jivan no mukt aabhas in Gujarati Short Stories by Krishvi books and stories PDF | જીવનનો મુક્ત આભાસ

The Author
Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

જીવનનો મુક્ત આભાસ


કવિતાને સ્કૂલની મીટીંગ માં બોલાવી હતી. તે સ્કૂલે જઈ આગળ ની બેંચમાં બેઠી, બધાં જ વાલીઓ એક પછી એક આવીને પોત પોતાનું સ્થાન લઈ રહ્યા હતા.

વાત હતી નવા સત્રની. નવા સત્રમાં શું ફેરફાર થશે. તો ધોરણ-૩ થી ૧૦ બધાંને બોડૅ એક્ઝામ આપવાની રહેશે.

વાલીઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, કે બાળકો ની સાથે સાથે વાલીઓ એ પણ ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, ને બીજી વિગત હતી કે બે મહિના ના વેકેશન ની જગ્યાએ ફક્ત એક જ મહિનાનું વેકેશન મળશે.
શિક્ષક કે શાંત રાખતા વાલીઓ ને કહ્યું, સાંભળો,
રાજ્ય સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવી છે તે પ્રમાણે કરવા નું રહેશે.
કવિતા
શિક્ષક ની વાત પૂરી થઈ ન હતી વચ્ચે જ પોતાની જગ્યાએ ઉભી થઇ બોલી કે માની લો બાળક જે ધોરણ માં છે તેમાં પાસ ન થયું તો...?
હાં બરાબર છે.... નીચે બેસાડતા શિક્ષક બોલ્યા,
શિક્ષકે આખી વિગત બોડૅ પર સમજાવી.....
બધા જ વાલીઓ શિક્ષકોની ચર્ચા ધ્યાનથી સાંભળી ને છુટ્ટા પડ્યા....

માંડ બે-ત્રણ દિવસ થયા હશે,આ વાતને ત્યાં તો કોઈક બોલ્યું 'કોરોના'

'કોરોના' આ શું વળી, કઈ વાનગી....?
રાહુલે, કવિતા ને સમજાવતા કહ્યું વાનગી નહીં, મમ્મી આ રોગ છે જે બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
રોગ, આવો કેવો રોગ...? કવિતા એ પૂછ્યું
જે હજુ સુધી કોઈ દિવસ મેં સાંભળ્યું નથી.

25 March નાં રોજ લોકડાઉન થવાનું છે....

અને બીજા દિવસે અચાનક જ લોકડાઉન શબ્દ સાંભળવા મળ્યો.
21 દિવસ નું લોકડાઉન રહેશે એ ચર્ચા સૌ તરફ ફેલાય રહી હતી...
આ બંને શબ્દો કવિતા માટે ખૂબજ અલગ ને નવા હતા,
જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા કોરોના, કોરોના અને લોકડાઉન..........
બીજી કોઈ વાત જ નહીં....એકે એક ટીવી ચેનલ, સ્ત્રીઓ, પુરુષો, બાળકો દરેક મનુષ્ય બસ એકજ વાત કોરોના કોરોના કોરોના.........
કોરોના એ લોકોની જીવનશૈલી જ બદલી નાખી હોય એમ ન તો કોઈ નાં સૂવાનાં ઠેકાણા ન તો જાગવાનાં.
લોકો લોકડાઉન માં પહેરવેશ નાઈટ ડ્રેસ, બધાં જ બર્મુડા માં લોકો એ દિવા પ્રગટાવી, થાળીઓ ને તાળીઓ વગાડી.
જે ચેનલનું મહત્વ ન હતું તેનું મહત્ત્વ વધ્યું, તો રોડ પર અનેક લોકો ના મોર બોલ્યા, મોઢાં પર નાં માસ્ક જાણે કંઈક કહીં રહ્યા હોય એવું લાગી રહ્યું હતું કે જેમ સ્ત્રી ને ઘૂંઘટ કાઢે ત્યારે આવું થતું હશે એમ સમજાવી જાય ખાણીપીણી ની નિત્ય નવીન વાનગીઓ બની, બાળકો ને તો જાણે રોજ દિવાળી ન સ્કૂલ બેગ નો ભાર ન લેશન.

