With the star in the evening of life - 5 in Gujarati Moral Stories by Rinku shah books and stories PDF | જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 5

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 5

ભાગ-5

"મમ્મી,આ કોણ છે અને તે એમનો હાથ કેમ પકડ્યો છે?તે એમના ખભા પર માથું કેમ રાખ્યું હતું?"મનસ્વીના મનમાં આવેલા સવાલ તેણે પુછી લીધાં.

"અક્ષરા,આ તારી દિકરી? ખુબ જ સુંદર છે.તેનું નાક કેવું ગોળમટોળ છે મારા જેવું.મને તો બધા નાક માટે ખુબ જ ચિઢવતા."અક્ષત બોલ્યા.

"હા તો અંકલ મને પણ ચિઢવે છે."મનસ્વી બોલી.

 

"અક્ષત,તેનું નાક પણ તારા જેવું છે અને સ્વભાવ પણ.તે પણ તારી જેમ ડરે છે સંબંધમાં બંધાવાથી.તારા જેવી જ છે અને હોય પણ કેમ નહીં ,આજે એક એવી વાત જણાવીશ કે જે માત્ર મારા અને અર્ણવ વચ્ચે જ હતી."અક્ષરાબેન ગંભીર થઇ ગયા.

 

"એ શું?"અક્ષતભાઇ અને મનસ્વી એકસાથે બોલ્યા.

 

"તેનો દેખાવ,સ્વભાવ અને તે પોતે તારા જેવી જ છે કેમકે એક દિકરી તેના બાપ જેવી ના હોય તો કોના જેવી હોય."અક્ષરાબેનની વાત મનસ્વી અને અક્ષતભાઇ માટે આઘાત આપનાર હતી.

 

"દિકરી!? મારી દિકરી?"અક્ષત આઘાત સાથે બોલ્યા.

 

"હા અક્ષત,તું મને અચાનક મુકીને જતો રહ્યો ,ત્યારે મને પણ થોડા દિવસ પછી સમજાયું કે તુંતો ગયો પણ તારી નિશાની મારામાં મુકીને ગયો.આભ તુટી પડ્યું હતું અમારા પરિવાર પર ,તે વખતે મમ્મીપપ્પાએ મારા લગ્ન અર્ણવ સાથે કર્યા,તેમની લાખ ના છતામે આ વાત અર્ણવને જણાવી.તેમણે ખુશી ખુશી મનસ્વીને પોતાની દિકરી માની લીધી.

 

મનસ્વી આ તારા પિતા એટલે કે બાયોલોજિકલ ફાઘર છે.મારા પુર્વપ્રેમી અને હવે મારા થવાવાળા પતિ."અક્ષરાબેન બોલ્યા.

 

મનસ્વીને અત્યંત આઘાત લાગ્યો,તે ત્યાં જ જમીન પર બેસી ગઇ અને રડવા લાગી.

"સાંભળ,તું અક્ષતને નફરત ના કરતી.તે મનેછોડીને ગયો ત્યારે તેને પણ નહતી ખબર કે તે બાપ બનવાનો છે.નહીંતર તે મને ક્યારેય મને છોડીને ના જાત.પ્લીઝ,તેને અપનાવીલે.પુરી જિંદગી તે સાવ એકલો અટુલો રહ્યો છે.પોતાની દિકરી હોવા છતા નિસંતાન રહ્યો છે.હું તારી આગળ હાથ જોડું છું."અક્ષરાબેને હાથ જોડીને મનસ્વીને કહ્યું.

 

" મારી દિકરી ?સાચે?!ઓહ માય ગોડ.આઇ એમ સો હેપી."અક્ષતભાઇ ખુશીના માર્યા પાગલ થઇ ગયા .તેમણે મનસ્વીને ગળે લગાડી દીધી અને તેના કપાળે ચુમીઓ કરી નાખી.

"પપ્પા.હું કેટલી નસીબદાર છું.ડેડુના ગયા પછી ફરીથી મને પિતાનો પ્રેમ મળ્યો."મનસ્વી બોલી.

મનસ્વીના મોઢેથી પોતાના માટે પપ્પા સાંભળીને અક્ષત ખુબ જ ભાવુક થઇ ગયા અને તેમની પણ આંખો ભીની થઇ ગઇ.

