With the star in the evening of life - 2 in Gujarati Moral Stories by Rinku shah books and stories PDF | જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 2

Featured Books
Categories
Share

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 2

ભાગ-૨

આજની સવાર અક્ષરા માટે ખુબ જ ઉત્સાહ ભરી હતી.અક્ષત તેનો ભુતકાળ હતો.તેનો પુર્વપ્રેમી.

રોજ સવારે પોણાસાત વાગે ઉઠવાવાળા અક્ષરાબેન આજે વહેલા ઉઠી ગયા.નાહીને ખુબ જ સરસ રીતે તૈયાર થયાં આજે વર્ષો પછી તેમણે  સાડીની જગ્યાએ ડ્રેસ પેહર્યો અને વાળ ખુલ્લા રાખ્યા.આ ઉંમરે પણ તેમની સુડોળ કાયા પર ફીટીંગ વાળા ડ્રેસમાં સુંદર લાગતા હતાં.તે આજે આવીને પ્રાર્થનાખંડમાં ઊભા રહ્યા પણ તેમની નજર અક્ષતને જ શોધી રહી હતી.અચાનક જ અક્ષત આવતા દેખાયા તેમને.સફેદ કુરતો અને તેની નીચે લાઇટ બ્લુ ડેનીમ ૬૧ ઉંમરે પણ તેમના સુંદર લહેરાતા,કલર્ડ વાળ પ્રાર્થનાખંડમાં બધાંની નજર તેમની ઉપર જ સ્થીર થઇ ગઇ.

 

અક્ષત અને અક્ષરાની નજર મળી.તે બન્નેએ એકબીજાને સ્માઇલ આપ્યું.પ્રાથર્ના પતાવીને અક્ષત અને અક્ષરા એકસાથે નાસ્તો કરવા બેઠા તે બધાંમાં ચર્ચાનો વિષય બની ગયો.

 

અક્ષત અને અક્ષરા ધીમેધીમે ખુબ જ સારા મિત્રો બની ગયાં.અક્ષતનું આગમન અક્ષરા માટે આ બોરીંગ જગ્યાએ રહેવાનું એક કારણ બની ગયું.

 

એક દિવસ અક્ષરા અને અક્ષત ગાર્ડનમાં બેસીને વાતો કરી રહ્યા હતાં.

 

"અક્ષરા,તું જાણવા નથી માંગતી કે હું ક્ય‍ાં જતો રહ્યો હતો તને છોડીને?તને ગુસ્સો ના આવ્યો મારા પર?તે આટલા દિવસ થયાં મને કઇ કેમ પુછ્યું નહીં?"અક્ષતે પુછ્યું.

 

"ના અક્ષત તું ગયો ના હોત તો મને અર્ણવના મળત."

 

અક્ષરાબેન તેમના ભુતકાળમાં સરી ગયાં.

 

 

કોલેજના સમયમાં તે એક ખુબ જ શરમાળ અને હોશિયાર વિદ્યાર્થી હતા.જ્યારે અક્ષત એક બેફિકરો યુવાન હતો જેને ભણવામાં કોઇ ખાસ રસ નહતો.એક પ્રોજેક્ટ માટે અક્ષત અને અક્ષરાને એકસાથે કામ કરવાનું આવ્યું.

 

અક્ષત અને અક્ષરાના સ્વભાવમાં આસમાન અને જમીનનો ફરક હતો.અક્ષરાએ કોલેજના આટલા સમયમાં એકપણ છોકરા સાથે વાત કરવી તો દુર તેમણે કોઇ છોકરા સામે જોયુ નહતું.

 

અક્ષરા અક્ષતના સ્વભાવથી જાણકાર હતા.તેવામાં આ પ્રોજેક્ટ અક્ષરા માટે માથાના દુખાવા સમાન હતો.તેણે પાર્ટનર ચેન્જ કરવા માટે રીકવેસ્ટ કરી પણ તેમને અંતે તે જ પાર્ટનર સાથે કામ કરવાનું આવ્યું.

 

અક્ષરા અને અક્ષતના સ્વભાવમાં આસમાન અને જમીનનો ફરક હતો.અક્ષરાને આમપણ કોઇ છોકરાની સાથે નહતું ફાવતું તેમા અક્ષત ભણવામાં સાવ ડબ્બો અને એક નંબરનો આળસુ,પણ અક્ષરાની સાલસતા અને સરળતા તેને આકર્ષી ગઇ.