કવિતા તો વિચાર થી રહી ગઈ કે શું કરીશું, કંઈ જ સમજાતું ન હતું ગયાં વર્ષ ની માંદગી બાદ કર્જ થી ડુબેલા હજુ બહાર નથી નીકળી શક્યા, ત્યાં આ કોરોના નવી મુસીબત. એ વરૂણને સમજાવતી હતી કે જો ધ્યાન રાખીએ તો આપડે જ સારું છે, પૈસા ક્યાંથી કાઢશુ. ધ્યાન રાખીને વાપરજો.
કવિતા સોશ્યલ મીડિયા થી બહું દૂર હતી. પણ આ કોરોના નાં લોકડાઉન નાં હિસાબે નજીક ગઈ.
તે અને તેની પૂત્રી સાથે ડેઇલી ઘણી બધી ફિલ્મો, નાટકો, ને અન્ય ઘણા બધા શો જોતી થઈ ગઈ.
તેણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવું બન્યું.....
કવિતા એ તેમના બંને સંતાનો ને બહુ જસારાં સંસ્કાર આપેલા, પણ એને એ વાત નો અફસોસ હતો કે તે સંસ્કૃતિ નું જ્ઞાન કેવી રીતે આપશે. પણ કહેવાય છે ને કે મોર નાં ઈંડા ચીતરવા ન પડે
તેની પૂત્રી ને હિન્દી ફિલ્મ ગીતો નો બહુ જ શોખ હતો.
પણ કવિતા ને એમ લાગતું કે તેને સંસ્કૃતિ થી વાકેફ કેમ કરાવવી. પણ આ કોરોના લોકડાઉન નાં હિસાબે સહેલાઈથી એને સમજાવવા નો સમય મળી ગયો.
સ્મૃતિ ને ગુજરાતી જલસો બતાવ્યો. કવિતા ને ખ્યાલ આવી ગયો કે સ્મૃતિ ને આમાં પણ રસ આવતો હોય એવું લાગી રહ્યું હતું. અને ધીમે ધીમે સ્મૃતિ ને ગુજરાતી ફિલ્મો, નાટકો, શાયરીઓ આ બધું રસપ્રદ લાગવા માંડ્યું.
બધા લોકડાઉન પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા.
ત્યાં તો બીજું લોકડાઉન જાહેર થયું .

15 April to 3 May

હવે બધા અકળામણ અનુભવતા હોય એવું લાગી રહ્યું હતું. પણ બીજો કોઈ ઉપાય પણ ન હતો.

હવે કવિતાની મુસીબત વધી ગઈ હતી શું કરવું કંઈ જ સમજાતું ન હતું... કોની પાસે પૈસા માગવા, માંગવું તે તેનાં માટે મરવું બરાબર હતું

તેમની પાસે શાકભાજીનાં લઈ શકાય એટલા પણ પૈસા ન હતા. એ અંદરથી સાવ ટુટી ગઈ... કવિતા ને ગળામાં ડૂમો આવી ગયો, જાણે હમણાં જોર જોરથી રડાય જશે, પણ તે હિમ્મત રાખી સ્વસ્થ થતાં મનમાં વિચાર્યું જો હું હાર નહી માનું મારે જ હિંમત રાખવી પડશે નહીં તો આ ઘરનું શું થશે... હું તૂટી છું પણ હારી નથી

મનોમન ભગવાનને કહે છે તારે જેટલી પરીક્ષા લેવી હોય ને એટલી લઈ લે. હું પણ સામે તારી પરીક્ષા લઉં છું માની લે
ઘરનું બધું જ રાશન ખૂટી ગયું હતું છતાં કવિતા હિંમત ન હારી, તેણે વિચાર્યું ધાર્યું તો ધણીનું જ થશે.
જેમ તેમ કરીને મુસીબતનો પહાડ પણ તેણે રાઈ કરીને બતાવ્યો.
4 May to 17 May
lockdown 3
ઘણી હિંમત કરીને આખરે તેમણે તેના કાકા પાસે થી પૈસા મંગાવ્યા
ને ધીમી ગતિએ ઘરની ગાડી ચાલવા લાગી. ક્યારેય વિચાર્યુ ન હતું કે આવા દિવસો પણ આવશે કે ભગવાન ની આરતી કરવા માટે પણ ઘી નહીં હોય ઘરમાં....
છતાં કવિતા એ હિંમત તો ના જ હારી ગમે તેમ કરીને તેણે ઘર નિર્વાહ ચલાવ્યો... આટલું ઓછું હોય એમ, અધુરાં માં પૂરું બંને બાળકો નાં ચોપડા લેવા નાં હતાં. ગુજરાતી માં કહાવત છે ને દુબળા ને બે જેઠ એવું થતું હતું કવિતા ની સાથે એક સાંધે ત્યાં તેર ટૂટે.