"મનસ્વી મારે તને કઇંક કહેવું છે." અક્ષરાબેને તેમના ભાગવાવાળો પ્લાન મનસ્વીને કહ્યો.

 

"તારે ભાગીને લગ્ન કરવા છે?"મનસ્વીને આશ્ચર્ય થયું.

 

"તારે નહીં આપણે? તું પણ અમારી સાથે આવવાની છો અને અમે ભાગીને લગ્ન નથી કરી રહ્યા અમે અમારી મરજીથી જઇ રહ્યા છે.અર્ણવની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે.તેને ભાગવું ના કહેવાય અને ત્યાં લગ્ન કરવા એ પણ તારા ડેડુની ઇચ્છા જ હતી સમજી.હું નથી ઇચ્છતી કે તને મારા દિકરાઓ અને તેમની પત્નીના ભરોસે મુકીને જઉં.આમપણ હવે અમારી ઉંમર થઇ છે,તું અમારી સાથે હોઇશ તો અમને સારું રહેશે અને અમારા લગ્ન હું તારા વગર કઇરીતે માણી શકીશ.આવીશ ને દિકરી?"અક્ષરા બેન બોલ્યા.

 

મનસ્વી પોતે પોતાના અને મન્વય વિશે કહેવા માંગતી હતી.તે તેમને કહેવા માંગતી હતી કે તે મન્વય સાથે લગ્ન કરવા માંગતી હતી પણ પોતાની માતાની ખુશી સામે તે ચુપ રહી.આ વિશે તે ફરી ક્યારેક તેને જણાવશે તેવું તેણે વિચાર્યું.તેણે માથું હકારમાં હલાવીને હા પાડી.

 

"હવે સાંભળ તારે ધીમેધીમે કરીને તારો બધો જ સામાન તે ઘરમાંથી લાવીને તારી કોઇપણ સહેલીને ત્યાં મુકવાનો છે.શુક્રવાર રાત્રે તારા ભાઇઓ અને ભાભીઓ મુવી જોવા ગયા હશે ત્યારે તારે તારી ભાભીની તિજોરી માંથી મારા દાગીના જે મારા છે અને જે મે અને અર્ણવે તારા લગ્ન માટે કરાવ્યા હતાં ,તે લઇ લેવાના છે અને સાથે એક નાનકડી બ્લુ ફાઇલ મારા રૂમમાં પલંગની નીચે સેલોટેપથી ચોંટાડેલી હશે તે પણ લેતી આવજે."અક્ષરાબેન ખુશ થતાં બોલ્યા.

"બેટા,તારે કઇંક કહેવું છે?"અક્ષતે પોતાની દિકરીના માથે હાથ ફેરવતા કહ્યું કેમકે અક્ષત તેની આંખોમાં જોઇને એટલું તો સમજી શક્યા હતા કે તેના મનમાં પણ કોઇક વાત તો છે.

"ના પપ્પા,તમે લોકો નિશ્ચિત રહો.તમારી આ રોડ ટ્રીપ અને લગ્ન ખુબ જ યાદગાર રહેશે.તમે બસ તમારો સામાન પેક કરો.ગાડીની અને રૂપિયાની વ્યવસ્થા હું કરીશ.મારી આટલા સમયની બચત ક્યારે કામ લાગશે."

 

"ના બેટા,તારો બાપ જીવે છે હજી અને ભગવાનની કૃપાથી ઘણું કમાયો.હવે તે વાપરવાનો યોગ્ય સમય આવ્યો છે.તું ખાલી તે પકિયાના ગેરેજમાં જઇને તારી મમ્મી કહે તેવી ગાડી બુક કરાવી લેજે.બાકી ચિંતા તારા બાપ પર છોડ.જા બેટા હવે ઘરે જા તારા ભાઇભાભીને શંકા ના જવી જોઇએ."અક્ષતભાઇ બોલ્યા

 

મનસ્વી ત્યાંથી નિકળી ગઇ એક અલગ જ પ્રકારની મિશ્રિત લાગણીઓ સાથે.તે ખુશ પણ હતી અને ઉદાસ પણ.ખુશ એટલા માટે કે તેને તેના પિતા મળ્યા અને પોતાની માઁને તેમનો જીવનસાથી,જ્યારે દુખી એટલા માટે કે તે પોતાના અને મન્વય વિશે જણાવી ના શકી.