 

અક્ષરાને પણ અક્ષતનો હસમુખો અને મજાકીયો સ્વભાવ તેની તરફ ખેંચતો.એક સામાન્ય કોલેજનો પ્રોજેક્ટ તેમને પ્રેમના બંધનમાં બાંધી ગયું.કોલેજ ખતમ થતાં સુધી તો તે એકબીજાના ગળાડુબ પ્રેમમાં ડુબી ગય‍ા.કોલેજ ખતમ થતાં જ અક્ષરાએ અક્ષતને કહ્યું,

 

"અક્ષત,મે આપણા વિશે મારા મમ્મી પપ્પાને કહ્યું હતું.તે તને અને તારા પરિવારને એકવાર મળવા માંગતા હતા આપણા લગ્ન વિશે વાત કરવા માટે."

 

લગ્નની વાત સાંભળીને જ અક્ષત ગંભીર થઇ ગયો.તેણે તે વખતે હા તો પાડી દીધી પણ જે દિવસે તે અક્ષરાના માતા પિતાને મળવા જવાનો હતો તે દિવસે તે પહોંચ્યો જ નહીં.

અક્ષરાએ તેની ખૂબ જ રાહ જોઈ,પણ તે આવ્યો જ નહીં. અક્ષરાએ તેને ફોન પણ કર્યો પણ તેણે ફોન ઉપાડ્યો નહીં ,તે દિવસ પછી તેના કોઈ સમાચાર અક્ષરાને મળ્યા નહીં.

 

ત્યારબાદ અક્ષત અક્ષરાને સીધા ગઇકાલે વૃદ્ધાશ્રમમાં મળ્યા હતાં .

 

"અક્ષત,ગુસ્સો તો ખુબ જ આવ્યો હતો કે તું આમ અચાનક જ કશુંજ કીધા વગર જતો રહ્યો હતો.મારા માતાપિતા મારો સપોર્ટ બન્યા અને તેમણે મારા માટે સર્વશ્રેષ્ઠ જીવનસાથી શોધ્યો.

 

અમે જીવનમાં ઘણાબધા સુખદુખ જોયા,ખુબ જ થોડામાંથી ઘણુંબધું કમાયુ.અમે અમારા જીવનના આ સમય માટે પણ ખુબ સપનાં જોયા હતાં,પણ અર્ણવ અણધાર્યા અને સાવ અચાનક જ મને છોડીને જતાં રહ્યા."આટલું કહેતા અક્ષરાબેન અર્ણવભાઇની યાદમાં રડી પડ્યાં.અક્ષતે તેમને સંભાળ્યાં.

 

"અક્ષરા તું અહીં કેવી રીતે આવી?બે દિકરાઓ ,તેમની પત્નીઓ, એક દિકરી અને ઘર છોડીને.અક્ષરાએ પોતાની અને પોતાની દિકરીની તકલીફ અને વ્યથા તેમને જણાવી.

 

"ઓહ,ખુબ જ દુખ થયું,પણ તે બધું જ તેમને નામ કરી નાખ્યું.મતલબ કઇક તો ,કોઇ તો પ્રોપર્ટી તારા નામ પર રાખવી જોઇએને."અક્ષતે કહ્યું.

 

"જે થયું તે થયું.મારા નપાવટ દિકરાઓને યાદ નથી કરવા મારે.મને તો ચિંતા મારી વ્હાલસોયી દિકરીની થાય છે.બિચારી ગાય જેવી છે.કઇંજ બોલતી નથી કોઇને.ખબર નહીં તે કેવો વ્યવહાર કરી રહ્યા હશે મારી દિકરી સાથે?" અક્ષરાબેન બોલ્યા.

અક્ષતે તેમના હાથ પર પોતાનો હાથ મુક્યો.

 

એક અલગ જ મકસદ સાથે અક્ષરાના જીવનમાં આવેલા અક્ષતભાઇને હવે અક્ષરા સાથે સહાનુભૂતિ થઇ.તેમણે વર્ષો પહેલા પોતાના આપેલા દગા પર ગુસ્સો આવ્યો.તેમણે વિચાર્યું,

 

"હું ત્યારે પણ તેને દગો આપીને ભાગી ગયો હતો અને અત્યારે પણ દગો જ આપવા આવ્યો છું."

 

*     *      *

 

અહીં મનસ્વી ઓફિસથી થાકેલી ઘરે આવી,તેને એક વાતની શાંતિ હતી કે ઘરમાં રસોઇ,સાફસફાઈ અને અન્ય કામ માટે નોકરો રાખેલા હતા.નહીંતર તેની ભાભીઓ તેને થાકીને આવીને તેને આરામ પણ ના કરવા દેતા.