18 May to 31 My
lookdown 4th

આખરે જેમ તેમ કરીને લોકડાઉન પૂરા થયા.
હવે અનલોક થયું, છતાં કોઈ ધંધા શરૂ થયા ન હતા તો પણ ચિંતા તો એની જ હતી કવિતા ને.....
દૂધ નાં બીલ, ભાડું, બાળકો ની ફી વગેરે........
હવે તો હદ પૂરી થઈ ગઈ હતી સોનું તો પહેલા થી જ ગીરવે મુક્યું હતું.....પણ આજે ઘરમાં થોડા ચાંદીના આભૂષણો હતાં તે પણ વેચી નાખ્યાં

પણ જીવન માં ક્યારેય ન ભૂલાય એવી ઘણી ઘટનાઓ કવિતા સાથે બની. કવિતા સોશ્યલ મીડિયા સાથે સારો એવો પ્રતિસાદ મળ્યો. ઓનલાઇન બહુ બધા ભાઈઓ અને ફ્રેન્ડ બની ગયા.જે ક્યારેય ભૂલાય નહીં....

તેને કંઈક ટુટક અવાજમાં સંભળાઈ રહ્યું હતું.તેને સ્પષ્ટ થતું ન હતું કે શું ચાલી રહ્યું છે, છતાં તેણે પ્રયત્ન કર્યો ધ્યાનથી સાંભળવાનો કશું.... કોઈ બે જણ વચ્ચે કંઈક ચર્ચા થઈ રહી હોય તેવું સંભળાઈ રહ્યું હતું. એમાંથી એક rothschild નું નામ લઇ રહ્યો હતો, બીજા વ્યક્તિને કંઈક સમજાવવા માંગતો હોય તેવું સંભળાઈ રહ્યું હતું, પણ સ્પષ્ટ ન થતું હતું કે શું છે
સરકાર સ્વતંત્ર નથી... સરકાર કોઈ ના ઓર્ડર થી કામ કરે છે
ત્રણ હજાર મેટ્રિક ટન ઘઉં બ્રિટન અને ને આપવા માટે બાધ્ય છીએ એટલે આપણે શરતી આઝાદીમાં છીએ પાર્લામેન્ટમાં ડાબી બાજુ પંચમ જ્યોર્જ નું મોટું પૂતળું વિક્ટોરિયા, માઉન્ટબેટન નું પૂતળું કેમ છે....
કોઈપણ વાયરસના આવિષ્કાર થાય ને તો લોખંડ નું માસ્ક પહેરીને પણ બચી ન શક્યા હોત. કોરોના કિડી છે હાથી નહીં. મહામારી કોને કહેવાય આંગળીઓ નાં વેઢે ટપોટપ લોકો મરે. એક પણ કેસ એવો બન્યો કે કોઈ વ્યક્તિ કોરોના થી ઘરે જ મૃત્યુ પામ્યો....

નહીં તો આવી રીતે આખાં વિશ્વમાં એક સાથે લોકડાઉન શક્ય જ નથી.આખા વિશ્વની lockdown ની એક જ પદ્ધતિ અને ચિકિત્સાની એક જ પોલીશી. કોર્પોરેટર કંપનીઓને lockdown ન હતું.
અને ચાર વર્ષ થી ભાંગી પડેલ ખેતી નો માલિક ફક્ત ખેડૂતો આઝાદ હતાં આ લોકડાઉન માં
તારણ કાઢો ને તો સરકાર કેટલી પ્રેશરમાં હશે.....
તો માસ્ક પહેરીને શ્વાસ લેવાની પણ સત્તા રેવા નથી દીધી.
તમે કોઈક ને પૂછજો કે એકધારું સતત બે મહિના માસ્ક પહેરી રાખવા થી રોગ થાય કેમ કે ઓક્સિજન લીધાં પછી કાર્બન ડાયોક્સાઈડ વાયુ બહાર શ્વાસ દ્વારા બહાર આવે, તો માસ્ક નાં હિસાબે તે વાયુ નાક દ્વારા શ્વાસ માં પાછો મળે છે.

વેક્સિન કમ્પલસરી લેવી જ પડશે. જે લોકો વેક્સિન નહીં લો તો વેક્સિન કાર્ડ નહીં વેક્સિન કાર્ડ નહીં તો બસ, ટ્રેન માં મુસાફરી નહીં. સ્કૂલ એક પણ જગ્યા એ નહીં, નોકરી કંઈ જ નહીં.
વેક્સિન માં 18 પ્રકારે એલ્યુમિનિયમ contentno આવેલા છે જે તમારા હાર્ટ અને કિડની પર અસર કરે. તમે માત્ર બે કે ત્રણ વર્ષ સુધી જ જીવિત રહી શકો...
આવી ચર્ચા સંભળાઈ રહી હતી....

અચાનક કવિતા ઉભી થઇ ગઈ પરસેવો રેબઝેબ જાણે નાહીં ને નીકળી હોય એમ..... પોતાની જાતને માંડ માંડ સંભાળી પછી ભાન થયું કે આ તો સપનું માં હતું........


મનો મન વિચારવા લાગી શું હતું આ....... માત્ર સ્વપ્ન.......??