 

તેણે મન્વયને ફોન લગાવ્યો.

 

"મન્વય,મારે તારી સાથે અર્જન્ટ વાત કરવી છે,તો અત્યારે ને અત્યારે પેલા કોફી શોપ પર આવ.હું દસ મીનીટમાં ત્યાં પહોંચીશ."આટલું કહીને તેણે ફોન મુકી દીધો.

 

મન્વય અત્યારે કમીશનર સાહેબ સાથે જાનભાઇ વિશે જરૂરી ચર્ચામાં હતો.કમીશનર સાહેબે મનસ્વીની વાત જાણી અને તે બોલ્યા,

 

"જા મન્વય,લાગે છે કઇંક ખુબ જ જરૂરી કામ છે તેને અને હા જતા વખતે કપડાં બદલવાનું ના ભુલતો."

 

મન્વય ફટાફટ ઘરે જઇને કપડાં બદલીને કોફી શોપમા ગયો,જ્યાં પહેલેથી મનસ્વી કોફીનો કપ પકડીને બેસેલી હતી.તે વિચારોમાં ખોવાયેલી હતી.મન્વય તેની પાસે ગયો.તેના હાથ પર હાથ રાખીને તેણે પુછ્યું,

 

"શું થયું આમ કેમ બેસેલી છો?ખુશી અને દુખના ભાવ એકસાથે કેમ?"

 

"મન્વય,મારે તને કઇંક કહેવું છે?"

 

મનસ્વીએ આજે બનેલી ઘટના અક્ષરસ કીધી.

"તો તારે તો ખુશ થવાનું હોય આમા.તને તારા પિતા મળ્યા અને તારી મમ્મીને તેમના જીવનસાથી. જીવનસાથીના સાથની ખરેખર તમને આ જ ઉંમરે જરૂર હોય."મન્વય બોલ્યો.

 

" હા પણ હું જે કહેવા માંગતી હતી તે તો ના કહી શકીને?"મનસ્વી વ્યગ્રતાથી બોલી.

 

"શું?"

 

"એ જ કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું."મનસ્વી દુખી થઇને બોલી પણ તેને તે ધ્યાનના રહ્યું કે તેણે અજાણતા જ તેના પ્રેમનો એકરાર કર્યો.જે તે બન્ને છેલ્લા કેટલાય દિવસથી તેમના હોઠ પર નહતી આવી રહી તે આટલી સરળતાથી મનસ્વી બોલી ગઇ.તેને ધ્યાન જતા તેણે શરમથી પોતાની આંખો ઝુકાવી દીધી.મન્વય પણ ખુશીના માર્યા કઇ બોલીના શક્યો.તેણે મનસ્વીનો હાથ પકડ્યો.

 

"ઓહ માય ગોડ,આઇ એમ સો હેપી.આઇ લવ યુ મનસ્વી.હું પહેલી નજરથી તારા પ્રેમમાં પડી ગયો હતો.બસ હિંમત નહતી ચાલતી."

 

"ઓહ મન્વય આઇ લવ યુ સો મચ."મનસ્વી બોલી.

 

"ઓહ મનસ્વી ઠીક છેને આપણા લગ્ન તો ગમે ત્યારે પછી થઇ શકશે,પણ અત્યારે મમ્મી અને પપ્પાના લગ્ન કરાવવા જરૂરી છે.મારે કામના હોત તો હું પણ તમારી સાથે આવત.મનસ્વી મારે મારા વિશે કઇંક જણાવવું છે તને,મારા પાસ્ટ."

 

"મન્વય,મને તારા પ્રેમની જરૂર છે,મારે તારા પાસ્ટ વિશે કશુંજ નથી જાણવું.મને ચિંતા તો એ વાતની છે કે મારે મારા જ ઘરમાંથી ચોરી કરવાની છે."મનસ્વી ચિંતા સાથે બોલી.

 

"મનસ્વી, તારા જ ઘરમાંથી તારી મમ્મીના ઘરેણાંઆને તેમના મહત્વના કાગળ લેવા તે ચોરી ના કહેવાય."મન્વય બોલ્યો.