 

મનસ્વીએ એમ.બી.એ કર્યું હતું અને એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી.તે એક સીદીસાદી અને શરમાળ છોકરી હતી, જેને ચાપલુસી કરતા નહતું આવડતું જેથી તે આજસુધી તે પ્રમોશન નહતી મેળવી શકી.તેનું સત્ય મોં પર બોલવાની આદતના કારણે તે ભાભીઓને પણ નાપસંદ હતી.

 

મનસ્વી તેની કમાણીનો સીતેર ટકા ભાગ ઘરમાં રહેવા,ખાવા-પીવા માટે આપી દેતી.જેના કારણે તે પોતાના માટે બચત નહતી કરી શકતી.દર બીજા દિવસે તેની ભાભી સાથે અને ઓફિસમાં બોસ સાથે બબાલ થતી.

 

તે પણ તેની મમ્મીની જેમ કંટાળી ગઇ હતી અને આ બધાંથી દુર જતી રહેવા માંગતી હતી.ઉંમર પણ વધી ગઇ હતી અને તેના લગ્ન નહતા થયાં.જેના કારણે તેને ઘણુંબધું સાંભળવું પડતું.આજે થાકીને ઓફિસથી આવી હતી પોતાના રૂમમાં જઇને આડી પડી ત્યાં તેના બન્ને ભાભી આવ્યાં.

 

"મનસ્વી,મારા ભાઇ અને ભાભી આવે છે આવતીકાલે બે મહિના માટે."મોટાભાભી બોલ્યા

 

"હા તો."મનસ્વી બેઠી થતાં બોલી.

 

"હા તો શું? તે અહીં રહેવાના છે.તો તારે મમ્મીજીવાળા રૂમમાં શિફ્ટ થવાનું છે."મોટાભાભીએ હુકમ કર્યો.

 

"મમ્મીનો રૂમ નાનો છે.હું કેમ છોડું મારો રૂમ?હું ક્યાંય નથી જવાની."મનસ્વી મોઢું ચઢાવતા બોલી.

 

"જો જવું તો તારે પડશે.નહીંતર ઘરમાં બહુ મોટી રામાયણ થશે."મોટાભાભી બોલ્યા.

 

" હા થઇ જવા દો બબાલ,પણ આજે તો હું પણ મારી જીદ પર અડેલી છું."

 

" લાગે છે કે તારી પણ મમ્મીજીની જેમ આ ઘરની બહાર જવાની વ્યવસ્થા કરવી પડશે." બન્ને ભાભીઓ તેને ધમકી આપીને જતી રહી.

 

*    *    *    *

શહેરથી દુર એક બંધ પડેલી ફેક્ટરીની સૌથી અંદરના એક નાનકડા ઓરડામાં ચાર પાંચ ગુંડાઓ બેસેલા હતા.તે અંદર અંદર વાત કરી રહ્યા હતા.તેમનો બોસ એટલેકે અંડરવર્લ્ડનો મોટો ડોન જાનભાઇ.

 

"જાનભાઇ,સમાચાર છે કે પેલો માલ ત્યાંથી નિકળી ગયો છે.અને આવતા અઠવાડિયામાં અહીં આવી જશે."

 

"ભાઇ,સાંભળ્યું છે કે ખુબ જ મોટા જથ્થામાં માલ આવવાનો છે."

 

" હા ખુબ જ વધારે..પુરા ઇન્ડિયામાં પહોંચાડવાનો છે.એક વાત સાંભળીલો બધાં એક વાર માલ આવી જાયને પછી એક મીનીટ પણ તેને અહીં નહીં રખાય એક ગાડી કરીને આપણા મોટા અડ્ડામાં પહોંચાડવાનો છે."જાનભાઇએ પોતાના માણસોને ચેતવ્યાં.

 

"ભાઇ, પેલા પકીયાનું ગેરેજ છેને,તેની પાસે એકદમ ઢિંચાક સેકન્ડ હેન્ડ ગાડીઓ હોય છે.તેની પાસે એક એવી ઢિંચાક લાલ ગાડી છે.જેમાં આપણો માલ આરામથી છુપાઇ જશે અને પછી આપણે ઇઝીલી અપુનની મંજીલ પર.શું ભાઇ કેવો છે આઇડીયા?"જાનભાઇનો એક માણસ બોલ્યો.

 

"હમ્મ સહી બોસ,તું જોઇ લેજે બે."જાનભાઇએ તેના માણસને ઓર્ડર આપતા કહ્યું.

