યો.
“તો બોલ. શું ચાલે છે? હમણાંથી પુસ્તકાલયમાં જોવા નથી મળતો.”અનન્યાએ અયાનને પ્રશ્ન પૂછતાં કહ્યું.

“અરે... એવું છે કે ઓફિસનાં કામમાં વ્યસ્તતાને કારણે ટાઈમ જ નથી મળ્યો. પુસ્તકાલયમાં આવવાની વાત તો દૂર રહી હું મારી કલમથી પણ દૂર રહ્યો છું આ વ્યસ્તતાને લીધે.”અયાને પોતાનો ઉત્તર આપતા કહ્યું.

“અચ્છા એવું છે એમ.” અનન્યા તેની ડોક હલાવતાં બોલી.

“હા.” અયાને કહ્યું.

ચાનો ઓર્ડર આવ્યો.
“કેવું છે નઈ ! પહેલી મુલાકાત અધૂરી અને આ બીજી મુલાકાત ઈત્તફાકથી થઈ.” થોડુંક હળવું સ્મિત આપતા ચા પીતાં પીતાં અયાને કહ્યું.
“હા... યાર ખરેખર એવું જ થયું.” અનન્યાએ અયાનની વાતને સમર્થન આપતાં માથું હકારાત્મક રીતે હલાવતાં બોલી.

“આ લેખક બનવાની તૈયારી, ઓફિસના કામમાં વ્યસ્તતા આ બધામાં સોશિયલ મીડિયા યુઝ કરે છે કે નહીં?” અનન્યાએ વાત આગળ વધારતાં પ્રશ્ન કર્યો.

“હા કરવું જ પડે ને.” અનન્યા ના પ્રશ્નનો ઉત્તર આપતાં અયાને કહ્યું.

“સોશિયલ મીડિયામાં શું શું યુઝ કરે છે?” અયાનના ઉત્તર સામે અનન્યાએ ફરી પ્રશ્ન કર્યો.

પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટના નામ આપતાં અયાને ઉત્તર આપ્યો.

“અત્યારે મારા મોબાઈલમાં બેટરી ડાઉન છે તો તું મને રિકવેસ્ટ મોકલી દેજે. હું ઘરે જઈને જોઈ લઈશ.” અનન્યાના પ્રશ્નનો ઉત્તર આપ્યા પછી અયાન ચોખવટ કરતાં બોલ્યો.

“હા... ભલે.” અનન્યા અયાનની વાત સાંભળ્યા બાદ થોડુંક હળવું સ્મિત આપતા બોલી.

અનન્યાની નજર અચાનક જ એની ઘડિયાળ પર પડી. જોયું તો સમય ઘણો થઈ ગયો હતો.

“ સારું તો ચાલ મળીએ પછી... સમય ઘણો થઈ ગયો છે તો મારે જવું પડશે હવે.” અનન્યા અયાન સામે જોઈને અચાનક જ બોલી.

“હા. Ok.” અયાને કહ્યું.

“Ok. Bye.” અનન્યાએ કહ્યું.

“Ok. Bye.” અયાને કહ્યું.

‘અનન્યાએ પુછેલા સોશિયલ મીડિયાના પ્રશ્રની પાછળ શું કારણ હોઈ શકે?’

‘આજે થયેલી આ ઈત્તફાક મુલાકાતની જાણ બંને પોતાના પરિવારને કરશે?’

‘અત્યાર સુધી કોઈ કારણ વગર થયેલી મુલાકાત બાદ હવે કયાં કારણોસર મુલાકાત માટે મળશે?’

આ તમામ પ્રશ્નોના નિરાકરણ સાથે મળીએ એક અજાણ્યો સંબધ ભાગ-૪ માં.

ખાસ નોંધ-
અહીં કરવામાં આવેલ વર્ણન એક કાલ્પનિક કલાકૃતિઓ દ્રારા રજૂ થયેલ છે. જેને કોઇપણ વ્યક્તિના વાસ્તવિક જીવન સાથે કોઈ નિશ્બધ નથી.મારી આ રચના દ્રારા કોઈ જાતી, ધર્મ, સમાજના સ્વાભિમાન પર પ્રશ્ર ઊભા થાય એવું કોઈ જ કૃત્ય રજૂ કરવામાં આવેલ નથી.

મારી કલમ દ્રારા લખાયેલ અન્ય રચનાઓ પણ આ માધ્યમથી ઉપલબ્ધ છે.
#નિઃસ્વાર્થ પ્રેમ
#આશાનું કિરણ
#ઉંબરો
#એક અજાણ્યો સંબંધ ભાગ-૧ ‘અધૂરી મુલાકાત’.
#એક અજાણ્યો સંબંધ ભાગ-૨ ‘ખોવાયેલું મન’.

અસ્તુ...
લિ. પટેલ પ્રિન્સ

Instagram ID : @_prince126

Whatapp No : 7043014445(Patel Prince)