 

"તને થોડી ખબર હોય?તું કોઇ પોલીસ ઓફિસર છે? કે તને આ બધી ખબર હોય?"મનસ્વીના સવાલથી મન્વય ગભરાઇ ગયો.

 

"ડોન્ટ વરી.તું તે કામ જલ્દી પતાવજે અને તારો સમાન અન બીજું બધું મારા ઘરે મુકી દેજે.ચલ પકિયાના ગેરેજ પર જઇને મમ્મીજીની પસંદની ગાડી બુક કરાવીએ."મન્વય બોલ્યો.મન્વય અને મનસ્વી પકિયાના ગેરેજ પર જઇને રેડ ઓપન કાર બુક કરાવી.

 

"મનસ્વી હું તને અને તારા મમ્મીપપ્પાને બાય કહેવા જરૂર આવીશ.તે બહાને હું તેમને મળી શકીશ."મન્વય આટલું કહીને મનસ્વીને પોતાની નજીક ખેંચી અને તેને ગળે લગાવી.મનસ્વી પણ મન્વયને ગળે મળીને શરમાઇ ગઇ.

 

*  *   *

અક્ષત પોતાના રૂમમાં આરામ કરી રહ્યો હતો.આજનો દિવસ તેના માટે ખાસ હતો.અક્ષરા સાથે લગ્ન અને પોતાની પણ એક દિકરી છે એ વાતની જાણ થવી.મનસ્વીનું પોતાને પપ્પા કહેવું અને તેને ગળે લગાવવું આ અહેસાસ એક અલગ જ ખુશી આપતો હતો.

 

તે પોતે અહીં એક મકસદ સાથે આવ્યો હતો,પણ અહીં આવીને આવેલા અચાનક બદલાવ તેને તેના અહીં આવવાના મકસદથી દુર લઇ ગયો હતો.તે આ બધાં વિચારોમાં બંધ આંખ સાથે ખોવાયેલ હતા ત્યાં તેમના ફોનની રીંગ વાગી.

 

"નમસ્કાર,પાર્ટનર."સામેથી એક ઘેરો અવાજ સંભળાયો.

 

""નમસ્કાર,તું ?"અક્ષત ચિંતા સાથે બોલ્યો.

 

"લાગે છે મારા અવાજ,આપણા મકસદ અને મને ભુલી ગયો છે તું.ત્યાં તું કેમ ગયો હતો અને શું કરી રહ્યો છે?એમ ના સમજતો કે મને કઇ જ ખબર નથી."સામે વાળી વ્યક્તિ બોલી.

 

" ના ભુલી નથી ગયો પણ હવે મને મારા જીવનનો મકસદ અન જીવન જીવવાનું સાચું કારણ મળી ગયું છે.તો હું હવે તારું મકસદ પુર્ણ નહીં થવા દઉં.હું અક્ષરાને દગો નહીં આપું,તે કામ તો હવે નહીં થાય અને એ પ્રોજેક્ટ તો તું ભુલી જા.હા મને કે અક્ષરાને પરેશાન કરવાની કોશીશ ના કરતો.ગુડબાય."અક્ષતે તે વ્યક્તિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

 

તે વ્યક્તિ એટલે શહેરનો જાણીતા અને વગદાર વિરાજ શાહ,એક નામચીન બિલ્ડર અને ધનાઢ્ય પરિવારના મોભી.

 

"અક્ષત,તે મને દગો આપ્યો સારું નથી કર્યું અને તે મકસદ એટલે કે મારો ડ્રીમ પ્રોજેક્ટ તો હું જરૂરથી પુરો કરીશ.ઘી સીધી આંગળીએ ના નિકળે તો મને આંગળી વાળીને કાઢતા આવડે છે."

 

આટલું બોલીને વિરાજભાઇએ કોઇને ફોન લગાવ્યો.

 

"ભાઇ બે જણાને ઉઠાવવાના છે.હું તમને ફોટો મોકલું છું"

 

સામેથી કઇંક વાત થઇ.

 

"શું?ભાઇ તમે બિઝી હોવ તો તમારા માણસોને કામેલગાડો અને હા રૂપિયાની ચિંતા ના કરતા."વિરાજભાઇ આટલું બોલી ખંધુ હસ્યા અને ફોન મુકી દીધો.