 

બરાબર તે જ સમયે પોલીસ હેડઓફિસમાં કમિશનર સાહેબ તેમની ટીમ સાથે.

 

" સર,અમારા ખબરીઓ એક ખુબ જ મહત્વની ઇન્ફોર્મેશન લાવ્યા છે અને અગર તે સાચી હોય તો ખુબ જ ખતરનાક થઇ શકે છે."એ.સી.પી સાહેબ બોલ્યા.

 

" તે શું છે?"કમિશનર સાહેબ.

 

"સર,ડ્રગ્સનો ખુબ જ મોટો જથ્થો શહેરમાં આવવાનો છે.જાનભાઇનું જ કામ છે આ.હું જેટલું તે ગુંડાને ઓળખુ છું.તે એક મીનીટ પણ નહીં રાખે તે માલ અને પુરા ઇન્ડિયામાં પહોંચાડી દેશે.સર અગર તે માલ એક વખત આપણે દેશમાં પહોંચી જશે ને તો આપણો દેશની યુવાપેઢી બરબાદ થઇ જશે." એ.સી.પી.

 

"તો આપણા બેસ્ટ ઓફિસરને મોકલો અને તે જાનને તેના માલ સાથે રેડ હેન્ડેડ પકડીશું."કમિશનર સાહેબ.

 

"સર,મે આપણા બેસ્ટ ઓફિસરને બોલાવ્યો છે.ઇન્સપેક્ટર મન્વય.તે બસ આવતો જ હશે."એ.સી.પી.

 

તેટલાંમાં દરવાજા પર નોક થયો,કમિશનર સાહેબે માથું હલાવીને તેને અંદર આવવાની પરમીશન આપી.એક ડેશીંગ ઓફિસર અંદર આવ્યો.છ ફુટની હાઇટ,મજબુત અને કસાયેલુ કસરતી શરીર,ગોરો ચહેરો,ચહેરા પર સ્ટાઇલમાં ટ્રીમ કરાવેલી મુંછો.તેણે અંદર આવીને કમિશનર સાહેબ અને એસીપી સાહેબને સેલ્યુટ કરી.તેમણે મન્વયને પુરો કેસ સમજાવ્યો.

 

"સર તે જાનભાઇ આ ડ્રગ્સ બાય રોડ લઇ જશે અને મને કદાચ ખબર છે કે તે આ ગાડીની વ્યવસ્થા ક્યાંથી કરશે.સર તમે આ કેસ મને સોંપ્યો છે હવે ચિંતા ના કરશો.હું તે ડ્રગ્સ અને જાનભાઇને પકડીને જ રહીશ."ઇન્સપેક્ટર મન્વય બોલ્યા.તે હસ્યો તેના હસવાથી તેના એક ગાલના ખુણે એક સુંદર ખંજન પડયું.જે ખુબ જ આકર્ષક હતું.

 

"મન્વય ,ખુબ જ મોડી રાત થઇ ગઇ છે હવે તો ઘરે જા."એ.સી.પી.

 

"સર ઘરે કોના માટે જઉં.મારું ઘર અને પરિવાર આ પોલીસ સ્ટેશન છે."મન્વય

 

"મન્વય,હવે આ કેસ પતે પછી તારો કેસ મારે સોલ્વ કરવાનો છે."એ.સી.પી.

 

" મારો ક્યો કેસ?"મન્વય

 

"તને પરણાવવાનો છે.એક સુંદર સુશીલ કન્ય જોઇને.ગુનેગારોને હાથકડી પહેરાવવા વાળાને મારે હાથકડી પહેરાવવાની છે એ પણ કાયમી."એ.સી.પીએ હસીને કહ્યું.

 

"શું સર તમે પણ?"મન્વય શરમાઇ ગયો."મારા કિસ્મતમાં તો આ ગુનેગારોની સાથે માથાફોડી જ લખી છે.સુંદર છોકરીનો સાથ નહીં.આટલા બધાં દુશ્મન બનાવ્યા છે કે કોઇ પોતાની દિકરીના લગ્ન મારી સાથે કરાવવા નથી માંગતું."મન્વય હળવો નિસાસો નાખીને બોલ્યો.

 

શું કિસ્મત મન્વય અને મનસ્વીને ભેગા કરશે?અક્ષત અને અક્ષરાની દોસ્તી આગળ વધશે?કેમ અક્ષત અક્ષરાને તે સમયે દગો આપીને ગયો હતો અને હવે કેમ દગો આપવા માંગે છે?

જાણવા વાંચતા રહો.