 

 

શુક્રવારની રાત હતી.મનસ્વીનો પરિવાર મુવી જોવા ગયો હતો.મનસ્વી મોટાભાઇના રૂમ તરફ આગળ વધી.તેણે કાનમાં બ્લુટુથ લગાવેલા હતા અને મન્વય સાથે વાત કરી રહી હતી.

"જો મનસ્વી,ચિંતા ના કર અને ડરીશ નહી.આ બધું તારી મમ્મીનું જ છે અને તેમના કહેવાથી જ તું લઇ રહી છે."

 

"હા પણ મને ડર લાગે છે કે તેમણે પોલીસ કમ્પલેઇન કરી તો?"મનસ્વી બોલી.

 

"સ્વિટહાર્ટ,હું બેઠો છું ને પછી ચિંતા નહી કરવાની."મન્વયે તેને હિંમત આપતા કહ્યું.

મનસ્વીએ તેની મમ્મીએ કહેલા તમામ દાગીના લીધાં અને તેના રૂમમાંથી પલંગ નીચેથી ફાઇલ લીધી.તેણે બેગ ભરીને તૈયાર કરી.તેણે ડોક્ટરને પુછીને જરૂરી તમામ દવાઓ લીધી હતી,નાસ્તો અને રોજીંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ લીધી હતી.આ બધું તેણે એક બેગમાં ભરી દીધું હતું.

 

મોડીરાત્રે મનસ્વીના ભાઇભાભી ઘરે આવ્યાં ત્યારે બધું સામાન્ય જ દેખાતું હતું.બીજા દિવસે શનિવારે બન્ને ભાઇ-ભાભીઓને રજા હોવાથી તે શ‍ાંતિથી ઉઠવાના હતા.વહેલી સવારે મનસ્વી ઊઠીને તૈયાર થઇ ગઇ અને તેણે તેના ભાઇભાભીને ઉઠાડ્યા.

 

"શું મનસ્વીબેન શનિવારે તો શાંતિથી ઊંઘવા દો."

 

"ભાભી,મારે થોડા દિવસ ઓફિસના કામથી બીજા શહેરમાં જવાનું છે અને અત્યારે જ નિકળવાનું છે.તો એટલે તમને કહેવા ઉઠાડ્યા."મનસ્વીએ બહાનું બનાવ્યું

 

"એ સારું જાઓ આવજો અને અમને સુવા દો."આટલું કહીને મનસ્વીના ભાભી સુવા જતાં રહ્યા અને મનસ્વી સામાન લઇને નિકળી ગઇ.ઊંઘમાં હોવાના કારણે ભાભીએ તેને બહુ પ્રશ્ન પણ ના પુછ્યાં.

 

‍અહીં અક્ષત પણ તે આગલે દિવસે તે આશ્રમ છોડીને જતાં રહ્યા અને પાસે રહેલી એક હોટેલમાં પોતાનો સામાન સાથે તૈયાર હત‍ા જીવનના એક નવા સફર માટે.ઘરેથી નિકળીને મનસ્વીએ પોતાનો બધો જ સામાન પોતાના પિતાને આપ્યો અને આશ્રમ જઇને તેની મમ્મીને લઇ આવી.આશ્રમમાં બધાંને ખુબ જ ખુશી થઇ અને આશ્ચર્ય પણ આમ સાવ અચાનક અક્ષરાબેનને તેમના પરિવાર વાળા લઇ ગયા.તે લોકો ખુશ હતા કે એક વૃદ્ધાને પોતાનો પરિવાર પરત મળ્યો.બધાએ અક્ષરાને ખુબ જ સારી રીતે વિદાય આપી અને ત્રણેય જણા તૈયાર થયા પકિયાના ગેરેજ પર પોતાની ગાડી લેવા.

 

કેવો રહેશે અક્ષતભાઇ અને અક્ષરાબેનનો આ નવો સફર?મન્વય પોતાની પોલીસ ઓફિસર હોવાની વાત મનસ્વીને જણાવી શકશે?શું વિરાજભાઇના કારણે તે લોકો પરેશાનીમાં મુકાશે?

 

જાણવા વાંચતા રહો.